Next week there will be 3 opportunities to
- તમે પણ રોકાણ કરવા માંગો છો તો જાણી લો 7 નવેમ્બરથી 11 નવેમ્બર ની વચ્ચે કઈ ત્રણ કંપની તેના IPO લઈને આવી રહી છે..
આજકાલ દરેક લોકો રોકાણ (Investment) કરવા માટે નવા નવા રસ્તાઓ શોધતા રહે છે અને ખાસ કરીને લોકો શેરમાર્કેટમાં (Sharemarket) સૌથી વધુ પૈસા રોકે છે. એવામાં શેરબજારમાં પૈસા રોકનાર લોકો માટે એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે એક પછી એક ઘણી કંપનીઓ શેરબજારમાં તેમના IPO લાવી રહી છે અને એવા મુદ્દાઓ ઘણી વખત રોકાણકારો (Investors) માટે આ IPO કમાણીની મોટી તક સાબિત થયા છે.
રોકાણકારોનો એક વર્ગ પ્રાથમિક બજારમાં આવા IPO ની જ તકો શોધતો રહે છે. તમે પણ આવા રોકાણકાર છો અને નાની રકમમાંથી કંઈક કમાવવાનીની આશા રાખો છો તો આવતા અઠવાડિયે તમારા માટે 3 તકો આવી રહી છે. જણાવી દઈએ કે શેરબજારમાં 7 નવેમ્બરથી 11 નવેમ્બર ની વચ્ચે 3 કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે.
Kaynes Technology :
જણાવી દઈએ કે IoT આધારિત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Keynes Technology India Limited નો IPO 10 નવેમ્બરે ખૂલવા જઈ રહ્યો છે અને રોકાણકારો 14 નવેમ્બર સુધી IPOમાં નાણાંનું રોકાણ કરી શકે છે. આ IPOમાં 559-587ની ઈશ્યુ કિંમત રાખવામાં આવી છે.
જણાવી દઈએ કે આ કંપની નવા શેરના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા, મૈસુર અને માનેસરમાં ઉત્પાદન પ્લાન્ટ માટે મૂડી એકત્ર કરવા માટે કરવામાં આવશે. Keynes Technology એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) આધારિત સંકલિત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક વાળી એક અગ્રણી કંપની છે અને સમગ્ર દેશમાં તેના કુલ આઠ પ્રોડક્શન યુનિટ છે.
Five Star Business Finance :
નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ (Five Star Business Finance)નો IPO 9 થી લઈને 11 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે અને એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ 7 નવેમ્બરે ખુલશે. કંપનીના જણાવ્યા અનુસાર રૂ. 1,960 કરોડના IPOની ઇશ્યૂ કિંમત રૂ. 450-474 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને IPO એ સંપૂર્ણ વેચાણની ઓફર હશે.
જેમાં હાલના શેરધારકો અને પ્રમોટરો રૂ.1,960 કરોડના શેરનું વેચાણ કરશે. કંપની વિશે જણાવીએ તો કંપની નાના સાહસિકો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓને બિઝનેસ લોન આપે છે અને ખાસ કરીને આ કંપની સાઉથ ભારતમાં મજબૂત રીતે કાર્યરત છે.
આ પણ વાંચો :-