Home Blog Page 1302

Rajasthan Politics : રાજસ્થાનનો રાજકીય ભૂકંપ ગુજરાત કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવી શકે છે ?

0

Rajasthan Politics: The political earthquake

  • કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે.

રાજસ્થાનમાં (Rajasthan) હાલ એવો રાજકીય ભૂકંપની આગ આખા કોંગ્રેસને દઝાડી રહી છે. અશોક ગેહલોતે (Ashok Gehlot) આખા કોંગ્રેસને હચમચાવી દીધુ છે. અશોક ગેહલોતની હરકતથી ખુદ સોનિયા ગાંધી (Sonia Gandhi) નારાજ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષની (Congress President) ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા નથી. 30 સપ્ટેમ્બર પછી કોંગ્રેસ નેતૃત્વ વધુ નિર્ણય લેશે. ત્યારે રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય ભુકંપના આંચકા ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લાગી શકે છે.

ચૂંટણી આવતા જ માંડ માંડ બેઠી થયેલી કોંગ્રેસને રાજસ્થાનનો રાજકીય ભૂકંપ નુકસાન નોતરી શકે છે. વિધાનસભા ચુંટણી પૂર્વે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમની ગુજરાત પર ભારે અસર પડશે. રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલ સંકટથી ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતમાં શું અસર પડશે  :

ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર તરીકે અશોક ગહેલોતની નિમણૂંક કરાઈ હતી. જેઓ હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેમજ ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી છે. આવામાં હાલ રાજસ્થાનમાં જે ધમાસાણ મચ્યું છે, તેમાં આ બંને નેતાઓનું સંપુર્ણ ધ્યાન હાલ રાજસ્થાનના ઘટનાક્રમ પર છે.

એટલું જ નહિ લોકસભા દીઠ નિમાયેલ પ્રભારી અને વિધાનસભા મોટાભાગના ઇન્ચાર્જ ગેહલોત ગ્રુપના છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે. આવામાં ગેહલોત ગુજરાત પર ફોકસ કરી શકે તેમ નથી.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

તો બીજી તરફ રાજસ્થાનમાં રાજકીય ડ્રામાથી હાલ અશોક ગહેલોત કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ છે. ત્યારે ચુટંણી માથે છે તેવા સમયે ગુજરાત કોગ્રેસમાં ગેહલોતના આ પ્રકારણથી નિરાશા વ્યાપી શકે છે. રાજસ્થાન કોંગ્રેસનું  રાજકીય સંકટનો હલ ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે. જો રાજસ્થાનમાં વહેલો ઉકેલ નહિ આવે તો ગુજરાતી મતદારો પણ કોંગ્રેસ પર વિશ્વાસ કરવામાં સફળ નહિ રહે.

હાલ પૂરતા રાજસ્થાનના બંને નેતાઓ ગુજરાતને સમય ફાળવી શકે તેમ નથી. એવામાં નવરાત્રિમાં પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે છે ત્યારે પ્રિયંકા ગાંધીના કેમ્પઈન સહિતના ગુજરાત કોંગ્રેસના ચૂંટણીલક્ષી મોટા કાર્યક્રમોને અસર થઇ શકે છે.

આ પણ વાંચો :-

જૂની બાઇક કે કાર ખરીદતા પહેલા ચેતજો ! કાયદામાં મોટો ફેરબદલ કરવા જઈ રહી છે સરકાર

0

Be warned before buying an old bike

  • કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેનાથી ખરીદ-વેચાણની પ્રક્રિયાને પારદર્શી અને સેકન્ડ હેન્ડ ડીલર્સને વધુ જવાબદાર બનાવવામાં આવશે.

દેશમાં જૂના વાહનોનો (Old vehicles) વ્યાપાર ઘણો જૂનો છે. પરંતુ હાલમાં નવી કારનું (New car) લાંબુ વેઈટીંગ અને વધતી મોંઘવારી (Inflation) વચ્ચે ગ્રાહકોનુ જૂના વાહનો તરફ આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે. તો ઓનલાઈન એપ્સની (Online apps) મદદથી ઝંઝટ મુક્ત બાય અને સેલને પગલે જૂની કારોનું માર્કેટ ઝડપથી ગુંજી રહ્યું છે.

ડીલરને દર વર્ષમાં લેવુ પડશે લાઈસન્સ :

સરકારે સેકન્ડ હેન્ડ કાર ડીલરને માન્યતા આપવા માટે તેના માટે લાઈસન્સ ફરજીયાત બનાવી દીધા છે. આ નિયમ હેઠળ ઉપયોગમાં લેવાયેલ વાહન ડીલર્સને આરટીઓ પાસેથી લાઈસન્સ પ્રાપ્ત કરવુ પડશે. આ લાઈસન્સ 5 વર્ષ માટે માન્ય રહેશે. લાઈસન્સ પ્રાપ્ત કર્યા બાદ ડીલર જૂનુ વાહન પેચ કરી શકશે. આ સાથે જૂનુ વાહન નવા ગ્રાહકને વેચતા પહેલા કારને નવા માલિકના નામે રજીસ્ટર કરાવવાનુ ફરજીયાત રહેશે. જો આવુ નહીં થાય તો તેનુ લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.

ડીલર પર હશે જૂૂના વાહનની જાણકારી  :

નવા નિયમો મુજબ કોઈ કાર માલિક પોતાની કારને ડીલરશિપના માધ્યમથી વેચવા માટે આપે છે તો તેની જાણકારી પણ ડીલર આરટીઓમાં આપશે. એટલે કે અત્યારની જેમ ડીલર ખરીદનાર અને વેચનારની વચ્ચે મધ્યસ્થ નહીં થાય. તો આ આખી પ્રક્રિયામાં એક પક્ષ હશે. આ નિયમ લાગુ થયા બાદ જ્યાં સુધી કાર વેચાતી નથી તેની જવાબદારી ડીલરની હશે. વાહનના જૂના માલિકની નહીં.

ડીલરે જ RC અપડેટ કરાવવી પડશે  :

નવા નિયમો હેઠળ જ્યારે જૂની કાર વેચાય છે તો ત્યારબાદ નવા માલિક સાથે જોડાયેલી બધી જાણકારીને આરટીઓમાં આપવાની જવાબદારી ડીલરની રહેશે. આ સાથે જૂની કારના બધા દસ્તાવેજ જેવા કે આરસી, એનઓસી ફોર્મ, ફિટનેસ વગેરેની જાણકારી ડીલરને જ આરટીઓમાં આપવી પડશે.

આ પણ વાંચો :-

 

થઇ જાઓ પરદેશના આ 5 સિટીમાં શિફ્ટ, સેટલ થયા પછી આપશે 24 લાખ રૂપીયા

Shift to these 5 foreign cities  after

  • વિદેશમાં સ્થાયી થવા માંગો છો. તો દુનિયાની આ 5 એવી જગ્યા જ્યાં રહેવા માટે તમને મળશે સામેથી ગ્રાન્ટ તો ચાલો આગળ જાણીએ આ 5 જગ્યાઓ વિશે.

ઘણા લોકો વિદેશ પ્રવાસ (Foreign travel) કરવાનું સપનું જોતા હોય છે. પરંતુ વિદેશ (Abroad) જવું ઘણું મોંઘુ પડે છે. પરંતુ જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે સેટલ થાવ ત્યારે તમારે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તમને અહીં સ્થાયી થવા માટે લાખો રૂપિયા સામેથી આપવામાં આવે છે.

એન્ટિકિથેરા :-

જો તમે સસ્તામાં વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ તો ગ્રીસના એન્ટિકિથેરા (Antikythera) ટાપુ પર તમે ઘર બનાવી શકો છો. અહીં માત્ર 43 હજાર રૂપિયામાં તમને ઘર બનાવવા માટે જમીન મળી શકે છે.

તુલસા :-

જો તમે અમેરિકામાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો ઓક્લાહોમા રાજ્યનું શહેર તુલસા (Tulsa) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જો તમે અહીં સ્થાયી થયા છો. તો તમને ગ્રાન્ટ તરીકે 7.4 લાખ રૂપિયા મળશે. તમને ફ્રી ડેસ્ક સ્પેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તક પણ મળશે. આ સિવાય અમેરિકાના મિનેસોટા રાજ્યના (Bemidji) શહેરમાં જશો તો તમને 1.8 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે.

આલ્બિનેન :-

જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી હોય તો તમે સ્વિત્ઝર્લેન્ડના આલ્બિનેન (Albinen)માં સ્થાયી થઈ શકો છો. જો અહીં સ્થાયી થયા તો તમને 21 લાખ રૂપિયાથી વધુ આપવામાં આવશે. પરંતુ અહીં રહેવાની શરત એ છે કે તમારે 10 વર્ષ સુધી આ દેશમાં રહેવું પડશે. આ ઉપરાંત અહીં સ્થાયી થવા માટે તમારી પાસે સ્વિસ નાગરિકત્વ હોવું આવશ્યક છે, અથવા સ્વિસ નિવાસી સાથે લગ્ન કરેલ હોવા જોઈએ.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 27 સપ્ટેમ્બર : સિંહ-કુંભ રાશિના જાતકો માટે દિવસ હકારાત્મક સાબિત થશે, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

Today’s Horoscope 27 September : GujaratGuardian

મેષ રાશિ : વેપારમાં રોકાણ માટે આજનો દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જીવનમાં કેટલાક નવા બદલાવ આવી શકે છે.

વૃષભ રાશિ : લાંબા સમયથી ચાલતા કામમાં તમને સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. ઘરમાં મહેમાનના આગમનથી વાતાવરણ હળવું રહેશે. ધન ખર્ચ વધી શકે છે. સંતાન તરફથી તમે સંતુષ્ટ રહેશો.

મિથુન રાશિ : આ રાશિના વ્યાપારીઓને આજે ફાયદો થશે. તમારી વાણી પર સંયમ રાખો. નોકરી કરતા લોકોને ઓફિસમાં પ્રશંસા મળશે. વૈવાહિક જીવનમાં સુ:ખ અને શાંતિ રહેશે. વિદેશ પ્રવાસની તકો છે.

કર્ક રાશિ : આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઓફિસમાં સહકર્મીઓની મદદ મળશે.

સિંહ રાશિ : આજે પરિવારમાં તમારી વાત પર ધ્યાન આપવામાં આવશે. આર્થિક લાભ થશે. મનની શાંતિ માટે ધ્યાન અને યોગને તમારી દિનચર્યામાં સામેલ કરો. મિત્રો તરફથી તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. લગ્ન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે.

કન્યા રાશિ : આજેનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વિદેશમાં વેપાર કરવાની તકો છે. કોઈ વાતથી મન પરેશાન થઈ શકે છે. સ્વભાવે ક્રોધનો અતિરેક રહેશે.

તુલા રાશિ : નોકરીમાં પ્રમોશન મળી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યવસાય સામાન્ય રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે. નવું વાહન ખરીદી શકો છો.

વૃશ્ચિક રાશિ : આજે તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. ઓફિસના કામમાં ભાગદોડ કરવી પડી શકે છે.

ધનુ રાશિ : આજે પરિવારમાં થોડો મતભેદ થઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. નોકરીમાં થોડી મુશ્કેલી આવી શકે છે. વેપારમાં વધારો થશે.

મકર રાશિ : પરિવારના સભ્યો સાથે સારો તાલમેલ રહેશે. તમારે મુસાફરી કરવી પડી શકે છે. મનની કોઈ ઈચ્છા પૂર્ણ થવાથી મન પ્રસન્ન થશે. તમારી કાર્યદક્ષતાના બળ પર તમે ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓને ખુશ કરી શકશો.

કુંભ રાશિ : મનમાં આશા અને નિરાશાની ભાવનાઓ ઉભી થશે. ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. તમારા નજીકના લોકો સાથે સમય વિતાવો.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. નવી નોકરી મળી શકે છે. પરિવારમાં અણબનાવ થઈ શકે છે. પૈસાની દ્રષ્ટિએ દિવસ શુભ છે.

આ પણ વાંચો :-

પતિ કોમામાં છે એવું સમજી પત્નીએ ગંગાજળ છાંટીને એક વર્ષ સુધી લાશ ઘરમાં મુકી રાખી !

0

Thinking that her husband was in a

  • વિમલેશની પત્ની દરરોજ સવારે લાશ પર ગંગાજળ છાંટતી હતી. કેમ કે, તેને આશા હતી કે, આવું કરવાથી તે કોમામાંથી જલદી બહાર આવી જશે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રાવતપુર વિસ્તારમાં મૃત વ્યક્તિના (dead person) પરિવારજનોએ તેની લાશને પોતાના ઘરમાં તે સમજીને રાખી કે તે કોમામાં છે અને જીવે છે. મૃતકની ઓળખ ઈન્કમટેક્સ વિભાગમાં (Income Tax Department) કાર્યરત વિમલેશ દીક્ષિતના રૂપે સામે આવી. મૃતકની પત્નીને વિશ્વાસ હતો કે તે કોમામા છે અને તે પતિની લાશનો દરરોજ ગંગાજળ (Ganga water) છાંટતી હતી.

