Home Blog Page 1232

Shah Rukh Khan નો વીડિયો વાયરલ ! જુઓ મક્કામાં આ શું કરી રહ્યો છે બોલીવુડનો બાદશાહ

Shah Rukh Khan’s video viral

  • તસવીરોમાં શાહરૂખ રીદા અને ઈઝર પહેરેલો જોવા મળે છે. તેણે પોતાનો ચહેરો પણ માસ્કથી ઢાંક્યો હતો. તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેઓ તેના સુરક્ષાકર્મીઓ હોવાનું જણાય છે.

બોલીવુડની (Bollywood) હસ્તીઓ હંમેશા તેમની તસવીરો અને વીડિયોને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં જ બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાન સાઉદી અરેબિયામાં (Saudi Arabia) તેની આગામી ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી મક્કા (Makka) ખાતે જોવા મળ્યો હતો.

શાહરુખની ઉમરાહ કરતી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. તે ટૂંક સમયમાં જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. જે રીતે સોશિયલ મીડિયામાં શાહરૂખ ખાનની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર થઈ રહ્યો છે તેનાથી ચાહકોની ઉત્સુકતા પણ સતત વધી રહી છે. જેને કારણે તેના ફેન્સ પણ આ ફોટો અને તસવીરો સાથે વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારથી લઈને આમિર ખાન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ ભૂતકાળમાં હજ અને ઉમરાહ કરી ચૂકી છે. શાહરૂખે અગાઉ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હું તીર્થયાત્રા પર ગયો નથી. હું મારા પુત્ર આર્યન અને પુત્રી સુહાના સાથે ત્યાં જવા માગુ છું.

શાહરૂખ મક્કામાં સુહાના સાથે છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ છે. તાજેતરમાં જ તેનું ટીઝર લોન્ચ થયું હતું. જેને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો :-

સ્વરા ભાસ્કરે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનને ગુલાબનું ફૂલ આપતા લોકો કે કહ્યું કે યાત્રામાં બે……

0

Swara Bhaskar said that the people

  • સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી સાથે ચાલતા હોય તેવી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેની આજૂબાજૂમાં કેટલાય લોકો દેખાય રહ્યા છે અને સાથી માર્ચર્સ સાથે વાતચીત પણ કરી હતી.

સ્વરા ભાસ્કર (Swara Bhaskar) મોટા ભાગે પોતાના ટ્વિટર દ્વારા સમગ્ર દેશ સાથે વાતો કરતી રહેતી હોય છે. તે લગભગ દરેક મુદ્દા પર પોતાનો મત રજૂ કરે છે અને ખુલીને બોલે છે. સ્વરા દરેક ફીલ્ડમાંથી જાણકારી મેળવતી રહે છે અને પોતાનો મત રજૂ કરે છે. હાલમાં જ સ્વરાએ ગુરુવારે મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રામાં સામેલ થઈ હતી.

એક્ટ્રેસ પૂજા ભટ્ટ અને અમોલ પાલેકર જેવા સાથી કલાકારો જે રાજકીય મુદ્દા પર જાગૃતિ ફેલાવવા માટે આ મહિનાની શરુઆતમાં દેશભરમાં કોંગ્રેસ નેતા વોકથોનમાં તેમની સાથે ચાલ્યા હતા. હવે સ્વરાએ પણ આવું જ કર્યું છે પણ તે રાહુલ ગાંધીને લાલ ગુલાબ આપીને ટ્રોલ થઈ ગઈ છે.

રાહુલને ગુલાબ આપવા પર ટ્રોલ થઈ :

સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી સાથે ચાલતા હોય તેવી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેની આજૂબાજૂમાં કેટલાય લોકો દેખાય રહ્યા છે અને સાથી માર્ચર્સ સાથે વાતચીત પણ કરી હતી. બાદમાં ભાસ્કરે રાજનેતા સાથે સારી ક્ષણ શેર કરી. જ્યારે તેમને ગુલાબ આપતા હતા તેવો ફોટો પણ શેર કર્યો હતો.

સ્વરાએ રાહુલને ગુલાબનું ફુલ આપ્યું :

આ યાત્રામાં સામેલ થયેલી સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપ્યું હતું. અમુક લોકોએ સ્વરાના આ ફોટો પર મજેદાર કમેન્ટ પણ કરી હતી. તેમાંથી અમુક લોકોએ તો રાહુલ ગાંધીનું નામ તેની સાથે જોડવાનું શરુ કરી દીધું હતું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કોંગ્રેસનો મોટો દાવ ! સરકાર બનાવવા માટે લીધા મોટા નિર્ણયો, આ સમાજના CM હશે

0

Big stake of Congress in Gujarat

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસે જ્ઞાતિનું કાર્ડ ખેલ્યું .

