Home Blog Page 1235

શું તમે જાણો છો કે કયા દેવતાની કેટલી વખત પરિક્રમા કરવી જોઇએ? નહીં ને તો જાણી લો આ નિયમ

Do you know how many times a deity

  • હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનુ વિશેષ મહત્વ હોય છે. જેનાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને બધી સમસ્યાઓનુ નિવારણ કરે છે.

હિન્દુ ધર્મમાં (Hinduism) અલગ પ્રકારથી દેવી-દેવતાઓની પૂજા થાય છે. ધાર્મિક સ્થળો (Religious places) પર દેવોને અગરબત્તી, ફૂલ, ધ્વજ, નારિયેળ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ભગવાનની પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમાને ફેરી લગાવવી પણ કહે છે. કોઈ પણ દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે પરિક્રમા વગર પૂજા અધૂરી રહી જાય છે.

જાણીતા પંડિતનુ કહેવુ છે કે પરિક્રમા ભગવાનની સાધના કરવાની એક પ્રક્રિયા છે જેનાથી દેવો પ્રસન્ન થાય છે અને દરેક સંકટોનુ નિવારણ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં દરેક દેવોની પરિક્રમા કરવાના વિશેષ નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં નિયમો મુજબ પરિક્રમા કરવી જોઈએ.

પરિક્રમાના નિયમ અને લાભ :

શાસ્ત્રો મુજબ ધાર્મિક સ્થળો પર દંડવત પરિક્રમા કરવાથી અશ્વમેઘ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેવોની મૂર્તિની પરિક્રમા શરૂ કર્યા બાદ તેને અધૂરી ના છોડવી જોઈએ અને જ્યાંથી પ્રારંભ કર્યો છે ત્યાં પ્રદક્ષિણા પૂરી કરવી જોઈએ. પરિક્રમા સમયે એકદમ શાંત રહો, કોઈની સાથે વાત ના કરવી જોઈએ અને જે દેવોની પરિક્રમા કરી રહ્યાં છો તેનુ ધ્યાન કરવુ જોઈએ.

કયા દેવોની કેટલી પરિક્રમા કરો :

જ્યોતિષ શાસ્ત્રો મુજબ, જે રીતે બધા દેવોની પૂજા વિધિ અલગ-અલગ હોય છે, એ રીતે દેવોની પરિક્રમાનું અલગ-અલગ વિધાન હોય છે. ભગવાન શિવની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણકે સોમ સૂત્રને પાર કરવું ઉચિત હોતુ નથી. શિવલિંગમાંથી દૂધ અને જળની ધારા જ્યા વહે છે તેને સોમ સૂત્ર કહે છે.

જેને પાર કરવુ યોગ્ય ગણાતુ નથી. આ રીતે સૂર્ય ભગવાનની સાત વખત પરિક્રમા કરવી જોઈએ અને આ સાથે સૂર્ય દેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. માં દુર્ગાની માત્ર એક પરિક્રમા કરવામાં આવે છે. આ રીતે ભગવાન ગણેશની પ્રદક્ષિણા ત્રણ વખત કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પરિક્રમા ચાર વખત કરવી જોઈએ.

આ પણ વાંચો :-

ચૂંટણી ટાણે અમદાવાદ શહેરમાં આ રોગનો ફૂંફાડો, કેસ વધતા આરોગ્ય વિભાગ લાગ્યું કામે, બાળકોને સાચવજો

The outbreak of this disease

  • અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનામાં 250 વધુ કેસ ઓરી-અછબડાના નોંધાય, આરોગ્ય વિભાગ હરકતમાં આવી બાળકોને રસી આપવાની કામગીરી શરુ કરી.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઓરી-અછબડાના (Measles) કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 2 મહિનામાં 250 જેટલા કેસ સામે આવ્યાં છે. સતત કેસમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ (Department of Health) પણ હરકતમાં આવ્યો છે. ઓરી અછબડાના કેસા સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. શહેરના દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ, બહેરામપુરા, દરિયાપુર, સંકલિતનગર, વેજલપુર, સરખેજ કેસ નોંધાયા છે.

કોને થાય છે?

ઓરી-અછબડા વાયરલ ચેપી રોગ છે છે જે બાળકોને વધુ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર છ માસથી આઠ વર્ષના બાળકોમાં વધુ થતા હોય છે. અને આ બીમારમાં જો દર્દીની ઉંમર વધુ હોય તો તેને આ રોગની પીડા પણ વધુ થતી હોય છે. આ એવો રોગ છે જે એક વખત થયા પછી બીજી વખત થતો નથી.

ઓરી-અછબડાના લક્ષણો :

ઓરી-અછબડામાં શરૂઆતમાં તાવ આવે છે જે અમુકને ન પણ આવે તેમજ નોર્મલ શરદી જેવું રહે છે. શરીર પર સફેદ નાના મોતી જેવા ઉપસેલા ફોલ્લા દેખાય છે જે શરીરના દરેક અંગ પર થતા હોય છે ચહેરા પર પણ ખરા. જે બીમારી દરમિયાન સામાન્યથી ભારે તાવ પણ આવી શકે છે તેમજ નબળાઈ અનુભવાય છે. તેમજ બે-ત્રણ દિવસ પછી એ ફોલ્લા થોડા મોટા થાય છે. જે ઉંમર પ્રમાણે મોટા હોય છે વધુ ઉંમરનાને મોટા થાય છે. જ્યાં સામાન્ય ખુજલી પણ આવે છે.

આ પણ વાંચો :-

1 ડિસેમ્બરથી થશે ડિજિટલ રૂપિયાની શરૂઆત, જાણો કેવી રીતે ઉપયોગમાં લઈ શકાશે

0

Digital rupee will be launched

  • આરબીઆઈ આ ડિજિટલ રૂપિયાને તે સંપ્રદાયમાં જારી કરશે, જે રીતે વર્તમાનમાં કાગળનું ચલણ અને સિક્કા જારી કરવામાં આવે છે. તેનું વિતરણ મધ્યસ્થીઓ દ્વારા કરવામાંવ આવશે. જેમાં બેંકો પણ સામેલ હશે.

1 ડિસેમ્બરના રોજ RBI રિટેલ વ્યાપાર માટે ડિજિટલ રૂપિયાની (Digital Rupees) તેની પ્રથમ પાયલોટ લોન્ચ કરશે. હજુ આરબીઆઈ આ પાયલોટ (pilot) ફક્ત ગ્રાહકો અને વેપારીઓના નજીકના ગ્રુપ અને પસંદગીના સ્થળો પર જ કામ કરશે. ઈ-રૂપિયો, ડિજિટલ ટોકનના રૂપમાં કામ કરશે. જેને લીગવ ટેન્ડર મળશે.

આરબીઆઈ આ ડિજિટલ રૂપિયાને તે સંપ્રદાયમાં જારી કરશે. જે વર્તમાનમાં કાગળનું ચલણ અને સિક્કા જારી કરવામાં આવે છે. તેનું વિતરણ મધ્યસ્થીઓ દ્વારા કરવામાંવ આવશે. જેમાં બેંકો પણ સામેલ હશે.

એક અહેવાલ અનુસાર સામાન્ય લોકો આમાં સામેલ બેંકો e રૂ.-R ડિજિટલ વોલેટ દ્વારા ઈ-રૂપીનો ઉપયોગ કરી શકશે. આ પેમેન્ટ મોબાઈલ અને બીજા ડિવાઈસ દ્વારા કરી શકાશે. આ રિટેલ પાયલોટ દ્વારા વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારીને ટ્રાન્ઝેક્શન કરી શકાશે. રોકડની જેમ જ ઈ-રુપિયો લોકોમાં વિશ્વાસ, સુરક્ષા અને સેટલમેન્ટની ભાવના સ્થાપિત કરશે.

ડિપોઝિટ પર નહિ મળે વ્યાજ :

રોકડની જેમ કોઈ પણ વ્યક્તિ તેને બેંકમાં ડિપોઝિટ કરીને વ્યાજ મેળવી શકશે નહિ સાથે જ આ રૂપિયાને અન્ય કોઈ પણ રુપિમાં બદલી શકાશે નહિ. પરંતુ તે વ્યક્તિને રોકડ જેટલી જ સ્વતંત્રતા આપશે.

