27 વર્ષથી સત્તા છતાં ગુજરાતની આ બેઠકો ક્યારેય જીતી નથી શક્યું ભાજપ ! આ વખતે બનાવી સ્પેશ્યલ સ્ટ્રેટેજી 

Share this story

Despite being in power for 27 years

  • એવી બેઠકો જ્યાં ભાજપના છૂટી ગયા પરસેવા, 5 વાર ચૂંટણી થઈ, હાર બાદ હાર મળી

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) આક્રમક રીતે પ્રચાર કરી રહી છે.

ત્યારે કોંગ્રેસ એક ખાસ રણનીતિ હેઠળ અલગ રીતે પ્રચાર કરી રહી છે. બીજી તરફ ભાજપને આશા છે કે ફરી એકવાર સરકાર બનશે. ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને રાજ્યમાં થયેલા કામોનું સમર્થન છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે.

જો આપણે છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો 1998 થી 2017 વચ્ચે હજુ પણ એવી ઘણી બેઠકો છે જે ભાજપ જીતી શકી નથી. એવી એક ડઝન જેટલી બેઠકો છે જે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં ગુજરાતમાં ભાજપ જીતી શકી નથી. ફરી એકવાર આ બેઠકોને લઈને ચર્ચા શરૂ થઈ છે કે શું આ વખતે પરિણામ અલગ આવશે.

એવી બેઠકો કે જ્યાં 5 ચૂંટણીથી કમળ નથી ખીલ્યું  :

ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં હોવા છતાં ભાજપ આ બેઠકો જીતી શક્યું નથી. ચૂંટણી પંચના ડેટા મુજબ છેલ્લી 5 ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે બેઠકો જીતી શકી ન હતી. તેમાં રાજકોટની જસદણ અને ધોરાજી, ખેડા જિલ્લાની મહુધા, આણંદની બોરસદ, ભરૂચની ઝઘડિયા, બનાસકાંઠા જિલ્લાની દાંતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના ભિલોડા અને તાપી જિલ્લાના વ્યારાનો સમાવેશ થાય છે. ગુજરાતના વલસાડ જિલ્લાની કપરાડા પણ આવી જ એક બેઠક છે. જે 1998 પછી યોજાયેલી કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી શકી નથી.

આ પણ વાંચો :-