Home Blog Page 1301

EMI વાળા Marriage : અમેરિકામાં મોંઘવારીના કારણે EMI પર થઈ રહ્યા છે લગ્ન, વિચારમાં પડી બેંકો

Marriage with EMI : Due to inflation in

  • અમેરિકામાં મોંઘવારી વધતાં EMI પર થઈ રહ્યા છે લગ્ન, 15 હજાર લગ્નઈચ્છુક જોડીઓ પર થયેલા સર્વેમાં સામે આવ્યું તારણ. વેડિંગ ગાઉનથી લઈને મેકઅપ સુધીનો તમામ ખર્ચ લોકો હવે EMIમાં ચૂકવવામાં આવી રહ્યો છે. જેના માટે કંપનીઓ સ્કીમ ચલાવી રહી છે.

વ્યાજે પૈસા (Money at interest) લઈને કે લોન લઈને પુત્રીઓના લગ્ન (Marriage of daughters) કરાવવાની વાત આપણા માટે નવી નથી. પરંતુ હવે આ ચલણ ભારતથી સાત સમદંર પાર એવા અમેરિકામાં (America) પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હવે લગ્ન EMI પર થઈ રહ્યા છે. જેમ-જેમ અમેરિકામાં મોંઘવારી (inflation) દર વધી રહ્યો છે તેમ તેમ વ્યાજનો સિલસિલો પણ વધતો જઈ રહ્યો છે.

એવામાં જોડીઓ EMI પર લગ્ન કરી રહ્યા છે. તેના માટે અનેક કંપનીઓ ખુલી ગઈ છે. આ કંપનીઓ દુલ્હનના ડ્રેસથી લઈને દુલ્હાના શૂટ અને બેન્ડવાજાથી લઈને રિસેપ્શન સુધીનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે. આ એક પ્રકારની વેડિંગ ક્રેડિટ ઓફર છે. જે અમેરિકામાં અનેક કંપનીઓ લઈને આવી છે.

EMIથી પેમેન્ટ કરી શકો છો :

લગ્નનું બધું પેમેન્ટ તમે EMIથી પણ કરી શકો છો. જે પ્રમાણે આફ્ટર પે અને ક્લારા જેવી અનેક કંપનીઓ કપડાં અને ઘરનો સામાન ખરીદવા માટે બાય નાઉ, પે લેટરની ઓફર આપી રહી છે. જે જ પ્રમાણે મારુ જેવી કંપનીઓ લગ્ન માટે બાય નાઉ, પે લેટરની ઓફર લઈને આવી છે. તેમણે લગ્નના બિઝનેસ સાથે જોડાયેલ વેન્ડરો સાથે સમજૂતી કરી રાખી છે. પછી ભલે ફોટોગ્રાફર હોય, વીડિયોગ્રાફર હોય કે પછી મેકઅપ આર્ટિસ્ટ. લગ્નની તમામ તૈયારીઓ આ જ કંપની કરી આપે છે. અને તેના માટે તમારે એકસાથે પૈસા પણ ચૂકવવાના નથી.

15,000 લગ્ન પર સરેરાશ 22 લાખ રૂપિયા ખર્ચ :

વેડિંગ પ્લાનિંગ અને રજિસ્ટ્રી વેબસાઈટના 15,000 લગ્ન પર કરવામાં આવેલા સર્વેમાં આ ખર્ચ સરેરાશ 22 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો છે. આવા સમયે અમેરિકામાં લોકો માટે ભાડું આપવાની પણ મોટી મુશ્કેલી છે. લોકોએ કિચનની જરૂરિયાત પણ સીમીત કરી દીધી છે. તમામ નાની દુકાનો બંધ થઈ ગઈ છે. મોટા શહેર છોડીને લોકો નાના શહેરમાં કે ગામડામાં રહેવા જવા લાગ્યા છે. લાખો લોકો અમેરિકા છોડીને મેક્સિકો ચાલ્યા ગયા છે. એવામાં લગ્નનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

અમેરિકામાં મોંઘવારીએ માઝા મૂકી :