શું છે ડિજિટલ રૂપિયો :

ઈ-રૂપિયા પર રિઝર્વ બેંકે કહ્યું હતું કે સીબીડીસી એટલે કે કેન્દ્રીય બેંક ડિજિટલ રૂપિયામાં જારી એક લીગલ ટેન્ડર કરન્સી હશે. તે ફિઅટ ચલણ જેવું જ હશે અને ફિઅટ ચલણની સાથે તેને બદલી શકાય છે. આ ચલણ માત્ર તેના સ્વરૂપની દ્રષ્ટિએ અલગ છે.

તમે તેને સરળ ભાષામાં સમજી શકો છો કે ભારતીય રૂપિયો અને સીબીડીસીમાં ડિજિટલ રૂપિયામાં કોઈ જ ફર્ક નથી. બ્લોકચેન સપોર્ટેડ વોલેટ દ્વારા ડિજિટલ ફિઅટ કરન્સી કે સીબીડીસીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આ પણ વાંચો :-

વહૂને કારણે વિવાદમાં ઘેરાયા BCCI પ્રેસિડન્ટ રોજર બિન્ની, જાણો એક મહિનામાં એવું તે શું બન્યું

0

BCCI president Roger Binny caught

  • BCCI પ્રેસિડન્ટ રોજર બિન્ની પુત્રવધૂ મયંતી લેંગરને કારણે હિત ટકરાવના વિવાદમાં ઘેરાયા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે એથિક્સ ઓફિસર વિનીત સરને બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીને (Roger Binney) હિતોના ટકરાવની નોટિસ મોકલી છે. પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. પીટીઆઈને જાણકારી મળી છે કે વિનીત સરને (Vineet sir) રોજર બિન્નીને પોતાની વિરુદ્ધ હિતોના ટકરાવના આરોપો પર 20 ડિસેમ્બર સુધી લેખિત જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.

પુત્રવધૂ મયંતી લેંગર સ્ટાર સ્પોર્ટ્સ માટે કામ કરે છે :

ફરિયાદી સંજીવ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે રોજર બિન્નીને હિતનો ટકરાવ છે કારણ કે તેની પુત્રવધૂ અને સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર (Mayanti Langer) બિન્ની સ્ટાર સ્પોર્ટ્સ માટે કામ કરે છે. સ્ટાર સ્પોર્ટ્સને ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝનના મીડિયા રાઈટસ મળે છે.

બિન્નીની નોટીસમાં આવું કહેવાયું :

વિનીત સરને 21 નવેમ્બરે જારી કરેલી નોટિસમાં કહ્યું કે તમને અહીંથી જાણ કરવામાં આવે છે કે બીસીસીઆઈના એથિક્સ ઓફિસરને તમારા હિતોના ટકરાવ સાથે સંબંધિત બીસીસીઆઈના નિયમ 38 (1) (1) અને નિયમ 38 (2) ના ઉલ્લંઘન અંગે ફરિયાદ મળી છે. તમને 20 ડિસેમ્બર, 2022 ના રોજ અથવા તે પહેલાં ફરિયાદ પર તમારો લેખિત જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવે છે. આ જવાબના સમર્થનમાં સોગંદનામું પણ દાખલ કરવું જોઈએ.

ઓક્ટોબરમાં બીસીસીઆઈ પ્રમુખનો હોદ્દો સંભળાવ્યો : 

વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રહેલા રોજર બિન્ની ઓક્ટોબરમાં બીસીસીઆઈના 36માં પ્રમુખ બન્યા હતા. તેમણે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યા લીધી હતી. રોજર બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન ડે રમી છે.

મયંતી અને સ્ટુઅર્ટની લવ સ્ટોરી રસપ્રદ :

મયંતી લેંગર સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયાનું જાણીતું નામ છે. મયંતી લેંગરે 2012માં સ્ટુઅર્ટ બિન્ની સાથે લગ્ન કર્યા હતા. મયંતી અને સ્ટુઅર્ટની લવ સ્ટોરી એકદમ રસપ્રદ છે. મયંતી લેંગરે તેની ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ લાઇવ ઇન્ટરવ્યુ લીધો હતો.

જે આઇસીએલ દરમિયાન સ્ટુઅર્ટ બિન્ની હતો. મયંતી લેંગરના પિતા લશ્કરમાં લેફ્ટનન્ટ જનરલ હતા અને માતા શિક્ષક હતા. મયંતી લેંગરે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી બીએ ઓનર્સ કર્યું હતું. તે કોલેજની ફૂટબોલ ટીમ તરફથી રમી ચૂકી છે.

