Home Blog Page 1236

હાર્દિક પટેલને લઈ વિરમગામમાં નવાજૂનીના એંધાણ ! PAAS નેતાની ખુલ્લી ચિમકીથી ગુજરાતમાં વિવાદ વકર્યો

0

Navajuni’s fire in Viramgam about Hardik Patel

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. PASSના સભ્ય નિલેશ એરવાડિયાએ કહ્યું કે, PAASની નવી ટીમની રચના કરવામાં આવશે, અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણી નજીક છે. આ વખતે હાર્દિક પટેલ (Hardik Patel), અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ આંદોલન છોડી રાજકારણમાં આવી ગયા છે. ત્યારે પાટીદારોના આ સંગઠનના પાછલી હરોળના કાર્યકરોએ ફરીથી તેને સક્રિય કર્યું છે. આ અંગે  PASSના સભ્ય નિલેશ એરવાડિયાનું (Nilesh Airwadia) મોટું નિવેદન સામે આવ્યું છે.

ભાજપ સિવાયના પક્ષોને અમારું સમર્થન : નિલેશ એરવાડિયા

તેઓએ જણાવ્યું કે અમે ભાજપ સિવાય તમામ પક્ષોને અમારો ટેકો જાહેર કરીએ છીએ, જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ હવે પાસમાં નથી. અમે એવા લોકો ભેગાં થયા છીએ જેઓ રાજનીતિમાં નથી પરંતુ સમાજકારણમાં ચોક્કસ છીએ. હવે PASSમાં કોઈ નવો ચહેરો નહીં હોય.

પોતાની પડતર માગોને લઈ PAAS ફરી થશે સક્રિય :

નિલેશ એરવાડિયાએ કહ્યું કે અમે હવે નવેસરથી અમારું સંગઠનનું માળખું બનાવીને તેને સક્રિય કરીશું. PAASની નવી ટીમની રચના કરવામાં આવશે. અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે. નવી સરકાર માંગો નહીં સ્વીકારે તો ફરી આંદોલન થશે. OBCમાં સમાવવાની અમારી મુખ્ય માંગ છે. આ ઉપરાંત આંદોલન સમયના કેસો પરત ખેંચવા અને મૃતકના પરિવારને નોકરી આપવી એ અમારી માંગ છે.

PASS હાર્દિક પટેલનો કરશે વિરોધ :

હાર્દિક પટેલ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે હાર્દિક પટેલે OBCની મુખ્ય માંગ અવગણી સમાજને ગુમરાહ કર્યો છે. હાર્દિક પટેલ સમાજને ગુમરાહ કરી ભાજપમાં જોડાયો છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. હાર્દિક મોજ કરી રહ્યો છે. હાર્દિકે કરોડોની સંપત્તિ બનાવી લીધી છે.

EWS હાર્દિકે નહીં પણ લાખો યુવાનોના લીધે મળ્યું છે. આગામી સમયમાં PAASના કાર્યકર્તાઓ વિરમગામ જઈ હાર્દિકનો વિરોધ કરશે. ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને અમારું સમર્થન છે. ભાજપે પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી અમે તેનું સમર્થન કરતા નથી.

આ પણ વાંચો :-

ભાજપને પરેશાન કરી રહ્યો છે આ એક આંકડો, જાણો કેમ બન્યું છે ચિંતાનું કારણ

0

This one figure is troubling BJP

  • ગુજરાતમાં પ્રથમ તબકકાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. નિર્ણયની ઘડી પણ નજીક આવી ગઈ છે. ચૂંટણીમાં જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી ભાજપની આંતરિક બેઠકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બનેલો છે.

ગુજરાતમાં (Gujarat) પ્રથમ તબકકાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. નિર્ણયની ઘડી પણ નજીક આવી ગઈ છે. ચૂંટણીમાં (Election) જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી ભાજપની આંતરિક બેઠકોમાં નોટા (NOTA) મતોને કઈ રીતે ઓછા કરવા એ ચર્ચાનો વિષય બનેલો છે. કારણ કે ગત ચૂંટણી એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 115 બેઠકો પર નોટાના મત ત્રીજા સ્થાને હતા.

શું કહે છે 2017ની ચૂંટણીના NOTA ના આંકડા :

વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીના આંકડા જોઈએ તો ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 115 પર NOTA ત્રીજા નંબરે હતા. ગુજરાતના લગભગ 3 કરોડ મતદારોમાંથી લગભગ 5.51 લાખ એટલે કે 1.84 ટકા મતદારોએ નોટાની પસંદગી કરી હતી. ગુજરાતમાં નોટાનો કુલ વોટશેર ભાજપ (49.05 ટકા), કોંગ્રેસ (41.44 ટકા) જ્યારે ત્રીજા નંબર પર સૌથી વધુ નોટા (1.84 ટકા) હતો. ગત ચૂંટણીમાં કુલ 794 અપક્ષોમાંથી ફક્ત 3 જ ચૂંટણી જીતી શક્યા હતા. આ એકમાત્ર સમૂહ હતો જેણે નોટાથી વધુ વોટશેર મેળવ્યો હતો.

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે યોજાશે. જ્યારે બાકીની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. એટલે કે ગુજરાતમાં કઈ પાર્ટી સત્તા પર બિરાજમાન થશે તે તો હવે 8મી ડિસેમ્બરે જ ખબર પડશે.

પણ એ વાત નક્કી છે કે NOTA એ દરેક પાર્ટીની અકળામણ વધારેલી છે. આ વર્ષે 4.9 કરોડથી વધુ મતદારો મતદાન કરવાના છે. ગુજરાતમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્રો બનવાના છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

શું તમને પણ તમારા ફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે તો સાવધાન ! આ રીતે તમારા મોબાઇલને હેક કરી શકે છે હેકર્સ

0

Do you also have the habit of turning on the Bluetooth of your phone, then beware

  • જો તમે પણ તમારા સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે અને પબ્લિકલી તેનો ઉપયોગ ડિવાઇસ પેરીંગ માટે કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

આજકાલ દરેક સ્માર્ટફોન Bluetooth સાથે નજર આવે છે અને ઘણી વખત લોકો તેને ડિસ્કવરી મોડમાં પણ છોડી દે છે એટલે કે કોઈ પણ તમારા ડિવાઇસના Bluetoothને સર્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં હેકર્સની (Hackers) નજર આવા જ ફીચર પર રહે છે અને આમ કરવાથી હેકર્સ તમારા ડિવાઈસના વધુ પડતાં ડેટાને એક્સેસ કરી લે છે. એટલે કે  એટલે કે પ્રાઈવસી અને સિક્યોરિટીની દૃષ્ટિએ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

એટલે જો તમે પણ તમારા સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે અને તેનો ઉપયોગ ડિવાઇસ પેરીંગ માટે કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો કે તેનાથી બચવા માટે સૌથી પહેલા BlueBugging શું છે તે જાણવું જરૂરી છે. તેને કારણે જ તમારા ડિવાઈસનું નિયંત્રણ હેકરના હાથમાં જઈ શકે છે.

જો કે માત્ર BlueBugging જ નહીં પણ હેકર્સ Bluesnarfing અને Bluejacking નો ઉપયોગ કરીને યુઝર ડેટાને એક્સેસ કરી શકે છે એવામાં સૌપ્રથમ અમે તમને BlueBugging વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય તે વિશે પણ કહેશું.

BlueBugging શું છે?

BlueBugging એટેક ખૂબ જ ખતરનાક છે અને તેમાં હેકર્સ લોકોના ડિવાઇસને એક્સેસ કરીને સામગ્રી મેળવવાનો પ્રયાસ કરે છે અને આ માટે બ્લૂટૂથ કનેક્શનની મદદ લેવામાં આવે છે. હેકર્સ કનેક્શનમાં ફેરફાર કરીને યુઝર્સના પાસવર્ડ અને અન્ય વિગતો ચોરી કરવાનો પ્રયાસ કરે છે.  આ માટે હેકર્સ પહેલા વિક્ટિમના ડિવાઈસને એક્સેસ કરે છે અને પછી તેમાં માલવેર ઈન્સ્ટોલ કરે છે.

તેની મદદથી હેકર્સ ભવિષ્યમાં પણ વિક્ટિમના ડિવાઇસને સરળતાથી એક્સેસ કરી શકશે. આ માલવેર દ્વારા હેકર્સ યુઝર્સની જાસૂસી કરે છે અને તેનો હુમલો એટલો ખતરનાક છે કે હેકર્સ એ યુઝરની ફોનની વાતચીત પણ સાંભળી શકે છે અને મેસેજ પણ વાંચી શકાશે.

આ રીતે રહો સેફ  :

જણાવી દઈએ કે તેનાથી બચાવનો પણ ઉપાય છે. એ માટે જાણો કે Bluetooth દ્વારા હુમલો કરવા માટે હેકર તમારી રેન્જમાં હોવો જોઈએ અને આવું વારંવાર જાહેર સ્થળોએ મળી રહે છે. હેકર્સના આ હુમલાની પોતાની મર્યાદાઓ છે પરંતુ તેમ છતાં યુઝર્સને ઘણું નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈપણ અજાણ્યા બ્લૂટૂથ પેરને એક્સેપ્ટ ન કરવું અને જ્યારે કામ ન કરે ત્યારે ડિવાઈસનું બ્લૂટૂથને બંધ રાખો. ખાસ કરીને આ માટે હેકર્સ સોફ્ટવેરની ખામીઓનો ફાયદો ઉઠાવે છે અને એટલા માટે જ તમારા ડિવાઈસ અને સોફ્ટવેરને અપડેટ રાખો.

જો તમારા ડિવાઇસનું બ્લૂટૂથ ડિસ્કવર મોડમાં છે તો તેને બંધ કરો. અને જો તમે ઓડિયો સ્પીકર્સ અથવા ઇયરબડ જેવા ડિવાઈસ સાથે બ્લૂટૂથને પેર કરી રહ્યા છો તો આ માટે ઘર અથવા ખાનગી જગ્યાનો ઉપયોગ કરો. આ કામ માટે ભીડવાળી જગ્યાએ ન જવું જોઈએ. ભીડવાળી જગ્યા પર હેકર્સ તમને નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચો :-

અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

0

Alpesh Kathiriya’s challenge

સુરતના (Surat) વરાછા બેઠક (Varacha seat) પર ભાજપમાંથી કિશોર કાનાણી (Kishore Kanani) અને આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયા વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે ફરી એક વખત અલ્પેશ કથિરીયાએ (Alpesh Kathiriya) કિશોર કાનાણીને કાકા સંબોધીને ખુલ્લી ચેલેન્જ આપી છે.

અલ્પેશ કથિરીયાનું નિવેદન સામે આવ્યુ છે કે ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે કાકા અને વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરુ છે. જો તમે જીતશો તે હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ.

આ પણ વાંચો :-

 

રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, ઈમરજન્સીમાં ટિકિટ ન હોય તેવા કિસ્સામાં આ સુવિધા મળશે

0

Good news for railway passengers

  • Indian Railway New Rules : ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પ્રવાસીને ટ્રેનમાં પ્રવાસ માટે કન્ફર્મ ટિકિટ નથી મળી શકતી. તો ઘણીવાર ઈમર્જન્સી હોય તેવા સમયે તમને ટ્રેનમાં જ ટિકિટની સિવિધા મળી જશે આવો સમજીએ કઈ રીતે.

ટિકિટ કન્ફર્મ (Ticket Confirmation) ન હોય તેવા કિસ્સામાં ટ્રેનમાં મુસાફરી (Travel) કરવાથી દંડ થઈ શકે છે. ઘણી વખત TTE મુસાફરને સ્થળ પર ટિકિટ આપી દે છે. જો કે ક્યારેક ઈમરજન્સીમાં (Emergency) ક્યાંક જવું પડે તેમ હોય અને કન્ફર્મ ટિકિટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરો સામે આ મુશ્કેલી હોય છે. પણ હવે રેલવે વિભાગે આ તકલીફનો ઉકેલ આપ્યો છે.

હવે તમે તે દંડ અથવા ટિકિટના પૈસા કાર્ડ દ્વારા ચૂકવી શકો છો. પેમેન્ટમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવેએ પોતાની ઈલેક્ટ્રોનિક સર્વિસ એટલે કે POSને 4જી સર્વિસ સાથે જોડી દીધી છે.

ટ્રેનની ટિકિટ ન મળે તો પણ તમે મુસાફરી કરી શકો :

રેલવેના નિયમ મુજબ જો તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે ક્યાંક ટ્રેનમાં જવાનું હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. જો કે ટ્રેનમાં ચઢ્યા પછી તમારે તમારી ટિકિટ માટે તરત જ ટિકિટ ચેકિંગ કર્મચારીને મળવું પડશે. આ સેવા ફક્ત કટોકટી દરમિયાન જ ઉપલબ્ધ છે. પરિવાર કે સમૂહમાં આ રીતે યાત્રા નહીં કરી શકો.

TTE આપશે ટિકિટ :

તમે ટિકિટ ચેકર પર જઈને સરળતાથી ટિકિટ લઈ શકો છો. આ નિયમ ભારતીય રેલવે નિયમો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટિકિટ ચેકર એટલે કે TTEનો તાત્કાલિક સંપર્ક કરવો પડશે. ત્યારબાદ TTE તમને જ્યાં જવાનું છે તે સ્થળની ટિકિટ આપશે.

હવે TTE પાસે 4G POS મશીન રહેશે :

રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર અધિકારીઓ પાસે પોઈન્ટ ઓફ સેલિંગ (POS) મશીનમાં 2જી સિમ લગાવેલા હોય છે, જેના કારણે ઘણી વખત દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ નેટવર્કની સમસ્યા થાય છે. પરંતુ હવે તમારે નેટવર્કને કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ મશીનો માટે રેલવે 4જી સિમની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. જેથી તમે સરળતાથી ચૂકવણી કરી શકશો. ટ્રેનની ટિકિટ માટે તમે કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકશો.

રેલવેએ આ નવું પગલું ભર્યું છે. હવે તમે ટ્રેનનું ભાડું અથવા તો રોકડની જગ્યાએ તમારા ડેબિટ કાર્ડથી દંડ ભરી શકો છો. એટલે કે હવે જો તમારી પાસે ટ્રેનની ટિકિટ ન હોય તો તમે ટિકિટ લઈ શકો છો અથવા ટ્રેનમાં ચડ્યા બાદ કાર્ડથી દંડ ભરી શકો છો.

આ પણ વાંચો :-

 

2017-21 સુધી ભાજપને ગુજરાતમાં સૌથી વધુ મળ્યું કોર્પોરેટ ફંડ, કોંગ્રેસની રકમ જાણીને ચોંકી જશો

0

From 2017-21 BJP received

  • ADR ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ 2017 અને 2021 વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ કોર્પોરેટ ફંડ પ્રાપ્ત કરનારી પાર્ટી રહી છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR ) એ રવિવારે એક રિપોર્ટમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી 2017 અને 2021 વચ્ચે ગુજરાતમાંથી વધુ  કોર્પોરેટ ફંડ મેળવનાર પાર્ટી રહી છે. આ ફંડ કોંગ્રેસથી (Congress) 16 ગણું વધારે છે. રિપોર્ટ અનુસાર ચાર રાજકીય પાર્ટી- ભાજપ, કોંગ્રેસ, આપ અને એસકેએમને નાણાકીય વર્ષ 2016-2017 અને 2020-2021 વચ્ચે ગુજરાતના 1571 દાનદાતાઓ પાસેથી 174.06 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ફંડ (Corporate Fund) પ્રાપ્ત થયું છે.

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 1519 દાનદાતાઓ પાસેથી 163.54 કરોડ રૂપિયાની રકમના કોર્પોરેટ ફંડ ભાજપને મળ્યું હતું. તો કોંગ્રેસને આ દરમિયાન માત્ર 10.46 કરોડ રૂપિયા મળ્યા છે. દાનના રૂપમાં રાજકીય પાર્ટીઓને 343 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ પ્રાપ્ત થયા છે. તો 174 કરોડનું કોર્પોરેટ દાન છે. પાર્ટી નાણાકીય વર્ષ 2018-2019માં કોર્પોરેટ ફંડની સૌથી મોટી પ્રાપ્તકર્તા પણ હતી જેની કિંમત 46.22 કરોડ રૂપિયા હતી. જે કોંગ્રેસના 2.61 કરોડથી લગભગ 18 ગણું વધુ હતું.

ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરનારી નવી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ 3.2 લાખ રૂપિયા મળ્યા છે. 2017-2020 વચ્ચે આપને કોઈ દાન મળ્યું નથી. પાંચ વર્ષના સમયગાળામાં રાજકીય દળો દ્વારા પ્રાપ્ત કુલ 4,014.58 કરોડ રૂપિયાના કોર્પોરેટ ફંડમાંથી 4.34 કે 174.06 કરોડ રૂપિયા ગુજરાતથી આવ્યા છે.

દેશભરની રાજકીય પાર્ટીઓની વાત કરીએ તો દરેક પાર્ટીને કુલ મળીને 16 હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. જેમાંથી 80 ટકા ડોનેશન એટલે કે 12842 કરોડ રૂપિયા માત્ર આઠ રાજકીય પક્ષોને મળ્યા છે. જ્યારે પ્રાદેશિક પાર્ટીઓને ત્રણ હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે.

તમને જણાવી દઈએ કે ADR રિપોક્ટમાં તે પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપ જે પ્રથમ તબક્કાની તમામ 89 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેના 79 ઉમેદવાર એટલે કે 89 ટકા ઉમેદવારોની સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધુ છે.

આ પણ વાંચો :-

મુંબઈ સે આયા મેરા દોસ્ત …! 30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન

0

Mumbai se aya mera dost

  • એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ઝૂમાંથી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં વાઘની આ જોડી લવાઈ છે. બદલામાં તેમની આપણાં તરફથી એક સિંહની જોડી આપવામાં આવી છે. 30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન થયું છે.

ભારત સરકારના (Government of India) પ્રાણીઓની જાળવણી અંગેના એટલે કે વાઈલ્ડ લાઈફના નિયમોને અનુસરીને આપણે ત્યાં અભ્યાસ અને પ્રવાસનના હેતુથી એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ (Animal Exchange Program) ચાલતો હોય છે. જેમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રાણીઓને ઝૂમાં એક્ષચેન્જ કરવામાં આવતા હોય છે. એ જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં મહારાષ્ટ્રથી (Maharashtra) લાવવામાં આવી છે એક વાઘની જોડી.

આ પ્રોગ્રામ અંતર્ગત આપણે ત્યાંથી એક સિંહની જોડી આપીને વાઘ અહીં લાવવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં આવેલાં સક્કરબાગમાં આ વાઘની જોડી લાવવામાં આવી છે.એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ઝૂમાંથી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં વાઘની આ જોડી લવાઈ છે. બદલામાં તેમની આપણાં તરફથી એક સિંહની જોડી આપવામાં આવી છે.

30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન થયું છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લવાઇ હોય તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. અંદાજે 150 વર્ષ કરતા જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.

એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ અહિંથી પ્રાણીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલી ત્યાંથી નવા પ્રાણી મંગાવવામાં આવે છે. ત્યારે એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતેથી 2.5 વર્ષના સિંહ અને 2 વર્ષની સિંહણને સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી 2 વાઘને લવાયા છે. આમાં વાઘની ઉંમર 6 વર્ષની છે. જ્યારે વાઘણની ઉંમર 4 વર્ષની છે.

આ પણ વાંચો :-

આફતાબ પર હુમલાનો પ્રયાસ, કહ્યું-શ્રદ્ધાના 35 ટુકડા કરનારાના 70 ટુકડા કરીશું

Attempted attack on Aftab

  • દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો સાંજે 6.45 વાગે થયો જ્યારે આફતાબને દિલ્હી પોલીસ એફએસએલ ઓફિસ લઈને પહોંચી હતી.

શ્રદ્ધા મર્ડર કેસના (Shraddha Murder Case) આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર સોમવારે (28 નવેમ્બર) ના રોજ દિલ્હીના (Delhi) રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph test) બાદ એફએસએલ ટીમ આફતાબને લઈને બહાર નિકળી હતી.

ત્યારે કેટલાક લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને આ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાણી દીધી.

હવાઈ ફાયરિંગની વાત પણ કહેવામાં આવી રહી છે. ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો છે. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને બે મિનિટ બહાર નિકાળો, મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હુમલાવરોએ હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે.

તલવાર લઈને આ લોકો પહેલાં પોલીસ સામે આવી ગયા. પોલીસે આ લોકોને જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર હુમલો પણ કર્યો. ત્યારબાદ પોલીસ જેવી થોડી પાછળ હતી. તેમણે તે વાનનો દરવાજો ખોલી દીધો જેમાં આફતાબ હાજર હતો. આ હુમલો સાંજે લગભગ 6.45 વાગે થયો. હુમલાવરોએ કહ્યું કે અમારી બહેન-દીકરીઓ આજના સમયમાં સુરક્ષિત નથી. એવામાં અમારી બહેનના 35 ટુકડા કરનારાના અમે 70 ટુકડા કરીશું.

આ પહેલાં FSL આસિસ્ટંટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે એક્સપર્ટની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને જલદીજ અ આજનું સેશન પુરૂ કરી લેવામાં આવશે. જો જરૂરિયાત જણાશે તો કાલે પણ આફતાબને આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ ખત થયા બાદ નાર્કો ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

આજથી ઠંડી શરૂ ! સાંજ પડતા જ ઠંડાગાર થઈ જશે ગુજરાતના આ શહેરો, જાણો તમારા શહેરનું હવામાન

0

Starting cold from today

  • ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના શહેરોમાં ઠંડક વર્તાવા લાગશે.

શિયાળો (Winter) શરૂ તો થઈ ગયો છે પણ હજુ સુધી જોઈએ એવી ઠંડી પડતી નથી. રાત્રે ઠંડી અનુભવાય છે પણ દિવસ દરમ્યાન વાતાવરણ ગરમ રહેતું હોય છે. પણ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજથી વાતાવરણમાં પલટો આવશે. સાંજ પડતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આજ સાંજથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના કેટલાંક શહેરોમાં વાતાવરણમાં બદલા આવશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યના કેટલાંક શહેરો ઠંડાગાર થઈ જશે.

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના શહેરોમાં ઠંડક વર્તાવા લાગશે. વાતાવરણ બદલાતા આજથી રીતસર ઠંડીનો ચમકારો અનુભાવાશે.

આજે અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, મોરબી અને ભરૂચ જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે. તાપમાન ઘટતા આ જિલ્લાઓમાં અચાનક ઠંડી વધી ગઈ હોવાનો અહેસાસ થશે. તેથી સાંજે બહાર નીકળતા હોવ તો ગરમ કપડાં કે સાલ સાથે રાખવાનું ના ભૂલતા.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે.

તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 22 ડ઼િગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 37 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો :-

મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘૂસતા જોવા જેવી થઈ, ગેહલોતે આમાય ભાજપને કોસી, જુઓ શું કહ્યું

0

It was like seeing a bull enter the Congress meeting in Mehsana

  • મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા લોકોમાં નાસભાગ મચી હતી. અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે.

ગુજરાતમાં ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે. ત્રણય પક્ષો જીત માટે એડી ચોટીનો દમ લગાવી રહ્યાં છે અને વિવિધ સ્થળોએ પ્રચારનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિત શાહે ગુજરાતમાં પ્રચાર કમાન સંભાળી છે તો વળી કોંગ્રેસમાં અશોક ગહેલોત (Ashok Gehlot) સહિત કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.

આ બધાની વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે જેમાં મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો અને લોકોમાં આખલાને પગલે નાસભાગ મચી હતી જે મુદ્દે અશોક ગહેલોત ભાજપ પર પ્રહાર કર્યા હતાં.

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો :

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો. જેના પગલે સભા સ્થળે લોકોમાં નાસભાગ મચી હતી. આખલા મામલે અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે અને જ્યારે જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે ભાજપ આવું કરે છે પરંતુ છતા પણ કોંગ્રેસ જીતે છે.

આ પણ વાંચો :-