AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા ક્યાંથી ચૂંટણી લડશે ? સૂત્રોએ જણાવી અંદરની વાત

Share this story

AAP state presidents Gopal Italia and Alpesh Kathiria

  • AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને AAP ટિકિટ આપશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગઈકાલે (શુક્રવાર) સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા (Gopal italiya) કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને (Dharmik Malaviya) AAP ટિકિટ આપશે.

લાગણી કે વેદના… ભૂલભૂલમાં જાહેરમાં આ શું બોલી ગયા ઈટાલિયા?

શુક્રવારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સીએમ પદનો ચહેરો જાહેર કર્યા બાદ ગોપાલ ઈટાલિયાની સ્પીચ ચર્ચાના ચગડોળે ચઢી હતી. ઈસુદાનનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે ત્યારે જોવા જેવી થઈ હતી. જો કે બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.

ગોપાલ ઈટાલિયા ઈસુદાનની જાહેરાત દરમિયાન ‘વેદના’ શબ્દ બોલ્યા હતા. સ્પષ્ટ અને આક્રમક શબ્દો બોલવા ટેવાયેલા ગોપાલ ઈટાલિયા જ્યારે આવું બોલ્યા ત્યારે તેમના મનના અંદરની અકળામણ બહાર આવી ગઈ હોય તેવું લાગ્યુ હતું. તેઓ લાગણી અને વેદના વચ્ચેનો ભેદ ચૂકી ગયા હતા. પરંતુ તેમના આ શબ્દોનો શું અર્થ કાઢવો.

સરવે બાદ ઈસુદાનની પસંદગી  :

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ CMના ઉમેદવાર માટે એક સર્વે કરાવ્યો હતો. જેમાં 16 લાખ 48 હજાર 500 લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો. 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને સમર્થન આપ્યુ. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે.

અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાની સાથે જ ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. જાહેરાત થતા જ તેઓ સૌથી પહેલા તેઓ પરિવારને મળવા ગયા હતા. સ્ટેજ પરથી નીચે ઉતરીને માતાના આર્શીવાદ લીધા હતા.

આ પણ વાંચો :-