Home Blog Page 1241

આજકાલ રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો દેખાય છે’, આસામના સીએમનું મોટું નિવેદન

0

Today Rahul Gandhi’s face looks like Saddam Hussain

  • ગુજરાતમાં આગામી મહિને થનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા અમદાવાદમાં બીજેપી ઉમેદવાર માટે એક જનસભાને સંબોધિત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે એક મોટું નિવેદન આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ખીલ્યો છે. હાલ વાર પ્રતિવાર થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી મહિને થનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા અમદાવાદમાં (Ahmedabad) બીજેપી ઉમેદવાર માટે એક જનસભાને સંબોધિત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Assam Chief Minister Himanta Biswa Sarma) મંગળવારે જણાવ્યું હતું કે આજ કાલ રાહુલ ગાંધી (Rahul Gandhi) સદ્દામ હુસૈન (Saddam Hussein) જેવા દેખાય છે.

રાહુલ ગાંધીના દેખાવ પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું કે હવે મેં જોયું છે કે તેમનો (રાહુલ ગાંધી) ચહેરો પણ બદલાઈ ગયો છે. ચહેરો બદલવો એ ખરાબ વાત નથી. જો તમારો ચહેરો બદલે છે તો સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ કે ગાંધીજીની જેમ કરો. પરંતુ તમારો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થતો જઈ રહ્યો છે.

ગુજરાતના ભાર્ગવ રોડ કુબેરનગર ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે, આજકાલ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો દેખાય છે. ચહેરો રાખવો હોય તો ગાંધી જેવો રાખો. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર બાબરનું નામ લે છે અને માત્ર એક જ ધર્મને આગળ કરે છે. તો જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વીર સાવરકરનું અપમાન કરે છે, તમારી હિંમત કેવી રીતે થઈ?

રાહુલ ગાંધીને ચૂંટણી હારવાનો ડર’ :

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં દેખાતા નથી. આજ કાલ તેઓ મહેમાન બનીને આવ્યા છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂરી થઈ ગઈ હતી પરંતુ તે ત્યાં પણ ગયા નથી. જે રાજ્યોમાં ચૂંટણી નથી. ત્યાં જ તેઓ જતા હોય છે પરંતુ જ્યાં ચૂંટણી હોય ત્યાં તેઓ જતા નથી. તેઓ ચૂંટણી હારી જવાથી ડરે છે. તેઓ જાણે છે કે હું જ્યાં જઈશ ત્યાં મારી હાર થશે. તેમને જીતવાની કોઈ આશા પણ નથી.

ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ગુજરાતની અમુક પ્રવાસ પર સવાલ ઉઠાવતા સરમાએ કહ્યું કે તેઓ ગુજરાતમાં અદૃશ્ય છે. તેઓ વિઝિટિંગ ફેકલ્ટીની જેમ રાજ્યમાં આવે છે. તેમણે હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર કર્યો નથી. તે ફક્ત તે જ સ્થળોની મુલાકાત લે છે જ્યાં ચૂંટણી નથી થઈ. કદાચ એના કારણે જ તેમને હારનો ડર છે.

‘યાત્રામાં સામેલ થવા માટે બોલિવૂડ સ્ટાર્સને પૈસા ચૂકવાયા હશે’ :

આસામના મુખ્ય પ્રધાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસાની ચૂકવણી પણ કરી હશે. આડકતરી રીતે અભિનેત્રી પૂજા ભટ્ટ અને અમોલ પાલેકરનો ઉલ્લેખ કર્યો છે જેઓ યાત્રામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

‘મે 6 મહિનાથી અન્નનો દાણો ખાધો નથી’ એવા દાવા વચ્ચે સત્યેન્દ્ર જૈનનો જેલમાં ભોજન કરતો વધુ એક વીડિયો વાયરલ

0

Another video of Satyendra Jain eating

  • તિહાડ જેલમાંથી દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 સપ્ટેમ્બરનો છે.

વિડીયોમાં સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ભોજન કરતા નજર આવી રહ્યા છે. જ્યારે સત્યેન્દ્ર જૈન વતી રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે તેણે 6 મહિનાથી એક દાણો પણ નથી ખાધો. ભાજપે આરોપ લગાવ્યો છે કે AAP નેતા સત્યેન્દ્ર જૈનને જેલમાં પણ છપ્પન ભોગ પીરસાઈ રહ્યા છે. આ અગાઉ સત્યેન્દ્ર જૈનનો મસાજનો (Massage) વીડિયો સામે આવ્યો હતો.

