સુરતમાં વધી તૈયાર હીરાના એક્સપોર્ટની માંગ, ગત વર્ષની સરખામણીએ આટલા ટકાનો વધારો

Share this story

Export demand for finished diamonds increased

  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતમાં તૈયાર હીરા, કટ એન્ડ પોલિશ્ડ હીરા, લેબગ્રોન તૈયાર હીરા સહિત જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે.

સુરતમાં વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં તૈયાર હીરાના (કટ એન્ડ પોલિશ્ડ હીરા) (Diamonds (Cut and Polished Diamonds)) એક્સપોર્ટમાં 21.99 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં 14 હજાર કરોડનું એક્સપોર્ટ (Export) થયું હતું જ્યારે આ વર્ષે 2022માં 17 હજાર કરોડના તૈયાર હીરાનું એક્સપોર્ટ થયું છે.

ગત વર્ષની સરખામણીમાં તૈયાર હીરા, લેબગ્રોન તૈયાર હીરા, જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી સહિતની વસ્તુઓના એક્સપોર્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 4350 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું જ્યારે વર્ષ 2022માં 7407 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું છે.

સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં 23.43 ટકાનો વધારો :

વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષે તમામ પ્રકારની સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં 23.43 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીએ એક્સપોર્ટમાં 4.71 ટકાનો વધારો થયો છે. જેમાં ગત સપ્ટેમ્બરમાં 91495ના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ 2022 દરમિયાન 95805 કરોડનું એક્સપોર્ટ થયું છે.

2022માં કુલ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 24.88 ટકાનો વધારો :  

વધુમાં જણાવીએ કે, વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022માં કુલ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 24.88 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 31181 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરી જ્યારે વર્ષ 2022માં 38939 કરોડની કુલ ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હતું.

લેબગ્રોનના એક્સપોર્ટમાં 70.26%નો ઉછાળો :

અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે નેચરલ હીરાના એક્સપોર્ટમાં તો વધારો છે જ પણ સાથે લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. 2021ના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીમાં વર્ષ 2022માં લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 70.26 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો :-