Actress Shraddha Kapoor’s brother Siddhant’s
- બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીનો ભાઈ અને મિત્રો બેંગલોરની એક હોટલમાં પાર્ટી કરતાં હતા અને પોલીસે રેડ પાડી
બૉલીવુડ અભિનેત્રી (Bollywood actress) શ્રદ્ધા કપૂરના (Shraddha Kapoor) ભાઈની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ બેંગ્લોરની એક હોટલમાં કેટલાક લોકો પાર્ટી કરી રહ્યા હતા. જેને લઈ પોલીસ રેડ કરી શ્રદ્ધા કપૂરના ભાઈ સહિતના લોકોને ઝડપી પાડયા હતા. જે બાદમાં તમામનો ડ્રગ ટેસ્ટ (Drug test) કરવામાં આવતા શ્રદ્ધાના ભાઈ સહિત અન્ય છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બૉલીવુડની દુનિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડના પીઢ એક્ટર શક્તિ કપૂરના પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ હોવાથી તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
બેંગલોરની હોટેલમાં થઈ હતી પાર્ટી :
બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં સિદ્ધાંત કપૂર સહિતના લોકો પાર્ટી કરી રહ્યા હતા. જ્યાં પોલીસ રેડ કરી તમામના ડ્રગ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ પોલીસે તમામની ધરપકડ કરી છે.
કોણ છે સિદ્ધાંત કપૂર ?
Karnataka | Actor Shraddha Kapoor's brother Siddhanth Kapoor detained during police raid at a rave party in a Bengaluru hotel, last night. He is among the 6 people allegedly found to have consumed drugs: Bengaluru Police pic.twitter.com/UuHZKMzUH0
— ANI (@ANI) June 13, 2022
સિદ્ધાંત કપૂર પીઢ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંત પોતે પણ ફિલ્મ લાઈનમાં છે. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતની કરિયર ફ્લોપ રહી છે. ફિલ્મો ઉપરાંત તે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ આજ સુધી આવી કોઈ ભૂમિકા તેમને ઓળખ આપી શકી નથી.
શ્રદ્ધા કપૂર સાથે પણ ફિલ્મ કરી છે સિદ્ધાંત કપૂરે ?
સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. સિદ્ધાંતની અગાઉની રિલીઝ ફેસિસ હતી. આ ફિલ્મની હાલત પણ તેની અન્ય ફિલ્મોની જેમ ફ્લોપ રહી હતી.
શ્રદ્ધા કપૂરનું નામ પણ અગાઉ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું :
તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રગ્સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBના રડારમાં આવી હતી. આ મામલે NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રધ્ધા કપૂર વિશે એવું કહેવાય છે કે, તે ઘણી વખત લોનાવલા સ્થિત સુશાંતના ફાર્મ હાઉસમાં પાર્ટીમાં ગઈ હતી. જોકે પૂછપરછ દરમ્યાન અભિનેત્રીએ NCBને જણાવ્યું હતું કે, તે પાર્ટીમાં ગઈ હતી પરંતુ તેણે ડ્રગ્સ લીધું ન હતું. શ્રદ્ધાએ ડ્રગ્સ લેવાનો સંપૂર્ણ ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, શ્રદ્ધા કપૂર અને સુશાંતે સાથે ફિલ્મ છિછોરે કરી હતી.