Home Blog Page 1262

સી.આર.પાટિલએ ચોખ્ખું સંભળાવી દીધું જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે, જે અમે સ્વીકાર્યું’

0

CR Patil made it clear that Jayanarayan Vyas

  • જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે. ત્યારે આ મુદ્દે સીઆર પાટિલને પુછવામાં આવ્યું. ત્યારે તેમણે એક નિવેદન આપ્યું છે. સી.આર.પાટિલે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા.

વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી (Former Health Minister) અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે (Jayanarayan Vyas) ભાજપમાંથી રાજીનામું આપતા આજે સવારથી રાજનીતિમાં ગરમાવો (Get heated in politics) આવી ગયો હતો. ત્યારબાદ કમલમમાં સીઆર પાટિલને આ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી. જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે જે સ્વીકાર્યું છે.

જયનારાયણ વ્યાસ પર સી આર પાટિલની પ્રતિક્રિયા :

જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે. ત્યારે આ મુદ્દે સીઆર પાટિલને પુછવામાં આવ્યું. ત્યારે તેમણે એક નિવેદન આપ્યું છે. સી.આર.પાટિલે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા. કેબિનેટમાં પણ મંત્રી રહ્યા હતા.

છેલ્લા 2 વાર ચૂંટણી હાર્યા છતાં ભાજપે ટિકિટ આપી હતી. 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી, એટલે કદાચ તેમણે રાજીનામું આપ્યું છે અને પક્ષે સ્વીકાર્યું છે. આ વખતે ભાજપ કોઈ પણ સાંસદ અને ધારાસભ્યોના સગાને ટિકિટ નહીં આપે. અગાઉ મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીને પણ પક્ષે ના પાડી છે.

સગા સંબંધીઓને ટિકીટ નહીં મળે : પાટિલ ;

સી.આર.પાટીલનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કોઈ સાંસદ કે ધારાસભ્યોના સગા- સંબંધીઓને ટિકીટ નહીં મળે. તેમણે કહ્યુ કે, ભાજપના કોઈપણ પદાધિકારીના સગાને ટિકિટ નહીં આપે. મનસુખ વસાવા પોતાની પુત્રી માટે અગાઉ ટિકીટ માગી ચૂક્યા છે.

75 વર્ષ બાદ ટિકીટ નથી મળતી : પાટિલ

દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે સી.આર.પાટીલની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી. જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યુ છે જે સ્વીકારાયુ છે.

મહત્વનું છે કે જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે શુક્રવારે મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે પણ રસ લઈને બધુ સમુ સુથરૂ કર્યુ હતું. પણ દર વખતે મારા કાર્યકરોની અવગણના થાય કોઈ ઝઘડા થાય તેમાં પ્રદેશ અધ્યક્ષને કહેવું મારા મતે યોગ્ય નથી.

જેના કારણે મેં પહેલા પણ વિચાર્યું હતું કે એના કરતા હું જાતે જ વચ્ચેથી નીકળી જાવ તો સારું છે. પરંતુ આ વખતે તો પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમનું જે રીતનું વલણ છે. એટલું ન નહીં અમારા બીજા એક આગેવાન છે કેસરી પટેલ, જેના કારણે મને સતત ફરિયાદીની સ્થિતિમાં રાખે છે અને મારા કાર્યકરોને સતત અન્યાય થાય આ પ્રકારની પાટણમાં બેસેલા ચારથી પાંચ લોકો અન્યાય કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાત ચૂંટણી 2022 !  સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક પર કોંગ્રેસે આ દિગ્ગજ મહિલા નેતાને ઉતાર્યા મેદાનમાં

0

Gujarat Election 2022! Congress fielded this

  • ગુજરાતમાં એક તરફ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યાં બીજી બાજુ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે આજે કોંગ્રેસમાં (Congress) દિલ્હીમાં (Delhi) ઉમેદવારોને લઈને ભારે મંથન બાદ આજે 43 મૂરતિયાની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) બેઠક ઘાટલોડિયા (Ghatlodia) સામે કોંગ્રેસ મહિલા ઉમેદવાર ડો.અમીબહેન યાજ્ઞિકને (Dr. Amibehan Yagnik) ટિકિટ આપવામાં આવી છે.

કોગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર :

  • ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
  • અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
  • ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
  • ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
  • કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
  • હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
  • ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
  • ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
  • ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
  • એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
  • અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
  • દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
  • રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
  • રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
  • જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
  • જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
  • કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
  • માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
  • મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
  • નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
  • મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
  • ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
  • ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
  • લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
  • સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
  • સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી.જેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની લીડ મળી હતી અને તેઓ જીતી ગયા હતા.

આ પણ વાંચો :-

Organic Farming : ગજબ ભેજું…આ વ્યક્તિ ઘરના ધાબે ખેતી કરીને દર વર્ષે કમાય છે 70 લાખ રૂપિયા

0

Organic Farming: Very humid… This person earns

  • ઓર્ગેનિક ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝર અને કીટનાશકોનો ઉપયોગ થતો નથી અને રામવીર પણ આ જ કરે છે. પરંતુ તેઓ પોતાના ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનાથી વાર્ષિક લગભગ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે.

દુનિયામાં ખાણીપીણીના તરીકાઓની તો ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો હવે ખાવા પીવાને (eat and drink) લઈને ખુબ સતર્કતા વર્તી રહ્યા છે. પરંતુ એ વાત પણ સાચી છે કે ખાવા મામલે કેમિકલ્સનો (Chemicals) વધુ ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ ઓર્ગેનિક ખેતીનું (Organic farming) ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. અનેક લોકો એવા છે જે આ પ્રકારે ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જેમાંથી એક રામવીર (Ramveer) પણ છે.

ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી

ઉત્તર પ્રદેશના બરેલીના રહીશ રામવીર એકવાર ફરીથી ચર્ચામાં છે. આમ તો તેઓ ઓર્ગેનિક ખેતી લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ તેઓ ખુબ જ હોશિયારીથી આ કામ કરે છે. ઓર્ગેનિક ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝર અને કીટનાશકોનો ઉપયોગ થતો નથી અને રામવીર પણ આ જ કરે છે. પરંતુ તેઓ પોતાના ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનાથી વાર્ષિક લગભગ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે.

ઘરને ખેતરમાં ફેરવી નાખ્યું :

મીડિયા રિપોર્ટ્સ મુજબ રામવીર પાસે વિમ્પા ઓર્ગેનિક અને હાઈડ્રોપોનિક્સ નામની એક કંપની છે. તેમણે પોતાના ઘરને લગભગ ખેતરમાં ફેરવી નાખ્યું છે. રાનવીર ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે પહેલા મીડિયામાં કામ કર્યું અને ત્યારબાદ ગામડે પાછા ફરીને ખેતીમાં મન પરોવ્યું. પહેલા ઓર્ગેનિક ખેતીમાં હાથ અજમાવ્યો અને સફળતા મળી તો હાઈડ્રોપોનિક સિસ્ટમથી શાકભાજી ઉગાડવા લાગ્યા.

સફળ ઓર્ગેનિક ફાર્મર તરીકે ઓળખ :

તેમણે પોતાના ત્રણ માળના ઘરને સંપૂર્ણ રીતે હાઈડ્રોપોનિક સિસ્ટમમાં ફેરવી દીધુ છે. 10 હજારથી વધુ પ્લાન્ટ લાગેલા છે. એટલું જ નહીં તેઓ દેશના અલગ અલગ રાજ્યોમાં અન્ય લોકોના ઘરમાં પણ હાઈડ્રોપોનિક સિસ્ટમ મોડલ ડેવલપ કરી રહ્યા છે. તેનાથી વાર્ષિક 70થી 80 લાખ રૂપિયાનો તેમનો બિઝનેસ થઈ રહ્યો છે. તેઓ કહે છે કે લોકો કેમિકલનો ભોગ બની રહ્યા છે.

જો  આપણે આપણી જાતને અને પોતાના લોકોને બચાવવા હોય તો પોતે ખેતી કરવી પડશે અને તે પણ ઓર્ગેનિક રીતે. રામવીર સમય સાથે ઓર્ગેનિક ફાર્મિકનો દાયરો વધારતા ગયા અને સફળ ઓર્ગેનિક ફાર્મર તરીકે તેમની ઓળખ બની.

આ પણ વાંચો :-

 AAP CM ઉમેદવારનો ચહેરો ઘોષિત થતાં ડખા શરૂ, સૌરાષ્ટ્ર સંગઠન મહામંત્રીના નિવેદનથી નવાજૂનીના એંધાણ

0

As the face of AAP CM candidate was announced

  • રાજકોટના રાજભા ઝાલાના નિવેદન પર ઈટાલિયાની પ્રતિક્રિયા; “તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે”

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ (Political environment) ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરતા આપમાં રાજકીય ખેંચાતાણ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટી સાથે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ (Indranil Rajyaguru) છેડા ફાડી નાખ્યો છે.

તેમણે ફરી કોંગ્રેસનો (Congress) હાથ પકડ્યો છે. આપના ઉમેદવારો અને CM પદનો ચહેરો ઘોષિત થતા ડખા શરૂ થયાં છે. રાજકોટમાં રાજભા ઝાલાનું (Rajbha Jhala) મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જે નિવેદન બાદ આપના પ્રદેશ પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી છે.

રાજભા ઝાલા મોટું નિવેદન :

સૌરાષ્ટ્ર સંગઠનના આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજભા ઝાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીમાં કાર્યકરોને સાંભળવામાં નથી આવતા તેમજ તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેજરીવાલ કોઈ ને મળતા નથી કોઈને જવાબ નથી આપતા. તેમણે કહ્યું ઈન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ AAP કરી રહી છે. નવા નેતા આવે એટલે જુના નેતાને સાઈડલાઈન કરાય છે તેવું પણ જણાવ્યું હતું.

AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા નિવેદન :

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું રાજભા ઝાલાના નિવેદન પર પ્રતિક્રિયા સામે આવી છે જેમા તેમણે કહ્યું કે તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે અને રાજભા ફરી મજબૂતીથી આમ આદમી પાર્ટીનો અવાજ ઉઠાવશે તેમણે જણાવ્યું કે રાજભા ઝાલાએ જે જણાવ્યું છે તેવું અર્થઘટન જુદુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

 

‘ગોવામાં પાર્ટી’ કરવાના પ્લાન કરતાં લોકો ચેતજો! સીધા 50 હજારનો થશે દંડ, કડક થઈ ગયો આ નિયમ

0

People should be warned before planning to

  • ગોવામાં પ્રવાસન વિભાગે ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને નિયમો તોડવા પર 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

દરેક લોકો જાણે છે કે પાર્ટી માટે ભારતનું ગોવા (Goa) સૌથી પ્રખ્યાત શહેર છે આપણ હાલ ગોવામાં પાર્ટીનું આયોજન કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે રાજ્યના પ્રવાસન વિભાગે (Department of Tourism) ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા (Drink alcohol) જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ સાથે જ નિયમો તોડવા પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું પણ કહેવામાં આવ્યું છે. આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે અધિકારીઓનું કહેવું છે કે ‘ગોવાની પ્રવાસન ક્ષમતાને બગડતી બચાવવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.’

