Home Blog Page 1238

WhatsApp યુઝર્સ સાવધાન ! એકાઉન્ટ યુઝ કરતા પહેલાં જાણી લો આ 3 બાબત નહીં તો…

Attention WhatsApp users

  • WhatsApp વાત-ચીત કરવાનું એક મોટુ પ્લેટફોર્મ બની ગયું છે. જોકે તેનો ઉપયોગ કરતી વખત અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. WhatsApp પર એક નાની ભૂલ તમને સીધા જેલ પહોંચાડી શકે છે.

ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ કરવા માટે WhatsApp એક સારૂ માધ્યમ છે. યુઝર્સ (users) તેનાથી મેસેજ મોકલવાની સાથે ફોટો, વીડિયો અને ઓડિયો ફાઈલ (Audio file) પણ એક-બીજાને શેર કરી શકે છે. માટે તેનો વ્યાપ હવે ખૂબ જ વધી ગયો છે. હવે WhatsAppનો ઉપયોગ પ્રોફેશનલ કામકાજ માટેથી લઈને સ્ટડી સુદી થઈ રહ્યો છે.

જોકે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે એક નાની ભૂલ તમને જેલમાં મોકલી શકે છે. તેના માટે અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ ચલાવતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી લોકપ્રિય માધ્યમ છે વોટ્સએપ :

WhatsApp વિશ્વના સૌથી મોટા ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પૈકીનું એક છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ યુઝર્સ WhatsApp ચલાવે છે. મોટી કંપનીઓ, શાળાઓ, હોસ્પિટલોથી લઈને સરકારી વિભાગો સુધી વોટ્સએપનો ઉપયોગ થાય છે. તેથી જ તેની પહોંચનું પ્રમાણ ઘણું વધી ગયું છે.

એકવાર શેર કરવામાં આવેલ ફોટો અથવા વીડિયો તરત જ વાયરલ થઈ જાય છે. એટલા માટે WhatsApp નો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. અહીં અમે તમને એવી 3 વાતો જણાવી રહ્યા છીએ. જે ભૂલથી પણ વોટ્સએપ પર ન કરવી જોઈએ.

ફેક ન્યૂઝ શેર ના કરો :

આજકાલ વોટ્સએપ ફેક ન્યૂઝ ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. જોકે, ફેક ન્યૂઝને રોકવા માટે WhatsAppએ ખૂબ જ કડક પોલિસી બનાવી છે. સાથે જ સરકાર ફેક ન્યૂઝની ફરિયાદ પર પણ કડક કાર્યવાહી કરે છે.

જો તમારી પાસે કોઈ મેસેજ કે મીડિયા ફાઈલ મળે તો તેને ચેક કર્યા વગર ફોરવર્ડ ન કરો. આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ખોટા અને નકલી સમાચાર ફેલાવવા બદલ તમને જેલ થઈ શકે છે.

સમાજમાં નફરત ફેલાવતી વસ્તુઓ ન કરો શેર :

ધર્મ, જાતિ, સમુદાય વગેરેના નામે લોકોમાં ભેદભાવ ફેલાવતી સામગ્રી શેર કરવી એ એક મોટો ગુનો છે. સમાજની શાંતિ વ્યવસ્થાને ઠેસ પહોંચાડતો અથવા ભેદભાવ ફેલાવતો આવો કોઈ મેસેજ તમારી પાસે આવે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવો જોઈએ. ભૂલથી પણ આવા મેસેજ કે ફોટો-વીડિયો ફોરવર્ડ ન કરો. જો તમે આવું કર્યું તો તમારે જેલ જવાનો વારો આવી શકે છે.

પોર્ન ફાઈલો શેર ન કરો :

વોટ્સએપ પર પોર્ન એટલે કે અશ્લીલ સામગ્રી શેર કરવી ભારે પડી શકે છે. ખાસ કરીને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે પોલીસ કડક કાર્યવાહી કરે છે. એટલા માટે વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો બિલકુલ શેર ન કરો.

જો કોઈ તમને પોર્ન સામગ્રી મોકલે છે તો તેને ડિલિટ કરી નાખો. આ સિવાય વોટ્સએપ એકાઉન્ટ હેક કરવા, વોટ્સએપ પર કોઈને ધમકાવવા, નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવા અથવા છેતરપિંડી કરવા બદલ જેલ પણ થઈ શકે છે.

આ પણ વાંચો :-

26 નવેમ્બર 2022 રાશિફળ : શનિવારે કરો આ ખાસ ઉપાય, માં લક્ષ્મીના આશીર્વાદથી મળશે અઢળક ધન લાભ

26 November 2022 Horoscope Gujarat Guardian

મેષ
ગઇ કાલની જેમ આજે પણ ‌દિવસ આનંદથી પસાર થાય. આ‌‌ર્થિક પાસું થોડું નબળું થતું જણાય. શેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફ‌રિયાદ રહે. સામાન્ય શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો ‌વિખવાદ રહે. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય.  આદ્યો‌ત્મિક ઉન્ન‌તિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

મિથુન
વાણી ‌વિલાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઈ-બહેનો ના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લીબીન ઘટે, થાક લાગે. બહેનોને મા‌સિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્ક
ખંતીલા, કરકસરીયાં. ચોક્કસ, વ્યવ‌સ્થિત તથા આત્મ‌વિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધા વાળા ને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહ
આત્મ‌વિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક ‌વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. ‌પિતૃ સુખ સારૂ મળે.

કન્યા
કોઇની ઉપર ‌વિશ્વાસ મુકતા પહેલા ‌વિચાર કરવો. ‌વિશ્વાસુ વ્ય‌ક્તિ દ્વારા જ ‌વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલા
મન ઉપર ‌ચિંતાઓ ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આ‌‌ર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પ‌રિવારના સભ્યોની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળું રહે. અપચનની સમસ્યાની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃ‌શ્ચિક
મહેનત જેટલું જ ફળ મળતું જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આ‌‌ર્થિક બાબતોથી અસંતોષ રહે. પ‌રિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી, ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન
નાણાંભીડ વર્તાય. માન‌સિક અશાં‌તિ રહે. શરદી, ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારી વાળા ધંધામાં ‌વિશેષ ધ્યાન આપવું.

મકર
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભ ના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતા નો અનુભવ થાય. સંતાનની ત‌બિયતની કાળજી રાખવી. શરદી, તાવથી સાવચેતી રાખવી.

કુંભ
આત્મ ‌વિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ‌ચિંતામાં વધારો થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય. માતૃસુખ સારૂ મળે. દવા ના ધંધા વાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીન
સંતાનની પ્રગ‌તિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધા‌ર્મિક આયોજનો શકય બનતા જણાય. ‌મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

રૂ.35થી 50 હજારમાં ફોરેન ફરવાની મોજ : પ્લાન બનાવતા પહેલા જોઈ લો 5 ડેસ્ટિનેશનનું લિસ્ટ

The fun of traveling abroad for Rs 35 to 50 thousand

  • જો તમને પણ વિદેશ ફરવા જવાનો શોખ છે પણ બજેટને કારણે તમે એ શોખ પૂરો નથી કરી શકતા તો આ સમાચાર તમારા કામના છે.

કામ કરીને લોકો જ્યારે થાકે ત્યારે ફ્રેશ થવા માટે ફરવા જાય છે. ફરવાનો શોખ લગભગ દરેક લોકોને હોય છે અને ઘણાને વિદેશ ફરવા (Travel abroad) જવાનો શોખ હોય છે પણ બજેટના કારણે દરેક લોકો એ કરી શકતા નથી. જો તમને પણ વિદેશ ફરવા જવાનો શોખ છે પણ બજેટને કારણે તમે એ શોખ પૂરો નથી કરી શકતા તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે એવા વિદેશી સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 35-50 હજારમાં આરામથી ફરવા જઈ શકો છો.

સિંગાપોર : જો તમે ફરવાની સાથે-સાથે શોપિંગ અને સ્વાદિષ્ટ ખોરાક ખાવાના શોખીન છો તો સિંગાપોર તમારા ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે. જણાવી દઈએ કે ત્યાં યુનિવર્સલ સ્ટુડિયો ઉપરાંત સુંદર બીચ પણ છે અને તમે 40 થી 50 હજાર રૂપિયા ખર્ચીને ત્યાં આરામથી ફરવા જઈ શકો છો.

મ્યાનમાર : આ સ્થળની સુંદરતાના કારણે તેની ગણતરી શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં થાય છે. મ્યાનમાર ફરનારાઓમાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે અને જો તમે પણ આ દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે 35 થી 45 હજાર રૂપિયામાં ત્યાં ફરવા જઈ શકો છો.

થાઈલેન્ડ : થાઈલેન્ડ માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે ફરવા માટેનું બેસ્ટ અને પસંદિતા સ્થળ છે. થાઈલેન્ડના આધુનિક શહેરો અને સાંસ્કૃતિક વારસો લોકોને પોતાની તરફ ખેંચે છે. આ સાથે જ સુંદર બીચ અને નાઈટલાઈફ પણ તેની શાન છે. જણાવી દઈએ કે ત્યાં તમે 45 થી 50 હજાર રૂપિયામાં ફરવા જઈ શકો છો.

શ્રીલંકા : ભલે છેલ્લા 2 વર્ષથી આર્થિક સંકટને કારણે શ્રીલંકા ઘણા પડકારોમાંથી પસાર થયું છે પણ આ દેશ પ્રવાસીઓ પર આધારિત છે અને શ્રીલંકાની સંસ્કૃતિ, સુખદ વાતાવરણ, ખાણી-પીણી અને સુંદર લેન્ડસ્કેપ ત્યાંની શાન છે. આ સાથે તેના રેતાળ બીચ પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. અહીં ફરવા માટે એક વ્યક્તિને 35 થી 40 હજારનો ખર્ચ થાય છે.

વિયેતનામ : વિયેતનામ પણ ખૂબ જ સુદંર સ્થળ છે અને ફરવા માટે લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંની સુંદર નદીઓ, દરિયાકિનારા અને બૌદ્ધ મંદિરોની પસંદગી અહીં લોકોને આકર્ષે છે અને આ સિવાય આ દેશમાં ખાવાનો સારો વિકલ્પ પણ મળી રહે છે. તમે 30 થી 40 હજાર રૂપિયામાં આ દેશમાં જઈ શકો છો.

ઈજિપ્તજો તમે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન છો. તો તમને ઇજિપ્ત એક ખૂબ સારો વિકલ્પ છે. આ દેશ તેની સંસ્કૃતિ અને ઈતિહાસ માટે ખૂબ પ્રખ્યાત છે. ઈજિપ્તની નાઈલ નદી, ભવ્ય પિરામિડ અને ઘણા પ્રાચીન મંદિરો અને મસ્જિદો જોવા મળે છે અને ત્યાં તમે લગભગ 50 હજારના બજેટમાં ફરવા જઈ શકો છો.

આ પણ વાંચો :-

એક Video Call અને જિંદગી તબાહ ! પૈસા પડાવવામાં જામતાડાને પછાડી ગયું રાજસ્થાનનું આ ગામ

0

A video call and life is ruined y

  • તમે ઓનલાઈન ફ્રોડ તો સાંભળ્યું હશે પણ હવે લોકો વીડિયો કોલથી પણ હજારો લાખો ગુમાવી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સેક્સટોર્શનના (Sextortion) કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તમને આ શબ્દ નવો લાગતો હશે, પરંતુ તમારા કોઈ નજીકના વ્યક્તિ પણ આ પ્રકારના ગુનાનો શિકાર બન્યા હશે. આવા જ એક કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજસ્થાનમાં લગભગ આખું ગામ આ પ્રકારના સાયબર ક્રાઈમમાં (Cybercrime) સામેલ હતું.

શું છે સેક્સટોર્શન ?

વાસ્તવમાં સાયબર છેતરપિંડી કરનારાઓ કોઈને કોઈ રીતે લોકોને ઓનલાઈન પ્લેટફોર્મ પર વાતચીતમાં ફસાવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં પુરુષોને ટાર્ગેટ કરવા માટે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એવા ઘણા કિસ્સા છે જેમાં વોટ્સએપ પર અજાણ્યા વિડિયો કોલ ચલાવવામાં આવે છે. જેમ જેમ કોઈ વ્યક્તિ તેમની જાળમાં ફસાઈ જાય છે. ત્યારે કોલના બીજા છેડે બેઠેલી વ્યક્તિ યુઝરનો વાંધાજનક વીડિયો બનાવે છે.