1. યૂએસ સેન્ટ્રલ બેંકના અનુમાનથી મોંઘવારી દર ત્રણ ગણો વધારે

2. મે 2020થી અમેરિકામાં સતત વધી રહ્યો છે મોંઘવારી દર

3. એક્સપર્ટ્સના કોરોનાના સમયમાં અમેરિકી સરકારના રાહત પેકેજને ગણાવી રહ્યા છે કારણ

4. જાપાનમાં પણ પ્રોડક્શન પ્રાઈઝ ઈન્ડેક્શન 40 વર્ષની ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યો

કેવી રીતે કામ કરે છે અમેરિકામાં વેડિંગ ક્રેડિટ આપનારી કંપનીઓ :

લગ્નની તૈયારી કરી રહેલા લગ્ન ઈચ્છુક યુવક અને યુવતીના પરિવારને કંપની મળે છે. વેન્ડર કંપનીના પ્લેટફોર્મ પર બિલ જમા કરાવી દે છે. તેના પછી જોડી આ બિલને 3, 6 કે 12 મહિનાના EMIમાં પસંદ કરી શકે છે. અડધું પહેલાં અને અડધું પછું પણ કરી શકે છે. કંપની જોડીની આર્થિક પરિસ્થિતિ પણ ચેક કરે છે. જો જોડી પેમેન્ટ આપી શકે તેમ ન હોય તો કંપની પોતાના વેન્ડરને બિલનું પેમેન્ટ ઓછું કરવાનું કહે છે.

તેના પછી જોડીની રકમની ચૂકવણી તેના સંબંધીઓ કરે છે. જેમની ક્રેડિટ પર લોન આપવામાં આવી હોય. અત્યાર સુધી માત્ર EMI પર ઘરની વસ્તુઓ જ મળતી હતી. પરંતુ હવે લગ્ન પણ EMI પર થઈ રહ્યા છે. હાલ તો આ ચલણ માત્ર અમેરિકામાં છે. પરંતુ સતત વધી રહેલી મોંઘવારીના સમયમાં આ ચલણ આખી દુનિયામાં ફેલાઈ જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-

Mukesh Ambani ખરીદવા જઈ રહ્યાં છે માર્કેટની વધુ એક મોટી કંપની, દિવાળી સુધી પાર પડશે સોદો !

0

Mukesh Ambani is going to buy

  • એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની હાલની ડીલ્સની વાત કરીએ તો રિલાયન્સે અમેરિકાની કંપની સેન્સહોક અને સોફ્ટ ડ્રિંક કેમ્પા કોલાની સાથે પોલિએસ્ટર ચિપ અને દોરા બનાવનારી કંપની શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડનું અધિગ્રહણ કર્યુ છે. હવે કેરળની બિસ્મી પણ અંબાણીના પોર્ટફોલિયોમાં જોડાવાની છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની (Mukesh Ambani) નજર વધુ એક મોટી કંપની પર છે. પોતાના રિટેઈલ બિઝનેસને વધારવાની દિશામાં તેમણે કેરળની ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રોસરી રિટેઈલ ચેન (Electronics and grocery retail chains) બિસ્મીના અધિગ્રહણની તૈયારી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ રિટેઈલ (Reliance Retail) આ ડીલને પૂરી કરવાની એકદમ નજીક છે.

દિવાળી સુધી લાગી શકે છે મહોર :

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સતત પોતાના બિઝનેસને વિસ્તારતા જઈ રહ્યા છે. વીતેલા દિવસોમાં તેમણે બે મોટી ડીલ કરી અને હવે વધુ એક ડીલ તેમના પોર્ટફોલિયોમાં જોડાવાની છે. બિસ્મીના રાજ્યમાં 30 મોટા ફોર્મેટ સ્ટોર સંચાલિત છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ડીલ સાથે જોડાયેલા બે સિનિયર એક્ઝિક્યૂટીવ્સનું માનીએ તો દિવાળી સુધી આ ડીલ પર મહોર લાગી શકે છે.

આટલા કરોડમાં થશે આ ડીલ :

બિસ્મીના ઉદ્યોગપતિ વીએ અજમલના સ્વામિત્વવાળો એક પારિવારિક ઉદ્યોગ છે. અજમલ મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં આ કંપનીની કમાન સંભાળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે બિસ્મીની રેવન્યુ લગભગ 800 કરોડ રૂપિયા છે. અને એમડી અજમલ લગભગ 600 કરોડ રૂપિયા વેલ્યુએશનની માગણી કરી રહ્યા છે. જોકે આ મુદ્દાને લઈને રિલાયન્સ રિટેઈલ સાથે વાત ચાલી રહી છે. અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ઓછી થઈ શકે છે.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

હાલમાં અંબાણીએ કરી મોટી ડીલ :

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ રિટેઈલને મોકલવામાં આવેલ ઈમેઈલનો જોકે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તે સિવાય બિસ્મીના એમડીએ કોઈપણ પ્રકારની અટકળો પર ટિપ્પણીથી ઈનકાર કર્યો છે. તેની પહેલાં હાલમાં જ રિલાયન્સ ગ્રૂપની મોટી ડીલ્સની વાત કરીએ તો અમેરિકી કંપની સેન્સહોક અને સોફ્ટ ડ્રિંક કેમ્પા કોલાની સાથે પોલિએસ્ટર ચિપ અને દોરા બનાવનારી કંપની શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડનું અધિગ્રહણ કર્યુ છે. હવે કેરળની બિસ્મી પણ અંબાણીના પોર્ટફોલિયોમાં જોડાવાની છે.

કેટલા કરોડમાં ડીલ કરી :

મુકેશ અંબાણીએ 70ના દાયકાની જાણીતી સોફ્ટ ડ્રિક કેમ્પા કોલાનું અધિગ્રહણ દિલ્લી સ્થિત પ્યોર ડ્રિંક ગ્રૂપની સાથે લગભગ 22 કરોડ રૂપિયાની ડીલ સાથે કર્યું છે. તે સિવાય RILના સ્વામિત્વવાળી અનુષંગી રિલાયન્સ પેટ્રોલિયમ રિટેઈલ લિમિટેડે શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડ અને શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડના પોલિએસ્ટર બિઝનેસના અધિગ્રહણની ડીલ કરી છે. 1592 કરોડ રૂપિયાની આ ડીલ અંતર્ગત SPL માટે 1522 કરોડ રૂપિયા અને SPTEX માટે 70 કરોડ રૂપિયાની ડીલ કરી હતી.

આ કંપનીમાં મોટા રોકાણની તૈયારી :

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ એક નિવેદન આપ્યું હતું કે તેમની સિબસિડિયરી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ આગામી પેઢીની સૌર ટેકનોલોજીનો વિકાસ કરનારી અમેરિકી કંપની કેલક્સની 20 ટકા ભાગીદારી ખરીદશે. તેના માટે રિલાયન્સ ન્યૂ એનર્જી 1.2 કરોડ ડોલર એટલે લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

આ રોકાણથી એડવાન્સ સોલાર સેલ ટેકનોલોજીમાં કંપનીને મજબૂતી મળવાની આશા છે .જે આવનારા સમયમાં ગ્રીન એનર્જી સેગમેન્ટમાં રિલાયન્સને પોતાની પકડ મજબૂત કરવામાં મદદગાર સાબિત થશે.

આ પણ વાંચો :-

VIDEO : પથ્થર…પથ્થર… વડોદરાના યુનાઈટેડ-વે ગરબામાં ખેલૈયાઓએ મચાવ્યો હોબાળો, મોંઘા પાસ છતાં સુવિધાનો અભાવ

0

VIDEO : Stone…Stone… Players create ruckus in

  • વડોદરાના યુનાઈટેડ વે ના ગરબા મેદાનમાં ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતા રોષ જોવા મળ્યો, મોંઘા ભાવના પાસ ખરીદ્યા બાદ પણ ગરબા સ્થળે સુવિધા ન મળતા ખેલૈયાઓએ પથ્થર-પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા.

આદ્યશક્તિ મા અંબાના (Adhyashakti ma amba) આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમધામપૂર્વક શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે કોઈ રોકટોક વગર નવરાત્રીનું (Navratri) આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ નિમિતે ઠેકઠેકાણે ગરબાના આયોજનો (Garba arrangements) કરવામાં આવ્યા છે અને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા (Vadodara) શહેરમાં નોરતાના પહેલા જ દિવસે ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો.

ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો :

વાત જાણે એવી છે કે આ વખતે શહેરના અટલાદરના એમ.એમ પટેલ ફાર્મ ખાતે વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અતુલ પુરોહિત અને તેમના ગ્રુપ દ્વારા ગરબા ગાવામાં આવી રહ્યા છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

મેદાનમાં ખેલૈયાઓ લાલઘુમ થયા :

વડોદરાના યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓ લાલઘુમ થઈ ગયા હતા. ગરબા મેદાન પર પગમાં પથ્થર વાગતા ખેલૈયાઓ સરખી રીતે ગરબાનો આનંદ માણી શક્યા નહોતા. મોંઘા ભાવના પાસ લીધા બાદ ગરબા સ્થળે સુવિધા ન મળતા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. ગરબાના મેદાનમાં ખેલૈયાઓએ પથ્થર-પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

સુરતના કુખ્યાત બુટલેગરના પુત્રના હુક્કાબાર પર પોલીસના દરોડા, 8 નશેડીઓ સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત

Surat’s notorious bootlegger’s son’s hookah

  • ગુજરાતમાં ઘણી વખત હુક્કાબાર તેમજ દારૂના જથ્થા સાથે નશાખોરોની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે આજે સુરતમાં વધુ એક હુક્કાબાર ઝડપાયું છે. જેમાં 8ની ધરપકડ કરવામાં આવી.

સુરતમાં (Surat) SOG પોલીસે કુખ્યાત બુટલેગર ફિરોઝ (Notorious bootlegger Feroze) નાલબંધના પુત્રનું હુક્કાબાર ઝડપ્યું છે. જેમાં SOG પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી 8 લોકોની ધરપકડ કરી છે. પફ ઇન પીસ નામના હુક્કાબાર (Hookah bar) ઉપર SOGએ દરોડા પાડ્યા હતા. જેમાં 18 હુક્કા અને તમાકુ ફ્લેવરના 39 ડબ્બા SOG પોલીસે કબ્જે કર્યા. બુટલેગર ફિરોજ નાલબંધનો દીકરો અસદ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે 5.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કુલ 8 નસેડીઓને ઝડપી પાડ્યા :

મહત્વનું છે કે સુરતમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ અને અફીણ જેવા વ્યસનોની સાથે-સાથે હુક્કાબારનું પણ ચલણ વધી રહ્યું છે. જે અંગે સુરત પોલીસને વારંવાર ફરિયાદ મળતા પોલીસ આવા ગેરકાયદેસર હુક્કા પીનારા અને હુક્કાબાર ચલાવનારા ઉપર બાજ નજર રાખી રહી છે. દરમિયાન સુરત પોલીસને હુક્કાબાર ચાલતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આથી સુરત પોલીસે બાતમીના આધારે શહેરના રાણી તળાવ વિસ્તારમાં આવેલા સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાન નંબર 8, 9 અને 10 માં ગેરકાયદેસર રીતે મોટાપાયે હુક્કાબાર ચાલી રહ્યું છે.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

જેને લઇને પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસ રેડ કરતા ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં પોલીસે હુક્કાબાર ચલાવતા અને વ્યસન કરતા કુલ 8 નસેડીઓને ઝડપી પાડ્યા. પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કુલ 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો :

પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી કુલ 8 જેટલા નસેડીઓની ધરપકડ કરી છે. આ નસેડીઓ અલગ-અલગ કંપનીની તમાકુનું સેવન કરતા હતા. જેઓની પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીની તમાકુ, હુક્કાઓ, હુક્કાઓનો સરસામાન, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો :-

 

ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો ખાસ વાંચી લેજો ! 1 ઓક્ટોબરથી RBI લાગુ કરવા જઈ રહી છે નવા નિયમો

0

If you are using a credit or debit card

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમોના કારણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના પેમેન્ટને લઈને 1 ઓક્ટોબરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

જો તમે પણ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો (Credit and Debit Cards) ઉપયોગ કરો છો. તો તમારા માટે એક મોટું અપડેટ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા નિયમોના કારણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના પેમેન્ટને લઈને 1 ઓક્ટોબરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. RBI 1લી ઓક્ટોબરથી ટોકનાઈઝેશન સિસ્ટમ (Tokenization System) લાગુ કરી રહી છે. ચાલો જાણીએ કે ટોકનાઇઝેશન સિસ્ટમ શું છે અને તેના અમલીકરણને કારણે કયા ફેરફારો જોવા મળી શકે છે?

ટોકનાઇઝેશન શું છે ?

રિઝર્વ બેંક અનુસાર નવા કોડમાં કાર્ડ સંબંધિત માહિતીને ‘ટોકન‘ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ તમે કોઈપણ પોર્ટલ પરથી સામાનનો ઓર્ડર આપો છો ત્યારે તમને કાર્ડ સંબંધિત માહિતી પૂછવામાં આવે છે. તમારી અંગત માહિતીને કોડમાં રૂપાંતરિત કરી શકાય છે.

ટોકનાઇઝેશન પાછળ RBIનો શું છે હેતુ ?

કોરોનાના આગમન પછી દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઝડપથી વધારો થયો છે. પરંતુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધવાની સાથે છેતરપિંડીમાં પણ વધારો થયો છે.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

આ છેતરપિંડી અટકાવવા માટે રિઝર્વ બેંક દ્વારા ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ તમારા કાર્ડ પરની તમામ માહિતીને એક કોડમાં કન્વર્ટ કરશે. એટલે કે ઓનલાઈન મર્ચન્ટ કંપની પાસે પણ કોડ સિવાય કંઈ નહીં રહે.

કેવી રીતે એક્ટિવ કરવું ટોકનાઇઝેશન ?

  • સૌથી પહેલા તમે ઈ-કોમર્સ વેબસાઈટ પર જાઓ.
  • આ પછી પેમેન્ટ માટે કાર્ડનો વિકલ્પ પસંદ કરો.
  • તમારા કાર્ડની તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
  • પછી ‘Secure Your Card as RBI Guidelines‘ પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • તમારો OTP દાખલ કરો.
  • આ પછી તમારા કાર્ડની પર્સનલ ડિટેલ્સને બદલે ટોકન અપડેટ થઈ જશે.
  • ફરી જ્યારે તમે એ જ પ્લેટફોર્મ પર ખરીદી કરવા જશો, તો તમારા કાર્ડના 4 નંબર બતાવવામાં આવશે. જેનો અર્થ છે કે તમારું કાર્ડ ટોકનાઇઝ્ડ છે.
  • તમને જણાવી દઈએ કે જે કોઈ આ નવી સિસ્ટમને સ્વીકારવા નથી ઈચ્છતું, તેની પાસે જૂના વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો :-

દારૂની મહેફિલ : અમદાવાદની હોટેલમાં દારૂની મહેફિલ માણતી બે યુવતી સહિત સાતની ધરપકડ

Liquor party : Seven including two

  • સુભાષબ્રિજ નજીક આવેલી મેટ્રોપોલ હોટલમાં પોલીસની રેડ. ઈવેન્ટનું કામ કરતી યુવતી સહિત જમીન દલાલ પણ ઝડપાયો.

સુભાષ બ્રિજ સર્કલ (Subhash Bridge Circle) નજીક આવેલી હોટલ મેટ્રોપોલના (Hotel Metropole) 2 રૂમમાં ભેગા થયેલા કેટલાંક છોકરા-છોકરીઓ દારૂની મહેફિલ (Alcohol feast) માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે દારૂની મહેફિલ માણતી ઈવેન્ટ મેનેજમેન્ટનું (Event management) કામ કરતી યુવતી તેમજ જમીન દલાલ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા.

હોટલના રૂમમાં દારૂની મહેફિલ ચાલતી :

મેટ્રોપોલ હોટલના રૂમમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે રાણીપ પોલીસે રવિવારે રાતે 12.55 વાગ્યે દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન હોટલના 2 રૂમમાંથી 2 યુવતી અને 5 યુવાન દારૂ પીતા પકડી પડાયા હતા.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

જેમાં સુનિલ ઓમપ્રકાશ રાજપૂત(ઉ.42 રહે,ચિલોડા), હિતાંશુ રમેશકુમાર મિશ્રા(ઉ.31 રહે, નવા નરોડા), સતીષ હરીભાઈ ચાવડા(ઉ.30 રહે, નવા નરોડા), રવિ સુરેશભાઈ જગસીયા (ઉં.31 રહે,નરોડા), કિશોર પ્રાગજીભાઈ કોરડીયા(ઉં.36 રહે, નાના ચિલોડા) તેમજ 2 યુવતી મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરી હતી.

દારૂ પીવાની પરમિટ માગી :

આ સાથે બંને રૂમમાંથી સોડા- પાણી- દારૂની ખાલી અને ભરેલી બોટલો તેમજ બાયટીંગ અને જમવાનું પણ મળી આવ્યું હતું. પોલીસે સાતેય પાસે દારૂ પીવાની પરમિટ માગી હતી. પરંતુ કોઈની પાસે પરમિટ ન હોવાથી રાણીપ પોલીસે મહેફિલનો કેસ કરીને સાતેયની ધરપકડ કરી હતી.

આ અંગે પીઆઈ પરેશ ખાંભલા એ જણાવ્યું હતુ કે દારૂની મહેફિલમાં પકડાયેલા લોકોમાંથી સુનિલ જમીન દલાલ તરીકે કામ કરે છે. જ્યારે હિતાંશુ સિવિલ એન્જિનિયર છે સતીષ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ સાથે મહેફિલ માણતા પકડાયેલી 2 યુવતીમાં 1 ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ.

આ પણ વાંચો :-

જાણો કોણ છે શાહબાઝ અહેમદ ? જે લેશે હાર્દિક પંડ્યાની જગ્યા 

0

Know who is Shahbaz Ahmed ?

  • ટી 20 વલ્ડ કપ પહેલા 28 સપ્ટેમ્બરે T20 સિરિઝ શરૂ (T20 World Cup 2022) થઈ રહી છે. આ સિરિઝમાંથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. જોકે તેની જગ્યાએ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે.

ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) આગામી મહિનામાં યોજાશે. જેને લઈને ટીમ ઈન્ડિયા (Team India) પણ પોતાની તૈયારી બતાવી રહી છે. ટીમ વર્લ્ડ કપ પહેલા છેલ્લી T20 સિરીઝ રમવા માટે મેદાને ઉતરી છે. 28 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA)વચ્ચે 3 મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. જણાવી દઈએ કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

જો કે તેના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને (Shahbaz Ahmed) ટીમમાં જગ્યા મળી છે. શાહબાઝ આ શ્રેણી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી રહ્યો છે. અગાઉ IPL 2022માં તે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો જ્યાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

શાહબાઝ અહેમદ ક્રિકેટની સાથે સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જોકે ક્રિકેટ તેમણે પોતાની પ્રથમ પસંદગી રાખી હતી. આ કારણે તે ભાગ્યે જ ક્લાસમાં જઈ શકતો, તેમ છતાં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. હરિયાણાના મૂળ શાહબાઝને ક્રિકેટમાં આવવું સરળ નહોતું. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે તે મિત્રના કહેવાથી બંગાળ ગયો હતો. તેણે ડિસેમ્બર 2018માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યો હતો. ત્યારથી તે ભારત માટે રમવાનું સપનું જોઈ રહ્યો હતો.

RCBએ 10 ગણા મોંઘા ભાવે ખરીદ્યા:

IPL 2022 પહેલા હરાજીમાં શાહબાઝ અહેમદની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હોવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 2.40 કરોડમાં ખરીદ્યો હતો. એટલે કહી શકાય કે તેને ટીમે 10 ગણા મોંઘા ભાવે ખરીદ્યો હતો. IPL 2022માં તેણે 16 મેચમાં 27ની એવરેજથી સ્ટ્રાઈક રેટ 121 સાથે 219 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે 45 રનની બેસ્ટ ઈનિંગ્સ રમી હતી. આ સિવાય આ લેફ્ટ સ્પિનરે 4 વિકેટ પણ લીધી હતી.

આ બાદ ટીમ ટી20 લીગમાં પ્લેઓફમાં સુધી પહોંચી ગઈ હતી. તેના ઓવરઓલ T20 પ્રદર્શન (T20 World Cup 2022 )પર નજર કરીએ તો તેણે 56 મેચમાં 20ની એવરેજથી 512 રન બનાવ્યા હતા. અણનમ 60 રનની બેસ્ટ ઇનિંગ રમી અને 30ની એવરેજથી 30 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે 7 રનમાં 3 વિકેટ લેવી એ બેસ્ટ પર્ફોમન્સ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

નવરાત્રિમાં ભૂલથી પણ માતાજીને ન ચઢાવો આવી વસ્તુઓ, નહીં તો થશે મોટી તકલીફ

Do not offer such things to Mataji even

  • મા દુર્ગાને આ વસ્તુઓ ન ચઢાવો નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાને સમર્પિત છે. પૂજાના આ 9 દિવસો દરમિયાન મા દુર્ગાને ભૂલીને પણ કેટલીક વસ્તુઓ ન ચઢાવવી જોઈએ. એટલું જ નહીં, નવરાત્રિમાં કેટલીક વસ્તુઓ ન કરવાની મનાઈ છે.

નવરાત્રિમાં (Navratri 2022) ભક્તો મા દુર્ગાના (Mother Durga) આશીર્વાદ મેળવવા માટે સાચા મનથી માતાજીની પૂજા-અર્ચના (Worship) કરે છે. આ દરમિયાન દરેક કામ કરવામાં આવે છે જે તેમને ગમે છે. મા દુર્ગાને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર દેવી દુર્ગાને તેમના અપ્રિય ફૂલ ભૂલીને પણ અર્પણ ન કરો.

તમને જણાવી દઈએ કે નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાના દરેક સ્વરૂપને અલગ-અલગ પુષ્પો અર્પણ કરવામાં આવે છે. જેથી મા દુર્ગાની કૃપા મળી શકે. માતા રાણીને હંમેશા તાજા, સુગંધિત અને લાલ ફૂલ ચઢાવો. ભૂલ્યા પછી પણ માતાને વાસી અને ખરબાના ફૂલ ન ચઢાવો. આમ કરવાથી માતા ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં સમસ્યાઓ ઘેરી લે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની પૂજામાં લાલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન ભૂલથી પણ મા દુર્ગાને કાનેર, ધતુરા, હરિંગર, બેલ અને મદાર વગેરેના ફૂલ ન ચઢાવો. આમ કરવાથી તમારા માટે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

હિંદુ ધર્મમાં પણ અક્ષતનું વિશેષ સ્થાન છે. કહેવાય છે કે કોઈ પણ પૂજા વિધિ અક્ષત વિના અધૂરી છે. પૂજામાં અક્ષતનું આગવું સ્થાન છે. આવી સ્થિતિમાં મા દુર્ગાને અક્ષત અર્પણ કરતી વખતે તૂટેલા ચોખા અર્પણ કરવાનું ભૂલશો નહીં. તેમજ માતાને અર્પણ કરતા પહેલા ચોખાને સારી રીતે ધોઈ લો.

મા દુર્ગાને ભોગ ચઢાવતી વખતે હંમેશા સાત્વિક ભોજન જ ચડાવવું. અથવા માતાને પ્રિય વસ્તુઓ જ મુકો. ભૂલથી પણ ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ન કરો. માતાને ઘરે બનાવેલી દૂધની મીઠાઈઓ અર્પણ કરો.

આ પણ વાંચો :-

માત્ર 21 વર્ષની ઉંમરે મોજ શોખ કરવા 9થી વધુ જગ્યાએ ચોરી કરી, સુરત પોલીસે આરોપીને ઝડપ્યો

At the age of just 21, he stole from more

  • સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ટ્રાવેલની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસ ચોરને પકડવા તપાસ તેજ કરી હતી. દરમિયાન ચોરીને અંજાર આપનાર ઈસમને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો.

સુરતના (Surat) રાંદેર વિસ્તારમાં (Rander area) થોડા સમય પહેલા ટ્રાવેલ્સની ઓફિસમાં (Office of Travels) થયેલી ચોરીનો ભેદ (The distinction of theft) પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે સીસીટીવી મદદથી આ રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ રીઢા આરોપીએ અત્યાર સુધી નવથી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ટ્રાવેલની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસ ચોરને પકડવા તપાસ તેજ કરી હતી. દરમિયાન ચોરીને અંજાર આપનાર ઈસમને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો. દરમિયાન પોલીસને જે જાણકારી મેળી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ચોરી કરનારનું નામ મોહમ્મદ સલમાન ઉર્ફે મુસા હતું એની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ ઉંમરે વેપાર ધંધો કે નોકરી કરવાની બદલે યુવક ઝડપી રૂપિયા ભેગા કરવાની લાયમાં ચોરીના રવાડે ચડી ગયો છે.

જીવનના મોજ શોખ પૂરા કરવા ચોરીનો રસ્તો તેને વધુ સરળ લાગ્યો પરંતુ કહેવાય છે ને કે ખોટા રસ્તાનું અંજામ પણ ખોટું જ આવે છે. તેવી જ રીતે ટૂંકા સમયમાં રૂપિયા કમાવાની લાઇનમાં ચોરી કરનાર મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાને આખરે રાંદેર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમાં મોજશોખ માટે નાની ઉમરથી જ ચોરીના રવાડે ચડેલા યુવક દ્વારા રાંદેર વિસ્તારમાં આવેલ ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ટ્રાવેલ્સની ઓફિસ બંધ હતી તે દરમિયાન યુવક ઓફિસના દરવાજાનો નકુચો તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 5.45 લાખ ચોરી કરી ત્યાંથી ફરાર ગયો હતો. ઘટનાની જાણ ઓફિસ માલિકને થતા ઘટના અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપી રૂપિયા લઇ ભાગતો ચોર યુવકના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ટ્રાવેલની ઓફિસની બિલ્ડીંગના સીસીટીવીમાં ચોર યુવક થેલીમાં રૂપિયા લઇ ભાગતો હોવાનું જણાય આવ્યું હતું. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

રાંદેર પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવાના તપાસ તેજ કરી હતી. આ દરમિયાન પોલીસની ટીમ દ્વારા મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડ્યો હતો. મહમદ સલમાનની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જીવનના મોજ શોખ પૂરા કરવા આરોપી નાની ઉંમરથી જ ચોરી ના રવાડે ચડ્યો હતો. આરોપી ઘરે કોઈ ના હોય તેવા ઘરો કે ઓફિસને ચોરી માટે પસંદ કરતો હતો.

દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી અંદર રહેલી રોકડની ચોરી કરતો હતો. પોલીસે આરોપી મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના નવ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. હાલ મહંમદ સલમાનની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય ! માત્ર અપહરણની શંકાના આધારે ભરૂચમાં 2 મહિલાઓને લોકોએ માર માર્યો

0

Children eating gang active! 2 women

  • અમદાવાદના દાણીલીમડામાં અને ભરૂચમાં બાળક ઉઠાવતા હોવાની આશંકાને લઇને સ્થાનિકોએ મહિલા સહીત ત્રણને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં હાલ બાળક ઉઠાવતી ગેંગ (Baby eating gang) સક્રિય થઈ છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ ગેંગ દ્વારા બાળકોની ઉઠાંતરી કરવામાં આવે છે. ક્યાંક રેલવે સ્ટેશન (Railway station) પરથી તો ક્યાંક સ્કૂલ નજીકથી બાળકોની ઉઠાંતરી કરાતી હોવાનું સામે આવી રહ્યું છે. એવા અનેક શંકાસ્પદ વ્યક્તિઓ (a suspicious person) હાલ શહેરમાં ફરતા હોય છે.

પણ માત્ર શંકા અને વહેમનાં આધારે લોકો પણ હિંસક થતા જોવા મળી રહ્યા છે. લોકો એવા શંકાસ્પદ લોકોને પોલીસને સોંપવા કરતા પોતે કાયદો હાથમાં લઈ હિંસક બની રહ્યા છે. જે બાબત દુખદ છે. આવીજ એક ઘટનાં અમદાવાદનાં દાણીલીમડામાં બની હતી. જેમાં બાળકચોરની માત્ર આશંકાનાં લીધે લોકોએ 1 વ્યક્તિને ઢોરમાર મારવામા આવ્યો હતો.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગની દહેશત :

અમદાવાદના દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગે આતંક મચાવ્યો છે. ત્યારે બાળક ચોરની આશંકાએ લોકોએ એક વ્યક્તિને ધોકાવી નાખ્યો હતો. જેમાં શંકાસ્પદ વ્યક્તિને માર મારાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ યુવકને માર મારીને પોલીસને જાણ કરી હતી. જેને લઇને દાણીલીમડા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અગાઉ પણ લોકોએ માધુપુરામાં 2 વ્યક્તિઓને પકડી પોલીસને સોંપ્યા હતા.

ભરૂચમાં બાળકોના અપહરણનો વહેમ રાખી મહિલાઓને માર મારયો :

વધુમાં ભરૂચમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં બાળકોના અપહરણના વહેમ રાખી મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોના ટોળાએ ભરૂચ APMC માર્કેટમાં 2 મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-