Home Blog Page 1280

સુરતમાં વધી તૈયાર હીરાના એક્સપોર્ટની માંગ, ગત વર્ષની સરખામણીએ આટલા ટકાનો વધારો

0

Export demand for finished diamonds increased

  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતમાં તૈયાર હીરા, કટ એન્ડ પોલિશ્ડ હીરા, લેબગ્રોન તૈયાર હીરા સહિત જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે.

સુરતમાં વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં તૈયાર હીરાના (કટ એન્ડ પોલિશ્ડ હીરા) (Diamonds (Cut and Polished Diamonds)) એક્સપોર્ટમાં 21.99 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં 14 હજાર કરોડનું એક્સપોર્ટ (Export) થયું હતું જ્યારે આ વર્ષે 2022માં 17 હજાર કરોડના તૈયાર હીરાનું એક્સપોર્ટ થયું છે.

ગત વર્ષની સરખામણીમાં તૈયાર હીરા, લેબગ્રોન તૈયાર હીરા, જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 4350 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું જ્યારે વર્ષ 2022માં 7407 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું છે.

સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં 23.43 ટકાનો વધારો :

વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષે તમામ પ્રકારની સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં 23.43 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીએ એક્સપોર્ટમાં 4.71 ટકાનો વધારો થયો છે. જેમાં ગત સપ્ટેમ્બરમાં 91495ના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ 2022 દરમિયાન 95805 કરોડનું એક્સપોર્ટ થયું છે.

2022માં કુલ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 24.88 ટકાનો વધારો :  

વધુમાં જણાવીએ કે, વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં કુલ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 24.88 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 31181 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરી જ્યારે વર્ષ 2022માં 38939 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હતું.

લેબગ્રોનના એક્સપોર્ટમાં 70.26%નો ઉછાળો :

અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે નેચરલ હીરાના એક્સપોર્ટમાં તો વધારો છે જ પણ સાથે લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીમાં વર્ષ 2022માં લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 70.26 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો :-

શું ગુજરાતના વિદ્યાર્થીઓ આમ ભણશે ? MS યુનિ.માં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે

0

Will the students of Gujarat study like this

  • તાજેતરમાં એમ એસ યુનિવર્સિટીને નેકની ટીમે A+ રેન્કિંગ આપ્યું હતું. યુનિવર્સિટીને A+ રેન્કિંગ મળતાં તમામ લોકોએ તેની ઉજવણી પણ કરી. તેમ છતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણી રહ્યા છે.

રાજ્ય સરકાર (State Govt) શિક્ષણમાં અવ્વલ હોવાની વાત કરે છે. ત્યારે વડોદરાની (Vadodara) એમ એસ યુનિવર્સિટીમાં (MS University) કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જેને લઈ યુનિવર્સિટી સત્તાધીશો (University authorities) વિવાદમાં આવ્યા છે.

તાજેતરમાં એમ એસ યુનિવર્સિટીને નેકની ટીમે A+ રેન્કિંગ આપ્યું હતું. યુનિવર્સિટીને A+ રેન્કિંગ મળતાં તમામ લોકોએ તેની ઉજવણી પણ કરી. તેમ છતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણી રહ્યા છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અડધું શૈક્ષણિક સત્ર પૂરું થઈ ગયું હોવા છતાં હજી સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કર્યા નથી.

સાથે જ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરાયું નથી. જેના કારણે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ હજી સુધી થઈ શકી નથી. જેને લઈ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

યુનિવર્સિટીના હોશિયાર તંત્રએ એડમિશન વગર જ કોમર્સના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ શરૂ કરી દીધું છે, એટલું નહિ વિદ્યાર્થીઓએ હજી વિષય પણ પસંદ કર્યા નથી. તેમ છતાં સત્તાધીશો વિદ્યાર્થીઓને મનફાવે તેમ ભણાવી રહ્યા છે.

જેને લઈ વિદ્યાર્થીઓએ અનેક સવાલો ઉઠાવ્યા. ખુદ કોમર્સ ફેકલ્ટીના સેનેટ સભ્યે વાઇસ ચાન્સેલરને પત્ર લખી રજૂઆત કરી કે યુનિવર્સિટીના આંતરિક રાજકારણનો ભોગ વિદ્યાર્થીઓને ન બનાવો. વિદ્યાર્થીઓના વર્ગો અને એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા માંગ કરી.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવની ફેકલ્ટીના સત્તાધીશો પર ઢીલી પકડ અને યુનિવર્સિટીના આંતરિક રાજકારણના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેમ છતાં વાઇસ ચાન્સેલર કુંભકર્ણની નિંદ્રામાં છે.

