દેવ દિવાળીના રોજ અંબાજી મંદિર બંધ રહેશે, આ કારણે ભક્તો નહીં કરી શકે દર્શન

Share this story

Ambaji temple will be closed on Dev Diwali

  • અંબાજી મંદિર (Ambaji Temple) દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે. સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે. સવારનાં 6.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

આગામી 8 નવેમ્બરનાં કારતક સુદ પૂનમનાં દેવ દિવાળીના (God Diwali) રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ (Final Lunar Eclipse) છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને (Ritual) પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) ખાતે અંબાજી મંદિરનાં (Ambaji temple) દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે.

સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

સાંજનાં 6.30 ની આરતી રાત્રિના 9.30 કલાકે થશે. બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. જોકે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કાર્તક સુદ પૂર્ણિમા એ દીપદાનનું વિશેષ મહત્વ છે પણ ચંદ્ર ગ્રહણ હોવાથી દીપદાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે.

હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી અને દેવતાઓ આ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે. પણ આ વખતે દેવ દિવાળી સંબંધી ખાસ વાત એ છે કે તે જ દિવસે ચંદ્ર ગ્રહણ પણ લાગી રહ્યું છે.

એટલે કે વર્ષના અત્યંત શુભ દિવસ પર ગ્રહણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધી જાય છે.

ચંદ્ર ગ્રહણ :

ભારતીય સમયાનુસાર 8 નવેમ્બરે બપોરે 02:39 કલાકે ગ્રહણનો સ્પર્શ થશે અને સાંજે 06:19 કલાકે તેનો મોક્ષ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્ર ગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે.

આ પણ વાંચો :-