ઘટનાની હકીકત ત્યારે સામે આવી જ્યારે પોલીસકર્મી અને મેજિસ્ટ્રેટ, આરોગ્ય અધિકારીઓ એકસાથે મામલાની તપાસ કરવા માટે વ્યક્તિના ઘરે પહોંચ્યા અને તેમને ત્યાં લાશ મળી. મુખ્ય આરોગ્ય અધિકારી ડો. આલોક રંજને જણાવ્યું કે, વિમલેશ દીક્ષિતનું ગતા વર્ષે 22 એપ્રિલે મૃત્યુ થઈ ગયું હતું પરંતુ પરિવાર અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતું. કેમ કે, પરિવારજનોનું માનવું હતું કે દીક્ષિત કોમામા છે.

આ સમગ્ર મામલે સીએમઓએ કહ્યું કે જ્યારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યોએ એ જ વાત પર ભાર આપ્યો કે વિમલેશ જીવે છે અને કોમામા છે. ઘણું સમજાવ્યા પછી પરિવારજનોએ સ્વાસ્થ્ય ટીમને લાશ લાલા લજપત રાય હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપી. જ્યાં તપાસ કરતાં તેમને વિમલેશને મૃત જાહેર કર્યો. સીએમઓએ કહ્યું કે આ મામલાની તપાસ કરવા અને જલદીથી રિપોર્ટ આપવા માટે ડો. એપી ગૌતમ, ડો. આસિફ અને ડો. અવિનાશની 3 સભ્યોની ટીમ બનાવી.

એક અધિકારીએ જણાવ્યું કે વિમલેશની પત્ની દરરોજ સવારે લાશ પર ગંગાજળ છાંટતી હતી. કેમ કે, તેને આશા હતી કે, આવું કરવાથી તે કોમામાંથી જલદી બહાર આવી જશે. અધિકારીએ કહ્યું કે પરિવારે પોતાના પાડોશીઓને પણ જણાવ્યું હતું કે વિમલેશ કોમામાં છે. પાડોશીમાંથી એકે પોલીસને જણાવ્યું કે પરિવારના સભ્યો ઘણીવાર ઓક્સિજન સિલેન્ડર ઘરે લઈ જતા હતા.

પોલીસે કહ્યું કે લાશ એકદમ સડી ગઈ હતી. એક અધિકારીએ કહ્યું કે, દીક્ષિતની પત્ની માનસિક રીતે કમજોર હોય તેવું સામે આવ્યું છે. કાનપુર પોલીસે એક નિવેદનમાં કહ્યું કે ખાનગી હોસ્પિટલે ડેથ સર્ટિફિકેટમાં કહ્યું હતું કે વિમલેશ દીક્ષિતનું મૃત્યુ 22 એપ્રિલ 2021એ હાર્ટ એટેકના કારણે થયું હતું.

આ પણ વાંચો :-

અંબાજી મંદિરમાં દરરોજ કઈ રીતે બનાવાય છે ? માતાજીને પ્રિય મોહનથાળનો હજારો કિલો પ્રસાદ ?

0

How is it made every day in Ambaji temple

  • અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દરરોજ 3 હજાર કિલો મોહનથાળની પ્રસાદી બનાવવામાં આવે છે. જ્યારે પૂનમ અને રવિવારના દિવસે 10 હજારથી વધુ કિલોનો પ્રસાદ બનાવવામાં આવે છે એટલું જ નહીં ભાદરવી પૂનમ જેવા અવસરે તો 4 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે.

આજથી આદ્યશક્તિની આરધનાના (Adhyashakti worship) પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિ (Navratri 2022) એટલે કે નવ દિવસ માતાજીની પૂજા-અર્ચના અને ગરબે ઘૂમીને આરાધના કરવાનો અવસર. માઇ ભક્તો ગરબે ઘૂમી મા અંબાની ભક્તિ કરશે. એમાંય માતાના શક્તિપીઠ (Shaktipeeth) પૈકી સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા આપણાં અંબાજી યાત્રાધામનું (Ambaji pilgrimage) પણ આગવું મહત્ત્વ છે.

એટલું જ નહીં અંબાજીમાં વર્ષોથી મોહનથાળની પ્રસાદી આપવામાં આવે છે. શું તમે જાણો છો કે આ મોહનથાળની પ્રસાદી કેવી રીતે બનાવવામાં આવે છે? જાણો અંબાજી યાત્રાધામમાં તૈયાર કરવામાં આવતા મોહનથાળના પ્રસાદની આખી પ્રોસેસ.

મળતી માહિતી મુજબ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દરરોજ 3 હજાર કિલો મોહનથાળની પ્રસાદી બનાવવામાં આવે છે. જ્યારે પૂનમ અને રવિવારના દિવસે 10 હજારથી વધુ કિલોનો પ્રસાદ બનાવવામાં આવે છે એટલું જ નહીં ભાદરવી પૂનમ જેવા અવસરે તો 4 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળનો પ્રસાદ મંદિર પરિસરની બાજુમાં જ બનાવવામાં આવે છે. જોકે, આટલો બધો મોહનથાળ ભાગ્યે જ એક સાથે કોઈ જગ્યાએ બનતો હશે. તેથી તેની મેકિંગ પ્રોસેસ એટલે કે બનાવવાની પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે.

મોહનથાળની પ્રસાદી બનાવવાની પ્રક્રિયા :

મંદિર પરિસરની બાજુમાં આવેલાં વિશાળ રસોડામાં સૌ પહેલાં ચણાના લોટને ચારણીથી ચાળવામાં આવે છે. ચણાના લોટમાં ઘી અને દૂધનું મૌણ આપવામાં આવે છે. ત્યારબાદ મોટી કઢાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરી તેમાં મૌણવાળા ચણાના લોટને એકસરખા તાપમાને શેકવામાં આવે છે. ઘી અને મૌણવાળા ચણાના લોટનું તૈયાર થયેલું દાણાદાર મિશ્રણને ઠારવામાં આવે છે. ત્યાં સુધી બીજી તરફ ખાંડની ચાસણી તૈયાર કરવામાં આવે છે.

આ ગરમ ચાસણીને ઠારેલા દાણાદાર મિશ્રણમાં ઉમેરવામાં આવે છે. બરાબર મિક્ષ અને ઘાટું થયા બાદ આ દાણાદાર મિશ્રણને ચોકીઓમાં ઠારવામાં આવે છે.આમ હવે માતાજીને પ્રિય મોહનથાળનો પ્રસાદ તૈયાર થાય છે. તૈયાર થયેલો મોહનથાળ અલગ-અલગ સાઇઝના બોક્સમાં પેક કરવામાં આવે છે. મંદિરની અંદરના કાઉન્ટરમાંથી માઇ ભક્તો આ પ્રસાદ ખરીદીને મા અંબાને અર્પણ કરે છે.

આ પણ વાંચો :-

જિમ જવાનો સમય નથી મળતો ? રોજ સવારે શરૂ કરો આ ડ્રીંક્સ, ફટાફટ ઉતરવા લાગશે વજન

Can’t find time to go to the gym ? Start drinking

  • ઓઈલી ફૂડના સેવનથી વજન વધી જાય છે પણ રોજ અજમાના પાણીના સેવનથી વજન ઉતારી પણ શકાય છે.

ભારતમાં (India) લોકોને ઓઈલી ફૂડ્સ (Oily foods) અને સ્વીટ ડિશિસ (Sweet dish) ખાવાનો ખૂબ જ શોખ હોય છે જેને કારણે મોટેભાગે તેઓ મેદસ્વિતાનો (Obesity) શિકાર બની જાય છે. હવે એકવાર વજન વધી જાય છે તો ઘટાડવું અત્યંત મુશ્કેલ થઈ જાય છે. હવે સૌ કોઈ પાસે ટેલો સમય નથી હોતો કે ડેઇલી લાઈફમાં (Daily Life) કયાંથી સમય કાઢીને જિમમાં જઈ શકે, અને ન કોઈ એવા ડાયટ એક્સપર્ટ મળે છે કે જે દરેક સમયે યોગ્ય ભોજન વિષે જણાવી શકે. હવે જો તમારે સરળતાથી વજન ઊતરવું છે, તો એક ખાસ ડ્રિંકનો (Drink) સહારો લઈ શકાય છે.

સેલરીના પાણીનો કઈ રીતે કરવો ઉપયોગ ?

1. જો તમે સવારે કંઇપણ લીધા વગર સેલરીનું પાણી પીવો છો. તો તેનાથી વજન ઝડપથી ઉતારી શકાય છે અને ફેટ પણ ઓછું થાય છે.

2. સેલરીના પાણીને હલકુ ગરમ કરીને પણ પી શકાય છે, જો તમે થોડા સારા પરિણામની આશા રાખો છો, તો તમાર ડેઇલી  ડાયટમાં અજમાની માત્રા વધારી દો.

3. વેટ ઉતારવા માટે તમે 25 ગ્રામ અજમાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી દો અને બીજા દિવસે સવારે ખાલી પેટ લઈ લો.

4. જો એક મહિના સુધી તમે અજમાના પાણીનું સેવ કરો છો. તો તમે શરીર પર ફરક અનુભવી શકશો.

5. જો તમે રાતના સમયે સેલરીને પાણીમાં પલાલવાનું ભૂલી જાઓ છો. તો સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સેલરી ભેળવીને વાસણમાં ઉકાળી લો. છેલ્લે ગેસ બંધ કરી દો અને થોડું ઠંડુ પડવા પર પી લો.

આ પણ વાંચો :-

આ વર્ષે નવરાત્રિ સો ટકા બગડવાની, ગમે તે નોરતે વરસાદ આવશે તેવી છે અંબાલાલ પટેલની આગાહી

0

Ambalal Patel predicts that Navratri

  • નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

હાલ ખેલૈયાઓને એક જ પ્રશ્ન છે નવરાત્રિ (Navratri 2022) દરમિયાન વરસાદ પડશે કે નહિ. કોરોનાના બે વર્ષ બાદ માંડ ગરબા રમવાની તક મળી છે ત્યાં એકમાત્ર વરસાદનું વિધ્ન (Rainfall) આડે આવી શકે છે. ગુજરાતના દરેક શહેરો-ગામડામાં આ વર્ષે ગરબા રમવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ લાખો ખેલૈયાઓ નિરાશ થાય તેવી આગાહી થઈ છે. આજે 26 સપ્ટેમ્બરે પહેલુ નોરતું છે. ત્યારે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ (The rain) થવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાત (Meteorologist) અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, તારીખ 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. આ ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે. જેની અસર હાલ દેખાશે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે કોઈપણ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. ચોમાસાના આ અંતિમ પડાવમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલમાં નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ દિવસોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહેશે. તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

તેમણે કહ્યું કે 5 મી ઓક્ટોબર સુધીમાં દરિયામાં પવનોનું જોર વધુ રહેશે. અને 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભી થશે. જેમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેશે. આ સીઝનનું પ્રથમ ચક્રવાત બની શકે છે. જેના લીધે દેશના દક્ષિણી પૂર્વીય તટ પર ભારે વરસાદની શકતા રહેશે. ત્યારે આ દિવસોમાં નવરાત્રિના છેલ્લા નોરતા છે જેની અસર નવરાત્રિ પર પડી શકે છે.

આજે સૌરાષ્ટ્રમાં તૂટી પડ્યો વરસાદ :

વરસાદની આગાહી અને નવરાત્રિના પહેલા નોરતા વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો છે. અમરેલી જિલ્લામાં ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખાંભા શહેર તથા ગામ, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ઉનામાં નવરાત્રિના પ્રથમ દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. માત્ર અડધા કલાકમાં 1 ઇંચ આસપાસનો વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ચૂંટણી વહેલા આવવાના સીઆર પાટીલે આપ્યા સંકેત, જાણો શું કહ્યું…

0

CR Patil hinted early election in Gujarat

  • આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે, આ વખતે ચૂંટણી 12 દિવસ પહેલા યોજાઈ શકે છે. 2017 ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી. આ વખતે મારો અંદાજ છે કે નવેમ્બરમાં થઈ શકે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે ચૂંટણી 15 દિવસ પહેલાં યોજાઈ શકે છે. નવેમ્બરમાં (November) ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું અનુમાન છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) આ સંકેત આપ્યા છે. આણંદમાં (Aanad) એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે આ વખતે ચૂંટણી 12 દિવસ પહેલા યોજાઈ શકે છે. 2017 ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી. આ વખતે મારો અંદાજ છે કે નવેમ્બરમાં થઈ શકે.

આજે આણંદમાં જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કરાયું કરાયું છે. સાથે જે ભારતમાતા સરદાર પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દિન દયાલ ઉપાધ્યાયની મૂર્તિનું પણ લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 3.50 કરોડના ખર્ચે બનાવાયેલા શ્રી કમલમને ખુલ્લુ મૂક્યુ હતું. ત્યારે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સીઆર પાટીલે ચૂંટણી વહેલી આવવાની શક્યતા વ્યક્ત કરી.

આણંદમાં ચૂંટણી અંગે સીઆર પાટીલે કહ્યું કે, આ વર્ષે ગુજરાતમાં આગામી નવેમ્બરમાં ચૂંટણી આવશે. આ વખતે ચૂંટણી 10 દિવસ વહેલી આવશે. જો કે ચૂંટણી કઇ તારીખે આવશે તે હું કઈ કહી શક્તો નથી. પરંતું હાલ બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે.

તો બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર ગુજરાતના પ્રવાસે છે. જેમાં 2 દિવસ ગુજરાતમાં બેઠકોનો દોર ચાલશે. આ બેઠકોમાં રાજ્યમાં ચૂંટણી વ્યવસ્થા અંગે ચર્ચા કરાશે. સાથે જ ચૂંટણી તૈયારીઓ માટે વિવિધ કામગીરીની સમીક્ષા કરાશે. રાજકીય પક્ષો અને જિલ્લા કલેક્ટર, પોલીસ વડાઓ સાથે બેઠક કરશે.

આ પણ વાંચો :-

હવે સુરત જાવ તો આ ઐતિહાસિક જગ્યાએ જવાનું ન ભૂલતા, ખૂદ PM મોદી કરવાના છે લોકાર્પણ

0

If you go to Surat now, don’t forget to

  • સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલા ઐતિહાસિક કિલ્લાનું રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે. 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ (Gujarat tour) વધી ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પીએમ મોદીના હસ્તે સુરતની ઓળખસમા ઐતિહાસિક કિલ્લા લોકાર્પણ કરવામાં આવશે. પાલિકાએ આ પહેલાં કિલ્લાને ઝગમગ રોશની શણગારવાની કવાયત શરૂ કરી છે.

કિલ્લાનું ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ  :

સુરતની ઓળખસમા ઐતિહાસિક કિલ્લાનું અલગ-અલગ તબક્કામાં ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ થયું છે. કિલ્લામાં 6 ઇમારતની સાથે 4 બુર્જ, 2 પાર્શિયલ બુર્જ તૈયાર કરાયા છે. આ સાથે મુલાકાતીઓને સોવેનિયર શોપ, બ્રિટિશ ટી-રૂમ, મોબાઇલ એપ, વીઆર બેઝ્ડ સુરતનો નકશો, છફ રૂમ, સાંજના સમયે લાઇટ-સાઉન્ડ શો વગેરે જોવા મળશે. આ લાઈટ-સાઉન્ડ શોના માધ્યમથી સુરત શહેરના ભવ્ય ઈતિહાસની તમામ જાણકારી આપવામાં આવશે.

પાલિકાને સોંપાઈ હતી સંરક્ષણ કાર્યની જવાબદારી :

આપને જણાવી દઈએ કે, વર્ષ 2018માં પાલિકાને સંરક્ષણ કાર્યની જવાબદારી રાજ્ય સરકારે સોંપી હતી. જે બાદ પાલિકાએ કિલ્લાની બિલ્ડિંગોની નિષ્ણાતો પાસે કામગીરી શરૂ કરાવી હતી. અગ્રેજો અને મુગલોનું સાશન જોઈ ચુકેલા આ ઐતિહાસિક કિલ્લાને પાલિકાએ ટુરિસ્ટ પ્લેસમાં રૂપાંતરિત કર્યો છે. હવે આ કિલ્લાને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

ટિકિટના દર કરાયા નક્કી :

જેના માટે ટિકિટના દર નક્કી કરાયા છે. કિલ્લાને જોવા માટે 3થી 16 વર્ષ સુધીના બાળકો માટે 50 રૂપિયા અને 17થી 60 વર્ષ સુધીના મુલાકાતીઓ માટે ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરાયો છે. તો 60થી વધુ વયના વ્યક્તિ 50 રૂપિયા ચૂકવીને આ ઐતિહાસિક કિલ્લાને નિહાળી શકશે. મુલાકાતીઓ મંગળવારથી રવિવાર સુધી પ્રવાસીઓ કિલ્લાને નિહાળી શકશે. 29 સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે કિલ્લાનું લોકાર્પણ કરાશે.

આ પણ વાંચો :-