યુનિવર્સિટીના PRO કોરોનાનું કારણ આગળ ધરી સત્તાધીશોની આબરૂ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ કોમર્સ ફેકલ્ટીમાં તમામ પ્રક્રિયામાં મોડું થયું હોવાનો સ્વીકાર પણ કરી રહ્યા છે. આ ઉપરાંત દિવાળી બાદ રાબેતામુજબ શૈક્ષણિક સત્ર શરૂ થશે તેવી વાત પણ કરી રહ્યા છે.

મહત્વની વાત છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના અણ આવડતના કારણે યુનિવર્સિટીનું નામ ખરાબ થઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે એક સમયે એમ એસ યુનિવર્સિટીનો ડંકો વાગતો હતો. જે આજે સમયસર વર્ગો પણ શરૂ ન કરી શકતા યુનિવર્સિટીની શાખ દાવ પર લાગી છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે..

આ પણ વાંચો :-

ગૌરવયાત્રાનો વિરોધ : કેન્દ્રીય મંત્રીની હાજરીમાં વાંકાનેરમાં ‘સાંસદ કુંડારીયા હાય-હાય’ના નારા! 

0

Gauravyatra protest: ‘Sansad Kundaria

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. જેના પગલે તમામ પક્ષો પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયેલા છે. જેના અનુસંધાને ભાજપ દ્વારા પણ ગૌરવયાત્રા કાઢવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીઓ (Union Ministers) અને સાંસદો સહિત આ ગૌરવ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અમિત શાહ (Amit Shah) સહિતના દિગ્ગજો પણ આ રેલીમાં જોડાયા અને હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં હાય-હાયના નારા લાગ્યા :

જો કે આજે આ ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં મોરબી પહોંચી હતી. જો કે આ યાત્રાનો પ્રથમ ફિયાસ્કો ત્યારે થયો જ્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે ખુબ જ ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાહેર સભા હોવા છતા પણ 500 થી પણ ઓછા લોકો હાજર હતા. જેના કારણે યાત્રાનો ફિયાસ્કો થયો હતો.

ટોળાને આક્રમક થતું જોઇને યાત્રાને ઝડપથી આગળ ધકેલાઈ :

જો કે આટલું ઓછું હોય તેમ યાત્રા આગળ વધી રહી હતી ત્યારે અચાનક મોટી સંખ્યામાં લોકો ઘસી આવ્યા હતા. તેમણે ભાજપ અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવ્યા હતા. હાજરી ખાતે આ યાત્રાનો ભારે વિરોધ થયો હતો.

જેના કારણે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સહિતના ભાજપના આગેવાનો અસહજ સ્થિતિમાં આવી ગયા હતા. તો બીજી તરફ કાર્યકરો અને પદાધિકારીઓ દોડતા થયા હતા. ત્યાંથી યાત્રાને ઝડપથી આગળ ધપાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

 

સ્ટેટ મોંનટરિંગ સેલના દરોડા, અ’વાદમાં ચાર પોલીસકર્મીઓ જુગાર રમતા ઝડપાયા

Four policemen caught gambling in

  • સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં (Ahmedabad) પોલીસના જવાનો જ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાબરમતી ડી કેબીન (Sabarmati D Cabin) વિસ્તારમાં સ્ટેટ મોંનટરિંગ સેલએ (State Monitoring Cell) દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા PSI, ASI, હેડકોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારી ઝડપાયા હતા.

સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર રેડ પડી ચુકી હોવાની માહિતી સામે આવી છે.

સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા. આ ઝડપાયેલા પોલીસકર્મીઓમાં એક પીએસઆઇ ખેડાનો અને એક પોલીસકર્મી ક્રાઇમ બ્રાંચનો હોવાની વાત સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણીપંચના 4 દિવસ ગુજરાતમાં ધામા, રાજ્યના આ જિલ્લાઓમાં અધિકારીઓ સાથે કરશે બેઠક

0

From tomorrow, the Central Election Commission

  • આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં તેઓ અધિકારીઓ પાસેથી ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની વિગતો મેળવશે.

ગઇકાલે ઇલેક્શન કમિશને (ચૂંટણી પંચ) (Election Commission) પ્રેસ કોન્ફરન્સ યોજી હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર નથી કરી. કારણ કે તેની પાછળના અનેક સંભવિત કારણો જવાબદાર છે.

