Home Blog Page 1418

દોઢ વર્ષમાં કરો આટલી ભરતી : PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા આદેશ

0

Recruitment in a year and a half

  • મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની (Human resources) સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં તેના પર કામ કરવાનો આદેશ આપ્યો છે.

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે.

શું કહ્યું વડાપ્રધાન કાર્યાલયે ? 

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં શું કહ્યું ? 

ગત વર્ષે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.

8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર 

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે.

2016-17 થી 2020-21 કેટલી ભરતી થઈ ? 

2016-17થી 2020-21 દરમ્યાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, SSCમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે. જ્યારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.

અગાઉ મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે કે તે રોજગાર આપી શકતી નથી. ખાસ કરીને નોટબંધી, GST અને પછી કોરોનાના સમયગાળા દરમ્યાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે.

દહેજ માટે હેવાનિયતની હદ વટાવી, પત્નીનાં પ્રાઇવેટ પાર્ટમાં બોટલ નાખીને……. સાસરાવાળા હસતાં રહ્યા

Exceeding the level of bullying

  • બરેલી એસએસપી રોહિત સિંહ સજવાણે જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલામાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) બરેલીમાં હેવાનિયતની (Bestiality) હદ પાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિ પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવતા એસએસપી બરેલી પાસે ફરિયાદ કરી છે.

પીડિતાએ જણાવ્યું કે પતિ દરરોજ તેની સાથે મારપીટ કરે છે. મહિલાનો આરોપ છે કે પતિએ એક દિવસ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી દીધી હતી. આટલું જ નહીં તાપમાં લઈ જઈને તેને મરઘો બનવા મજબૂર કરી હતી અને પછી તેની પીઠ પર ઈંટ મુકી હતી. મહિલાએ જણાવ્યું કે પતિની આ બધી વસ્તુઓ રોકવાની જગ્યા પર સાસરીના લોકો તેના પર હસતા હતા. ત્યાં જ આ વાત પર પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

દહેજ માટે બન્યા હેવાન :

 હકીકતે જિલ્લાના કિલા સ્ટેશન ક્ષેત્રની રહેવાસી મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના લગ્ન 2018માં થયા હતા. થોડા દિવસ તો બધુ બરાબર ચાલ્યુ પરંતુ ત્યાર બાદ પતિ અને સાસરીના લોકો તેને મારવા લાગ્યા.

સાથે જ એક લાખ રૂપિયા દહેજ માટે કહેવા લાગ્યા રૂપિયા ના આપવા પર મારપીટ કરતા હતા અને તલાકની પણ ધમકી આપી હતી. મહિલાએ જણાવ્યું કે નિકાહ વખતે માતા-પિતાએ તેમના પ્રમાણે જધારે જ દહેજ આપ્યું હતું પરંતુ સાસરીવાળા નાખુશ છે. હવે તે વારંવાર 1 લાખ રૂપિયા દહેજ લાવવાની વાત કરી રહ્યા છે.

પ્રાઈવેટ પાર્ટમાં નાખી બોટલ :

પીડિતાએ આરોપ લગાવ્યો કે એક દિવસ મારપીટ કરતા પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી હતી અને તાપમાં લઈ જઈને મરઘો બનવા મજબૂર કરી અને પછી મારા પર ઈંટ મુકી દીધી. આ બધી વસ્તુઓ જોઈને સાસરીવાળા પતિને રોકવાની જગ્યા પર તેની પર હસી રહ્યા હતા. મહિલાનો આરોપ છે કે તેનો પતિ દહેજ ન આપવા પર વારંવાર ડિવોર્સ આપવાની ધમકી આપે છે.

મહિલાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી તો તેની સાથે મારપીટ ન કરવામાં આવી પરંતુ બાળકી આવતા બાદમાં ફરી પતિ અને સાસરીયાના લોકો ડિવોર્સની વાત કરવા લાગ્યા. મહિલા ગમે તે રીતે પોતાની માતાની પાસે પહોંચી અને સમગ્ર વાત જણાવી. પરીવારના લોકોએ મહિલાના પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો. ત્યાર બાદ મહિલાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું.

એસએસપીએ આપ્યા તપાસના આદેશ :

હવે પીડિતાએ બરેલી એસએસપીને પોતાની મુશ્કેલી જણાવી છે. મહિલાએ પતિ પર અન્ય કોઈ મહિલા સાથે અવૈધ સંબંધનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તે બીજા નિકાહ કરવા માંગે છે.

