Home Blog Page 1240

બાંગ્લાદેશના પ્રવાસ માટે જાડેજા બહાર, આ સ્ટાર ખેલાડીની ટીમમાં અચાનક થઈ એન્ટ્રી

0

With Jadeja out for the Bangladesh tour

  • ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના પ્રવાસ પર ટીમમાં કેટલાક ફેરફાર કર્યાં છે. પસંદગીકારોએ સંપૂર્ણ ફિટ ન થતાં જાડેજાને બહાર કરી દીધો છે. જાડેજાના સ્થાને આ યુવા ઓલરાઉન્ડરને તક આપવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના (New Zealand) પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશના (Bangladesh) પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Star all-rounder Ravindra Jadeja) સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. એટલે કે પસંદગીકારોએ જાડેજાના સ્થાને ટીમમાં નવા ખેલાડીને સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના પ્રવાસે જનારી ટીમમાં કેટલાક ફેરફાર કર્યાં છે.

બહાર થયો રવિન્દ્ર જાડેજા :

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ઈજામાંથી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. એટલે કે ભારતીય પસંદગીકારોએ જાડેજાના સ્થાને શાહબાઝ અહમદને (Shahbaz Ahmad) તક આપી છે. શાહબાઝ હવે ભારતીય ટીમ સાથે બાંગ્લાદેશના પ્રવાસે જશે. નોંધનીય છે કે એશિયા કપ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો.

બાંગ્લાદેશ સામે ભારતીય વનડે ટીમ : રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત, ઈશાન કિશન, શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન.

તો ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામે રમાનાર ચાર દિવસીય મેચ માટે ભારતીય એ ટીમની જાહેરાત કરી છે. એ ટીમની કમાન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવી છે. ચાર દિવસીય બીજી મેચમાં ચેતેશ્વર પુજારા અને ઉમેશ યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે. જે બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ મેચમાં ટીમમાં સામેલ છે.

ઈન્ડિયા-એ (પ્રથમ મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ.

ઈન્ડિયા-એ (બીજી મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન, રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, કેએસ ભરત.

આ પણ વાંચો :-

પાકિસ્તાનની નજર ગુજરાતની ચૂંટણી પર છે, તે નથી ઈચ્છતું કે… જાણો કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન

0

Pakistan is eyeing Gujarat election

  • અંબાજીમાં આવેલા કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ પાકિસ્તાન અને ગુજરાતની ચૂંટણીને સાંકળતુ નિવેદન આપ્યું.

ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 ને લઈ સમગ્ર રાજ્યમાં જોર શોર થી રાજકીય અને રાષ્ટ્રીય પક્ષોનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. એટલું જ નહીં અન્ય રાજ્યોના નેતા, મંત્રી, મુખ્યમંત્રી (Chief Minister) અને કેન્દ્રીય મંત્રીઓ પક્ષના પ્રચાર અર્થે નેતાઓ આવી રહ્યા છે.

નેતાઓની સાથે કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતનો સતત પોતાની પાર્ટીને જીતાડવાનો પ્રયાસો હાથ ધાર્યા છે. ત્યારે ગઈકાલે યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી (Union Minister Agriculture Minister Kailash Chaudhary) પણ શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત કરી હતી.

અંબાજી કાર્યકર્તાઓ તેમજ દાંતા તાલુકા મતવિસ્તારના અગ્રણી પદાધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી. જે રીતે સમગ્ર ગુજરાતના ઈલેક્શન ઉપર દેશ અને દુનિયાની નજર છે. ત્યારે ગુજરાતમાં ફરીથી બહુમતીથી 150 સીટો સાથે ગુજરાતમાં ભાજપ વિજયી બને તેવા પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું.

ખાસ કરીને યુવાનો અને સાથે મહીસલોઓ સાથે તમામ કાર્યકર્તોમાં વધુમાં વધુ ઉત્સાહ અને જોશ પુરાય કે તેવા પ્રયાસો કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. કૈલાશ ચૌધરીએ શક્તિપીઠ અંબાજીમાં અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.

કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આપ પાર્ટી બંને એકબીજા ઉપર દોષારોપણ કરે છે. આપ પાર્ટી કોંગ્રેસને ભાજપની બી પાર્ટી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ આપને ભાજપાની બી પાર્ટી ગણાવી રહી છે. પણ બંને પાર્ટીઓ ભ્રષ્ટાચારથી ખદબદેલી પાર્ટીઓ છે.

જેમણે દિલ્હી અને પંજાબમાં જે પરિસ્થિતિ કરી છે તેવી ભ્રષ્ટાચારવાળી પરિસ્થિતિ ગુજરાતમાં કરવા માંગે છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતની પ્રજા સમજુ અને શાણી છે. તેથી કરીને આ વખતે બેમાંથી કોઈને પણ વોટ આપશે નહિ. એકમાત્ર વિશ્વાસુ પાર્ટી એટલે કે ભાજપાને બહુમતીથી જીતાડશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

કૈલાશ ચૌધરીએ કહ્યુ હતું કે ગુજરાતીઓ આ બહુરૂપિયા જેવી અલગ અલગ પાર્ટીઓ ઉપર વિશ્વાસ નહીં રાખે. પાર્ટી જે છે ભાજપા એ રાષ્ટ્રવાદી અને વિશ્વાસુ પાર્ટી છે અને ગુજરાતની ચૂંટણી ઉપર પાકિસ્તાન પણ ગંભીરતાપૂર્વક જોઈ રહ્યું છે. પાકિસ્તાન નથી ઇચ્છતું કે ગુજરાતમાં રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભાજપાની સરકાર બને. પાકિસ્તાન ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને.

આ પણ વાંચો :-

હેક થયેલા ઈન્સ્ટાગ્રામથી સાવધાન ! નહીં તો ઊભી થશે અનેક મુશ્કેલી, જાણો કઇ રીતે રિકવર કરી શકશો એકાઉન્ટ

Beware of hacked Instagram

  • જો કોઈ અન્ય ડિવાઈસના માધ્યમથી પોતાના ખાતામાં અપરિચિત લોગ ઈનની નોટીફિકેશન મળે છે તો સમજી લો કે તમારું ખાતુ છેતરપિંડીનો શિકાર થયુ છે. એવામાં તમારે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર જવુ જોઈએ અને નિર્ધારિત સમયમાં પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ.

નાના વીડિયો (Short videos) પોસ્ટ કરવાથી લઈને સ્ટોરી અપલોડ કરવા અને હવે લાઈવ સ્ટ્રીમ (Live stream) સુધી ઈન્સ્ટાએ લાંબો સમય કાપ્યો છે. જેની આ લોકપ્રિયતા તેને હેકર્સનો (Hackers) શિકાર પણ બનાવે છે. ઘણા યુઝર્સ વર્ષોથી આ પ્રકારના હુમલાનો શિકાર થઇ રહ્યાં છે અને ઘણા લોકોએ તેને કારણે પોતાના એકાઉન્ટનું એક્સેસ ગુમાવી દીધું છે.

હેકર્સ તમારા આઈજી પ્રોફાઈલને (IG profile) પણ નવું સ્વરૂપ આપી શકે છે. જેમ કે તમારી બાયો અને પ્રોફાઈલ પિક્ચરને (Profile picture) બદલવી અને ત્યાં સુધી કે ડીએમમાં પોતાના મિત્રો અને ફોલોઅર્સને બલ્ક સ્પેમ પણ કરી શકે છે.

તો સમજી લો કે તમારું એકાઉન્ટ છેતરપિંડીનો શિકાર થયું છે :

જો કોઈ અન્ય ડિવાઈસના માધ્યમથી પોતાના ખાતામાં અપરિચિત લોગ ઈનની નોટીફિકેશન મળે છે તો સમજી લો કે તમારું એકાઉન્ટ છેતરપિંડીનો શિકાર થયુ છે. એવામાં તમારે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર જવુ જોઈએ અને નિર્ધારિત સમયમાં પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ. પાસવર્ડ ચેન્જ કરવાની સાથે-સાથે અને કઈ પદ્ધતિથી તમે એકાઉન્ટ રિકવર કરી શકો છો.