કેટલાક કિસ્સાઓમાં વપરાશકર્તાઓના ચિત્રની મદદથી એક મોર્ફ વિડિયો (Morph video) બનાવવામાં આવે છે. પછી તેમને બ્લેકમેલ કરવામાં આવે છે. સ્કેમર્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે. જો કોઈ પૈસા આપે તો પણ બ્લેકમેઈલિંગનો આ તબક્કો અહીં પૂરો થતો નથી પણઆગળ વધે છે. આ આખી રમતને સેક્સટોર્શન કહેવામાં આવે છે.

કેવી રીતે બહાર આવ્યો સમગ્ર  કેસ ? 

પુણે પોલીસે રાજસ્થાનના 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની સેક્સટોર્શન સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પુણેમાં 19 વર્ષીય યુવકે કથિત સેક્સટોર્શનના કારણે આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓ સતત પીડિતાને બ્લેકમેઈલિંગ અને હેરાન કરતા હતા.

યુવકે 28 સપ્ટેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. સેક્સટોર્શન સાથે જોડાયેલા આ કેસમાં યુવકે અગાઉ છેતરપિંડી કરનારાઓને 4500 રૂપિયા આપ્યા હતા. પરંતુ બ્લેકમેલિંગની પ્રક્રિયા અહીં સમાપ્ત થતી નથી. આ કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

રાજસ્થાનના આ ગામમાં ચાલે છે સેક્સટોર્શન ? 

દત્તવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અભય મહાજને કહ્યું, આ કેસની તપાસમાં અમે રાજસ્થાનના અલવરના ગોથરી ગુરુ ગામમાં પહોંચ્યા. જ્યાં અમે અનવર સુબાન ખાનની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આખા ગામમાં સેક્સટોર્શન રેકેટ ચાલી રહ્યું છે. જેનો માસ્ટરમાઈન્ડ અનવર છે.

પોલીસ તપાસમાં શું બહાર આવ્યું ? 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગામના મોટાભાગના યુવકો અને મહિલાઓ ઓનલાઈન સેક્સટોર્શનમાં સામેલ છે.  સાયબર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર 2022 સુધીમાં પુણેમાં કુલ 1445 કેસ નોંધાયા છે. જેમાં પીડિતોને બ્લેકમેલ કરવામાં આવ્યા છે અને હેરાન કરવામાં આવ્યા છે.

આ કિસ્સામાં સાયબર ગુનેગારો પુરુષોને નિશાન બનાવવા માટે મહિલાઓનો ઉપયોગ કરે છે. અધિકારીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં ગુનેગારો ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર તેમના લક્ષ્યો શોધી કાઢે છે. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે આકર્ષક ડીપીનો ઉપયોગ કરવામાં આવે છે. સાયબર પોલીસે લોકોને ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર અજાણ્યા વીડિયો કોલ્સ અને અજાણ્યા લોકો સાથેની વાતચીત વિશે ચેતવણી આપી છે.

આ પણ વાંચો :-

સુરતની સૌથી ચર્ચિત બેઠક પર પ્રચાર માટે PM મોદી પોતે મેદાનમાં, પાટીદારોના ગઢમાં AAP આપી રહ્યું છે સીધી ટક્કર

0

AAP is giving a direct fight to PM Modi

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં જાહેરસભા અને રોડ-શો કરવા જઈ રહ્યા છે. 27મી નવેમ્બરે પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા સુધી રોડ શો યોજાશે. સાથે પાટીદારોના ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

પાટીદારોના ગઢ સુરતમાં PM મોદીની જાહેર સભા :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢ સુરતની (Surat) મુલાકાતે આવવાના છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 નવેમ્બરે સુરતમાં આવવાના છે. જેને લઈ સુરત ભાજપની ટીમ કવાયતમાં લાગી છે. પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા (Mota Varacha) રૂટ પર રોડ શો યોજાશે. સાથે પાટીદારોના (Patidar) ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે PM મોદી :

મહત્વનું છે કે સુરત સહિત ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તેવામાં હવે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર PMનો રોડ-શો અને જાહેર સભા યોજાશે. મોટા વરાછામાં જાહેર સભા પૂર્ણ થયા બાદ પીએમ મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરશે. તેઓ બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સુરતમાં રોકાણ કરશે.

ગત વખતે ભાજપને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ :

વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે પાટીદારોનું દિલ જીતવામાં આ વખતે કોણ સફળ થાય છે. ભાજપ, આપ કે કોંગ્રેસ.

આ પણ વાંચો :-

અમિતાભ બચ્ચનનું નામ કે ફોટો ગમે ત્યાં વાપર્યો તો તમારું આવી બન્યું સમજો ! કોર્ટે આપ્યો ચુકાદો

If Amitabh Bachchan’s name or photo

  • કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરી રહી હતી અને બચ્ચને તેની અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે એ ખોટું છે.

બોલિવૂડના (Bollywood) શહેનશા કહેવાતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) અરજી દાખલ કરી છે કે ઘણી કંપનીઓ તેમની પરવાનગી વિના તેમના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ કરી રહી છે. જો કે આપણ બધાએ જાણીએ છીએ કે આ ઘટના ઘણા લાંબા સમયથી બની રહી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન તેમના હકમાં તેમના પબ્લિસિટી (Publicity) અને પર્સનાલિટી (Personality) અધિકારો ઈચ્છે છે અને પ્રખ્યાત પબ્લિક ફિગર (Public Figure) હોવાને કારણે અમિતાભ બચ્ચન નથી ઈચ્છતા કે તેમની પરવાનગી વગર કોઈ તેમની ઓળખનો ઉપયોગ કરે.

જણાવી દઈએ કે તેમાં પણ અમિતાભને રાહત મળી છે. જણાવી દઈએ કે જસ્ટિસ ચાવલાએ ઓથોરિટી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને પર્સનાલિટી ટ્રેટસ જે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે તેને તાત્કાલિક દૂર કરવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ સિવાય કોર્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને પણ એ ફોન નંબર વિશે જાણકારી આપવા માટે કહ્યું છે જે બચ્ચનના નામ અને અવાજનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આવી ઓનલાઈન લિંક્સ હટાવવા માટે કહેવામાં આવ્યું છે જે બચ્ચનના પર્સનાલિટી રાઈટસને ખરાબ કરે છે.

શું હતો સમગ્ર મામલો?

જણાવી દઈએ કે કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરી રહી હતી અને બચ્ચને તેની અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે એ ખોટું છે. કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીમાં એ વસ્તુ પર કંટ્રોલ કરવો જોઈએ. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમિતાભ બચ્ચનના નામે એક લોટરીની જાહેરાત પણ ચાલી રહી છે અને ત્યાં પ્રમોશનલ બેનર પર તેમનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને તેના પર KBC નો લોગો પણ લગાવવામાં આવ્યો છે.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન દ્વારા અરજી રજૂ કરી હતી અને કહ્યું હતું કે મારા ક્લાઈન્ટના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે ઈચ્છે છે કે કોઈપણ જાહેરાતમાં તેના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ ન થવો જોઈએ અને તેને કારણે તેની ઈમેજ બગડે છે.

જણાવી દઈએ કે રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એક મોટી સેલિબ્રિટી છે અને આવી સ્થિતિમાં તેમના નામનો ઉપયોગ કોઈપણ પ્રકારના પ્રચારમાં થઈ શકે નહીં. અને એ માટે જાહેરાત કંપનીઓ પર પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમિતાભ બચ્ચનના વકીલે પણ કોર્ટને કહ્યું હતું કે બચ્ચન એક પ્રખ્યાત વ્યક્તિ છે.

કોઈ જાહેરાતમાં તેમની પરવાનગી વિના તેમનું આ રીતે પ્રતિનિધિત્વ કરવું તે પણ ખોટું છે. જો એડ કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ અને અવાજનો ઉપયોગ કરવા માંગે છે. તો તેઓ અભિનેતાની પરવાનગીથી જ કરી શકે છે.

આ પણ વાંચો :-

સલમાન ખાન જેવી બોડી બનાવવા માગતા યુવકે ઘોડાનું ઈંજેક્શન લગાવી લીધું, બાદમાં થઈ જોવા જેવી

0

The young man who wanted

  • સિક્સ પેક એબ્સ માટે આજના યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા પણ અચકાતા નથી. ડોક્ટરની સલાહ વિના જ દવાઓ અને સપ્લીમેન્ટ લઈ રહ્યા છે. તેના ગંભીર પરિણામ પણ સામે આવી રહ્યા છે.

સિક્સ પેક એબ્સ (Six pack abs) માટે આજના યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા પણ અચકાતા નથી. ડોક્ટરની સલાહ વિના જ દવાઓ અને સપ્લીમેન્ટ (supplement) લઈ રહ્યા છે. તેના ગંભીર પરિણામ પણ સામે આવી રહ્યા છે. ઈન્દોરમાંથી (Indore) આવો જ એક મામલો સામે આવ્યો છે. એક યુવકે સલમાન ખાન જેવી બોડી બનાવવાની ઈચ્છાથી ઘોડાને લગાવાનું ઈંજેક્શન (Injection) લગાવી દીધુ હતું.

એક દુકાનદારે તેને કહ્યું હતું કે પ્રોટિન પાઉડરની સાથે સાથે આ ઈંજેક્શનથી તેની બોડીમાં ફેરફાર થશે. યુવકની બોડી તો સલમાન ખાન જેવી ન થઈ પણ તેની તબિયત ચોક્કસથી ખરાબ થઈ ગઈ. શરીદમાં દુખાવો થવા લાગ્યો. લીવરમાં સોજો આવી ગયો. બાદમાં તેને ખબર પડી કે તેણે જે ઈંજેક્શન લગાવ્યું છે તે ઘોડાને લગાવાનું ઈંજેકશન છે.

આ મામલો ઈન્દોરના વિજય નગર વિસ્તારનો છે. છોડા બાંગડદા નિવાસી જય સિંહ બે મહિનાથી જીમમાં જઈ રહ્યો છે. તેણે ડોક્ટરની સલાહ વગર જ પ્રોટીન પાઉડર અને એક ઈંજેક્શન લગાવી લીધું હતું. જે બાદ તેની તબિયત ખરાબ થઈ. લીવરમાં સોજો આવી ગયો. આખા શરીરમાં ખાસ કરીને પેટમાં દુખાવો થવા લાગ્યો.

જ્યારે તે ડોક્ટર પાસે બતાવવા ગયો તો ખબર પડી કે તેણે જે ઈંજેક્શન લીધું હતું કે ઘોડાને લગાવાનું હતું. આ મામલે વિજય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છએ. દુકાનદાર મોહિત આહૂજા વિરુદ્ધ ફરિયાદ પણ લખાવી છે.

જય સિંહનું કહેવુ છે કે દુકાન સંચાલક મોહિત આહૂજાએ દાવો કર્યો હતો કે પ્રોટીન પાઉડર અને ઈંજેક્શન લગાવ્યા બાદ શરીરમાં ચેન્જ થવા લાગશે. બે મહિના બાદ ફરક દેખાવા લાગશે. પહેલો ડોઝ લગાવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ ગઈ. પોલીસ હવે એ ચેક કરી રહી છે કે દુકાનદારે અત્યાર સુધીમાં કેટલા લોકોને આ ઈંજેક્શન લગાવ્યા છે. તેના આધાર પર તેના પર કેસ નોંધાશે.

આ પણ વાંચો :-

માલધારી સમાજે વધાર્યું ભાજપનું ટેન્શન ! 40 બેઠકો પર પડી શકે છે સીધી જ અસર, સમજો આખું સમીકરણ 

0

Maldhari society increased the tension of BJP

  • તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બતાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Election) ચૂંટણી પહેલા હવે ભાજપ સામે માલધારી (Maldhari) સમાજ નારાજ હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમના સમુદાયને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરીને પશુપાલક (Cattle breeder) માલધારી સમાજના સભ્યોએ ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બતાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન (Vote Against Bjp) કરવા હાકલ કરી હતી.

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારથી સમાજ ભારે નારાજ છે. આ નિવેદનમાં તેમણે કોંગ્રેસના (Congress) વખાણ કર્યા હતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પણ આભાર માન્યો હતો. જેમણે ભૂતકાળમાં સમાજ માટે સમર્થન દર્શાવ્યું હતું. માલધારી સમાજે ફરી એકવાર તેમની પડતર માંગણીઓ તરફ ધ્યાન દોરીને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાજના સભ્યોએ ભાજપને પાઠ ભણાવવાની વાત કરી હતી.

માલધારી સમાજની માંગણીઓ શું છે ? 

નાગજીભાઈ દેસાઈના જણાવ્યા મુજબ માલધારી સમાજની મુખ્ય માંગણીઓમાં માલધારી રહેણાંક વિસ્તારની સ્થાપના, સમાજના સભ્યો સામેના ખોટા પોલીસ કેસો પાછા ખેંચવા, જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને ખેડૂત બનવાનો અધિકાર અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે. ગીર બરડા અને આલેચ ના વન વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા બાબતે અનેક માંગણીઓ પડતર છે.

જાણો ક્યારથી વિરોધ શરૂ થયો ? 

ગુજરાતના શહેરી વિસ્તારો માટે રખડતા ઢોર નિયંત્રણ બિલ પસાર થયું ત્યારે માલધારી સમુદાયે સૌપ્રથમ ભાજપનો વિરોધ કર્યો હતો. આ વર્ષે 18 સપ્ટેમ્બરે માલધારી સમાજ દ્વારા આ બિલને રદ્દ કરવાની માંગણી માટે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર નજીક શેરથા ગામમાં આયોજિત આ મહાપંચાયતમાં પચાસ હજાર સભ્યોએ ભાગ લીધો હતો. તેના એક દિવસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બિલ રાજ્ય સરકારને પુનર્વિચાર માટે મોકલ્યું હતું. તેને 21 સપ્ટેમ્બરે વિધાનસભામાં સર્વાનુમતે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં માલધારી સમાજ મોટી વોટ બેંક  :

પશુપાલક માલધારી સમુદાય ગુજરાતમાં એક મોટી વોટ બેંક છે, તેમને હાંસલ કરવા માટે સરકારે સપ્ટેમ્બરમાં રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચી લીધું હતું. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં માલધારી સમાજ 40 થી 45 બેઠકો ધરાવે છે. સમુદાયના લોકો પણ આ બેઠકો પર કિંગમેકર હોવાનો દાવો કરે છે.

સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મહાપંચાયતમાં પણ માલધારી સમાજના લોકોએ ભાજપને મત નહીં આપવાનો સંકલ્પ લીધો હતો. હવે ફરી એકવાર આ વાતનું પુનરાવર્તન કરીને ભાજપના દિલના ધબકારા વધી ગયા છે.

આ પણ વાંચો :-

વડોદરામાં ભાજપનો સપાટો, મધુ શ્રીવાસ્તવના પુત્રી સહિત 51 હોદ્દેદારો-કાર્યકરો પાર્ટીમાંથી સસ્પેન્ડ

0

BJP in Vadodara

  • ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઘણા નેતાઓ નારાજ છે. પાર્ટીએ 39 જેટલા સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ઘણા ધારાસભ્યોએ અપક્ષથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યા છે.

વડોદરામાં (Vadodara) પાર્ટીમાં જ રહીને પક્ષને નુકસાન કરનારા 51 જેટલા લોકોને ભાજપે એકસાથે સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં વાઘોડિયાના (Vaghodiya) દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના (Madhu Srivastava) પુત્રી નીલમ શ્રીવાસ્તવ પણ સામેલ છે.

ભાજપે કોને-કોને સસ્પેન્ડ કર્યા ?

વડોદરા જિલ્લા ભાજપે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો સામે લાલ આંખ કરતા 51 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને સામેલ છે. બીજી તરફ વાઘોડિયામાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ પહેલા ગત અઠવાડિયે જ ભાજપે મધુ શ્રીવાસ્તવ, દિનુ મામાએ અપક્ષથી ઉમેદવારી નોંધાવતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે આ નેતાઓના સમર્થકોને પણ પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

મહિસાગર જિલ્લામાં પણ 8 નેતાઓ સસ્પેન્ડ :

નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે જ મહિસાગર જિલ્લામાં પણ અપક્ષના નેતાનો પ્રચાર કરનારા 8 જેટલા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે 8 હોદ્દેદારો પર આકરા પગલાં ભર્યા હતા. તેમણે અપક્ષ ઉમેદવાર જે.પી પટેલનો પ્રચાર કરતા આ તમામ ભાજપના નેતા સામે લાલ આંખ કરી હતી.

પાર્ટીએ તમામ માહિતી એકઠી કર્યા પછી તાત્કાલિક ધોરણે 8 નેતાને સસ્પેન્ડ કરતા ચર્ચાનો મુદ્દો ગરમાયો હતો. સસ્પેન્ડ લેટરમાં ભાજપે જણાવ્યું છે કે આ પગલાં તમામ પ્રકારના વીડિયો પુરાવા ચકાસ્યા પછી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

પત્નીના ત્રાસનો VIDEO બનાવ્યો, બાદમાં 2 ફૂલ જેવા બાળકોને કેનાલમાં ફેંકી અને યુવાને પણ ઝંપલાવ્યું, કાળજુ કંપાવતી ઘટના

0

Video made of torture of wife

  • કણભાના પરઢોલ ગામના યુવકે પોતાના બે બાળકો સાથે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પત્નીના ત્રાસથી વિડીયો બનાવીને યુવકે કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.

કણભાના (Kanbha) પરઢોલ ગામના વિનોદ ઠાકોરએ પત્ની અને સાસરિયાના ત્રાસથી આયખું ટૂંકાવી લીધું છે. યુવકે વિડીયો (Video) બનાવીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. વિનોદએ  પ્રથમ પોતાના 2 બાળકોને આરવ અને ઋષભને કેનાલમાં (Canal) ફેંકી ત્યારબાદ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેને પોતાના માતા પિતાને યાદ કરીને પત્નીનાઆ ત્રાસની વેદના વ્યક્ત કરી હતી. આ ઘટનાએ પરઢોલ ગામમાં માતમ ફેલાઈ દીધો છે. હસતો રમતો પરિવાર સામાન્ય ઝઘડાને લઈને પલભરમાં વિખેરાઈ ગયો હતો.

6 વર્ષ પહેલાં વિનોદ ઠાકોરના લગ્ન થયા હતા :

6 વર્ષ પહેલાં વિનોદ ઠાકોરના લગ્ન કોમલ ઠાકોર સાથે થયા હતા. બન્ને ફૂલ જેવા બે બાળકો હતા. વિનોદ ખેતીવાડીમાં મજૂરી કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. માતા પિતાનો એકનો એક દીકરો હતો. પરંતુ 7 મહિના સામાન્ય બાબતે પત્ની કોમલ સાથે ઝઘડો થતા તે રિસાઈને પિયર જતી રહી.

તેને મનાવવાનો અનેક પ્રયાસ બાદ પણ તે પરત આવી ન હતી. ત્યારબાદ સાસરિયા છૂટાછેડા અને ભરણપોષણના નામે 10 લાખની માંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેના પિતાએ કર્યો હતો. આ દબાણ અને તણાવમાં વિનોદએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની રાવ ઉઠાવી હતી.

પત્નીના ત્રાસથી વિડીયો બનાવીને યુવકે કેનાલમાં પડતું મૂક્યું :

2 સંતાન સાથે રાયપુર કેનાલમાં આત્મહત્યા કરનાર વિનોદનો મૃતદેહ અડાલજ કેનાલથી મળ્યો. જ્યારે 3 વર્ષના આરવનો મૃતદેહ કડીના બાવલુ નજીકથી મળ્યો જ્યારે ઋષભનો કડી કેનાલથી બહાર કાઢવામાં આવ્યો હતો.  બાળકોની ચિચિયારીઓથી ગુંજતું આ ઘરમાં આક્રંદ જોવા મળે છે. આ પરિવાર ન્યાનની માંગ કરી રહ્યો છે. ઘરના વંશવેલો ગુમાવી દેનાર પિતાની આંખો ન્યાય માંગે છે.

ત્યારે આ કેસમાં બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરાઇ છે. પરંતુ આપઘાતનું કારણ બનેલી પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને સજા આપવાની માંગ માતા પિતા કરી રહ્યા છે. હાલમાં પોલીસે આ કેસમાં પરિવારના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-