AMC will take punitive action
- અમદાવાદમાં આજથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે AMC દંડની કાર્યવાહી કરશે.
અમદાવાદ (Ahmedabad) શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ (Department of Health and Department of Solid Waste Management) દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 81 કેસ નોંધાયા :
સમગ્ર દેશ અને રાજ્ય (ગુજરાત) માં ધીરે-ધીરે હવે કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 100 કરતા વધુ કેસ સામે આવ્યા હતાં. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 81 જેટલાં કેસ નોંધાયા હતાં. ત્યારે હવેથી અમદાવાદના જાહેર સ્થળો અને ભીડભાડવાળી જગ્યાઓ તેમજ મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની જગ્યાઓ ઉપર માસ્ક પહરેવું ફરજિયાત કરાયું છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેઓને AMCની ટીમ દંડ ફટકારશે.
જે પણ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે :
તમને જણાવી દઇએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે દંડની કાર્યવાહી કરાશે. જેથી હવે ફરીવાર લોકોએ માસ્ક પહેરવું પડશે. જે પણ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.
અમારી લોકોને અપીલ છે કે, ‘તેઓ માસ્ક પહેરે’ : આરોગ્ય વિભાગના વડા :
નોંધનીય છે કે, આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં અલગ-અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવાર (આજ) થી કરવામાં આવશે. જેની માટે અમારી લોકોને અપીલ છે કે, ‘તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસ.ટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર લાગશે તો આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરાશે.’