નરેશ પટેલ-રમેશ ટિલાળાની અમિત શાહ સાથે મુલાકાત, અડધી રાતે રાજકોટથી ઉડીને આવ્યા અમદાવાદ

Share this story

Naresh Patel-Ramesh Tilala met Amit Shah

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ રાજકારણ ગરમાયુ છે. એક બાદ એક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણના અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામના અધ્યક્ષ (Chairman of Khodaldham) અને સૌરાષ્ટ્રમાં પાટીદારનો મજબૂત ચહેરો ગણાતા નરેશ પટેલ (Naresh Patel) અને પાટીદાર અગ્રણી રમેશ ટિલાળાએ (Patidar leader Ramesh Tilala) અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કર્યાના અહેવાલ મળ્યા છે.

મહત્વનું છે કે આ મુલાકાત તેમણે રાજકોટ દક્ષિણની ઉમેદવારી માટે કરી હોવાની ચર્ચા છે. નરેશ પટેલે અગાઉ દિગ્ગજ રાજનેતાઓ સાથે બંધ બારણે કરેલી બેઠક બાદ પોતે રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે એવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ બાદમાં અહેવાલ હતા તેઓ રાજકારણમાં સામેલ નહીં થાય.

પરંતુ અમિત શાહ સાથે કરેલી મુલાકાત બાદ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. નરેશ પટેલે આ બેઠક રમેશ ટિલાળાને સૌરાષ્ટ્ર દક્ષિણની ઉમેદવારી માટે કરી હોવાનું મનાય છે. ત્યારે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાતનું કારણ પણ આ જ હોઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવો પાટીદાર ચહેરાઓમાં ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાનું નામ પણ સામેલ છે. બોઘરા સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. ત્યારે નરેશ પટેલ અને રમેશ ટિલાળાએ શાહ સાથે કરેલી મુલાકાતથી બોઘરા v/s ટિલાળાનો ઘાટ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો :-