Home Blog Page 1239

લોચો પડયો ! PM મોદીની સભામાં જેની અટકાયત કરી તેઓ ભાજપના ફોટોગ્રાફર નીકળ્યા

0

The one who was detained in PM Modi

  • અમદાવાદ ગ્રામ્યની પોલીસે પીએમ મોદીની સભામાં ડ્રોન ઉડાવવાના કિસ્સામાં ભાજપ દ્વારા જ ભાડે રખાયેલા ફોટોગ્રાફરની અટકાયત કરી.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચુંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી (Prime Minister Narendra Modi) લઈને ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં સભા ગજવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. આજે પાલનપુર, મોડાસા, દહેગામ અને અમદાવાદના બાવળામાં તેમની સભા યોજાઈ હતી.

આ દરમિયાન PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. PM મોદીની સભામાં ઉડેલું ડ્રોન કોઈ મોટી ચૂક ન હોવાનું ખુલ્યુ છે. મોદીની સભાની જ ફોટોગ્રાફી માટે જ આ ડ્રોન ઉડાવાયુ હતું. ભાજપે રોકેલા ફોટોગ્રાફર જ આ ડ્રોન ઉડાડતા હોવાનું ખુલ્યું છે.

આજે અમદાવાદના બાવળામાં PM નરેન્દ્ર મોદીની સભા દરમ્યાન ડ્રોન ઉડાડવામા આવ્યુ હતું. ‘નો ફ્લાઈંગ ઝોન’નું જાહેરનામું હોવા છતાં ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. સભા સ્થળે ઉડતું ડ્રોન સ્થાનિક અમદાવાદ ગ્રામ્ય પોલીસના ધ્યાને આવ્યું હતું.

modi_drone_zee.jpg

જેના બાદ પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ કરીને ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પરમિશન વગર અને જાહેરનામાં ભંગ ડ્રોન ઉડાવવા બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરાયેલા ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી.

જો કે આ પૂછપરછમાં બાદમાં ખુલાસો થયો હતો કે, BJP તરફથી જ વીડિયોગ્રાફી માટે ડ્રોન કેમેરાથી શૂટિંગ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન ત્રણેય વ્યકિતઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ નથી માત્ર વીડિયોગ્રાફી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ બાદ થોડા જ સમયમાં મુક્તિ મળશે તેવુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવાયું હતું.

આ પણ વાંચો :-

માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી.ની મુસાફરી ! ગમે તે ને વોટ આપો તકલીફ વગર ચાલતું રહેશે તમારું સ્કૂટર !

Travel 100 km for just 10 rupees

  • આ સ્કૂટરને બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવ્યું છે અને તેની કિંમત 79 હજાર રૂપિયા રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટર માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી. ચલાવી શકાય છે તેની બેટરી સરળતાથી બહાર કાઢી શકાય છે.

હાલ ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Election) મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક પક્ષો વચનો વાયદાઓ અન ફ્રીની રેવડીની ગેરેંટીઓ આપી રહ્યાં છે. પણ વધતા જતા પેટ્રોલ-ડિઝલના (Petrol-Diesel) ભાવ કંટ્રોલમાં આવશે તેવું કોઈ નથી કહી રહ્યું. ત્યારે અમે આજ આપને એક એવું સ્કૂટર (scooter) સજેશ કરી રહ્યાં છીએ જે તમારી સમસ્યાનું સમાધાન કરશે. તમે ભલે કોઈપણ પાર્ટીને વોટ આપો પણ તમારું સ્કૂટર અધ વચ્ચે અટકશે નહીં અને માત્ર 10 રૂપિયામાં થઈ જશે તમારું કામ…

લોકપ્રિય ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કંપની Komaki Electricએ ભારતીય બજારમાં તેનું નવું સ્કૂટર Komaki Flora લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટરને બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવ્યું છે. કંપનીએ તેની કિંમત 79 હજાર રૂપિયા રાખી છે. તેને ચાર અલગ-અલગ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટર માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી. ચલાવી શકાય છે તેની બેટરી સરળતાથી બહાર કાઢી શકાય છે.

આર્થિક હોવા છતાં, આ સ્કૂટરને ખૂબ જ સ્ટાઈલિશ ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં રાઉન્ડ શેપ્ડ હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જેની સાથે ક્રોમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં આરામદાયક સીટ અને પાછળના પેસેન્જર માટે વધારાનો બેક આરામ છે. તેમાં ડ્યુઅલ ફૂટરેસ્ટ અને ફ્લેટ ફૂટ બોર્ડ પણ છે.

સ્કૂટરમાં મળેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં વાઈબ્રન્ટ ડેશબોર્ડ, રિવર્સ ગિયર, પાર્કિંગ અને ક્રૂઝ કંટ્રોલ સાથે સ્વ-ડાયગ્નોસ્ટિક મીટર જેવી સુવિધાઓ શામેલ છે. તેને કુલ ચાર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે – બ્લેક, રેડ, ગ્રે અને ગ્રીન. તેને આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક મળે છે.

કંપનીએ જણાવ્યું કે સ્કૂટરને ફુલ ચાર્જ કરવા પર 80 થી 100 કિ.મી. સુધીની રેન્જ ઓફર કરી શકે છે. કોમાકીએ દાવો કર્યો છે કે બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવા માટે 1.8 થી 2 યુનિટનો ખર્ચ થશે. જો આપણે યુનિટ દીઠ રૂ.5 ગણીએ તો પણ તમે રૂ.10 ખર્ચીને 100KMની મુસાફરી કરી શકો છો.

આ પણ વાંચો :-

 

25 નવેમ્બર 2022, રાશિફળ : સાંઈબાબાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

25 November 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળશ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યાઅભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી સક્ય બને. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાન‌ી ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબૂ લેતા જણાય. નાણાકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈબહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

 

અભિનેત્રી અથિયા શેટ્ટી-ક્રિકેટર રાહુલના લગ્નનો મહિનો નક્કી, વેડિંગ ડ્રેસથી લઇને વેન્યુ સુધીની તૈયારીઓ શરૂ

Actress Athiya Shetty-cricketer

  • અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે બંનેના લગ્ન કન્ફર્મ થયાનો રિપોર્ટ સામે આવ્યો છે.

દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની (Actor Sunil Shetty) દીકરી અભિનેત્રી અથિયા શેટ્ટી (Athiya Shetty) અને ક્રિકેટર કેએલ રાહુલના (Cricketer KL Rahul) લગ્ન અત્યારે ખૂબ ચર્ચામાં છે. છેલ્લાં ઘણા સમયથી તેમના લગ્નના અહેવાલો સામે આવી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી લગ્નની તારીખોને લઇને બંને પરિવારોમાંથી કોઈએ પણ નિવેદન આપ્યું નથી. આ દરમ્યાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અથિયા અને રાહુલના લગ્ન આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે.

વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને અપાઈ જાણકારી : રિપોર્ટમાં દાવો 

પિન્કવિલાએ પોતાના રિપોર્ટમાં વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને પણ જાણકારી આપી છે. લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેએલ રાહુલ અને અથિયા સુનીલ શેટ્ટીના લગ્ન ખંડાલા વાળા બંગલામાં થશે. જેના માટે ત્યાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એક ઈવેન્ટ દરમ્યાન સુનીલ શેટ્ટીએ જાતે અથિયાના લગ્નના અહેવાલો પર મ્હોર લગાવી હતી. તેમણે લગ્નના સવાલ પર કહ્યું હતુ કે જલ્દી થશે.

આવતા વર્ષની શરૂઆતમાં થશે લગ્ન :

કેએલ રાહુલના એક નજીકના હવાલા દ્વારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજા સાથે લગ્ન કરશે. સોર્સે કહ્યું કે બંને સેલિબ્રિટીઓ હાલમાં ખંડાલાના બંગલા પર પણ ગયા હતા.

જો કે તારીખ શું હશે તેને લઇને હજી કોઈ જાણકારી સામે આવી નથી. અથિયા અને રાહુલ પરંપરાગત રીતે લગ્ન કરશે. બંનેએ વેડિંગ ડ્રેસ પણ ફાઈનલ કરી દીધો છે. અથિયાએ પોતાના લગ્ન માટે કોઈ ફાઈવ સ્ટાર હોટલ, મોટા પેલેસ અથવા વિદેશી જમીનને નહીં. પરંતુ તેના પિતાના બંગલાને પસંદ કર્યો છે.

આ પણ વાંચો :-

મોરબી પુલ દુર્ઘટના : સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ કહ્યું કે મૃતકોને 4 લાખનું વળતર….

0

Morbi Bridge tragedy

  • ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

મોરબી ઝુલતો પુલ તૂટવાની (Morbi suspension bridge collapse) દુર્ઘટનાને લઈને આજે હાઈકોર્ટેમાં (High Court) જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ છે. મોરબી પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જણાવ્યું છે કે ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર (Compensation) ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

હાઈકોર્ટે નોંધ્યું છે કે 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. જે ઘરના એક માત્ર કમાનાર હોઈ શકે. મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.

મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું, 3000માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે વળતર પૂરતું નથી.

એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો છે. જેમણે મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવવાશે.

તમને જણાવી દઈએ કે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઉપરાંત મૃતકોને 25 લાખ રૂપિયાનું વળતર તેમજ જવાબદાર કંપનીના લોકો સામે કાર્યવાહીની માંગ સાથે અન્ય એક અરજી પણ કરાઈ છે. જેની આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે. આજે મોરબી ઝુલતા પુલના મેન્ટેનન્સ અંગેની આખી રેકોર્ડ ફાઈલ પણ કોર્ટમાં રજૂ કરાશે. માનવ અધિકાર પંચ તેમજ રાજ્ય સરકાર પોતાના સોગંદનામાં રજૂ કરશે.

ઉલ્લેખનિય છે કે 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. નગરપાલિકાની લાપરવાહીના કારણે 140 લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો :-

દાહોદની સભામાં પીએમ મોદીએ જેમના આર્શીવાદ લીધા એ 103 વર્ષીય દાદા કોણ, જાણી લો

0

Find out who is the 103-year-old grandfather

  • દાહોદની સભામાં કેદ થયેલી ખાસ પળ, PM મોદીએ શેર કરેલી આ તસવીરમાં કોણ છે ? જાણો

વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ પ્રધાનમંત્રી (Prime Minister) ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા છે અને બુધવારે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં (Central Gujarat) ચૂંટણી સભાઓ ગજવી હતી. વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.

ત્યારે પ્રધાનમંત્રી મોદી ભાજપ માટે મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. એક દિવસના વિરામ બાદ તેમણે મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં સભા ગજવી. ત્યારે હવે આવતીકાલે ગુરુવારે સવારથી ફરીથી પ્રચારનો પ્રારંભ કરશે. ગુરુવારે તેઓ પાલનપુર, દહેગામ,અરવલ્લી, અમદાવાદ ગ્રામ્યમાં સભા કરશે.

ચૂંટણી પહેલાં ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 25 સભા ગજવશે. જેમાં તેઓ ભાજપ માટે પ્રચાર કરીને વોટ માંગી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસમાં ગુજરાતમાં 8 સભા ગજવશે. જેમાં બુધવારે તેમણે ચાર સભા કરી હતી. તો ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 સભામાં સંબોધન કરશે.

દાહોદની સભાના PM મોદીના લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. સભા સમયે PMને સુમનભાઈને મળવા પહોંચ્યા હતા. 103 વર્ષીય સુમનભાઈ સાથે હર્ષથી PM મોદી મળ્યા હતા. આ બાદ પીએમ મોદીની આ તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ હતી.

સુમનભાઈને જોઈને પીએમ ભેટી પડ્યા હતા અને ભાવ વિભોર થઈ ગયા હતા. આ ખાસ પળે વૃદ્ધ સુમનભાઈ સભા સ્થળ સુધી પહોંચીને પીએમ મોદીને મળવા આવ્યા હતા. ત્યારે પીએમએ તેમના આર્શીવાદ લીધા હતા. એટલુ જ નહિ. પોતાના ભાષણમાં પણ તેઓએ સુમનભાઈનો ઉલ્લેખ કર્યો હતો. આ પળ ખાસ બની રહી હતી.

આ પણ વાંચો :-

 

 

ભૂલથી પણ બાળકોને આ ચીજવસ્તુઓ ખાવામાં ન આપતા, નહીં તો મુકાઈ જશો મોટી મુશ્કેલીમાં !

0

Don’t let children eat these things

  • બાળકોના શારીરીક અને માનસિક વિકાસ માટે જરૂરી છે કે તમે બાળકોને ખાવામાં એવી વસ્તુઓ આપો જે તમને શારીરીક અને માનસિક મજબૂતી આપી શકે. પરંતુ આજકાલના સમયમાં બાળકોની વચ્ચે જંક ફૂડ્સનુ સેવન ખૂબ વધી ગયુ છે. એવામાં આજે અમે તમને અમુક એવી વસ્તુઓ અંગે જણાવીશુ. જેને ભૂલથી પણ બાળકોને ના આપવી જોઈએ.

આ બધી વસ્તુઓ બાળકોના આરોગ્ય (Health) પર ખૂબ ખરાબ પ્રભાવ નાખે છે. તો આવો જાણીએ એવી બધી વસ્તુઓ અંગે જે બાળકોના આરોગ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે અને માતા-પિતાએ આ વસ્તુઓ બાળકોથી દૂર રાખવી જોઈએ.

બાળકોને ભૂલથી પણ ના આપતા આ વસ્તુઓ :

વ્હાઈટ બ્રેડ

વ્હાઈટ બ્રેડને બનાવવામાં મેદાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેને લાંબા સમય સુધી સારી રાખવા માટે ઘણા પ્રકારના પ્રિજર્વેટિવ્સનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે બ્રેડમાં મીઠાં અને સોડિયમનો પણ ઉપયોગ કરી શકાય છે.

વધારે માત્રામાં બ્રેડનું સેવન કરવાથી બાળકોને ખંજવાળ, એલર્જી, સ્કિન પર ફોલ્લીઓની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બ્રેડના બદલે તમે તમારા બાળકોને ઓટ્સ પેનકેક અને દલિયા ખવડાવી શકો છો.

ખાંડવાળી વસ્તુ :

માર્કેટમાં મળતા પદાર્થોમાં શુગરની માત્રા ઘણી વધારે હોય છે. જેનાથી બાળકોમાં મેદસ્વિતા અને હાર્ટ સંબંધિત બિમારીઓનુ જોખમ ઘણુ વધી જાય છે. ખાંડવાળી વસ્તુઓનુ સેવન વધારે કરવાથી બાળકોના દાંતમાં સડો અને હાડકામાં નબળાઈની સમસ્યા આવી શકે છે.

એવામાં જરૂરી છે કે બાળકોની ડાયટથી એડેડ શુગરવાળી વસ્તુઓને હટાવો. જો તમારા બાળકને કઈક મીઠુ ખાવાનુ મન થાય છે તો તમે તાજા ફળ અને ડ્રાય ફ્રૂટ્સ આપી શકો છો. જેમાં નેચરલ શુગર હોય છે.

કાચુ દૂધ અને પનીર :

કાચા દૂધ અને પનીરમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે. જેનાથી બાળકોને ઝાડા અને ખતરનાક ઈન્ફેક્શન થઇ શકે છે. આ ઉપરાંત આ વસ્તુઓ બાળકોના આંતરડાને પણ નુકસાન પહોંચાડે છે. એવામાં જરૂરી છે કે બાળકોને કાચુ દૂધ અને પનીર વગેરે ખવડાવવાથી બચવુ જોઈએ.

આ પણ વાંચો :-

સુરતમાં કારમાંથી 75 લાખની રોકડમાં મોટો વળાંક ? કોંગ્રેસ નેતા ભાગતા હોવાના સીસીટીવી આવ્યાં સામે

0

A big turn in cash of 75 lakhs from a car in Surat

  • Surat CCTV: આ સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે.

ગુજરાત ચૂંટણી (Gujarat Election) પહેલા સુરતમાં કારમાંથી 75 લાખની રોકડ રકમ મળતા ચકચાર મચી જવા પામી છે. આ રૂપિયાનું કનેક્શન કોંગ્રેસ (Gujarat Congress) સાથે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ કેસમાં મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. જ્યાં કારમાંથી લાખોની રોકડ ઝડપાઈ ત્યારે તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તપાસવામાં આવ્યાં હતા.

જે સીસીટીવી કેમેરામાં કોંગ્રેસના નેતા બી.એમ. સંદીપ (Congress leader B.M. Sandeep) ભાગતા નજરે પડી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોકડ સાથે જે કાર ઝડપાઇ તેમાંથી પણ બી.એમ સંદીપનું આધારકાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું.

સીસીટીવી કેમેરામાં કેદ :

આ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે. જો આ વાત સાચી પડી તો ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટો હડકંપ મચી શકે છે.

શું હતો કેસ ?

આપને જણાવીએ કે મહિધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે મહારાષ્ટ્ર પાર્સિગની કારની ચૂંટણી પંચની ફલાઇગ સ્કવોડે તપાસ કરતા રોકડા 75 લાખ લાખ મળી આવ્યા હતા. ફલાઈગ સ્કવોડની તપાસ જોઇને ડ્રાઈવર સહિત ત્રણમાંથી એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ રૂપિયા શ્રીરામ આંગડીયા પેઢીના છે. જો કે આ આખો કેસ ઈન્કમટેકસના હવાલે કરી દેવાયો છે.

બે ઝડપાયેલા આરોપીમાંથી એકનો કોંગ્રેસ સાથે છે સંબંધ :

ઝડપાયેલા બે આરોપીઓમાંથી ડ્રાઇવર ઉદય ગુર્જર (રહે. નવી દિલ્હી) અને સુરતનો મોહમ્મદ ફૈજ પકડાયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જયારે ભાગી છુટેલા ઇસમનું નામ સંદીપ ખુલ્યુ છે. આથી સંદીપ પકડાય તો મોટું રહસ્ય ખુલી શકે તેમ છે. પકડાયેલ ડ્રાઈવરની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે શ્રીરામ આંગડીયા પેઢીમાંથી રૂપિયા લેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ફોન આવે તે મુજબ રૂપિયા આપવાના હતા. આથી આ રૂપિયા કોને અને કયાં પહોંચાડવાના હતા તે અંગે હજી સુધી રહસ્ય છે.

આ પણ વાંચો :-

Bisleri હવે TATA ની : સન્માનના કારણે પાક્કી થઈ ગઈ ડીલ, જાણો શું બદલાશે બોટલમાં 

0

Bisleri now TATA’s

  • એક સમયે રિલાયન્સ, નેસ્લે વગેરેએ ભારતની પ્રખ્યાત બોટલ્ડ વોટર નિર્માતા બિસ્લેરીને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બ્રાન્ડને ખરીદવામાં કોઈ સફળ થયું ન હતું.

Bisleri પાણીની બોટલ હવે TATAની બનશે. વાત જાણે એમ છે કે એક સમયે રિલાયન્સ (Reliance), નેસ્લે વગેરેએ ભારતની પ્રખ્યાત બોટલ્ડ વોટર નિર્માતા (Bottled water producer) બિસ્લેરીને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બ્રાન્ડને ખરીદવામાં કોઈ સફળ થયું ન હતું. ટાટા ગ્રૂપના મૂલ્ય અને સંસ્કૃતિને કારણે આ બ્રાન્ડ હવે 6 હજારથી 7 હજાર કરોડની ડીલ સાથે ટાટા પાસે આવી રહી છે.