હવે ગોવામાં પાર્ટીનું આયોજન કરનારો ખુલ્લી જગ્યામાં ખોરાક નહીં બનાવી શકે. સાથે આમ ખુલ્લામાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કઈ વસ્તુઓ પર પ્રતિબંધ  :

આ સાથે જ સોમવારે જારી કરાયેલા એક આદેશમાં ગોવાના પ્રવાસન વિભાગે માલવાન (મહારાષ્ટ્ર) અને કારવાર (કર્ણાટક) જેવા રાજ્યની બહારના વિસ્તારોમાં વોટર સ્પોર્ટ્સ માટે અનધિકૃત ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે નિર્દેશક નિખિલ દેસાઈ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર ‘ખુલ્લી જગ્યાએ ખોરાક બનાવવો, કચરો ફેલાવવો, ખુલ્લામાં દારૂ પીવો, બોટલો તોડવી વગેરે’ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત એવી ગતિવિધિઓ જે પ્રવાસીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરે અને વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરતી આવી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.આ સાથે જ સતાવાર સ્થળો સિવાય અન્ય સ્થળો પર પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.

શું થશે કાર્યવાહી :

નિયમોનું પાલન ન કરવા પર 5 હજાર રૂપિયા સુધીનું દંડ વસૂલવામાં આવશે અને વારંવાર નિયમ તોડવા પર 50 હાજર સુધીનો દંડ વસૂલી શકાય છે. આ સાથે જ IPC ની ધારા 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે ખાસ વાત એ છે કે વર્ષ 2019માં પણ ગોવા ટૂરિસ્ટ પ્લેસમાં સુધારાને ગોવા વિધાનસભામાં મંજૂરી આપી હતી અને તેમાં ફરવાલાયક જાહેર સ્થળો પર દારૂ પીવા, ખુલ્લામાં ખોરાક રાંધવા કે બોટલો તોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.આ સિવાય નાના મોટા લોકલ સ્થળોએ પ્રવાસીઓને ખાવા-પીવા માટે પ્રોત્સાહિત કરવાના હતા.

આ પણ વાંચો :-

ખુશખબર : ભારતમાં આગામી સપ્તાહથી Apple યુઝર્સને મળશે 5G નેટવર્ક, જાણો ક્યાં અને કેવી રીતે

Good news: Apple users in India will get 5G network

  • Apple જલ્દી જ તેના યુઝર્સને 5G સર્વિસ આપી શકે છે. જણાવી દઈએ કે કંપનીએ આ માટે સોફ્ટવેર અપડેટ કરવા પર પણ કામ શરૂ કરી દીધું છે.

ભારતમાં iPhone યુઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. iPhone બનાવવા વાળી કંપની Apple જલ્દી જ તેના યુઝર્સને 5G સર્વિસ આપી શકે છે. જણાવી દઈએ કે કંપનીએ આ માટે સોફ્ટવેર અપડેટ (Software update) કરવા પર પણ કામ શરૂ કરી દીધું છે. જો કે હાલ એવી ઉમ્મીદ છે કે આવનાર થોડા અઠવાડિયામાં તેને રોલ આઉટ કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં 5G સર્વિસ લોન્ચ થયા પછીથી Apple iOS 16ના બીટા સોફ્ટવેર પર કામ કરી રહી છે.

આ ફોન પર મળશે 5G સુવિધાઓ :

મળતી રિપોર્ટ અનુસાર iPhoneના iPhone 14, iPhone 13, iPhone 12 અને iPhone SE  (3rd generation) મોડલનો ઉપયોગ કરતા યુઝર્સને તેના સીમ Airtel અને Jio નેટવર્ક પર 5G સર્વિસ મળશે. આ સોફ્ટવેર માન્ય Apple ID સાથે કોઈપણ ઉપયોગ કરી શકે છે પણ સાઈન અપ કરતાં સમયે એપલ બીટા સોફ્ટવેર પ્રોગ્રામ અગ્રીમેન્ટનો સ્વીકાર કરવો પડશે.

