Home Blog Page 1261

07 નવેમ્બર 2022 રાશિફળ : આ 7 રાશિના લોકો પર કૃપા વર્ષાવશે ખોડિયાર માં – થશે ધનનો વરસાદ

07 November 2022 : Gujarat Guardian

મેષઃ આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઈ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારું જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન, વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સનમાન હણાતું જણાય. અગ્યન રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રખવી.

મીનઃ દિવસ દરમિયાન નાણાંની છુટ વર્તાય. ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

27 વર્ષથી સત્તા છતાં ગુજરાતની આ બેઠકો ક્યારેય જીતી નથી શક્યું ભાજપ ! આ વખતે બનાવી સ્પેશ્યલ સ્ટ્રેટેજી 

0

Despite being in power for 27 years

  • એવી બેઠકો જ્યાં ભાજપના છૂટી ગયા પરસેવા, 5 વાર ચૂંટણી થઈ, હાર બાદ હાર મળી

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) આક્રમક રીતે પ્રચાર કરી રહી છે.

ત્યારે કોંગ્રેસ એક ખાસ રણનીતિ હેઠળ અલગ રીતે પ્રચાર કરી રહી છે. બીજી તરફ ભાજપને આશા છે કે ફરી એકવાર સરકાર બનશે. ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને રાજ્યમાં થયેલા કામોનું સમર્થન છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે.

જો આપણે છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો 1998 થી 2017 વચ્ચે હજુ પણ એવી ઘણી બેઠકો છે જે ભાજપ જીતી શકી નથી. એવી એક ડઝન જેટલી બેઠકો છે જે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં ગુજરાતમાં ભાજપ જીતી શકી નથી. ફરી એકવાર આ બેઠકોને લઈને ચર્ચા શરૂ થઈ છે કે શું આ વખતે પરિણામ અલગ આવશે.

એવી બેઠકો કે જ્યાં 5 ચૂંટણીથી કમળ નથી ખીલ્યું  :

ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં હોવા છતાં ભાજપ આ બેઠકો જીતી શક્યું નથી. ચૂંટણી પંચના ડેટા મુજબ છેલ્લી 5 ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે બેઠકો જીતી શકી ન હતી. તેમાં રાજકોટની જસદણ અને ધોરાજી, ખેડા જિલ્લાની મહુધા, આણંદની બોરસદ, ભરૂચની ઝઘડિયા, બનાસકાંઠા જિલ્લાની દાંતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના ભિલોડા અને તાપી જિલ્લાના વ્યારાનો સમાવેશ થાય છે. ગુજરાતના વલસાડ જિલ્લાની કપરાડા પણ આવી જ એક બેઠક છે. જે 1998 પછી યોજાયેલી કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી શકી નથી.

આ પણ વાંચો :-

નરેશ પટેલ-રમેશ ટિલાળાની અમિત શાહ સાથે મુલાકાત, અડધી રાતે રાજકોટથી ઉડીને આવ્યા અમદાવાદ

0

Naresh Patel-Ramesh Tilala met Amit Shah

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ રાજકારણ ગરમાયુ છે. એક બાદ એક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણના અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામના અધ્યક્ષ (Chairman of Khodaldham) અને સૌરાષ્ટ્રમાં પાટીદારનો મજબૂત ચહેરો ગણાતા નરેશ પટેલ (Naresh Patel) અને પાટીદાર અગ્રણી રમેશ ટિલાળાએ (Patidar leader Ramesh Tilala) અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કર્યાના અહેવાલ મળ્યા છે.

મહત્વનું છે કે આ મુલાકાત તેમણે રાજકોટ દક્ષિણની ઉમેદવારી માટે કરી હોવાની ચર્ચા છે. નરેશ પટેલે અગાઉ દિગ્ગજ રાજનેતાઓ સાથે બંધ બારણે કરેલી બેઠક બાદ પોતે રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે એવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ બાદમાં અહેવાલ હતા તેઓ રાજકારણમાં સામેલ નહીં થાય.

પરંતુ અમિત શાહ સાથે કરેલી મુલાકાત બાદ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. નરેશ પટેલે આ બેઠક રમેશ ટિલાળાને સૌરાષ્ટ્ર દક્ષિણની ઉમેદવારી માટે કરી હોવાનું મનાય છે. ત્યારે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાતનું કારણ પણ આ જ હોઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવો પાટીદાર ચહેરાઓમાં ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાનું નામ પણ સામેલ છે. બોઘરા સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. ત્યારે નરેશ પટેલ અને રમેશ ટિલાળાએ શાહ સાથે કરેલી મુલાકાતથી બોઘરા v/s ટિલાળાનો ઘાટ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો :-

 

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો

0

The centenary festival of Pramukh Swami Maharaj

  • અમદાવાદમાં આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વ ઉજવણી કરવામાં આવશે.

મહોત્સવ (Festival) સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના (Brahmaswarup Pramukhswami Maharaj) વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે. જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.

અમદાવાદમાં (Ahmedabad) નજીકના ભવિષ્યમાં ક્યારેય ન જોયો હોય તેવો મહોત્સવ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ જોઈ આખા વિશ્વની આંખો અંજાઈ જશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે (Internationally) પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે.

લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર સ્વ. પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે. પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 સુધી એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.

સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ આપવા આ મહોત્સવમાં ઊમટશે. આ કાર્યક્રમ માટે છેલ્લા ઘણા મહિનાઓથી કામ ચાલી રહ્યુ છે. સમાજનો દરેક વ્યક્તિ આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે. જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે. ચાલો જાણીએ આ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી વિગતવાર.

પ્રમુખસ્વામી મહારાજ નગર :

એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યુ છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે.

મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો..! 

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે.

મહોત્સવ સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે. જેમાંથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા :

નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત છે.

ભવ્ય અક્ષરધામ મહામંદિર :

નગરની મધ્યમાં દિલ્હી ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. 67 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોનાં દર્શન-પ્રાર્થના કરી શકાશે.

વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો :

પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ છે. આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મૂલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હર્યાભર્યા બનશે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો :

મહોત્સવ સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્ત્વનું આકર્ષણ હશે – લાઈટ એન્ડ સાઉન્ડ શો. મહોત્સવ સ્થળની રાત્રિ આ લાઈટ એન્ડ સાઉન્ડ શો સૌને અનોખો આનંદ આપશે. 300 કરતાં વધારે બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે – પારિવારિક એકતા, સેવા અને પરોપકારનો. આ ઉપરાંત, વૈદિક યજ્ઞ કુટિર, અખંડ ભજન કુટિર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા-પ્રવૃત્તિઓ અહીં અનોખો રંગ જમાવશે.

આ પણ વાંચો :-

06 નવેમ્બર 2022 રાશિફળ : આજે રવિવારના રોજ આ 7 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે કષ્ટભંજન દેવ

0

06 November 2022 Horoscope: Today on Sunday

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારું છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને  આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આ‍વે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકૂળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમિયાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવ રોકાણ કરી શકાય. નાના ભાઈ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય.ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવા-અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઈ-બહેનને વાઈરલ ઈન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાાથી દૂર રહેવું. પૈસા ફસાઈ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

પાકિસ્તાનની જીતે સેમીફાઇનલનાં સમીકરણો પલટાવ્યાં, પોઈન્ટ ટેબલમાં 3 નંબર સ્થાન પર, ટીમ ઈન્ડિયા પર પડશે અસર ?

0

Pakistan’s win overturns the equations of

  • ટી20 વર્લ્ડ કપ 2022ની એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રનોથી હરાવ્યાં છે. પાકિસ્તાન ટીમે આ જીતની સાથે જ સેમી ફાઈનલ્સમાં પોતાની હાજરી સંભવત: નોંધાવી દીધી છે. જો સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામે પોતાની છેલ્લી મેચ હારે છે તો પાકિસ્તાનનાં નસીબ ચમકી જશે.

ટી20 વર્લ્ડકપ 2022માં (T20 World Cup 2022) પાકિસ્તાને સાઉથ આફ્રિકાને (Pakistan to South Africa) ડકવર્થ લુઇસના નિયમ અંતર્ગત 33 રનોથી માત આપી છે. જેના લીધે પાકિસ્તાનના સેમી ફાઈનલ્સમાં જવાની શક્યતાઓ વધી ગઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં (Sydney Cricket Ground) ગુરૂવારે જે મેચ રમાઈ તેમાં સાઉથ આફ્રિકાને (South Africa) 14 ઓવરોમાં 142 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ આફ્રિકી ટીમ 9 વિકેટનાં નુક્સાન પર 108 રન જ બનાવી શકી.

પાકિસ્તાનની જીતે ગ્રુપ 2નાં સમીકરણો પલટાવ્યાં :

પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે મેચ જીતી જતાં ગ્રુપ 2નાં સમીકરણોને હવે પલટાવી દીધેલ છે. હવે સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ સામે આવનારી મેચમાં જીતવું આવશ્યક છે જો તેમાં સાઉથ આફ્રિકા હારી તો તે સ્પર્ધાથી બહાર થશે અને પાકિસ્તાનની સંભવત: સેમી ફાઈનલ્સમાં એન્ટ્રી થશે.

નેધરલેન્ડ સામેની જીત સાઉથ આફ્રિકા માટે લાઈફ જેકેટ :

નેધરલેન્ડની સામે આવનારી મેચ સાઉથ આફ્રિકાની છે. જો આ મેચમાં સાઉથ આફ્રિકા જીતે છે તો તેનો અંક 7 થઈ જશે અને તે સેમી ફાઇનલ્સ ક્વોલિફાઇ કરી શકશે. અને જો સાઉથ આફ્રિકા પોતાની છેલ્લી મેચ હારી જાય છે તો સાથે જ પાકિસ્તાની ટીમ પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશથી જીતે છે તો તે 6 અંક મેળવ્યાની સાથે જ બીજા નંબર પર ક્વોલીફાઈ થશે.

ભારત નહીં કરે હવે ન્યૂઝીલેન્ડનો સામનો :

બીજી તરફ જોઈએ તો પાકિસ્તાનની જીતથી ભારતને ફાયદો થઇ શકે છે. ભારત જિમ્બાબ્વે સામે જીત મેળવીને 8 અંકો પોતાના નામ કરી પોતાના ગ્રુપમાં ટોપમાં પહોંચી શકે છે. આવી સ્થિતીમાં પોતાની સેમીફાઈનલ્સમાં ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડનો સામનો થઈ શકે છે. પરંતુ જો ભારતનું સ્થાન બીજું છે તો સંભવત: ગ્રુપ 1ની ટોપર ટીમ ન્યૂઝીલેન્ડનો સામનો ભારતે કરવો પડશે.

આ પણ વાંચો :-

 

સર્વેમાં ઓછી બેઠકો છતાં કેજરીવાલને ગુજરાત જીતનો વિશ્વાસ, ટ્રેન્ડ વિશે આપ્યું મોટું નિવેદન 

0

Despite low seats in the survey

  • સર્વેમાં સાવ ઓછી સીટ છતાં AAP ને કેમ ગુજરાતમાં જીતનો છે વિશ્વાસ? કેજરીવાલે આપ્યું મોટું નિવેદન.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) અમદાવાદમાં (Ahmedabad) મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવી પાર્ટી માટે સર્વેમાં બેઠકોનો અંદાજ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે અમે દિલ્હીમાં (Delhi) જીત્યા ત્યારે સર્વેમાં અમને એક પણ સીટ મળી ન હતી.

અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું હતું કે ઈસુદાન ગઢવીના (Isudan Gadhvi) નામની જાહેરાત કરતી વખતે તમે વધુ પડતા આત્મવિશ્વાસમાં કહ્યું હતું કે. તેઓ તમારા નવા સીએમ છે. આ પ્રશ્નનો જવાબ આપતાં દિલ્હીના સીએમએ કહ્યું કે ગુજરાતમાં જે રીતે વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ધીમે ધીમે બધાને એવું લાગવા લાગ્યું છે કે ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે જ્યારે પણ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ નવો રાજકીય પક્ષ આવે છે ત્યારે સમસ્યા થાય છે. સર્વેમાં તેમના વોટ શેર અને સીટનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે તમે જોયું જ હશે કે, જ્યારે દિલ્હીમાં પહેલીવાર અમારી સરકાર બની ત્યારે અમને એકપણ સર્વેમાં એક પણ સીટ મળી ન હતી.

સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સિવાય બાકીના બધાની ડિપોઝીટ પણ જપ્ત થશે. પરંતુ અમને 28 સીટો મળી અને અમે સરકાર બનાવી. એ જ રીતે જ્યારે બીજી ચૂંટણીમાં અમે 67 બેઠકો જીતી હતી. ત્યારે પણ સર્વેમાં ઘણી બેઠકો આપવામાં આવી ન હતી.

અરવિંદ કેજરીવાલે કહું હતું કે મહત્વની વાત છે કે આગામી ચૂંટણીમાં કેટલીક સીટો આપવામાં આવી રહી છે, પરંતુ સરકાર દેખાડવામાં આવી રહી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં ટ્રેન્ડ જોવા મળ્યો હશે કે આમ આદમી પાર્ટી વધી રહી છે અને કોંગ્રેસ-ભાજપ પતન કરી રહી છે.

મહત્વનું છે કે ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરી રહેલા અરવિંદ કેજરીવાલે શુક્રવારે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો જાહેર કર્યો છે. આ માટે કેજરીવાલે ગુજરાતની જનતા પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 29 ઓક્ટોબરથી તેમણે ગુજરાતની જનતા પાસેથી જે અભિપ્રાય માંગ્યો હતો તેમાં 16 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય મોકલ્યો છે અને તેના આધારે અમે ઈસુદાન ગઢવીને સીએમ ચહેરા તરીકે જાહેર કરી રહ્યા છીએ.

આ પણ વાંચો :-

 

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા ક્યાંથી ચૂંટણી લડશે ? સૂત્રોએ જણાવી અંદરની વાત

0

AAP state presidents Gopal Italia and Alpesh Kathiria

  • AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને AAP ટિકિટ આપશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગઈકાલે (શુક્રવાર) સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા (Gopal italiya) કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને (Dharmik Malaviya) AAP ટિકિટ આપશે.

લાગણી કે વેદના… ભૂલભૂલમાં જાહેરમાં આ શું બોલી ગયા ઈટાલિયા?

શુક્રવારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સીએમ પદનો ચહેરો જાહેર કર્યા બાદ ગોપાલ ઈટાલિયાની સ્પીચ ચર્ચાના ચગડોળે ચઢી હતી. ઈસુદાનનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે ત્યારે જોવા જેવી થઈ હતી. જો કે બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.

ગોપાલ ઈટાલિયા ઈસુદાનની જાહેરાત દરમિયાન ‘વેદના’ શબ્દ બોલ્યા હતા. સ્પષ્ટ અને આક્રમક શબ્દો બોલવા ટેવાયેલા ગોપાલ ઈટાલિયા જ્યારે આવું બોલ્યા ત્યારે તેમના મનના અંદરની અકળામણ બહાર આવી ગઈ હોય તેવું લાગ્યુ હતું. તેઓ લાગણી અને વેદના વચ્ચેનો ભેદ ચૂકી ગયા હતા. પરંતુ તેમના આ શબ્દોનો શું અર્થ કાઢવો.

સરવે બાદ ઈસુદાનની પસંદગી  :

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ CMના ઉમેદવાર માટે એક સર્વે કરાવ્યો હતો. જેમાં 16 લાખ 48 હજાર 500 લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો. 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને સમર્થન આપ્યુ. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે.

અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાની સાથે જ ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. જાહેરાત થતા જ તેઓ સૌથી પહેલા તેઓ પરિવારને મળવા ગયા હતા. સ્ટેજ પરથી નીચે ઉતરીને માતાના આર્શીવાદ લીધા હતા.

આ પણ વાંચો :-

Virat Kohli Birthday : અનુષ્કા કે એશ્વર્યા નહીં….આ અભિનેત્રીને પસંદ કરતા હતા વિરાટ કોહલી, ઈન્ટરવ્યુમાં કર્યો હતો ખુલાસો

Virat Kohli Birthday : Not Anushka

  • ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે. 5 નવેમ્બર 2022ના રોજ વિરાટ કોહલી 34 વર્ષના થયા. વિરાટ હાલ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે છે.

અહીં ટી20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) રમાઈ રહ્યો છે. વિરાટના જન્મદિવસે અનેક દિગ્ગજોએ તેમને શુભકામના પાઠવી છે. આ બધા વચ્ચે અમે તમને જણાવીશું કે વિરાટને બાળપણમાં કઈ અભિનેત્રી ગમતી હતી. વિરાટે લગ્ન પણ બોલીવુડ અભિનેત્રી (Bollywood actress) સાથે કર્યા છે. અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે વિરાટ કોહલીએ લગ્ન કર્યા છે. એક પુત્રીના માતા પિતા છે.

દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટ રમીને ક્રિકેટમાં પોતાની કરિયર બનાવનારા વિરાટ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની ગણતરી આજના સમયમાં દુનિયાના દિગ્ગજ બેટર્સમાં થાય છે. તેઓ જ્યારે મેદાન પર હોય છે ત્યારે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓના આશા બંધાયેલી હોય છે.

તેમણે અનેક મેચમાં પોતાના એકલાના દમ પર ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. હાલ તેઓ ટી20 વર્લ્ડ કપમાં રંગ જમાવી રહ્યા છે. તેમના બેટમાંથી રનની વર્ષા થઈ રહી છે. વિરાટે આ ટુર્નામેન્ટમાં ધૂંઆધાર બેટિંગ કરી છે અને અત્યાર સુધીમાં 4માંથી 3 મેચમાં અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને બાળપણમાં કઈ અભિનેત્રી ગમતી હતી. કોહલીએ ત્યારે જણાવ્યું હતું કે નાની ઉમરે તેઓ કરિશ્મા કપૂરને પસંદ કરતા હતા. વિરાટે વર્ષ 2017માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા. આ કપલને એક પુત્રી પણ છે જેનું નામ વામિકા છે. વામિકાનો જન્મ ગત વર્ષે 11 જાન્યુઆરીએ થયો હતો.

કોહલીએ અત્યાર સુધીમાં 102 ટેસ્ટ, 262 વનડે અને 113 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમના નામે ટેસ્ટમાં 27 ટેસ્ટ, 28 અડધી સદી સાથે 8072 રન છે. જ્યારે વનડેમાં તેમણે 43 સદી અને 64 અડધી સદી ફટકારતા કુલ 12344 રન કર્યા છે. ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં તેમણે એક સદી અને 36 અડધી સદી ફટકારી કુલ 3932 રન કર્યા છે.

આ પણ વાંચો :-

દેવ દિવાળીના રોજ અંબાજી મંદિર બંધ રહેશે, આ કારણે ભક્તો નહીં કરી શકે દર્શન

Ambaji temple will be closed on Dev Diwali

  • અંબાજી મંદિર (Ambaji Temple) દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે. સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે. સવારનાં 6.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

આગામી 8 નવેમ્બરનાં કારતક સુદ પૂનમનાં દેવ દિવાળીના (God Diwali) રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ (Final Lunar Eclipse) છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને (Ritual) પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) ખાતે અંબાજી મંદિરનાં (Ambaji temple) દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે.

સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

સાંજનાં 6.30 ની આરતી રાત્રિના 9.30 કલાકે થશે. બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. જોકે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કાર્તક સુદ પૂર્ણિમા એ દીપદાનનું વિશેષ મહત્વ છે પણ ચંદ્ર ગ્રહણ હોવાથી દીપદાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે.

હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી અને દેવતાઓ આ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે. પણ આ વખતે દેવ દિવાળી સંબંધી ખાસ વાત એ છે કે તે જ દિવસે ચંદ્ર ગ્રહણ પણ લાગી રહ્યું છે.

એટલે કે વર્ષના અત્યંત શુભ દિવસ પર ગ્રહણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધી જાય છે.

ચંદ્ર ગ્રહણ :

ભારતીય સમયાનુસાર 8 નવેમ્બરે બપોરે 02:39 કલાકે ગ્રહણનો સ્પર્શ થશે અને સાંજે 06:19 કલાકે તેનો મોક્ષ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્ર ગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે.

આ પણ વાંચો :-