ત્યારે ચૂંટણીની તારીખો દિવાળી બાદ જાહેર થાય તેવી શક્યતા રહેલી છે. એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચની (Central Election Commission) ટીમ આવતીકાલથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે.

રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢની લેશે મુલાકાત :

કેન્દ્રીય ડેપ્યુટી ઈલેક્શન કમિશનર પણ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢની મુલાકાત લેશે. આ સાથે ડે. ઈલેક્શન કમિશનર ચૂંટણીલક્ષી મહત્વની બેઠકો પણ યોજશે. જેમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી તેઓ જરૂરી વિગતો મેળવશે.

ઘરેથી પણ મતદાનની સુવિધા અપાશે :

80 વર્ષથી વધુની ઉમરના લોકો, દિવ્યાંગ અને કોરોના સંક્રમિત લોકો જો મત આપવા માંગે છે અને બુથ સુધી નથી આવી શકે તેમ તો તેમણે માટે ચૂંટણી આયોગે આગવી વ્યવસ્થા કરી છે. અને આવા મતદાતાઓના ઘરે જઈને તેમણે મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો :-

પાટીદારોને લઈને ફરી ગરમાયું રાજકારણ – PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

0

Politics heated up again over Patidars

  • વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે.

ગુજરાત વિધાનસભાને ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે એવામાં એક સમાચાર વાયુવેગે વાયરલ થયા હતા. ત્યારે આ અંગે અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) ફરી એક વાર મોટું નિવેદનન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હાલ ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે.’

સુરતમાં ગબ્બર તરીકે જાણીતા છે અલ્પેશ કથીરિયા :

પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયા ગબ્બર તરીકે પણ જાણીતા છે. ત્યારે આ અંગે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે સ્પષ્ટતા કરી હતી.

અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે : અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરિયાએ જણાવતા કહ્યું કે આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર દ્વારા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવે.

આવનારા દિવસોમાં સરકાર દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન રાખી રહ્યા છીએ. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમારા દ્વારા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, તેમને ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટીમાંથી ઓફર આવી છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પાટીદાર સીટને મજબૂત કરવા અને આમ આદમી પાર્ટીના મત ભાજપ તરફ વાળવા અલ્પેશ કથીરિયાને ભાજપમાં લઈ લેવાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે પ્રચાર કરી રહી છે તેમજ પ્રભુત્વ જમાવવાના તમામ પ્રયાસો પણ થઈ રહ્યા છે. સુરતની વરાછા અને તેની આસપાસની બે મળી કુલ ત્રણ સીટ પર ભાજપ નબળી સાબિત થઇ રહી છે.

બીજી બાજુ સ્થાનિક હોવાને કારણે અલ્પેશ કથીરિયાનું આ ત્રણેય સીટ પર વધારે પ્રભુત્વ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ વિસ્તારમાં જોરશોરમાં પ્રચાર કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની મત બેંક કાપવા અલ્પેશ કથિરીયાની ભાજપમાં લઈને ધારાસભ્યની ટિકિટ પણ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

 

હોટેલના રૂમમાંથી ગમે તે વસ્તુ ઘરે લઈ જતાં પહેલા જોઈ લેજો આ લિસ્ટ, નહીંતર ભરવો પડી શકે છે દંડ

0

Check this list before taking anything

  • હોટલમાં જો તમે ઉભા રહ્યાં છો અને ત્યાંની કોઈ વસ્તુ તમને ખૂબ પસંદ આવી રહી છે અને મૂંઝવણમાં છો કે તેને લઇ જવાય કે નહીં તો આ આર્ટીકલમાં જણાવવામાં આવેલા એવા સામાન વિશે જાણી લો, જેને તમે લઇ જઇ શકો છો અથવા લઇ જઇ શકતા નથી.

સાબુ :

જ્યારે પણ તમે બહાર જાઓ છો તો આ વિચારીને પોતાનુ પેકિંગ કરો છો કે આ સામાન રાખી લો છો. શું ખબર હોટલમાં અથવા બહાર કયાય મળે ના મળે. પરંતુ મોટાભાગની હોટલના (Hotel) રૂમમાં દરેક જરૂરીયાતનો સામાન મળી જાય છે. જેમાં સાબુનો પણ સમાવેશ થાય છે. ઘણા હોટલવાળા પોતાના ગેસ્ટને ન્હાવાનો (Bathing the guest) સાબુ પણ આપે છે. જો તમે તેને પોતાની સાથે લઇ જવા માંગો છો તો મુક્તપણે તેને ઉઠાવીને પોતાની બેગમાં રાખી શકો છો.

હોટલના રૂમમાંથી શું લઇ જઇ શકશો નહીં :.

ચાદરો અને ટુવાલ :

હોટલના રૂમની વ્હાઈટ ચાદર અને વ્હાઈટ ટુવાલને જોઈને તમારું પણ મન તેને સાથે લેવાની ઈચ્છા રાખતુ હશે. પરંતુ આ કઈક એવો સામાન છે, જેને તમે પોતાની સાથે લઇ જઇ શકતા નથી. જો તમે તેને પૈસામાં પણ સાથે લઇ જવા માંગશો તો પણ સ્ટાફ પણ તમને ના પાડશે. સારું છે કે તમે તેની મજા હોટલમાં રહીને જ લો.

વિજળીનો સામાન :

હોટલમાં તમે વિજળીમાંથી ચાલતા સામાનનો ખૂબ ઉપયોગ કર્યો હશે. જેમકે ચાની કિટલી, કોફી મશીન, પ્રેસ, વાળ માટે સ્ટેટનિંગ મશીન, એવી ઘણી વસ્તુઓ છે. જેને તમે પોતાની સાથે લઇ જઇ શકતા નથી. જો લઇ જવા માંગો છો તો પણ હોટલ બિલમાં તમારે તેના પૈસા પણ ચૂકવવા પડશે. કોઈ-કોઈ હોટલમાં તમે પૂછ્યા વગર સામાન લઇને જાઓ છો તો ત્યાંનો સ્ટાફ તમારા પર દંડ પણ નાખી શકે છે.

આ પણ વાંચો :-

સુરતમાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું, લોભામણી લાલચ આપી આચરતા હતા છેતરપિંડી,જાણો કઈ રીતે ચાલતું હતું ફેક કોલ સેન્ટર

Fake call center caught from Surat

  • જો OTP આપ્યો તો ખાતું સાફ થયું માનો, હોલિડે મેમ્બરશિપ પ્રોવાઇડ કરવાની ઓફર આપી છેતરપિંડી કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

સમગ્ર ગુજરાત અને દેશમાં ફેક કોલ સેન્ટર (Fake call center) ધમધમી રહ્યા છે. લોકોને કોલ કરી અવનવી સ્કીમો આપી પૈસાની છેતરપિંડી (Fraud of money) આચરવામાં આવે છે. એક કોલ અને પૈસા સાફ થઈ શકે. લોકો આવી લોભામણી સ્કીમોમાં આવી ઘણી વખત મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. હાલ સુરતમાં એક ફેક કોલ સેન્ટર ઝડપાયું છે.

સુરતના વેસુ (Vesu) વિસ્તારમાં આવેલા આ કોલ સેન્ટર દ્વારા લોકોને ફેમિલી હોલિડે માટે મેમ્બરશિપ આપવાની લોભામણી લાલચ આપવામા આવતી હતી. આ છેતરપિંડીમાં અત્યાર સુધી ક્રાઈમ સેલ દ્વારા ચાર આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કઈ રીતે છેતરપિંડી આચરવામાં આવતી :

ધ હિમાલયન હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી કંપની ફેક કોલ સેન્ટર ચલાવતી હતી. ફેમિલી હોલિડેના નામે મેમ્બરશિપ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કંપનીએ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી છે. લોકોને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરવમાં આવતી હતી. સ્કીમોમાં ફાઈવ સ્ટાર હોટલમાં 70 દિવસનું રાત્રી રોકાણ સાથે રહેવા, જમવાની વ્યવસ્થા સાથે પિકઅપ અને ડ્રોપની લોભામણી સુવિધાનો કહેવામાં આવતું.

આરોપીઓ લોકોને સ્કીમો આપી મોબાઈલ OTP લઈ છેતરપિંડી આચરતા હતા. આરોપી મનિષ સિંહે ફરિયાદી પાસેથી જાણ બહાર OTP મેળવ્યુ હતું અને તે OTPના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 2 લાખ 10 હજારની ઉચાપત કરવામાં આવી હતી. ફરિયાદીએ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડને પૈસા રિફંડ કરવા કહ્યું છતાં રિફંડ ન કરવામાં આવ્યા અને જે  બાદ ફરિયાદીએ કંપની વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.