સત્યેન્દ્ર જૈને ભોજન ન ખાવા પાછળનું કારણ કોર્ટમાં જણાવ્યું હતું કે જૈન ધર્મ પ્રમાણે મંદિરમાં જઈને પૂજા કર્યા વિના રાંધેલું ભોજન ન ખાઈ શકાય. તેઓ માત્ર ફળો અને કાચા શાકભાજી પર આધાર રાખે છે. તે પણ તિહાડ જેલ (Tihar Jail) પ્રશાસને બંધ કરી દીધું છે. આ કારણે તેનું વજન 28 કિલો ઘટી ગયું છે. બીજી તરફ જેલ પ્રશાસનનો દાવો છે કે સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે. કોર્ટે આ મામલે સત્યેન્દ્ર જૈન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ અંગે આજે નિર્ણય આપવામાં આવશે.

ગઈકાલે દિલ્હીના જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને તિહાડ સત્તાવાળાઓને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ભોજન આપવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો. મંગળવારે વિશેષ ન્યાયાધીશ વિકાસ ધલ સમક્ષ આ અરજી પર સુનાવણી થવાની સંભાવના છે. અરજીમાં જેલ સત્તાધીશોને તાત્કાલિક મંત્રીની મેડિકલ તપાસ કરાવવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. જૈનના વકીલ મોહમ્મદ ઈર્શાદે કહ્યું કે જેલની અંદર જૈનને મૂળભૂત ભોજન અને તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી નથી.

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જૈન ધર્મ પ્રમાણે જેલમાં ભોજન મળતું નથી તેથી 5 મહિનામાં વજનમાં 28 કિલોનો ઘટાડો થયો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 31 મેના રોજ તેની ધરપકડના દિવસથી તે કોઈ પણ જૈન મંદિરમાં જઈ શક્યો નથી અને જૈન ધર્મમાં ઊંડો વિશ્વાસ હોવાથી તે ધાર્મિક ઉપવાસ કરે છે અને રાંધેલો ખોરાક, દાળ અનાજ અને દૂધ નથી લેતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે જૈન ધર્મનું સખ્તીથી પાલન કરે છે.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017 માં તેમની સામે નોંધાયેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ કેસમાં જૈનની ધરપકડ કરવામાં આવી હતી. 17 નવેમ્બરે કોર્ટે આ કેસમાં જૈન અને અન્ય બે લોકોને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :-

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને ગોવા પ્રવાસન વિભાગની નોટિસ, 8 ડિસેમ્બરે હાજર થવા આદેશ, જાણો શું છે સમગ્ર મામલો

Goa tourism department notice

  • ગોવા પ્રવાસન વિભાગ દ્વારા યુવરાજને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

ગોવાના (Goa) પ્રવાસન વિભાગે (Department of Tourism) પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને (Former Indian cricketer Yuvraj Singh) નોટિસ મોકલી છે. વાસ્તવમાં યુવરાજ સિંહનો અહીં મોર્જિમમાં (Morjim) વિલા છે. એવો આરોપ છે કે વિલાનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર તેનો ‘હોમસ્ટે‘ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવરાજને 8 ડિસેમ્બરે સુનાવણી માટે બોલાવવામાં આવ્યો છે. ગોવા ટુરિઝમ બિઝનેસ (Goa Tourism Business) એક્ટ અન્વયે 1982 હેઠળ નોંધણી કરાવ્યા પછી જ રાજ્યમાં ‘હોમસ્ટે’ ચલાવી શકાય છે.

રાજ્યના પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે વિલા ‘કાસા સિંહ‘ના સરનામે નોટિસ જારી કરી હતી. જેમાં યુવરાજને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ વિલા ઉત્તર ગોવાના મોર્જિમમાં છે.

શું કહેવામાં આવ્યું નોટીસમાં ? 

નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે પ્રવાસન વેપાર અધિનિયમ હેઠળ મિલકતની નોંધણી ન કરવા બદલ તેમની સામે દંડની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ. જો આ કેસમાં દોષી સાબિત થાય તો એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

ચૂંટણી સમયે રોકડનો કાળો કારોબાર ઝડપાયો ! 75 લાખ રોકડા મળ્યા, રાજકીય પાર્ટીના હોવાનું અનુમાન !

0

The black business of cash caught during the election

  • સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા બે ઈનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 75 લાખ રૂપિયાની કેશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને બીજી બાજુ રૂપિયાની હેરાફેરીનો (Manipulation of rupees) કેસ વધી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત મહીધરપુરા પોલીસ (Surat Mahidharpura Police) દ્વારા બે ઈનોવા કાર (Two Innova Cars) ડીટેઇન કરવામાં આવી છે. જેમાં 75 લાખની કેસ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનો કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું તારણ સામે આવ્યું છે.

મહત્વનું છે કે સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા બે ઈનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 75 લાખ રૂપિયાની કેશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી લાખોની રોકડ મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે રોકડ રકમનું કોંગ્રેસ સાથે કનેક્શન હોઈ શકે છે. કારણ કે કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. એટલું જ નહીં સાથે રાહુલ ગાંધીની સભામાં VIP કાર પાર્કિંગના પાસ પણ મળ્યાં છે. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે. દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ પણ વાંચો :-

 

 

 

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો “કમળ” પ્રેમ ? આડકતરી રીતે ભાજપ માટે માગ્યા વોટ, વાયરલ વીડિયોથી અનેક તર્ક વિતર્ક

0

“Lotus” love of Shastri Hariprakash Swami

  • ગુજરાતમાં ચુંટણી ટાણે કમળને મત આપવાની અપીલ કરતા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં (Gujarat) ચુંટણીનો માહોલ જામ્યો છે. તેવામાં બોટાદના (Botad) સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ (Shastri Hariprakash Swami) કમળને મત આપવાની અપીલ કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.  મહત્વનું છે કે હરિપ્રકાશ સ્વામીએ કથા દરમિયાન કમળ માટે ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી. હાલ આ વિડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

શું કહ્યું શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ  ?

હરિદ્વાર ખાતે યોજાયેલી કથામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ વિડીયોમાં કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તે બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવુ હોય તો બીજા પર બટન દબાવજો. તેમ પણ કહ્યું હતું. એટલું જ નહિ જો વોટ નહીં આપો તો કોઈને કેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે હાલ ચૂંટણીના માહોલમાં વચ્ચે હરિપ્રકાશ સ્વામીનો શ્રોતાજનોને અપીલ કરતો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

આ પણ વાંચો :-

AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, SMC ના કર્મચારીઓએ બેનરો હટાવતા મામલો ગરમાયો

0

Clashes between AAP workers

  • ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં આમ આદમી પાર્ટી પ્રચારમાં લાગી છે… SMC ના કર્મચારીઓએ આપના બેનરો હટાવ્યા. રોષે ભરાયેલા કાર્યકર્તાઓ પોલીસ સાથે બાખડયાં

સુરતના (Surat) સિંગણપોર ચાર રસ્તા (Singanpore four roads) પર અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) સભા પહેલા બબાલ થઈ હતી. SMC ના કર્મચારીઓ બેનરો હટાવવતા મામલો ગરમાયો હતો. જેના બાદ પોલીસ અને આપના કાર્યકરો આમને-સામને થયા હતા. થોડા સમય માટે મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાના આપના કાર્યકર્તાઓ અને પોલીસ (Police) વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ બન્યા હતા.

હાલ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો છે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતનો ત્રીજો મોરચો બનેલી આમ આદમી પાર્ટી બેવડા જોશ સાથે મેદાનમાં આવી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને ભગવંત માન ગુજરાતમાં સતત ચૂંટણી પ્રચાર માટે સભાઓ અને રેલી કરી રહ્યાં છે.

ત્યારે આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા સુરતના સિંગણપોર વિસ્તારમાં આયોજિત કરાઈ હતી. તે પહેલા વાતાવરણ તંગ થયુ હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો હટાવતા મામલો ગરમાયો હતો. જેના કારણે સુરત પોલીસ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.

સિંગણપોર વિસ્તારમાં સભા હોઈ આપ ગુજરાત દ્વારા સિંગણપોર વિસ્તારમાં મોટા મોટા બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ કોર્પોરેશનની ટીમે આ બેનર હટાવવાનો પ્રયાસ કર્યા હતા. જેથી આપના કાર્યકર્તાઓ ગુસ્સે થયા હતા. જેથી રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યું હતું. તો બીજી તરફ સુરત પોલીસે આપના કાર્યકર્તાઓ ઝપાઝપી કરી હતી.

આ પણ વાંચો :-

 

અમદાવાદમાં લવજેહાદનો કિસ્સો : વિધર્મી યુવકે સ્પામાં કામ કરતી યુવતીને પ્રેમના નામે બનાવી સામુહિક દુષ્કર્મનો શિકાર, બીભત્સ વીડિયો પણ ઉતાર્યો

A case of love jihad in Ahmedabad

  • સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવકએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ આવતા સનસનાટી મચી છે.