તે હંમેશા તલાકની ધમકી આપે છે અને કહે છે કે તે ઘરથી બાળકને ળઈને નિકળી જશે. આ સંપૂર્ણ મામલામાં બરેલીના એસએસપી રોહિત સિંહ સજવાણીએ જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સમગ્ર મામલાની ભૂતા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

કુવૈત : નુપુરનો વિરોધ કરી રહેલા ભારતીયોને મળશે કડક સજા, જાણો કુવૈતના નિયમ કે જેના હેઠળ તેમણે પરત ફરવું પડશે

To the Indians who are opposing Nupur

  • 10 જૂને ભારતીયો સહિત બિન-નિવાસી એશિયન નાગરિકોએ કુવૈતમાં નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ પછી કુવૈત સરકારે તેની ધરપકડ કરી અને તેને તેના દેશમાં પરત મોકલવાનો નિર્ણય કર્યો. કુવૈત એ દેશોમાંથી એક છે જેણે નુપુરની ટિપ્પણી બાદ ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા.

ખાડી દેશ કુવૈતમાં (Gulf country Kuwait) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Former BJP spokesperson Nupur Sharma) સામે વિરોધ કરી રહેલા ભારતીયો ફરી ક્યારેય કુવૈત (Kuwait) પરત ફરી શકશે નહીં. ટૂંક સમયમાં જ તેઓને ભારત પરત મોકલવામાં આવશે. આ પછી ભાગ્યે જ કુવૈત સરકાર (Government of Kuwait) તેમને પાછા આવવા દેશે. ખરેખર, કુવૈતમાં ઇમિગ્રન્ટ્સ માટેના શ્રમ કાયદા એટલા કડક છે કે તેનું ઉલ્લંઘન કરવું એ ત્યાં ‘પાપ’ સમાન છે. અને જો કુવૈત સરકાર કાયદાનું પાલન ન કરે તો તેમાં નમ્રતાને અવકાશ નથી.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ શ્રમ કાયદાના મામલામાં ઈમિગ્રન્ટ્સ માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાં પરપ્રાંતીય કામદારોને કુવૈતમાં કોઈપણ પ્રકારનું પ્રદર્શન કે ધરણાં કરવાની મંજૂરી નથી. આ પછી પણ ત્યાં રહેતા ભારતીયો અને એશિયાઈ નાગરિકોએ નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેના પછી તેને ભારત પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેમને ટૂંક સમયમાં પરત મોકલી દેવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

કુવૈતમાં 10 જૂને ભારતના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફહેલ વિસ્તારમાં આ પ્રદર્શનમાં ભારતીયો સહિત બિન-નિવાસી એશિયન નાગરિકોએ ભાગ લીધો હતો. આ પછી કુવૈત સરકારે તેની ધરપકડ કરી અને તેને તેના દેશમાં પરત મોકલવાનો નિર્ણય કર્યો.

કુવૈત ફરી પાછા ફરી શકશે નહીં :

નિયમો હેઠળ, કુવૈત સરકાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલે છે. આ સિવાય તે ફરીથી તેમના દેશમાં આવવા પર પણ પ્રતિબંધ મૂકે છે. આવી સ્થિતિમાં વિરોધ કરી રહેલા ભારતીયો ફરીથી કુવૈત જઈ શકશે નહીં.

ભારત સરકાર તરફથી કોઈ મદદ મળશે નહીં :

આ મામલે ભારત સરકાર તરફથી કોઈ મદદ મળવાની આશા નથી. હકીકતમાં, કુવૈતમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ મામલે પહેલાથી જ એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. દૂતાવાસનું કહેવું છે કે અહીં કામ કરતા કામદારોએ કુવૈતના નિયમોનું પાલન કરવું પડશે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ તેમની મદદ કરી શકશે નહીં.

ઉત્તર ગુજરાતમાં વાજતે ગાજતે પધાર્યા મેઘરાજા, ડીસાના આ ગામમાં વરસાદની સાથે માછલીઓ વરસી

0

Megharaja arrived in North Gujarat on time

  • ડીસાના ખેંટવા ગામે વરસાદની સાથે એક અદભૂત ઘટના જોવા મળી.

ડીસાના ખેંટવા (Deesa’s scratch) ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે. મહત્વનું છે કે, ગત રવિવાર મોડી સાંજ બાદ ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના (North Gujarat) વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડો પવન ફૂંકાવવા (Blowing the wind) લાગ્યો હતો. અને બાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોના ટોળા માછલીઓને જોવા માટે ઉમટ્યા હતા.

ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ  દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટા ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું. અહી આસપાસ નદી તળાવ નથી તેવામાં માછલીઓ જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા.આમ દુનિયામાં ભાગ્યે જ થતો માછલીઓનો વરસાદ ડીસા તાલુકાના ખેંટવા ગામે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં એક ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું.

ગઈકાલે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની રમઝટ :

નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેની વચ્ચે સાબરકાંઠાના તલોદ, મોઢુકા, લંઘાનામઠ, જશનપુર, કઠવાડા, રણાસણ, બનાસકાંઠાના દિયોદર કાંકરેજ, અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી, બારડોલીના ભામૈયા , મોરી, ખોજ, પારડી, દ્વારકાના કલ્યાણપુર, ભોપલકા, રાણ, લીંબડી, ખંભાળિયાના સલાયા, હરિપર, કુબેર વિશોત્રી, ભાડથર, ભાતેલ, દ્વારકાના મીઠાપુર, દેવપરા,પાડલી સહિત જૂનાગઢ , છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા – અમદાવાદ હાઇવે , રાજકોટ, યાત્રાધામ અંબાજી, કચ્છ-ભુજ,  સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે

આજે કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચ સુધીના વરસાદની શક્યતા :

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 2.5 મીમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. તેમજ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

ગાયોની અનોખી સેવા, સૂકો મેવો નાંખી 11 ક્વિન્ટલ કેરીનો રસ ગાયોને પીવડાવાયો

0

Unique service of cows

  • ગાયો પણ કેરીનો રસ માણી શકે તે માટે અહીં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉનાળાની (Summer) ઋતુમાં રસદાર કેરીનો આનંદ લેવા દરેક વ્યક્તિ ઈચ્છે છે. કેરીની સિઝનમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ કેરીનો રસ માણવાનું ચૂકતા નથી. તો પછી અબોલ પ્રાણીઓ શા માટે તેનાથી દૂર રહે? આ જોતાં રાજસ્થાનના (Rajasthan) પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં (Mahavir Govardhan Gaushala) આયોજકોએ ગાયોને પુષ્કળ કેરીનો રસ આપ્યો હતો. ગાયો પણ કેરીનો રસ માણી શકે તે માટે અહીં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં 11 ક્વિન્ટલ કેરીમાં ડ્રાયફ્રૂટ્સ (Dried fruits મિક્સ કર્યા બાદ કેરીનો રસ તૈયાર કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ ભક્તિભાવથી ગાયોને ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગને જોવા માટે મોટી સંખ્યામાં લોકો શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળા ખાતે પહોંચ્યા હતા અને આ અનોખા નજારાને માણ્યો હતો.

માંગલિક કાર્યક્રમો અને તહેવારો દરમિયાન ગાયોને લાપસી, ગોળ અને લીલો ચારો ખવડાવવાના ઘણા કાર્યક્રમો હોય છે. પરંતુ ગાયોને કેરીનો રસ આપવાની આ ઘટના કદાચ પ્રથમવાર બની છે. પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળાના સંચાલકોએ ખૂબ જ આદરભાવ સાથે શનિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં પહેલા 11 ક્વિન્ટલ કેરીનો રસ તૈયાર કરીને પૂલમાં ભરવામાં આવ્યો હતો. તે પછી ભક્તોએ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાય પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જિલ્લાની સૌથી મોટી શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં 1205 ગાયો છે. આ એ ગાય છે જેને કતલખાને જવાથી બચાવી લેવામાં આવી છે. આ ગૌશાળા ગાય ભક્તો અને દયાળુ આત્માઓ તરફથી આર્થિક સહાય મેળવીને ચલાવવામાં આવે છે. માંગલિક કાર્યક્રમ નિમિત્તે લોકો વતી ગાયોને લીલો ચારો અને ગોળ લાપસી ખવડાવવાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

ગૌશાળાના ટ્રસ્ટી અરવિંદ વાયા કહે છે કે, આ ગૌશાળામાં જિલ્લાભરના પોલીસ સ્ટેશનોમાંથી ગાયો મોકલવામાં આવે છે. જિલ્લામાં વધુ પાંચ ગૌશાળાઓ છે. પરંતુ કેટલીકવાર જગ્યાના અભાવે તેમને ગાયો લેવાનો ઇનકાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે ગાયોને પણ અહીં છોડવામાં આવે છે. અહીંની ગાયો પણ સામાન્ય લોકોની જેમ કેરી ખાવાની મજા માણી શકે તે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૌશાળા સાથે સંકળાયેલા જૈન સંગીતકાર ત્રિલોક મોદી જણાવે છે કે, અહીં આવતા સમયે કતલખાને જવાથી બચાવેલી ગાયોની હાલત ખૂબ જ ખરાબ હોય છે, પરંતુ અહીં આવ્યા બાદ ગાયોના ખોરાકનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને ચારો તેમજ પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે છે. જેના કારણે કતલખાને જવાથી બચી ગયેલી ગાયો પણ અહીં પ્રજનન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિવિધ ગૌશાળાઓમાં જાળવણીના અભાવે ગાયોના મોતના સમાચાર ચર્ચાનો વિષય બનતા રહે છે. બીજી તરફ પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં આયોજિત આ પ્રકારનો કાર્યક્રમ રાજ્યની અન્ય ગૌશાળાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.

Viral Video : ચાર યુવતીઓએ ડોમિનોઝ ગર્લની ડંડાથી પીટાઇ કરી, જુઓ વાયરલ Video

0

Four young women Domino’s Girl

  • video viral on social media – પીડિતા પર હુમલો થઇ રહ્યો હતો તે સમય ત્યાં હાજર રહેલી ભીડ તમાશો જોઇ રહી હતી. કોઇપણ પીડિતાની મદદ માટે આગળ આવ્યું ન હતું

મધ્ય પ્રદેશના (madhya pradesh) ઇન્દોરમાં ચાર યુવતીઓનો મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral on social media) થઇ રહ્યો છે. ચાર યુવતીઓએ ડોમિનોઝ માટે ડિલિવરી કરવા આવેલી એક યુવતીની પીટાઇ (four girls beat delivery girl) કરી હતી. વીડિયોમાં ચારેય યુવતીઓ ડોમિનોઝ ગર્લને (Domino’s Girl) પહેલા થપ્પડ મારે છે અને પછી ડંડો લઇને માર મારી રહી છે. યુવતી પોતાનો જીવ બચાવવા માટે ભાગતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ ચાર યુવતીની ધરપકડની માંગણી કરી રહ્યા છે.

આ ઘટના ઇન્દોરના દ્વારકાપુરીની બતાવવામાં આવી રહી છે. ઘટના ગત શનિવારની છે. વીડિયોમાં બે યુવતીઓએ પીડિતાના હાથ પકડેલા છે. જ્યારે એક યુવતી પાછળથી થપ્પડ મારે છે. આ પછી ચારેય યુવતીઓ પીડિતાને ઘેરી લઇને થપ્પડ મારે છે જે પછી પીડિતા નીચે પડી જાય છે. આમ છતા પીડિતાને યુવતીઓ માર મારે છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે ચારેય આરોપી યુવતીઓ સામે કેસ નોંધ્યો છે. પીડિતા પર હુમલો થઇ રહ્યો હતો તે સમય ત્યાં હાજર રહેલી ભીડ તમાશો જોઇ રહી હતી. કોઇપણ પીડિતાની મદદ માટે આગળ આવ્યું ન હતું. પીડિતા હુમલાથી બચવા માટે એક ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે.

આ મામલે પોલીસે જણાવ્યું કે ઋષિપેલેસ કોલોનીમાં રહેતી પીડિતાએ આ કોલોનીમાં રહેતી પિંકી અને તેની અન્ય ત્રણ મિત્ર સામે મારપીટનો કેસ નોંધાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે ચાર યુવતીઓમાંથી એકે તેને પોતાની પાસે બોલાવી હતી. આ પછી તેના પર હુમલો કર્યો હતો.

આરોપી યુવતીઓ હાલ ફરાર ચાલી રહી છે. જાણકારી પ્રમાણે મારપીટ ગેંગની મુખ્ય સરગનાનું નામ પિંકી બતાવવામાં આવી રહ્યું છે. તે વિસ્તારના લિસ્ટેડ અપરાધી સાથે હંમેશા ફરતી જોવા મળે છે.

ભડકાઉ પોસ્ટ કરનારા સુધરી જજો ! ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારા અમદાવાદના આરોપીની ધરપકડ

Improved judges who post provocative

  • સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપી ઈરસાદ અન્સારીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

ભાજપ નેતા નુપુર શર્મા (BJP leader Nupur Sharma) દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઈરસાદ અન્સારી નામના યુવકે ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા. જેથી સાયબર ક્રાઈમે તેની વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ સોશિયલ મિડીયામાં વહેતા કર્યા હતા ભડકાઉ મેસેજ :

અમદાવાદમાં સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપી ઈરસાદ અન્સારીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, નુપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. આવી સ્થિતિ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મિડીયામાં કરવા બદલ સાયબર ક્રાઈમે કાર્યવાહી હાથ ધરી છે, નુપુર શર્માના નિવેદન બાદ સોશિયલ મિડીયામાં ખોટા અને ભડકાઉ મેસેજ વાયરલ કરનાર પર સાયબર ક્રાઈમ સતત નજર રાખી રહી છે, તેવી જ એક તપાસમાં અમદાવાદના ઈરસાદ અન્સારી નામના યુવકે પોતાના ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા.જે અંગે સાયબર ક્રાઈમે તેને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની શાંતિ ડોહળાય તેવી મુકી હતી પોસ્ટ :

છેલ્લા કેટલાક દિવસથી લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવા મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે. તેવામાં આરોપી ઈરસાદ અન્સારીએ યુવકોની ઉશ્કેરણી થાય અને અમદાવાદની શાંતિ ડોહળાય તે માટે પોસ્ટ મુકી હતી. મહત્વનુ છે કે, નુપુર શર્માના વિરોધમાં અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી લોકો રોડ પર ઉતરી આવ્યા છે. અને તેની ફાંસીની માંગ કરી રહ્યા છે. તેવા સંજોગો વચ્ચે અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી.

 

Boat કંપનીએ પોતાના જોરદાર ગેમિંગ ઈયરબડ્સ લોન્ચ કર્યા, ફુલ ચાર્જમાં ચાલશે 30 કલાક

Gaming earbuds launched

ઈયરબડ્સ માર્કેટમાં (Earbuds Market) અનેક કંપનીઓએ પોતાના ગેમિંગ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. જે લોંગ લાસ્ટિંગ બેટરી તેમજ લો લેટેન્સી જેવા ફીચર્સ પ્રદાન કરે છે. આ વચ્ચે જાણીતી કંપની Boatએ ગેમર્સને ધ્યાને રાખીને એક શાનદાર ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. કંપનીના Airdopes 191G ગેમિંગ TWS ઈયરબડ્સને ભારતમાં સેલમાં ઉપલબ્ધ કરાવાયા છે. નવા ઈયરબડ્સમાં માત્ર 65msની લો લેટેન્સી આપવામાં આવી છે. ઓડિયો અને વિઝ્યુલ વચ્ચે કોઈ ડિસ્ટોર્શન ન થાય તે માટે કંપનીએ ઈયરબડ્સમાં ખાસ ધ્યાન આપ્યું છે. આવો જાણીએ આ ઈયરબડ્સ વિશે વધુ માહિતી.

boAt Airdopes 191G ગેમિંગ TWS ભારતમાં કિંમત :

નવી boAt Airdopes 191G હાલમાં Amazon, Flipkart અને કંપનીની અધિકૃત વેબસાઇટ પર લિસ્ટેડ છે અને તેની કિંમત 1,499 રાખવામાં આવી છે. તે બ્લેક, બ્લુ, ગ્રે અને રેડ સહિત બહુવિધ કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેથી જેઓ નવું ઈયરબડ ખરીદવાનું વિચારી રહ્યા છે અને મોબાઈલ ગેમિંગમાં સાથે સંકળાયેલા છે, તેમના માટે આ ઈયરબડ્સ બેસ્ટ ઓપ્શન છે.

boAt Airdopes 191G ગેમિંગ TWS ડિઝાઈન :

આ ઈયરબડ્સમાં સ્ટેમ ડિઝાઈન આપવામાં આવી છે, જેમાં ઈયરબડ્સનું શરીર પણ થોડું પારદર્શક છે. Airdopes 191Gમાં 6mm ઓડિયો ડ્રાઈવર છે અને તેમાં હેક્સાગોનલ આકારનો ચાર્જિંગ કેસ પણ મળે છે.

boAt Airdopes 191G ગેમિંગ TWS બેટરી :

બેટરી લાઈફના મામલે કંપની દાવો કરે છે કે આ ઈયરબડ્સ ફુલ ચાર્જ પર 6 કલાક સુધી ચાલી શકે છે, જ્યારે કેસ વધારાના 4 ચાર્જિંગ સાઈકલ ઓફર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વપરાશકર્તાઓ કેસ પર 400mAh બેટરી પેકમાંથી લગભગ 30 કલાકની એકંદર બેટરી લાઈફ મેળવવાની અપેક્ષા રાખી શકે છે. અન્ય સુવિધાઓમાં નોઈઝ કેન્સલેશન કૉલ્સ માટે ENx ટેક્નોલોજી માટે ક્વોડ માઇક સેટઅપ, IWP સપોર્ટ, બ્લૂટૂથ 5.2, IPX5 વોટર રેઝિસ્ટન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

14 જૂન 2022, રાશિફળ : દેવાધિ દેવ મહાદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપાવર્ષા, સોમવાર રેહશે શુભદાયી

June 14, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દિલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

HDFC હોમ લોન એક મહિનામાં 0.90 ટકા મોંઘી, જાણો તમારો હપ્તો કેટલો વધ્યો

0

HDFC Home Loans 0.90 Percent

  • જો તમે પણ HDFC લિમિટેડ પાસેથી તમારી હોમ લોન લીધી છે, તો આ સમાચાર તમારા કામના છે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન લેનાર છે. છેલ્લા એક મહિનામાં વ્યાજદરમાં 90 પૈસાનો વધારો કર્યો છે.

HDFC હોમ લોન : જો તમે પણ HDFC લિમિટેડ (HDFC Ltd.) પાસેથી તમારી હોમ લોન લીધી છે, તો આ સમાચાર તમારા કામના છે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન (Home loan) લેનાર છે. છેલ્લા એક મહિનામાં વ્યાજદરમાં 90 પૈસાનો વધારો કર્યો છે. આની સીધી અસર તમારા EMI પર પડી રહી છે.

RPLR 10 જૂનથી 0.50 ટકા વધ્યો :

HDFC તરફથી વ્યાજ દરમાં આ વધારો RBI દ્વારા રેપો રેટમાં વધારા બાદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એચડીએફસીએ 10 જૂનથી રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ 0.50 ટકા વધારવા માટે શેરબજારને જાણ કરી હતી. છેલ્લા એક મહિનામાં આ ચોથી વખત છે જ્યારે HDFC લિ. હોમ લોનના દરમાં વધારો કર્યો છે.

એક મહિનામાં ચાર વખત વધારો :

અગાઉ HDFC દ્વારા 2 મે, 9 મે અને 1 જૂનના રોજ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા પછી, તમારા લોન લેનારાઓએ પહેલા કરતા વધુ EMI ચૂકવવા પડશે. અહીં અમે તમને જણાવીશું કે 20 અને 30 વર્ષની લોનની મુદતમાં તમારું e-MI કેટલું વધશે.

ઉદાહરણ તરીકે, જો બેંક વ્યાજ દરમાં વધારો કરતા પહેલા તમારી પાસેથી 6.8 ટકા વ્યાજ વસૂલતી હોય, તો હવે તે વધીને 7.7 થઈ જશે. આવી સ્થિતિમાં, તમને ખબર પડશે કે તમે પહેલા કેટલી EMI ચૂકવતા હતા, હવે તમારે આ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?

20 લાખની લોન પર EMI :

આ પહેલાં :

રૂ. 15,267 રૂ. 16,357 (20 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI પર રૂ. 1090 નો વધારો)

રૂ. 13,039 રૂ. 14,259 (30 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI પર રૂ. 1220 નો વધારો)

30 લાખની લોન પર EMI :

આ પહેલાં :

રૂ 22,900 રૂ 24,536 (20 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI પર રૂ. 1636 નો વધારો)

રૂ. 19,558 રૂ. 21,389 (30 વર્ષના સમયગાળા માટે)

(એક મહિનામાં EMI રૂ. 1831 વધી)