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયુ છે. પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાનનો આંકડો 63.14 પર પહોંચ્યો હતો. જેમાં આ વર્ષે ઓછુ મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે ગુજરાતમાં (Gujarat Congress) મોટા નિર્ણય લીધા છે.

કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે, જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી હશે. તેમજ સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપમુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયા છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે.

કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. તેઓએ ચૂંટણી પ્રચારમાં રાજનીતિ બદલીને મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે જાહેરાત કરી દીધી છે.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત અંકિત કરવા માટે ગુજરાત કોંગ્રેસ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જેમાં કોંગ્રેસે કહ્યું કે, જો તેમની સરકાર આવશે તો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવામા આવશે. આ સાથે જ તેમણે ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાઁથી હશે.

ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાનું મેજિક લઈ આવી છે. 2007, 2012 ના પરિણામો બતાવે છે કે, 27 વર્ષની કોંગ્રેસની કમિટેડ વોટબેંક તેમની સાથે રહે છે. એવરેજ સીટ આવતી હતી તે કમિટેડ વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાંથી કોંગ્રેસના ખાતાના જ વોટ પડે છે.

આ કમિટેડ વોટે કોંગ્રેસનું સ્થાન ગુજરાતમાં જાળવી રાખ્યું છે. તેથી આ વિસ્તારના લોકોને યોગ્ય સ્થાન આપવાનું ગુજરાત કોંગ્રેસે મન બનાવી લીધું છે. બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે. ત્યારે પોતાના પક્ષ તરફ વોટ કોંગ્રેસની આ રાજનીતિ છે.

આ પણ વાંચો :-

મૂંછો હોય તો મગન કાકા જેવી, અપક્ષ ઉમેદવાર વોટ માંગવા નીકળે તો લોકો તેમની મૂંછ સાથે રમે છે

0

If a moustache, like Magan kaka

  • હિંમતનગર બેઠકથી ગુજરાત વિધાનસભા માટે અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ આર્મીમેન મગનભાઈ સોલંકી તેમની લાંબી મૂંછને કારણે ચર્ચામાં રહે છે.

સાબરકાંઠા (Sabarkantha) વિધાનસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મૂંછોને કારણે ચર્ચામાં આવ્યા છે. લાંબી મૂંછોને લઈને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઈ સોલંકી (Retired Army Captain Maganbhai Solanki) આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી (Captain) નિવૃત્ત થયેલા મગનભાઈ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે.

મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે. તેઓ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. તેમજ 2019 ની લોકસભાની ચૂંટણીમા પણ તેઓ ઉભા રહ્યા હતા.

મગનભાઈ સોલંકી જ્યાં પણ જાય છે ત્યાં લોકો સૌથી પહેલા તેમની મુંછો પર જ નજર ફેરવે છે. આ વિશે તેઓ કહે છે કે લોકો મારી મુંછ જોઈને આકર્ષિત થાય છે. હું પ્રચારમાં જઉ તો બાળકો મારી મુંછોને અડીને જુએ છે.

મગનભાઇ અને તેમના પત્ની દરરોજ મગન ભાઇની મુંછોની કાળજી રાખવામાં સવારે એક કલાકનો સમય ખર્ચે છે આ માટે સવારે મુંછોને શેમ્પુથી ધોઇને ખાસ પ્રકારના તેલથી માલિશ કરે છે. અને માલિશ કર્યા બાદ લાંબી મુંછોને ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઇ આવે છે. મગનભાઇ આમ તો 19 વર્ષની ઉંમરથી જ પોતાની મુંછોની પર સાર સંભાળ લેવાની શરૂઆત કરી હતી અને મુંછોને ક્યારેય જીવનમાં કાતરને અડવા દીધી નથી.

આમ કરતા કરતા આજે તેમની મુંછો અઢી ફુટ જેટલી લાંબી થઈ ચુકી છે. ફૌજમાં હતા ત્યારે મુંછોને લઈને ફૌજમાં પણ તેઓ અન્ય જવાનોથી અલગ તરી આવતા હતા. અને તેમને ફૌજમાં પણ તેમને મુંછોની માવજત કરવા અને તેને સારવારને લઇને ઇનામો પણ મળતા હતા. ત્યાર બાદ 28 વર્ષ સેવા આપી હતી અને હવે નિવૃત્ત થઇને પોતાની સિક્યુરિટી સંસ્થા ઉભી કરી છે.

મગનભાઈ સોલંકીની મૂંછો બંને તરફ અઢી અઢી ફૂટ એટલે કે પાંચ ફૂટ લાંબી છે. તેઓ 18 વર્ષના થયા ત્યારથી માંડીને આજ દિન સુધી તેમને કદી મૂછો કપાવી જ નથી. તેઓ મુછથી ખુબ જ પ્રચલિત બન્યા છે.

પણ આ પહેલા તેઓ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફીસર તરીકે નોકરી મેળવવા જતા જ તેમની મુંછોએ પણ તેમને ખાસ આકર્ષણ ઉભુ કરતા સરળતાથી નોકરી મળી જતી હતી. મગનભાઇના પત્ની મંજુલાબેન પણ પત્નીની મુંછો માટે દરરોજ વિશેષ કાળજી લેવા માટે મદદ કરે છે.

આમ તો આટલી લાંબી મુંછોએ આકર્ષણનું કેન્દ્ર છે. અને આકર્ષણનો લાભ લઇને હવે મગનભાઇએ અપક્ષ ઉમેદવારીમાં ફોર્મ તો ફરી દીધુ છે. પણ તેઓ ખાસ પ્રચાર કરતા નજરે નથી ચઢતા પણ આકર્ષણ જરૂર વર્તાઈ રહ્યુ છે.

આ પણ વાંચો :-

IPL 2023ના ઓક્શનને લઈને સૌથી મોટા સમાચાર : નોટ કરી લો તારીખ, 991 ખેલાડી હશે કતારમાં ! 

0

The biggest news regarding IPL 2023 auction

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ જાણકારી આપી કે, ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી IPLમાં રમવા માટે હરાજીમાં ભાગ લેશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023 નું બ્યુગલ વાગી ગયું છે. આ વખતે 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ 23 ડિસેમ્બરે કોચીમાં યોજાનારી મીની હરાજી (Mini Auction) માટે નોંધણી કરાવી છે. ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી IPLમાં રમવા માટે હરાજીમાં ભાગ લેશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ જાણકારી આપી છે. આ નિવેદનમાં સેક્રેટરી જય શાહે (Secretary Jay Shah) જણાવ્યું છે કે આ વખતે મિની ઓક્શનમાં 87 ખેલાડીઓ બોલી લગાવી શકે છે. જેમાંથી વિદેશી ખેલાડીઓની (Foreign Player) સંખ્યા 30 હશે.

શું કહ્યું BCCI સેક્રેટરી જય શાહે ?

BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું જો ફ્રેન્ચાઈઝીઓને (Franchise) આગામી સિઝનમાં તેમની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવે તો મિની ઓક્શનમાં કુલ 87 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. જેમાં 30 વિદેશી ખેલાડીઓ સામેલ થશે. અત્યાર સુધી દરેક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓને જ મંજૂરી છે. તેમાં વધુમાં વધુ 8 વિદેશી રહી શકશે.

વિગતો મુજબ આ મિની ઓક્શનમાં 277 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આ તમામ ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 57 ક્રિકેટરો સામેલ થશે. આ પછી દક્ષિણ આફ્રિકાના 52 ખેલાડીઓ હશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના 33, ઈંગ્લેન્ડના 31, ન્યુઝીલેન્ડના 27, શ્રીલંકાના 23, અફઘાનિસ્તાનના 14, આયર્લેન્ડના 8, નેધરલેન્ડના 7, બાંગ્લાદેશના 6, યુએઈના 6, ઝિમ્બાબ્વેના 6, નામીબિયાના 5 અને 2 ખેલાડીઓ સામેલ છે. સ્કોટલેન્ડથી. સમાવેશ થાય છે.

આ હરાજીમાં 786 અનકેપ્ડ ખેલાડીઓ હશે :

મિની હરાજીમાં સામેલ કુલ ખેલાડીઓમાંથી 185 કેપ્ડ (રાષ્ટ્રીય ટીમમાં રમ્યા હોય) અને 786 અનકેપ્ડ ખેલાડીઓ હશે. જ્યારે એસોસિયેટ દેશોના 20 ખેલાડીઓ છે. આ યાદીમાં 604 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ છે. જેમાંથી 91 પહેલા IPLનો ભાગ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે સનરાઈઝર્સ હૈદરાબાદે તેમના કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરનને રિલીઝ કર્યા છે. આ સાથે જેસન હોલ્ડરને લખનૌ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.

તેની પાછળનું કારણ ખરાબ પ્રદર્શન તેમજ આ ખેલાડીઓની કિંમત હતી. વિલિયમસન અને પુરનની રિલીઝને કારણે સનરાઈઝર્સને તેમના પર્સમાં 24.75 કરોડ રૂપિયા મળ્યા. હવે જો જોવામાં આવે તો સનરાઈઝર્સ હૈદરાબાદના પર્સમાં સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો :-

PNB-ICICI અને Bank of Indiaના ગ્રાહકોને લાગશે મોટો ઝટકો ! લીધો એવો નિર્ણય કે વધશે લોકોના ખિસ્સા પરનો બોજ

0

PNB-ICICI and Bank of India

  • પંજાબ નેશનલ બેંક, ICICI બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ તેમના માર્જિનલ કોસ્ટ ઓફ ફડસ લેન્ડિંગ બેઝડ રેટ (MCLR)માં વધારો કર્યો છે અને આ નવા દરો 1 ડિસેમ્બર, 2022થી અમલમાં આવી ગયા છે.

બેંકોના આ પગલા બાદ લોન મોંઘી થશે અને EMIમાં પણ વધારો થશે. MCLRમાં કરવામાં આવેલ આ વધારો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર સીધી અસર કરશે.

થવા જઈ રહી છે MPC ની બેઠક :

છેલ્લી વખત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર મહિનામાં રેપો રેટમાં વધારો કર્યો હતો એનએ હવે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આવતા અઠવાડિયે 5 ડિસેમ્બરથી ફરી એકવાર મળવા જઈ રહી છે. જણાવી દઈએ કે મીટીંગ શરૂ થાય તે પહેલા જ બેંકોએ તેમની લોન મોંઘી કરવાની શરુ કરી દીધી છે.

ICICI બેંકે કેટલો વધારો કર્યો?

ICICI બેંકની વેબસાઈટ અનુસાર, એક મહિનાની લોન માટે MCLR દર 8.05 ટકાથી વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો 8.20 ટકા અને  છ મહિનાનો MCLR 8.35 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ એક વર્ષનો MCLR વધારીને 8.40 ટકા કરવામાં આવ્યો જે પહેલા 8.30 ટકા હતો.

PNBએ આટલો વધાર્યો MCLR :

PNBએ એક વર્ષની લોન માટે MCLR 8.05% થી વધારીને 8.10% અને છ મહિના માટે MCLR 7.75% થી વધારીને 7.80% કર્યો છે. જણાવી દઈએ કે ઓવરનાઇટ MCLR 7.40 ટકાથી વધીને 7.45 ટકા થઈ ગયો છે. મહિના માટે MCLR 7.45 ટકાથી વધારીને 7.50 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો MCLR 7.55 ટકાથી વધારીને 7.60 ટકા કરવામાં આવ્યો છે.

બેંક ઓફ ઈન્ડિયાએ કર્યો મોટો વધારો :

બેંક ઓફ ઈન્ડિયાએ તમામ મુદત માટે MCLRમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જણાવી દઈએ કે બેંક ઓફ ઈન્ડિયાનો એક વર્ષનો MCLR હવે 8.15 ટકા થઈ ગયો જે પહેલા 7.95 ટકા હતો. છ મહિનાનો MCLR 7.65% થી વધીને 7.90% થયો છે. ત્રણ મહિનાનો MCLR 7.45 ટકાથી વધીને 7.70 ટકા થયો છે.

MCLR શું છે?

કોઈપણ બેંકના MCLRમાં વધારાથી કાર, પર્સનલ અને હોમ લોન મોંઘી થઈ જાય છે સાથે જ MCLRમાં વધારો તમારી લોનની EMI વધારે છે. MCLRમાં વધારો નવા લોન લેનારાઓ માટે સારો નથી ગણવામાં આવતો. તેમાં વધારાથી લોન વધુ મોંઘી મળશે. હાલના ગ્રાહકો માટે લોન રીસેટની તારીખ આવશે ત્યારે લોન EMI વધી જશે. ટૂંકમાં MCLR એ ન્યૂનતમ દર છે જેના પર બેંકો ગ્રાહકોને લોન આપે છે.