આ પણ વાંચો :-

વોટિંગ પહેલા AAPને આવ્યું અણધાર્યું ધર્મસંકટ, ગોપાલ ઈટાલિયાનો નવો વીડિયો લાવ્યું ભાજપ, થઈ શકે મોટો વિવાદ

0

Before voting, AAP faced an unexpected

  • આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક નવો વીડિયો ભાજપે જારી કરીને તેમની પર સ્વામિનારાયણ સંપ્રદાયના અપમાનનો આરોપ લગાવ્યો છે.

ગુજરાતમાં (Gujarat) પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી (આપ)ને ઘેરવા માટે ‘વીડિયો દાવ‘ ખેલ્યો છે. ભાજપે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો (Gopal Italiya) નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમના પર ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ (Swaminarayan) અને અનુયાયીઓનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.  આ પહેલા પણ ભાજપે ઈટાલિયાના અનેક વીડિયો (Video) શેર કર્યા હતા. જેને આપે જૂના ગણાવ્યા હતા.

ભાજપ નેતા અમિત માલવિયાએ વીડિયો શેર કર્યો  :

આ વીડિયો શેર કરતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું, “આપના પ્રદેશ અધ્યક્ષ અને કેજરીવાલના નજીકના સાથી ગોપાલ ઇટાલિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનું અપમાન કર્યું હતું અને તેમની શ્રદ્ધાને મૂર્ખતાપૂર્ણ ગણાવી હતી. વિશ્વભરના કરોડો હિન્દુઓ ભગવાન સ્વામિનારાયણની પરંપરાને અનુસરે છે. વીડિયોમાં ઇટાલિયા એક ખાસ સંપ્રદાયના ખાવા-પીવા પર ગુજરાતીમાં કોમેન્ટ કરતા જોવા મળી રહી છે.

ભાજપે ઈટાલિયાના કેટલાક વીડિયો શેર કરી ચૂક્યો છે  :

આ પહેલા ભાજપે ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો શેર કર્યા હતા. એક વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ પીએમ મોદીની માતા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં તેમને મંદિરો અને વાર્તાઓને શોષણનો અડ્ડો કહેતા સાંભળી શકાય છે. ઈટાલિયાના આ વીડિયોએ થોડા સમય માટે પાર્ટીને અસહજ બનાવી દીધી હતી. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે જ્યારે ઈટાલિયા આપમાં ન હતા ત્યારે આ વીડિયો જૂના છે.

આ પણ વાંચો :-

ભાઈ તમે યાત્રામાં ચાલી શકો, રાજકારણમાં નહીં, રાજનીતિમાં ચાલવા ભેજુ જોઈએ : પરેશ રાવલ

0

Brother, you can walk in Yatra

  • પરેશ રાવલએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આ વિકાસ વાળા શાંતિ અને સમૃદ્ધિથી ભરેલા ગુજરાતના બાપ છે. છોકરો ગમે તેટલો મોટો થઈ જાય પૈસા વાળો થઈ જાય પરંતુ કયારેય બાપનું નામ ભુલવું જોઈએ નહી.

જિલ્લાનાં વિધાનસભા મત વિસ્તારનાં કિંખલોડ ગામમાં આજે ફિલ્મ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલે (Former MP Paresh Rawle) ભાજપની ચુંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અને કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) અવતારી પુરૂષ ગણાવ્યા હતા.

પરેશ રાવલએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ વિકાસ વાળા શાંતિ અને સમૃદ્ધિથી ભરેલા ગુજરાતના બાપ છે. છોકરો ગમે તેટલો મોટો થઈ જાય પૈસા વાળો થઈ જાય પરંતુ કયારેય બાપનું નામ ભુલવું જોઈએ નહી.

પરેશ રાવલએ કહ્યું હતું કે આ દેશનાં બે રાષ્ટ્રપિતા છે. એક ગાંધીજી અને બીજા સરદાર પટેલ, ગાંધીજીએ આઝાદી તો અપાવી. ઘણા લોકોએ આઝાદી અપાવી. પરંતુ જો પટેલ ના હોત તો તમે આ આઝાદીને શું કરતા? મોઢામાં અંગુઠો રાખીને ચુસતા ઉભા રહેતા. શું કરતા તેમ જણાવ્યું હતું.

વર્ષો પૂર્વે ગુજરાતમાં કરફયુ લાગેલો રહેતો હતો. હવે કરફયુ નથી હોતો. વિશ્વભરમાંથી મોટા મોટા ઉદ્યોગો અહીયાં આવી રહ્યા છે. મોદી સાહેબે શાંતી વાળી જગ્યા જાળવી રાખી છે. તે વાડીને ઉજડવી ના જોઈએ. મારા મતે મોદી એક અવતાર છે અને હું ભકિત રસમાં તરબોળ થઈને નથી બોલતો. હું ભણેલો ગણેલો માણસ છું. કોઈ અભણ માણસ નથી. જેથી સમજી વિચારીને બોલું છે. આવા માણસને આપણે સાચવીને રાખવાનું છે.

તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જે 25 થી 30 હજારનાં જુતા પહેરે છે અને યાત્રાઓ કરે છે. તેમને મારે કહેવું છે કે ભાઈ તમે યાત્રામાં ચાલી શકો રાજકારણમાં ના ચાલી શકો, રાજકારણમાં ચાલવા માટે ભેજુ જોઈએ.

કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તેનાં જેવો જુઠ્ઠો માણસ મેં જોયો નથી. કાંચિડો પણ તમને જોઈને ભાગી જતો હોય છે. તેમણે વર્ષ 2012-13માં પોતાનાં દિકરાઓનાં સોગંદ ખાઈને કહ્યું હતું કે હું રાજકારણમાં નહી આવું.

તેમ છતાં રાજકારણમાં આવ્યા. મુખ્યમંત્રી બન્યા બાદ કહે કે મારે આવાસ ના જોઈએ અને આવાસમાં રહેતા થઈ ગયા પછી સરકારી ગાડી ના જોઈએ અને હવે સરકારી ગાડી વાપરતા થઈ ગયા. આવો જુઠ્ઠો માણસ છે.. માત્ર એટલું નહી પ્રચંડ હિંદુ વિરોધી છે. હિંદુ વિરોધમાં તો તેમણે કોંગ્રેસને પાછળ મુકી દીધી છે, ભગવાન રામનું બર્થ સર્ટીફિકેટ માંગનારો માણસ છે. તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

સોશિયલ મીડિયાવાળી ગર્લફ્રેન્ડથી સાવધાન, વીડિયો કોલ પર ઉતારશે કપડાં પછી…….. આવી રીતે બચો

0

Beware of girlfriends with social media, they will take off their clothes on video calls and then

  • સેક્સટોર્શન ઘણા લોકો માટે નવો શબ્દ હોઈ શકે છે, પરંતુ તે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તાજેતરમાં જ પૂણેમાં બે યુવકોએ સેક્સટોર્શનનાં લીધે આત્મહત્યા કરી.

સેક્સટોર્શન (Sextortion) ઘણા લોકો માટે નવો શબ્દ હોઈ શકે છે. પરંતુ તે ઈન્ટરનેટની (Internet) દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેના પ્રભાવ હેઠળ આવતા મોટાભાગના લોકો આ બાબતને કોઈપણ રીતે દબાવવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ કૌભાંડીઓ (Scam) માટે આ એક નવું ખુલ્લું મેદાન છે. જ્યાં તેઓ લોકોને ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે.

જો તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છો અથવા WhatsApp જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરો છો, તો તમે સેક્સટોર્શનનો શિકાર બની શકો છો. આ શબ્દ બે શબ્દોથી બનેલો છે. જેમાં એક છે સેક્સ અને બીજો છે ખંડણી જેનો અર્થ છે જબરજસ્તી ખંડણી વસૂવ કરવી. ત્યારે આવો સૌ પ્રથમ આ રમત શું છે તેને સમજીએ અને તે કેવી રીતે કામ કરે છે.

સેક્સટોર્શન કેવી રીતે થાય છે?

એવું નથી કે સેક્સટોર્શન કોઈ એક પ્લેટફોર્મ પૂરતું મર્યાદિત છે. આ ગુનો અનેક રીતે આચરવામાં આવી રહ્યો છે. જો કે તેમનો હેતુ સ્પષ્ટ છે કે વપરાશકર્તાઓ પાસેથી પૈસા પડાવવાનો. આ માટે ગુનેગારો સામાન્ય લોકોને મિત્રતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસ ગમે તે રીતે થઈ શકે છે.

તાજેતરમાં જ આવા જ એક મામલામાં મોટો ખુલાસો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં પુણેમાં બે યુવકોએ આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે બંને કેસ સેક્સટોર્શનના છે. પોલીસ તપાસમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારા સત્યો સામે આવી રહ્યા છે. રાજસ્થાનનું એક આખું ગામ સેક્સટોર્શનના કામ કરે છે તેવું જાણવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી મિત્રતા :

ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી રહે છે. વધતા ફોલોઅર્સ અને મિત્રો કોને પસંદ નથી. આવી સ્થિતિમાં કોઈ તમારી સાથે ખૂબ જ પ્રેમ ભાવથી વાતચીત કરે અને તમે બંને ટૂંક સમયમાં મિત્ર બની જાઓ છો અને તે વ્યક્તિ જે થોડા દિવસો પહેલા સુધી તમારા માટે અજાણ હતી. હવે તે તમારા સૌથી ખાસ મિત્રોમાંથી એક બની ગયો છે.

મિત્રતાના જાળમાં ફસાવી પૈસા પડાવે છે :

પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ મિત્ર તમારા વાસ્તવિક જીવનમાં નથી આવતો, પરંતુ ફક્ત વર્ચ્યુઅલ દુનિયામાં જ તમારા સંપર્કમાં રહે છે. ત્યારે આ મિત્રતા તમને ભારે પડી શકે છે. કારણ કે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારી પાસેથી પૈસા પડાવવા માટે તમારી આજુબાજુ મિત્રતાનું જાળ બનાવે છે. કદાચ તેઓ તમને વીડિયો કોલ પર આવવા કહે અને તમારો વાંધાજનક વીડિયો પણ બનાવી શકે છે.

કેટલાક કિસ્સાઓમાં તેઓ વપરાશકર્તાઓને તમને એની મિત્રતાના જાળમાં ફસાવે છે અને તેમની પાસેથી ખાનગી ફોટા માંગે છે. તે જ સમયે એવા કેટલાક કિસ્સાઓ છે જેમાં આ સમગ્ર કૌભાંડ પાછળનો વ્યક્તિ હેકર છે, જે તમારા ફોનમાંથી ખાનગી ફોટા અને વીડિયો ચોરી શકે છે. આના અન્ય ઘણા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. જેમાં વીડિયો કોલ કૌભાંડ ખૂબ જ સામાન્ય છે.

આ પણ વાંચો :-

બનાવી લેજો ઘરેણા ! સોનું ખરીદવા માગતા લોકો માટે ખુશખબર, લગ્નસરામાં આટલું સસ્તું થયું

0

Make jewelry

  • લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. આજે 24 કેરેટ સોનું 137 રૂપિયા સસ્તુ થઈને 52715 પર ખુલ્યું હતું. ચાંદીનાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.

લગ્ન સીઝનમાં સોના-ચાંદી (Gold and silver) ખરીદવાવાળા લોકો માટે ખુશીનાં સમાચાર આવી રહ્યા છે. આજે 24 કેરેટ સોનું 137 રૂપિયા સસ્તુ થઈને 52715 પર ખુલ્યું હતું. ત્યાં ચાંદી પણ 520 રૂપિયા સસ્તુ થઈને 61590 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. ત્યારે શુદ્ધ સોનું ઓલ ટાઈમ હાઈ રેટ 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 3539 રૂપિયા સસ્તુ થયું હતું. જ્યારે ચાંદી તેનાં બે વર્ષનાં ઉંચા રેટ 76008 રૂપિયા પ્રતિ કિલોથી હવે 14118 રૂપિયા સસ્તું થયું હતું.

જીએસટી સહિત નવીનત્તમ સોનીની કિંમત :

આજે બુલિયન માર્કેટમાં જીએસટી સહિત 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત રૂપિયા 54296 છે. તેમાં 99.99 ટકા સોનું છે અને તેમાંથી કોઈ જ્વેલરી બનાવવામાં આવતી નથી. ત્યારે 12 કેરેટ સોનાની સરેરાશ કિંમત જીએસટી સાથે 54079 રૂપિયા છે. આજે માર્કેટમાં 52504 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યો છે. તેમાં 95 ટકા સોનું હોય છે.

22 કેરેટ સોનાની કિંમત 48287 રૂપિયા પ્રતિ 10 ગ્રામ :

22 કેરેટ ગોલ્ડની કિંમત 48287 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 3 ટકા જીએસટી સાથે આ સોનાની કિંમત 49735 રૂપિયા છે. તેમાં 85 ટકા સોનું છે. ત્યારે જ્વેલરી મેકિંગ ચાર્જીસ અને જ્વેલર્સનો નફો ઉમેર્યા પછી તેની કિંમત લગભઘ 61500 રૂપિયા થશે.

જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 39536 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને જીએસટી સાથે હવે તેની કિંમત 40722 રૂપિયા છે. તેમાં 75 ટકા સોનું છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને નફો ઉમેરીને તે લગભગ 51500 રૂપિયા થશે.

આ પણ વાંચો :-

 

30 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

30 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવજંતુ કરડવાની શક્યતા છે.

વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાકીય બાબતો માટે અનુકૂળતા સર્જાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારું રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારું. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાની સરળ હેરફેર શક્ય બને. મિત્રો લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્યસુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ
સમગ્ર દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય.

કન્યાઃ
સરળ, નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દૃષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ. નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ
આળસ આવે. કામ કરવાની ઈચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો હે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારું વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારું વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઈ જાય. ફુડ પોઈઝનિંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ
ઉદારદીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

Kiara Advaniએ કહ્યું ‘જલ્દી જ કરીશ એલાન’, ફેન્સે લગાવી સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નની અટકળો

Kiara Advani said

  • કિયારા અડવાણીએ રવિવારે એક શોર્ટ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેમણે જાણકારી આપી છે કે તેઓ ટૂંક સમયમાં એક નવી જાહેરાત કરવાની છે. આ અંગે તેમના પ્રશંસકો આશા સેવી રહ્યાં છે કે આ તેમનો લગ્ન સાથે જોડાયેલો મામલો છે.

ફિલ્મ અભિનેત્રી (Film actress) કિયારા અડવાણીએ (Kiara advani) સોશિયલ મીડિયામાં એક નવી જાણકારી આપી છે. જેને પગલે પ્રશંસકો સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) સાથે તેમના લગ્નની અટકળો લગાવી રહ્યાં છે. કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્માઈલ કરી રહી છે. તેને શરમ આવી રહી છે. કેમેરાની સામે તેમનો અંદાજ અલગ જોવા મળી રહ્યો છે. તો તેમના વાળ હવામાં ઉડી રહ્યાં છે.

હું આ રહસ્યને હવે વધુ સમય નહીં રાખી શકુ : કિયારા અડવાણી

કિયારા અડવાણીએ વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે. તેમણે ક્લિપ શેર કરીને લખ્યું છે, હું આ રહસ્યને હવે વધુ સમય સુધી રાખી શકુ તેમ નથી. આ સાથે તેમણે લખ્યું છે, 2 ડિસેમ્બરે તૈયાર રહો. ટૂંક સમયમાં જાહેરાત કરીશ. જેના પર તેમના એક પ્રશંસકે પ્રતિક્રિયા આપતા લખ્યું છે. શું તે પ્રી-વેડીંગ શૂટ છે.

શું તમે લગ્ન કરી રહ્યાં છો. જ્યારે બીજા ચાહકે લખ્યું છે, મને લાગે છે કે આ લગ્નની જાહેરાત છે. તો ત્રીજાએ લખ્યું છે, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી શકે છે. તો એક જણાએ લખ્યું છે તમારા અને સિદ્ધાર્થના લગ્ન. આ તો આખા દેશને ખબર છે. કોઈ બીજુ સિક્રેટ હોય તો જણાવો.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજા સાથે વાતચીત કરે છે :

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજા વિશે અવાર-નવાર વાતચીત કરે છે. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધને જાહેર કર્યો નથી. પરંતુ બંનેને ઘણી જગ્યાએ એકસાથે જોઈ શકાય છે. કિયારા અડવાણી વારંવાર સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે સમય વિતાવતા દેખાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને 2023માં લગ્ન કરી શકે છે.

આ પણ વાંચો :-