બિસલેરી ટાટાની કેમ બની ? 

રમેશ ચૌહાણ દ્વારા સ્થપાયેલી કંપની બિસ્લેરી ઈન્ટરનેશનલને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને વેચવા માટે સંમત થઈ હતી. કારણ કે ટાટાની કંપની મૂલ્ય અને ગુણવત્તા જાળવવાનો જુસ્સો ધરાવે છે અને લોકો માટે એક મિશન ધરાવે છે. તેમણે પોતે કહ્યું કે તેઓ આ બધી બાબતોનું સન્માન કરે છે.

હવે બિસ્લેરી કેવી રીતે મળશે ? 

બિસ્લેરી બોટલ તમને પહેલાની જેમ જ મળતી રહેશે. જોકે ટૂંક સમયમાં તેના પેકેજિંગમાં ટાટાનો લોગો જોવા મળશે. ડીલ હેઠળ બિસ્લેરીની આખી ટીમ 2 વર્ષ સુધી કામ કરવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે ટાટા ટીમમાં ફેરફાર કરશે.

મહત્વનું છે કે ભારતમાં FMCGની ઝડપને જોતા ટાટા પણ તેનો પોર્ટફોલિયો વિસ્તારી રહી છે. હાલમાં ટાટા કોપર પ્લસ વોટર, ટાટા ગ્લુકો+ બોટલ્ડ વોટરનું ઉત્પાદન કરે છે. હવે આ ખરીદી સાથે ટાટા ગ્રુપ પાણીના ઉત્પાદન અને વેચાણમાં નંબર વન પર પહોંચી જશે.

આ પણ વાંચો :-

આપની રેલીમાં ફરી ‘મોદી-મોદી’ના નારા લાગ્યા, ભગવંત માને હાથ જોડીને યુવકોને શું કહ્યું ?

0

The slogans of ‘Modi-Modi’

  • ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ગણતરીના દિવસોમાં જ મતદાન થવાનું છે. એ પહેલા રાજકીય પક્ષો પ્રચારમાં કોઈ કસર છોડવા માગતા નથી.

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Mann) પણ પાંચ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગઈકાલે તાપીના વ્યારામાં (Vyara) તેઓ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન રોડ શો વખતે તેમની સામે કેટલાક યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

ભગવંત માનની સામે જ યુવકોએ લગાવ્યા મોદી-મોદીના નારા :

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો કાફલો રોડ પરથી નીકળતા જ કેટલાક યુવાનોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે ભગવંત માન આ યુવાનોની સામે હાથ જોડે છે. રોડ શોમાં પ્રેસ સાથેની ચર્ચામાં આ મુદ્દે માને જણાવ્યું હતું કે મેં કહ્યું આ લોકો માટે તાળીઓ પાડો.

કદાચ આ લોકોના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે અને દર વર્ષે જે 2 કરોડ નોકરી આપવાની હતી. તેમાંથી તેમને નોકરી પણ મળી ગઈ હશે. જ્યારે ચૂંટણીમાં AAPને કેટલી સીટ આવશે તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, AAP સર્વેમાં નથી આવતી AAP સીધી સરકાર બનાવે છે.

વ્યારામાં AAPના ઉમેદવારના પ્રચારમાં ગયા હતા માન :

નોંધનીય છે કે ભગવંત માન વ્યારા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર બિપીન ચૌધરીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. તેમની સાથે રોડ શોમાં AAPના કાર્યકર્તાઓ અને ઉમેદવાર બિપીન ચૌધરી પણ જોડાયા હતા. જોકે તેમના રોડ શોમાં મોદી-મોદીના નારા લાગતા આસપાસનો માહોલ ગરમાઈ ગયો હતો. એવામાં સ્થાનિક પોલીસે ભાજપના કાર્યકર્તાઓને દૂર થવા કહ્યું હતું.

આ પણ વાંચો :-