લોકોની દિવાળી બગાડશે અમુલ- આજથી જ ચુપચાપ વધારી દીધા દૂધના ભાવ, જાણો નવા ભાવ

Share this story

Amul will spoil people’s Diwali

  • દિવાળી (Diwali 2022) પહેલા જ સામાન્ય જનતાને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. ઝડપથી વધી રહેલી મોંઘવારી (Inflation)માં આજે સવારે જ ભાવ વધારાનો વધુ એક આંચકો લાગ્યો છે.

તહેવારોની સીઝનમાં મોંઘવારીનો (inflation) વધુ એક આંચકો લાગ્યો છે. શનિવારે ભારતની જાણીતી ડેરી કંપની અમૂલે ફુલ ક્રીમ (Amul Full Cream) અને ભેંસના દૂધના (Buffalo milk) ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે.

2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો :

જાણકારી અનુસાર અમૂલનું ફુલ ક્રીમ મિલ્ક હવે 62ના બદલે 64 રૂપિયા પ્રતિ લીટરે મળશે. સાથે જ મધર ડેરી પણ ભાવવધારાની તૈયારી કરી રહી છે. સાંજ સુધીમાં મધર ડેરી નવા ભાવની જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું છે કે અમૂલે ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ.2નો વધારો કર્યો છે.

આ કંપનીના ભાવમાં પણ વધારો થયો :

સાથે જ પંજાબની ડેરી કંપની વેરકાએ પણ દૂધના ભાવમાં ફરી વધારો કર્યો છે. અડધા કિલોના પેકેટમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલોના બે રૂપિયા રેટમાં વધારો થયો છે. નવા દર 16 તારીખથી લાગુ થશે.

આ પણ વાંચો :-