અમદાવાદમાં (Ahmedabad) લવજેહાદનો (Love Jihad) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક (A heathen youth) પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી લિવ ઈન રિલેશનશિપમાં (Live in relationship) રાખીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં યુવતીનો બીભત્સ વિડીયો (Nasty video) વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતીનો ગેંગરેપ કર્યો છે.  આ મામલે પોલીસે 3 આરોપી ધરપકડ કરી છે.

 ભાડે ફ્લેટ રાખી પીડિતાને ગોંધી રાખી :

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી 37 વર્ષીય યુવતીને તાજેતરમાં સ્પામાં મસાજ કરાવવા આવતા એક સમીર પ્રજાપતિ નામના યુવક સાથે પરિચય થયો હતો. સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હોય અને તેનું નામ નાસિર હુસેન હોવાનું છુપાવી યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

જે બાદ આરોપીએ તેના પરિવારજનોની વિગતો મેળવીને યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વિડીયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગર વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યું હતું.

આરોપી સાળો અને પત્ની પણ મદદ કરતા હતા :

આરોપીએ યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી લિવ ઈન રિલેશનશીપમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આરોપી  નાસીર હુસેન ઘાંચીએ એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ મામલે દુષ્કર્મનો મુખ્ય આરોપી નાસિર હુસેન મદદ કરનાર તેની પત્ની રૂપા રાણા અને સાળો વિજયની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી નાસિર હુસેનએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદગારી કરતો હતો અને ભોગ બનાર યુવતી પાસે પૈસા પડાવતા હતા.

એક દિવસ યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જેથી અંતે કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી SCST સેલને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

23 નવેમ્બર 2022 રાશિફળ : ગણપતિ બાપાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

23 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતી વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભઃ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બંને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃદ્ધિ થાય.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે સારો દિવસ, પરિવારમાં પણ શાંતી રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્કઃ
દિવસ દરમિયાન શુભ ફળનો અનુભવ થાય. માનસિક શાંતી રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

સિંહઃ
થોડા નકારાત્મક વિચારો સતાવે છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.

ન્યાઃ
નાણાંની વૃદ્ધિ થતી જણાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલાઃ
જુસ્સો, ચાણક્ય નીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ-પ્લાસ્ટીકના ધંધામા વિશેષ લાભ મેળવી શકાય.

વૃશ્ચિકઃ
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્સ, સેલ્સટેક્સના ધંધાવાળા માટે પ્રગતી.

ધનઃ
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકરઃ
આનંદની અનુભૂતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી, ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જૂના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્‍ત થાય.

કુંભઃ
ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા. પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતુસુખમાં વૃદ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીનઃ
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્‍નતી થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

રિટાયરમેન્ટ બાદ આ 5 સરકારી સ્કીમમાં રોકાણ કરવાથી ક્યારેય નહીં થાય પૈસાની કમી ! જાણો કઇ-કઇ યોજના થશે ફાયદાકારક

0

By investing in these 5 government schemes

  • રોકાણ માટે આજે અમે તમને 5 યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે હાલ રોકાણ શરૂ કરીને તમારા રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી શકો છો.

જો તમે હજુ સુધી તમારા રિટાયરમેન્ટ (Retirement) માટેની તૈયારી શરૂ નથી કરી તો આજે જ કરી લો. કેમ કે નોકરી કરતાં કરતાં જો ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી દેશો તો મોજ-મસ્તીમાં તમે વૃદ્ધાવસ્થાનો (Old age) આનંદ માણી શકશો. એટલા માટે હંમેશા નોકરીના પહેલા દિવસથી જ રોકાણ (Investment) શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે.

રોકાણ માટે આજે અમે તમને 5 યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે હાલ રોકાણ શરૂ કરીને તમારા રિટાયરમેન્ટની પ્લાનિંગ (Planning Retirement) કરી શકો છો. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાઓમાં હાલ રોકાણ શરૂ કરવાથી વૃદ્ધાવસ્થાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ચાલો જાણીએ કઈ છે એ યોજના.

ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation)

જો તમે અત્યારથી રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને એ માટે સરકારી અને સલામત સ્થળે રોકાણ કરવા માંગો છો તો તમે ભારતીય જીવન વીમા નિગમની (Life Insurance Corporation) સરળ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજનાના ઘણા ફાયદા છે અને આમાં તમે 60 વર્ષની નહીં પણ 40 વર્ષની ઉંમરથી પેન્શન લેવાનું શરૂ કરી શકો છો.

જણાવી દઈએ કે આ સ્કીમમાં તમારે માત્ર એક સાથે સમાન રકમનું રોકાણ કરવું પડે છે અને એ પછી તમે જીવનભર પેન્શન મેળવી શકો છો. આ સાથે જ ગંભીર બીમારીના સમયે તમે પોલિસીમાંથી પૈસા ઉપાડી શકો છો. જણાવી દઈએ કે પોલિસી સરેન્ડર કરવા પર 95% તમને પરત કરવામાં આવે છે અને આ સિવાય તમે આ સ્કીમ પર લોન પણ લઈ શકો છો.

રાષ્ટ્રીય પેન્શન યોજના (National Pension Scheme) :

રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને જો તમે ટેક્સ-ફ્રેન્ડલી સ્કીમમાં રોકાણ કરવા માંગો છો તો નેશનલ પેન્શન સ્કીમ (National Pension Scheme) તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ સ્કીમ પણ સલામત છે એટલે કે અહીં રોકાયેલા પૈસા ગુમાવવાનો ડર નથી.

આ સાથે જ તમે નિવૃત્તિ સમયે શાંતિ અને આરામનું જીવન જીવવા માટે આ યોજનામાં રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે આ યોજનામાં તમને એક નિશ્ચિત પેન્શન મળશે અને 3 વર્ષ સુધી સતત પ્રીમિયમ ચૂકવ્યા પછી તમે તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સાથે જ પાકતી મુદત પહેલા કુલ થાપણ રકમના માત્ર 25% જ ઉપાડી શકાય છે.

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) :

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)હેઠળ 60 વર્ષની ઉંમરે પહોંચવા પર દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. જણાવી દઈએ કે આ યોજનામાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે અને આમાં તમે 100% ઉપાડ પણ કરી શકો છો. આ યોજના હેઠળ સરકાર સબસ્ક્રાઈબર્સના યોગદાનના 50 ટકા અથવા દર વર્ષે રૂ. 1000 બેમાંથી જે ઓછું હોય તે યોગદાન આપે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) :

રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને જો તમે સુરક્ષિત જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગો છો તો પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરવા પર વિચાર કરી શકાય છે. જણાવી દઈએ કે જો તમે પણ ઘરે બેસીને નિવૃત્તિ પછી માસિક પેન્શન ઈચ્છો છો તો તેના માટે તમારે આ યોજના હેઠળ 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને આ યોજનામાં 1,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનું પેન્શન ઉપલબ્ધ છે. એટલે કે જો તમે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો 8%ના દરે એક વર્ષમાં વ્યાજ 1.20 લાખ રૂપિયા થાય છે અને એ રકમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક રીતે ઉપાડી શકાય છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizen Savings Scheme) :

રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો તો વરિષ્ઠ નાગરિક બચત યોજના વિશે વિચાર કરવો જોઈએ. આ યોજના સલામત અને સરકારી યોજના છે અને આમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે હાલમાં આ યોજનામાં દર વર્ષે 7.4% વળતર મળી રહ્યું છે.

તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે અને તે પછી તમે તેને આગળ વધારી શકો છો. સાથે જ આ યોજના 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

‘આપ’ના મટિયાલાના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

0

The video of ‘AAP’ MLA from Matiala Gulab Singh Yadav

  • આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને (Gulab Singh Yadav) માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્ય શ્યામ વિહારમાં (Shyam Vihar) લગભગ 8:00 વાગ્યે તેમના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મીટિંગ દરમિયાન વિવાદ થયો અને કાર્યકરોએ ધારાસભ્યને માર મારવાનું શરૂ કર્યું. જોકે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે કોઈ નિવેદન બહાર નથી આવ્યું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાને બચાવવા માટે ધારાસભ્ય બેઠક સ્થળેથી ભાગી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા છે. ઘટનાનો વીડિયો શેર કરતા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે ‘પ્રામાણિક રાજકારણ’ ના નાટકમાં સામેલ પાર્ટીનું આ અભૂતપૂર્વ દ્રશ્ય. AAPનો ભ્રષ્ટાચાર એવો છે કે, તેના સભ્યો પણ તેમના ધારાસભ્યો નેબક્ષતા નથી! આગામી એમસીડી ચૂંટણીઓમાં પણ સમાન પરિણામો તેની રાહ જોઈ રહ્યા છે.

દિલ્હી ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે AAP ધારાસભ્યને માર મારવામાં આવ્યો ! ટિકિટ વેચવાના આરોપમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવને AAP કાર્યકરોએ માર માર્યો હતો. કેજરીવાલ જી આ જ રીતે AAPના તમામ ભ્રષ્ટ ધારાસભ્યોનો નંબર આવશે.

આ પણ વાંચો :-