આ પણ વાંચો :-

 

વંદે ભારત ટ્રેનનો પાંચમો અકસ્માત નડ્યો, પશુની ટક્કરથી આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો

0

Vande Bharat train’s fifth accident

  • થોડા સમય પહેલા જ પીએમ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેન સતત અકસ્માતોનો સામનો કરી રહી છે. ત્યારે હવે પાંચ અકસ્માત થઈ ગયા છે.

પીએમ મોદી (PM Modi) દ્વારા હોંશભેર શરૂ કરાયેલી વંદે ભારત (Vande India) ટ્રેનને ગ્રહણ લાગ્યું છે. વંદે ભારત ટ્રેનના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પાંચમીવાર વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. વાપી (Vapi) અને સંજાણની વચ્ચે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનની વચ્ચે પશુ આવી જતા મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ પાસે થોભાવી હતી. જેથી ટ્રેન થોડી વાર રોકી દેવાઈ હતી. જેના બાદ સામાન્ય મરામત કરીને ટ્રેન રવાના કરાઈ હતી.

વંદે ભારત ટ્રેનને આ પહેલા ચાર અકસ્માત નડ્યા હતા. જ્યારે હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે. આ સાથે હવે વંદે ભારત ટ્રેનના અકસ્માતના બનાવો 5 થયા છે. દરેક વખતે વંદે ભારત ટ્રેનને પશુઓ અડફેટે આવ્યા છે. જે બતાવે છે કે ગુજરાતમાં રખડતા ઢોર કેટલા બેકાબૂ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદે ભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. તો ત્રીજા અકસ્માતમાં વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન થયું હતું.

આ પણ વાંચો :-

ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવી ID પ્રુફ વગર વોટ આપવા પહોંચ્યા, પોણો કલાક અટવાયા

0

Election brand ambassador Kirtidan Gadhvi

  • ડાયરા ગજવતા કિર્તીદાનને મત આપ્યા વગર જ પરત જવુ પડયું. માન્ય દસ્તાવેજ વગર મતદાન કરવા પહોંચેલા કિર્તીદાન મત ન આપી શક્યા. ડિજીટલ દસ્તાવેજ લઈને આવ્યા હોવાથી ચૂંટણી અધિકારીએ પાછા મોકલ્યા.

ડાયરાની દેશવિદેશ ફેમસ થયેલા ગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhavi) ભારે ઉત્સાહ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા. પરંતું તેઓને લગભગ પોણો કલાક રાહ જોવી પડી હતી. માન્ય પુરાવા વગર વોટ કરવા જતાં કીર્તિદાન અટવાયા હતા.

જેથી તેમને વોટ કરવા દેવાયા ન હતા. આખરે તેઓએ ઝેરોક્ષ (Xerox) પર સહી કરીને પુરાવો આપતા તેને માન્ય ગણાયા હતા અને તેમને અંતે વોટ કરવા મળ્યો હતો. કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે ખુદ તેઓ જ ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા અને ડિજીટલ ડોક્યુમેન્ટ્સના (Digital documents) આધારે વોટ આપવા પહોંચ્યા હતા.

ચૂંટણીમાં મતદાનના નિયમો હોય છે. જરૂરી પુરાવાના આધારે જ વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા મળે છે. પરંતુ ફેમસ લોકગાયક કીર્તિદાન ગઢવી પુરાવાની હાર્ડ કોપી લીધા વગર ડિજીટલ કોપીના આધારે વોટ કરવા પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં માધાપુર તાલુકા શાળામાં મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓએ મતદાર ઓફિસરે મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.

ત્યારે અધિકારીએ કીર્તિદાનને કહ્યું કે આધાર કાર્ડ લઈને આવો. કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર વોટ કરવા પહોંચ્યા હતા. ડાયરા ગજવતા કીર્તિદાન ગઢવી પોતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં મતદાનના નિયમોથી અજાણ જોવા મળ્યાં. કીર્તિદાન જરૂરી ડોક્યુમેન્ટ વગર જ મતદાન કરવા પહોંચ્યા હતા.

જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી ચૂંટણી પ્રચાર બ્રાન્ડ એમ્બેસેડર જ મતદાન કરવામાં અટવાયા હતા. જેને કારણે તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. તેના બાદ તેઓએ ઝેરોક્ષ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું.

મતદાન કરતા અટકાવતાં ગુજરાતના આ ફેમસ લોકગાયકે ડિજિટલ ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હકીકત તો એ છે કે ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં પણ તેઓે ચૂંટણીના નિયમોથી અજાણ હતા. તેમજ એવુ તો નથી કે આ કીર્તિદાન ગઢવીના જીવનનું પહેલુ મતદાન છે. જેથી તેઓને નિયમોની ખબર નહિ હોય.

છતાં તેઓ પુરાવા વગર મતદાન આપવા પહોંચ્યા હતા અને ચૂંટણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કે ચૂંટણી પંચ દ્વારા વારંવાર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવાતા હોય છે.

આ પણ વાંચો :-

ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપ શાસન સામેની હતાશાનું કારણ કહી શકાય

Low voter turnout in elections can

  • મોંઘવારી, બેકારી, બેરોજગાર, વેપાર, ઉદ્યોગમાં અનિશ્ચિતતા અને ઉપરથી કાયદાની નાકાબંધીથી લોકો ત્રાસી ગયા છે, પરંતુ વિકલ્પ મળતો નથી.
  • ભાજપ અને આપનો પ્રચાર જોતાં આ વખતે જબરજસ્ત મતદાન થવાની આશા હતી, પરંતુ ‘આપ’વાળા પણ ગાજ્યા એટલા વરસી શક્યા નહીં, ટોળાં ભેગા કરવા અને ટોળાંને મતદાનમાં રૂપાંતર કરવા વચ્ચે ખૂબ મોટો તફાવત છે.
  • દેશમાં રોડ-રસ્તા બન્યા, સરકારી અને ભાજપની ઈમારતો બની પરંતુ સામાન્ય જીવનમાં આર્થિકક્ષેત્રે કેટલો બદલાવ આવ્યો એ મહત્ત્વનું છે, આવાસ બાંધી આપવાથી ગરીબી દૂર થઈ જતી નથી પરંતુ આવાસમાં રહીને પરિવારનું ભરણપોષણ માટે રોજગાર પણ જરૂરી છે.
  • દેશ અને રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિથી વડાપ્રધાન વાકેફ નથી અથવા તો જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે, ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીનું પરિણામ ભાજપનું નવું ભાવિ નક્કી કરશે.

ખાસ કરીને સુરતમાં ‘આપ’નાં મોટાભા કેજરીવાલ (Kejriwal) સહિત યુવાઓનાં ટોળાંએ મતદાન પહેલા ગાઈ વગાડીને વગાડેલા ઢોલ મતદાનનાં દિવસે ગાજ્યા એટલા વરસ્યા નહોતા, સુરતનાં વરાછા, કતારગામ (Katargam), ઓલપાડ અને કામરેજ બેઠક માટે મતદાનનાં (Voting) આગલા દિવસ સુધી ભાજપ માટે આફતના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. પરંતુ મતદાનનાં એટલે કે ૧લી ડિસેમ્બરનાં દિવસે અચાનક ‘આમ આદમી પાર્ટી’નો (Aam Aadmi Party) નશો જાણે ઓસરી ગયો હોય એવું લાગી રહ્યું હતું.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ અને તોફાની ગણાતા ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) કતારગામ બેઠક ઉપર ભાજપનાં વર્તમાન મંત્રી વિનુ મોરડિયા (Vinu Mordia) સામે જંગે મેદાનમાં હતા. ભાજપનાં સુપ્રીમો અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સતત ત્રણ દિવસ સુરતમાં પડાવ નાંખ્યો હતો અને કતારગામ તથા વરાછા વિસ્તારમાં ભારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સોશ્યિલ મીડિયામાં ‘આપ’નો પ્રચાર જોતા એવું લાગતું હતું કે, મતદાનનાં દિવસે ‘આપ’નાં જુવાનિયાઓનાં ટોળા નીકળી પડશે.

પરંતુ આમાનું કંઈ જ થવા પામ્યુ નહોતું. બલ્કે આ બેઠકો ઉપરનાં મતદાનમાં ગત ચૂંટણી કરતાં સરેરાશ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પાંચ ટકા ઓછું મતદાન થવા પાછળ લોકોની ઉદાસીનતા ચોક્કસ કારણભૂત ગણી શકાય. મોંઘવારી, બેકારી, આરાજકતાથી લોકો એટલી હદે ત્રાસી ગયા છે કે, લોકોને હવે દરેક પક્ષમાં એકનાં એક ચહેરા દેખાઈ રહ્યાં છે. લોકો આવી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા તરફડી રહ્યાં છે. પરંતુ ક્યાંય પણ આશાનું કિરણ દેખાતુ નથી. લોકોનો હવે ભાજપ પ્રત્યેનો ‘મોહભંગ’ જરૂર થયો છે. પરંતુ ભાજપને ઉથલાવી શકે એવો કોઈ મજબૂત વિકલ્પ દેખાતો નથી. પાછલાં ૨૭ વર્ષથી ગુજરાતમાં અને આઠ વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકારનું રાજ છે.

