Pakistan’s win overturns the equations of
- ટી20 વર્લ્ડ કપ 2022ની એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રનોથી હરાવ્યાં છે. પાકિસ્તાન ટીમે આ જીતની સાથે જ સેમી ફાઈનલ્સમાં પોતાની હાજરી સંભવત: નોંધાવી દીધી છે. જો સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામે પોતાની છેલ્લી મેચ હારે છે તો પાકિસ્તાનનાં નસીબ ચમકી જશે.
ટી20 વર્લ્ડકપ 2022માં (T20 World Cup 2022) પાકિસ્તાને સાઉથ આફ્રિકાને (Pakistan to South Africa) ડકવર્થ લુઇસના નિયમ અંતર્ગત 33 રનોથી માત આપી છે. જેના લીધે પાકિસ્તાનના સેમી ફાઈનલ્સમાં જવાની શક્યતાઓ વધી ગઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં (Sydney Cricket Ground) ગુરૂવારે જે મેચ રમાઈ તેમાં સાઉથ આફ્રિકાને (South Africa) 14 ઓવરોમાં 142 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ આફ્રિકી ટીમ 9 વિકેટનાં નુક્સાન પર 108 રન જ બનાવી શકી.
પાકિસ્તાનની જીતે ગ્રુપ 2નાં સમીકરણો પલટાવ્યાં :
પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે મેચ જીતી જતાં ગ્રુપ 2નાં સમીકરણોને હવે પલટાવી દીધેલ છે. હવે સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ સામે આવનારી મેચમાં જીતવું આવશ્યક છે જો તેમાં સાઉથ આફ્રિકા હારી તો તે સ્પર્ધાથી બહાર થશે અને પાકિસ્તાનની સંભવત: સેમી ફાઈનલ્સમાં એન્ટ્રી થશે.
નેધરલેન્ડ સામેની જીત સાઉથ આફ્રિકા માટે લાઈફ જેકેટ :
નેધરલેન્ડની સામે આવનારી મેચ સાઉથ આફ્રિકાની છે. જો આ મેચમાં સાઉથ આફ્રિકા જીતે છે તો તેનો અંક 7 થઈ જશે અને તે સેમી ફાઇનલ્સ ક્વોલિફાઇ કરી શકશે. અને જો સાઉથ આફ્રિકા પોતાની છેલ્લી મેચ હારી જાય છે તો સાથે જ પાકિસ્તાની ટીમ પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશથી જીતે છે તો તે 6 અંક મેળવ્યાની સાથે જ બીજા નંબર પર ક્વોલીફાઈ થશે.
ભારત નહીં કરે હવે ન્યૂઝીલેન્ડનો સામનો :
બીજી તરફ જોઈએ તો પાકિસ્તાનની જીતથી ભારતને ફાયદો થઇ શકે છે. ભારત જિમ્બાબ્વે સામે જીત મેળવીને 8 અંકો પોતાના નામ કરી પોતાના ગ્રુપમાં ટોપમાં પહોંચી શકે છે. આવી સ્થિતીમાં પોતાની સેમીફાઈનલ્સમાં ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડનો સામનો થઈ શકે છે. પરંતુ જો ભારતનું સ્થાન બીજું છે તો સંભવત: ગ્રુપ 1ની ટોપર ટીમ ન્યૂઝીલેન્ડનો સામનો ભારતે કરવો પડશે.
આ પણ વાંચો :-
- સર્વેમાં ઓછી બેઠકો છતાં કેજરીવાલને ગુજરાત જીતનો વિશ્વાસ, ટ્રેન્ડ વિશે આપ્યું મોટું નિવેદન
- AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા ક્યાંથી ચૂંટણી લડશે ? સૂત્રોએ જણાવી અંદરની વાત