Apple સોફ્ટવેરને વધુ સારું બનાવવામાં મદદ કરશે :

જણાવી દઈએ કે Apple Beta સોફ્ટવેર પ્રોગ્રામ યુઝર્સને સોફ્ટવેરના વધુ વ્યાપક રૂપે ઉપયોગ થાય એ પહેલા રિલીઝ પૂર્વ સોફ્ટવેરને અજમાવવા અને નવીનતમ સુવિધાઓનો અનુભવ કરાવવા માંગે છે. તે યુઝર્સને ગુણવત્તા અને ઉપયોગિતા પર પ્રતિસાદ આપવા માટે આમંત્રિત કરે છે અને તેમાં Appleની સમસ્યાઓ ઓળખવામાં અને તેને ઠીક કરવામાં આ સાથે જ Apple સોફ્ટવેરને વધુ સારું બનાવવામાં મદદ કરે છે.

આવતા અઠવાડિયાથી શરૂ થશે આ સર્વિસ  :

Apple Beta સોફ્ટવેર પ્રોગ્રામને એક્સેસ કરવા માટે iPhone યુઝર્સને નવીનતમ સાર્વજનિક બીટા સુધી પંહોચવા માટે તેમના ઉપકરણોમાં નોંધણી કરાવી શકે છે અને એ પછીથી જ ડિવાઇસમાં નોંધણી કરાવી શકે છે. અને એ પછી જ અપડેટ કરાવીને 5G બીટા પણ શામેલ છે જે આવનાર અઠવાડિયાથી એરટેલ અને જિયો ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો :-

05 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આજે શનિવાર રોજ માતા લક્ષ્મી ખોલશે આ 3 રાશિઓનું ભાગ્ય

05 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
ધર્મ-નીતિ અનુસાર કામ કરવાની ઈચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથી ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ
મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારું. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારુ ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ
સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ-બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ
હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. સમાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધમાં પ્રગતિ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
ઘણો લાભ રહે. શુભતત્ત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

આ પણ વાંચો :-

શું ખરેખર સવારે ઉઠતાં જ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કોઈ ફાયદો થાય છે ? જાણો સત્ય

Is there really any benefit in drinking water

  • પાણી વગર જીવન અશક્ય છે. શરીરને હેલ્થી રાખવા માટે વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. જે લોકો જરૂરીયાતથી ઓછુ પાણી પીવે છે તેમને પેટ અને સ્કિન સંબંધી પરેશાનીઓ થાય છે.

એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તમે મોટાભાગે વડીલો-વૃદ્ધોને (elders) કહેતા સાંભળ્યું હશે કે સવારે ઉઠીને ભૂખ્યા પેટ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. કારણ કે આમ કરવું આરોગ્ય (Health) માટે ફાયદાકારક હોય છે. શું હકીકતમાં આવુ છે. આવો જાણીએ.

મોંઢામાં ખરાબ બેક્ટેરિયા જમા થતા નથી :

ભૂખ્યા પેટ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરમાંથી બધા ટોક્સિન્સ બહાર નિકળી જાય છે. તમારે તેને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ. જે લોકો ભૂખ્યા પેટે બ્રશ કર્યા પહેલા પાણી પીવે છે તેની પાચન શક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત તેના મોંઢામાં ખરાબ બેક્ટેરિયા પણ જમા થતા નથી.

બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે :

સવારે ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. જે લોકોને શરદી-ઉધરસ વધારે હોય છે અને જેની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે તેવા લોકોએ દરરોજ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બિમારી છે. એવા લોકોએ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે પાણી પીવાથી ફેટ ઓછુ થાય છે.

આ પણ વાંચો :-

 

 

જાણીતી અભિનેત્રીની સ્ટ્રોકના કારણે બગડી તબિયત, બે વખત કેન્સર સામે જીતી ચૂકી છે જંગ

The well-known actress’s health

  • Aindrila Sharmaની અચાનક તબિયત બગડવાને કારણે તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સ્ટ્રોક પહેલા તેમણે બે વખત કેન્સર સામે જંગ જીતી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (Film industry) એક હૃદયને હચમચાવી નાખે તેવા અહેવાલ સામે આવ્યાં છે. જાણીતી અભિનેત્રી એન્ડ્રીલા શર્માની તબિયત નાજુક બની છે. એન્ડ્રીલા શર્મા (Andreela Sharma) હોસ્પિટલમાં દાખલ છે. થોડા દિવસો પહેલા અચાનક તેની તબિયત બગડી (Health deteriorated) હતી. ત્યારબાદ તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યા તબીબોની ટીમે તેમની સ્થિતિને ગંભીર જણાવી છે.

હોસ્પિટલમાં દાખલ છે અભિનેત્રી  :

જાણકારી મુજબ એન્ડ્રીલા શર્મા હાવડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમને અચાનક જ સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમના મગજમાં બ્લડ કલોટસ જમા થયા છે. એવામાં અભિનેત્રીની તબિયત ખૂબ નાજુક બની છે. ડોકટરોએ અભિનેત્રીને વેન્ટીલેટર પર રાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સ્થિતિ સારી નથી. ઉલ્લેખનીય છે કે એન્ડ્રીલા બે વખત કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જંગ જીતી ગઇ છે.

કેન્સર સામે જીતી જંગ  :

એન્ડ્રીલા શર્માને જ્યારે બીજી વખત કેન્સર હોવાની જાણકારી મળી તો ત્યારે પણ તેમણે હાર નહોતી સ્વીકારી. અભિનેત્રીએ તેની ક્રિટીકલ સર્જરીને પૂરી કરાવી. આ દરમ્યાન તેમના કીમોથેરાપીના સેશન ચાલ્યા હતા. ત્યારબાદ ડોક્ટર્સે તેમને સારું હોવાનુ બતાવ્યું હતુ.

એન્ડ્રીલા શર્મા એક્ટિંગમાં પોતાનુ કમબેક પણ કરી ચૂકી હતી. પરંતુ હવે અભિનેત્રીની તબિયત ફરીથી બગડી ગઇ. આ સ્થિતિમાં તેમના પરિવારની સાથે-સાથે પ્રશંસકો પણ વધારે દુ:ખી છે.

આ પણ વાંચો :-

ઈલેકશન ૨૦૨૨ : ઈસુદાન ગઢવી બન્યાં AAPના CM પદના ઉમેદવાર, કહ્યું- સિસ્ટમ ખરાબ…….

0

Election 2022: Yesudan Gadhvi

  • આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે.

ઈસુદાન ગઢવી (Isudan gadhvi)ની સીએમ પદ માટે પસંદગી કરાઈ છે. સંબોધન દરમિયાન કેજરીવાલે (Kejriwale) કહ્યું કે અમે ગુજરાતના લોકો પાસેથી વિવિધ મંતવ્યો માગ્યા હતા. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળ્યો. કુલ 16,48,500 રિસપોન્સ આવ્યાં હતા. જેમાંથી 73% લોકોએ ઈસુદાન ગઢવીના (Isudan gadhvi) નામને પસંદ કર્યું છે.

ભાવુક થયા ઈસુદાન ગઢવી :

CM પદના ચહેરાની જાહેરાતમાં પોતાનું નામ સામે આવતા ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. તેમણે તરત જ માતાના આશિર્વાદ લીધા હતા. ઢોલ-નગારા સાથે પાર્ટીએ તેમના નામને વધાવ્યું હતું.

પંજાબની ચૂંટણી નીતિ ગુજરાતમાં અપનાવી :

પંજાબની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ભગવંત માનને ચૂંટણી પહેલા જ પોતાની પાર્ટી જીતે તો CMનો ચહેરો બનાવ્યો હતો. હવે આ જ રણનીતિ આપ અહીં ગુજરાતમાં અપનાવવા જઈ રહી છે.

બે તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી :

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતમાં બે તબક્કે ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બરે પહેલો અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે.

આ પણ વાંચો :-