છેતરપિંડીના આરોપીઓ :

આ છેતરપિંડી કેસમાં આરોપી સંકેત પ્રજાપતી, જીતેન્દ્ર રાઠોડ અને વિમલ પ્રજાપતિ સામેલ છે તેમજ સાયબર સેલ દ્વારા તપાસ કરતા લાખો રુપિયાનો મુદ્દામાલ કબજે પણ કરાયો છે. ત્રણ કોમ્પ્યુટર, પાંચ POS મશીન, એક લેપટોપ, બાર મોબાઈલ અને આઠ ચેકબુક IPAYSLIP સહિતની વસ્તુ પોલીસે કબજે કરી છે.

આ પણ વાંચો :-

દોસ્ત હેં!! રાજકોટમાં ભાજપ અને આપના નેતા સાથે દેખાયા, ચૂંટણી સમયે મુલાકાતે જગાવી ચર્ચા…

0

Appeared with BJP and AAP leaders in

  • રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણી અને AAPના વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળતા શરૂ થયા તર્કવિતર્ક.

ગુજરાતમાં ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે સાથો સાથ નેતાઓના જિલ્લા અને તાલુકાસ્તર સુધીના આંટા ફેરા વધી ગયા છે. રાજકીય માહોલમાં (Political environment) આ વખતે ત્રીજોપક્ષ પણ ચૂંટણીની લહેરમાં જોડાઈ ગયો છે. રાજકીય માહોલ રોજે-રોજ ગરમ થતો જાય છે ત્યારે એક બીજા પર આરોપ અને આક્ષેપ બાજી વચ્ચે આજે બે પક્ષના નેતાઓ એકબીજાના હાલ-ચાલ પૂછતા અનેક અટકળો શરૂ થઈ છે.

તે નેતાઓ પર અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. રાજકોટ એરપોર્ટ પર ભાજપ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો ભેગા થતા અનેક તર્કવિર્તક શરૂ થયા છે. આજે રાજકોટમાં ભાજપનાં નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી અને આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળતા અનેક તર્કવિતર્કના વાદળો ઘેરાયા છે.

અરવિંદ રૈયાણી અને વશરામ સાગઠીયાની મુલાકાત :

રાજકોટ એરપોર્ટ પર ભાજપ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો એકબીજાને મળતા અને સાથે જોતા અનેક તર્કવિર્તક વાદળો ઘેરાયા છે. ભાજપ નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી અને આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળ્યા હતા.

વશરમ સાગઠીયા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા. તો બીજી તરફ અરવિંદ રૈયાણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રિસીવ કરવા પણ ત્યાં પહોંચ્યા હતા. બંને નેતા એરપોર્ટ પર જૂના મિત્રો હોવાનું કહી મળતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

રાજકીય અટકળો તેજ થઈ :

રાજકોટ-71ની બેઠકના આપના ઉમેદવાર વશરામ સાગઠીયા મંત્રી અરવિંદ રૈયાણીને મળતા રાજકીય બાબતમાં હલચલ મચી છે અને અવનવી અટકળોનો દોર શરૂ થઈ છે. ભાજપ નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી તેમજ સાંસદ રામ મોકરીયા આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયાના મિત્રો હોવાનું કહ્યું હતું.

મળતી માહિતી મુજબ મંત્રી અરવિંદ રૈયાણી અને વશરામ સાગઠીયાની મુલાકાતને આપના કાર્યકર્તા જોતા જ રહી ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ રાજકીય અટકળો તેજ થઈ છે.

આ પણ વાંચો :-

15 ઓક્ટોબર 2022 : લક્ષ્મી માતા આ રાશિના લોકોની દરેક મનોકામના કરશે પૂરી, જાણો તમારી રાશી તો નથી ને!

15 October 2022 : Gujarat Guardian

મેષ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોરબાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું

વૃષભ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

‌મિથુન
આવકનું પ્રમાણ જળવાય. હોટેલ, વીમો, અેકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્ક
‌શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન, મકાનથી લાભ, સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યા
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-અેક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલા
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ, પ્રતિષ્‍ઠા વધે. સાચુ ખોટી પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃ‌શ્ચિક
બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી, ખાંસીનો ઉપદ્રવ હેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થયમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતી થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબૂ રાખવો.

મકર
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતી થતી જણાય. આવક જળવાશે છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીન
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી, માથાના દુઃખાવા‌ની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળતે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-