દેશની માળખાગત સુવિધાઓમાં ચોક્કસ વધારો થયો હશે. પરંતુ વ્યક્તિગત રીતે જોવા જઈએ તો લગભગ દરેક વ્યક્તિ જાત જાતની સમસ્યાથી વાજ આવી ગયો છે. સાંજનાં છેડે ઘર પરિવારનું પેટ ભરી શકાય એટલી કમાણી થતી નથી. લોકોને કામ કરવું  છે, પરંતુ કામ નથી. ઘણાં પરિવારોનાં ચુલા પણ કદાચ એક જ ટાઈમ સળગતા હશે. સેંકડો બાળકોની પ્રાથમિક જરૂરિયાતો પણ છીનવાઈ ગઈ હશે. અનેક પરિવારો વ્યાજનાં ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. આવા એક નહીં અનેક પ્રશ્નોથી સામાન્ય નાગરિકનું જીવન દુષ્કર બની ગયું છે અને એટલે જ હવે લોકો ભાજપથી નહીં પરંતુ ભાજપનાં નિષ્ફળ શાસનથી કંટાળી ગયા છે.

આ બધાની વચ્ચે લોકો કોઈ નવા ચહેરાની શોધમાં છે. લોકોને એ પણ ખબર છે કે આ બધા જ ‘એક જ દરિયાના જીવ છે’. પરંતુ શાસનમાં કોઈક સારી વ્યક્તિ આવે તો બીજુ નહીં તો કંઈ નહીં સારી રીતે જીવી શકાય. બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ આપી શકાય અને સારી રોજગારી મેળવી શકાય. બસ, આનાથી વિશેષ કોઈ જ અપેક્ષા નથી. પરંતુ ભાજપની ટોચની નેતાગીરી ‘સુ-શાસન’ આપવામાં ચોક્કસ નિષ્ફળ નિવડી છે. સરકારો એ રીતે ચાલે છે કે, જાણે કોઈ પ્રાઈવેટ કંપની ચાલતી હોય.

ખરેખર તો આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા બીજા કોઈએ નહીં ખુદ વડાપ્રધાન મોદીએ નિરાંતે મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે, લોકોને ભાજપ ઉપર નહીં પરંતુ મોદી ઉપર ભરોસો છે અને એટલે જ મોદીનાં નામ ઉપર લોકો ભાજપને મત આપતા આવ્યા છે અને ભાજપને જીતાડવા માટે મોટા અમીરો નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનો ખુબ મોટો ફાળો રહ્યો છે. જો વડાપ્રધાન મોદી આ સત્યને ખરેખર સમજી શકતા હોય અને દિલ દિમાગથી વિચારી શકતા હોય તો ચોક્કસ સરકારી તંત્રમાં અસરો જોવા મળે. પરંતુ અનુભવે એવું ચોક્કસ કહી શકાય કે, લોકોનાં દર્દ, સમસ્યા અને વાસ્તવિક તકલીફ વડાપ્રધાન મોદીનાં દિલ અને દિમાગ સુધી પહોંચતી નહીં હોય.

અન્યથા વહિવટમાં સુધારો થયો હોત. રોડ, રસ્તા બન્યા, વીજળીનું વિસ્તરણ થયું, સરકારી ઓફિસો અને ખુદ ભાજપની કાર્યાલયો વૈભવી મહેલ જેવી બની. પરંતુ બીજી તરફ ગરીબોનાં માથેનું છાપરું રીપેર કરાવવાનાં પણ પૈસા નથી. ગરીબો માટે આવાસ બનાવ્યા, પરંતુ આવાસમાં પરિવાર સાથે સુખેથી જીવનનો ગુજારો કરવા માટે કમાણીનાં સાધનો નથી. કાશ, વડાપ્રધાન મોદીને આ વાત સમજાતી હોત તો ગરીબોને આવાસ આપતા પહેલાં રોજગારીનું પણ સર્જન કર્યું હોત. પરંતુ રોજગારીની દિશામાં કોઈ જ અસરકારક પગલાં ભરાયા નથી. બલ્કે લોકોને રોજગારી આપતા મધ્યમ અને લઘુકક્ષાનાં સેંકડો રોજગાર બંધ થઈ ગયા! વેપાર, ઉદ્યોગનાં લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સરકારે એટલી હદે ‘નાકાબંધી’ કરી છે કે, વેપાર, ધંધા કરનારાઓની હાલત ગુનેગાર જેવી છે. વેપારીઓ, ઉદ્યોગકારો પોતે ગુનેગાર હોય એવા ભાવથી પીડાઈ રહ્યાં છે. બીજી તરફ કાયદાની ઐસી કી તૈસી કરીને બેધડક ટેક્સ ચોરી કરીને રાતોરાત દુકાનનાં પાટીયા બદલી નાંખનારાઓનો વાળ પણ વાંકો થતો નથી. આ નરી વાસ્તવિકતા છે.

ખેર, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં ‌ઉદયની સાથે લોકોને થોડા ઘણાં લડવૈયા મળવાની આશા બંધાઈ હતી, પરંતુ પાટીદાર સમાજને ‘અનામત’ અપાવનાર અને બદલાયેલા રૂપમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ખાસ કરીને પાટીદાર સમાજનાં યુવાનો મતદાન ટાણે ગાજ્યા એટલા વરસ્યા નહોતા અને લોકોને અસરકારક મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા હતા. બલ્કે વિતેલા દિવસો દરમિયાન માથું ફાડી નાંખે એવો પ્રચાર અને જાત જાતનાં વાયદા અને વચનોને કારણે વિમાસણમાં મુકાઈ ગયેલા મતદારોને મતપેટી નજીક પહોંચ્યા પછી નરેન્દ્ર મોદી નામનો કોઈ વિકલ્પ જ દેખાયો નહોતો એવું કહી શકાય. ઘણી જગ્યાએ પરિવર્તન. પરિવર્તનની બુમરાણ સાંભળવા મળી હતી. પરંતુ મતદાન સમયે જાણે પરિવર્તન નામની હવા ગાયબ થઈ ગઈ હતી.

બીજી તરફ રાજકીય અપપ્રચારને કારણે પણ જાતિવાદ, કોમવાદનાં વાડામાં વહેંચાયેલા લોકોએ પણ મતદાન કરવાનું ટાળ્યું હતું. ગત ચૂંટણીમાં સુરત શહેર-જિલ્લામાં સરેરાશ ૬૬.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે આક્રમક પ્રચાર છતાં મતદાનની ટકાવારીમાં સીધો પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વખતે શહેર-જિલ્લામાં સરેરાશ ૬૧.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. આ બતાવે છે કે, લોકો હવે ત્રાસી ગયા છે અને કોઈનામાં પણ ‘ભરોસો’ નથી અને સાથે નવો વિકલ્પ પણ નથી.

‘આપ’ના અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડેલ ગુજરાતનાં લોકોનાં મનમાં ‘ભરોસો’ પેદા કરી શકશે કે કેમ તેની સામે હવે ચોક્કસ પ્રશ્નાર્થ કરી શકાય. કારણ કે, આમ આદમી પાર્ટી એટલે ‘આપ’ માટે સુરત મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને સુરતમાં જ જો ‘આપ’ને આવકાર મળવાનો ન હોય તો રાજ્યનાં અન્ય પ્રદેશોમાં ‘આપ’ને વિશેષ આવકાર મળવાની શક્યતા દેખાતી નથી. મતલબ કે અમિત શાહનાં શબ્દો ખરેખર સાચા બનીને રહી જશે.

અમિત શાહનાં અત્યાર સુધીનાં ચૂંટણી પ્રચારમાં તેઓ કહેતા આવ્યા છે કે, ગુજરાતની ચૂંટણીમાં ‘આપ’નું કોઈ જ અસ્તિત્વ નથી. અને અંતમાં એવી વાત ચાલી રહી છે કે, ઓલપાડ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવનાર ધાર્મિક માલવિયા પાછલાં કેટલાંક દિવસોથી સક્રિય નહોતો. તેમની નિષ્ક્રિયતા માટે પણ અનેક સવાલ પુછાઈ રહ્યાં છે. પરંતુ કારણો સહિતનાં જવાબ મળવાનું મુશ્કેલ જણાય છે. કદાચ ઓલપાડ બેઠકનાં પરિણામનાં પોસ્ટમોર્ટમ વખતે ધાર્મિકની નિષ્ક્રિયતા માટેનાં સંભવત કારણો બહાર આવી શકે.

આ પણ વાંચો :-