પાસવર્ડ ચેન્જ કરો :

પોતાના મોબાઈલ ફોન પર ઈન્સ્ટાગ્રામ એપ ખોલો.
નીચે જમણી બાજુએ પ્રોફાઈલ ટેબ પર જાઓ.
હવે ઉપર જમણા ખૂણામાં મેન્યુ પસંદ કરો અને સેટિંગ પર ટેપ કરો.
સેટીંગ્સમાં સિક્યોરિટી પર જાઓ.
અહીં પહેલુ ઓપ્શન પાસવર્ડ છે, તેને પસંદ કરો.
હવે પોતાનો વર્તમાન પાસવર્ડ અને સાથે નવો પાસવર્ડ બે વખત નોંધો.
પ્રક્રિયા પૂરી થયા બાદ ટોપ રાઈટમાં ચેકમાર્ક બટન દબાવો. તમારું કામ પુરૂ થયું.

આ પણ વાંચો :-

24 નવેમ્બર 2022 : 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા – બની રહ્યો છે પ્રવાસનો યોગ

24 November 2022  Gujarat Guardian

મેષઃ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. ‌પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂ રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતુ જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃધ્ધિ થતી જણાય. સ્થાવર ‌જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલાઃ
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃધ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃધ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માન‌િસક અશાંતિ રહે. વિચારવાયુનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે.કાર્યમાં સફળતા મળતી  જણાય. નોકરી-ધંધા માટ બપોર સુધી સારૂ. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓહાખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીકસ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

સુરતની મહાવીર કોલેજમાં ઘુસીને બજરંગ દળ અને VHP કાર્યકરોએ લવજેહાદના આરોપ લગાવવી વિદ્યાર્થીઓને માર માર્યો

0

Bajrang Dal and VHP activists stormed

  • સુરતની મહાવીર કોલેજના કેમ્પસમાં (Mahaveer College Campus) ઘુસીને કેટલાક શખ્સો દ્વારા અમુક યુવાનોને માર મારવામાં આવ્યો હતો.

વિગતો એવી સામે આવી રહી છે કે કોલેજ કેમ્પસમાં (College campus) ઘૂસી જનારા બજરંગ દળ અને વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ)ના કાર્યકર્તાઓ હતા. તેમણે અહીં મુસ્લિમ વિદ્યાર્થીઓને (Muslim student) માર માર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના હમણાં બે દિવસ પહેલાની છે. જેમાં કેટલાક શખ્સો વિદ્યાર્થીને માર મારતા જોઈ શકાય છે.

કોલેજ તંત્ર મુક પ્રેક્ષક બન્યું :

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહાવીર કોલેજમાં બે મુસ્લિમ વિદ્યાર્થીઓને કોલેજના જ કેમ્પસમાં કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને કોલેજનું તંત્ર મુક પ્રેક્ષક બની બેસી રહ્યું હતું. આ ઘટનામાં કોલેજે શું એક્શન લીધા તે વિગતો મળી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ કેમ્પસમાં લવ જેહાદના આરોપમાં એક યુવકને માર માર્યો છે. આ મામલામાં કોલેજ તંત્રએ વાત કરવાનો જ ઈનકાર કરી દીધો છે. ઘટના સોશિયલ મીડિયા થકી બહાર આવી છે. વીહીપ આને શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડીને સેલ્ફ ડિફેન્સમાં કરેલી કાર્યવાહી કહી રહ્યું છે.

VHPએ સેલ્ફ ડિફેન્સની કાર્યવાહી હોવાનું સ્વીકાર્યું :

બીજી મહત્વની બાબત એ પણ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. પરંતુ વીએચપીએ સેલ્ફ ડિફેન્સની કાર્યવાહી કરીને સ્વીકાર કરી રહી છે. કોલેજના સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની પણ કબુલાત કરે છે. જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેને કારણે હાલ સોશિયલ મીડિયા ગરમાયું છે.

આ પણ વાંચો :-

Samsung ને ટેન્શન આપવા આવી રહ્યો છે OPPO નો બે સ્ક્રીનવાળો Smartphone, ફીચર્સ થયા Leak

OPPO’s two-screen smartphone

  • સમાચારોનું માનીએ તો Oppo Find N2 માં 7.1 ઇંચનું ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. બહાર તરફથી તેમાં 5.5 ઇંચની OLED કવર ડિસ્પ્લે હશે જે FHD + રિઝોલ્યૂશન અને 120Hzરિફ્રેશ રેટ પ્રદાન કરે છે. તેમાં સ્નૈપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ અને 67W ચાર્જિંગ સપોર્ટ સાથે 4,520mAh ની બેટરી હશે.

OPPO ડિસેમ્બરમાં INNO Day 2022 Event આયોજિત કરી શકે છે. ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન (Digital Chat Station) ના સૌજન્યથી એક નવી લીકથી જાણવા મળ્યું છે કે ફાઉન્ડ એન ફોલ્ડેબલ ફોન (Find N foldable) ની આગામી પેઢીનું અનાવરણ ડિસેમ્બેરમાં આગમી INNO ડે 2022 ઇવેન્ટના માધ્યથી કરવામાં આવશે.

ઓપ્પોએ ગત વર્ષે 14 ડિસેમ્બરના રોજ 2 દિવસના INNO Day 2022 નું આયોજન કર્યું હતું. ઇવેન્ટમાં કંપનીએ પોતાની લેટેસ્ટ ટેક્નોલોજીનું અનવારણ કર્યું. જેમ કે MariSilicon X NPU, OPPO Air Glass, અને OPPO Find N ફોલ્ડેબલ ફોન.

એટલા માટે એવું પ્રતિત થાય છે કે કંપની પોતાના આગામી INNO Day 2022 ઇવેન્ટના માધ્યમથી નવી ટેક્નોલોજીની જાહેરાત કરશે. DCS દ્વારા વીબો પોસ્ટ અનુસાર INNO Day 2022 ઇવેન્ટ ડિસેમ્બરના મધ્ય સુધી આયોજિત કરવામાં આવી શકે છે. આ કાર્યક્રમમાં અન્ય ઉત્પાદનો સાથે સાથે Find N2 અને Find N2 Flip જેવી નવી પ્રોડક્ટ્સ આવવાની સંભાવના છે.

OPPO Find N2 Specs :

સમાચારોનું માનીએ તો Oppo Find N2 માં 7.1 ઇંચનું ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. બહાર તરફથી તેમાં 5.5 ઇંચની OLED કવર ડિસ્પ્લે હશે જે FHD + રિઝોલ્યૂશન અને 120Hzરિફ્રેશ રેટ પ્રદાન કરે છે. તેમાં સ્નૈપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ અને 67W ચાર્જિંગ સપોર્ટ સાથે 4,520mAh ની બેટરી હશે.

તેમાં એક 32MP નો ફ્રન્ટ કેમેરોઅને બીજો 32MP નો કેમેરો અંદરની તરફ હોઇ શકે છે. ડિવાઇસના બેક પેનલમાં 50MP (સોની IMX890, OIS) + 48MP (અલ્ટ્રા-વાઇડ)+ 32MP (સોની IMX709, ટેલીફોટો) ટ્રિપલ કેમેરા સેટઅપ હોઇ શકે છે. ડિવાઇસનું વજન 240 ગ્રામથી ઓછું હશે અને આ બ્લેક, વ્હાઇટ, અને ગ્રીન જેવા કલરમાં આવે છે.

OPPO Find N2 Flip Specs :

Find N2 Flip માં 6.8 ઇંચની ફોલ્ડેબલ E6 AMOLED Displayઅને 3.26 ઇંચની કવર OLED પેનલ હશે. આ ડાઇમેંશન 9000 ચિપસેટ અને 4,300mAh ની બેટરી દ્વારા સંચાલિત હશે. જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં 32MP (Sony IMX709) નો ફ્રન્ટ કેમેરો અને 50MP (Sony IMX890) + 8MP (અલ્ટ્રા-વાઇડ) ડુઅલ-કેમેરા સેટઅપ હશે. Find N2 Flip બ્લેક, વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ હોઇ શકે છે. બંને ડિવાઇસ ColorOS 13-આધારિત Android 13 OS પર ચાલશે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ ગામની ભારે ચર્ચા, ચૂંટણી પ્રચાર પર પાબંધી, પણ મતદાન ફરજિયાત નહીંતર દંડ

0

This village in Gujarat is heavily debated

  • રાજકોટથી 22 કિમી દૂર આવેલું રાજ સમઢિયાળા ગામ આ વખતની ચૂંટણીમાં લાઈમલાઈટમાં આવ્યું છે.

ગુજરાતના (Gujarat) રાજકોટ શહેરથી 22 કિમી દૂર આવેલા રાજ સમઢિયાળા (Raj Samadhiala) ગામે એક અનોખો દાખલો બેસાડયો છે. રાજ સમઢિયાળા ગામમાં રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રચાર પર કડક પ્રતિબંધ છે એટલે કે કોઈ પણ રાજકીય પક્ષના (Political Party) ઉમેદવાર આ ગામમાં પ્રચાર કરી શકતા નથી કે કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી કરી શકતા નથી.

મતદાન ન કરનારને 51 રુપિયાનો દંડ  :

રાજ સમઢીયાળા ગામે રાજકીય પક્ષોના પ્રચાર પર પ્રતિબંધ તો મૂક્યો છે તો સામે પક્ષે એક નવો નિયમ પણ કર્યો છે જે અનુસાર ગામમાં રહેતા દરેકે ફરજિયાત મતદાન કરવું પડે છે અને કોઈ મતદાન ન કરે એવું જાણવા આવે તો તેને 51 રુપિયાનો દંડ કરાય છે. રાજ સમઢીયાળાના સરપંચે જણાવ્યું હતું કે 1983થી રાજકીય પક્ષોને અહીં પ્રચાર ન કરવા દેવાનો આ નિયમ છે. જ્યારે મતદાન દરેક માટે ફરજિયાત છે.

રાજ સમઢિયાળાના કોઈ ઘરમાં નથી તાળુ :

રાજ સમઢિયાળા ગામની બીજી પણ એક વિશેષતા સામે આવી છે. અહીંનો કોઈ પણ વ્યક્તિ તેના ઘરમાં તાળું લગાવતો નથી જે જ્યારે પણ બહાર જાય ત્યારે ઘર ખુલ્લું મૂકીને જાય છે ત્યાં સુધી કે અહીંના દુકાનદારો પણ બપોરે પોતાની દુકાનો ખુલ્લી મૂકી ઘરમાં જમવા આવે છે.

ગ્રાહક જ્યારે દુકાને આવે છે ત્યારે પોતાની જરૂરિયાતનો સામાન લઈને દુકાનની ગલીમાં પોતાની કિંમતના પૈસા મૂકીને જતો રહે છે. એક ઘટનાને બાદ કરતાં આજ દિન સુધી અહીં ચોરીની ઘટના ક્યારેય બની નથી. આ ગામમાં ચોરીની એક માત્ર ઘટનાના બીજા જ દિવસે ચોરે પોતે પંચાયતમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને તેને પ્રાયશ્ચિત્ત કરવા વળતર આપ્યું હતું.

ગુટખા પર તો પહેલેથી પ્રતિબંધ :

આ ગામમાં ગુટખા વિરોધી અભિયાન ચલાવવાની જરૂર નથી. કારણ કે અહીં ગુટકા પર પહેલેથી જ પ્રતિબંધ છે અને કોઈ પણ આ નિયમને તોડતું નથી. રાજ સમઢીયાળા ગામે પણ જળસંચયની દિશામાં વધુ સારી કામગીરી કરી એક ઉદાહરણ પૂરું પાડયું છે. સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં આવેલા આ ગામે જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં હવે ખેતી અને પશુપાલન માટે પૂરતું પાણી છે. રાજ સમઢીયાળા ગામને ગુજરાતમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળ્યો છે.

આ પણ વાંચો :-

પરણી ગઈ સનમ સામે…વાળી હીરોઈન ? લગ્નના ફોટા વાયરલ થયા અને પાગલ થઈ પબ્લિક !

Parni gayi opposite Sanam

  • દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના થઈ ગયા છે લગ્ન ! સોશિયલ મીડિયા પર હાલ આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેને કારણે આ મુદ્દો હાલ ચર્ચામાં આવી ગયો છે. એક સમય હતો ત્યારે પુષ્પા ફિલ્મ બાદ તેની અભિનેત્રી રશ્મિકા મંદાના રાતો-રાત સ્ટાર બની ગઈ હતી.

અલ્લૂ અર્જૂનની (Allu Arjun) પુષ્પા ફિલ્મ તમે જોઈ જ હશે. સાઉથની આ ફિલ્મે બોલીવુડમાં એવા ઝંડા ગાડ્યા કે શું કહેવું. સલમાન-શાહરૂખની (Salman-Shah Rukh) પછાડીને અલ્લૂ અર્જૂને એક ફિલ્મથી બોલીવુડના બોક્સ ઓફિસને હચમચાવી દીધું હતું. સનમ સામે. સનમ સામે. ગીતમાં ધૂમ મચાવનારી આ ફિલ્મની હીરોઈન રશ્મિકા મંદાનાએ (Rashmika Mandana) લગ્ન કરી લીધાં હોવાની વાત વાયુવેગે વહેતી થઈ છે. આ હીરોઈનની તસવીરો વાયરલ થતા હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર હાલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં બન્ને દૂલ્હા-દૂલ્હનના પરિવેશમાં જોવા મળી રહ્યાં છે. આ ફોટા જોઈને લાગે છે કે બન્નેના લગ્ન થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ગઈ હતી. બોલીવુડની બધી હીરોઈનોને પણ પાછળ છોડીને તેણે આ પ્રસિદ્ધિ મેળવી હતી. દર્શકો તેની એક જલક જોવા માટે પાગલ બનતા હતાં.

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જો કે વિજયે એક ચેટ શો દરમિયાન આ વાતને નકારીને અફવામાં ખપાવી હતી. હાલમાં સો.મીડિયા પર વિજય દેવરકોંડા અને રશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. વિજય અને રશ્મીકાની આ તસ્વીર વાયરલ થયા પછી ઈન્ટરનેટ પર ધમાલ મચી ગઈ છે.

જો કે વિજય અને રશ્મિકાની વાયરલ થયેલી તસ્વીર ખોટી છે. વાસ્તવમાં વિજયના એક ફેને એક્ટરની તસવીરને મોફર્ડ કરી છે. અને આ ફોટો ફેન-એડિટેડ છે. એવામાં વિજય અને રશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની વાત સાવ ખોટી છે.

આ પણ વાંચો :-

 

‘કેતન ઈનામદાર વડોદરાના સૌથી મોટા ખનન માફીયા છે’, ભાજપના ઉમેદવાર પર કોણે કર્યા ગંભીર આક્ષેપ

0

Ketan Inamdar is Vadodara

  • ગુજરાતમાં ચૂંટણી પહેલા આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ રહી છે. વડોદરાના સાવલીમાં બે ટર્મથી જીતી રહેલા ધારાસભ્ય અને ઉમેદવાર કેતન ઈનામદાર પર કોંગ્રેસના ઉમેદવારે કરેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું છે.

સાવલીમાં (Savli) કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) કુલદીપસિંહ રાઉલજીએ (Kuldeep Singh Raulji) ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારને (Ketan Enamdar) રેતી માફિયા (Sand Mafia) કહી દીધા છે અને તેમની પાસે પુરાવાઓ પણ હોવાનું જણાવ્યું છે.

કેતન ઈનામદાર પર કોંગી ઉમેદવારનો પ્રહારો :

કુલદીપસિંહ રાઉલજીએ સાવલીમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે, સ્થાનિક ધારાસભ્ય મહિસાગર નદીમાં ખનન કરીને મોટા ખાડા કરી નાખ્યા છે. વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા કેતન ઈનામદાર હોવાનો પણ આરોપ મૂક્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે હું ડંકાની ચોટ પર કહું છું અને ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ ખુલ્લો મુકીશ. તદુપરાંત કેતન ઇનામદાર સાવલી જીઆઈડીસીમાં લેબર કોન્ટ્રાક્ટના કામનો મોટો હિસ્સો સંભાળે છે અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા હોવાના પણ આક્ષેપ કોંગ્રેસના ઉમેદવારે કર્યા હતા.

બે ટર્મથી સાવલીના ધારાસભ્ય છે કેતન ઈનામદાર :

નોંધનીય છે કે સાવલી વિધાનસભા બેઠક પર છેલ્લા બે ટર્મથી કેતન ઈનામદાર જીતતા આવ્યા છે. વર્ષ 2017માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટને 41,633 મતોથી હરાવ્યા હતા. આ વખતે પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા સમયે કેતન ઈનામદારે તેમની મુકાબલો કોઈ સાથે ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે કોંગ્રેસના ઉમેદવારે કરેલા ગંભીર આક્ષેપોનો કેતન ઈનામદાર શું જવાબ આપશે.

આ પણ વાંચો :-

ગુજરાતની ચૂંટણીમાં હીરાનાં કામદારો આ  બેઠકો પર રમત બગાડી શકે છે, જાણો શું છે કારણ ?

0

Diamond workers can spoil the game

  • Gujarat Election 2022 : ગુજરાતમાં બે ચરણમાં વિધામસભાની ચૂંટણી યોજાવાની છે, તેમાં હીરા શ્રમિકો મોટી અસર કરી શકે છે. સુરતની છ વિધાનસભાની બેઠકો પર હિરા ઉદ્યોગના શ્રમિકો અસર કરી શકે છે.

રાજકીય વિશ્લેષકો કહે છે કે સુરતમાં (Surat) હીરા ઉદ્યોગ (Diamond industry) સાથે સંકળાયેલા કામદારો ગુજરાતમાં ઓછામાં ઓછી છ બેઠકો પર ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે. જ્યાં તેમની સંખ્યા નોંધપાત્ર છે. ગુજરાતમાં આશરે 15 લાખ હીરા કામદારો (Diamond Workers) છે.

જેમાંથી લગભગ સાત લાખ કામદરો સુરતમાં વસે છે. તેઓ હીરા કટિંગ અને પોલિશિંગનું (Diamond cutting and polishing) સૌથી મોટું કેન્દ્ર સુરતમાં એકમોમાં કામ કરી રહ્યા છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાકીના કામદારો ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને રાજ્યના કેટલાક ઉત્તરી જિલ્લાના ભાગોમાં કામ કરે છે.

લેબર એક્ટ વિશે તેમની ચિંતા વ્યક્ત કરી :

સુરતમાં હીરાના કામદારોના પ્રતિનિધિઓએ પહેલાથી જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સંપર્ક કરીને હીરાની સ્થાનિક સંસ્થાને રૂ. 200 લોકોએ પ્રોફેશનલ ટેક્સ અને લેબર એક્ટ વિશે તેમની ચિંતા વ્યક્ત કરી અને ઉદ્યોગને અમલમાં મૂકવા વિનંતી કરી હતી.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે 2021ની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPને 120માંથી 27 બેઠકો જીતવામાં મદદ કરવામાં આ મતદારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓને અસર કરી શકે છે.

 હીરા કામદારોનું કોને સમર્થન ?

સુરતમાં વરાછા રોડ, કતારગામ, કરંજ, કામરેજ અને સુરત (ઉત્તર) વિધાનસભા બેઠકોના પરિણામોથી સૌરાષ્ટ્રના લોકો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેમજ એમ્બ્રોઈડરી અને અન્ય સંબંધિત નોકરીઓ પર અસર પડી છે. ગયા વર્ષે AAPએ આ વિધાનસભા મતવિસ્તારો હેઠળ આવતા વિસ્તારોમાં પાટીદાર સમુદાયના મોટા વર્ગ અને હીરા કામદારોના સમર્થનને કારણે 27 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો :-