સપ્તાહનો પહેલો જ દિવસ કેમ બન્યો કાળો સોમવાર ? માર્કેટ ખુલતાની સાથે ડોલર સામે કેમ તળિયે બેસી ગયો રૂપિયો.

Share this story

Why Black Monday became the first

  • સપ્તાહના પહેલાં જ દિવસે માર્કેટની તબીયત લથડતી જોવા મળી રહી છે. મજામાં રહેવાને બદલે માર્કેટ અને રોકાણકારો બન્નેની હાલત હાલ તો ખરાબ થઈ ગઈ છે. શું છે તેના કારણો અને શું છે નિષ્ણાતોનું મત એ પણ વિગતવાર જાણો…

વૈશ્વિક માર્કેટમાં (Global market) થઈ રહેલાં ઘટાડાની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. એજ કારણ છેકે, સપ્તાહના પહેલાં જ દિવસે 1100 અંક ગગડીને ખૂલ્યો સેન્સેક્સ. અમેરિકન અને એશિયન શેરોમાં ઘટાડાને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં (Last trading session) ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. સેન્સેક્સ 53,000 પોઈન્ટની નીચે સરકી ગયો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો (Mumbai Stock Exchange) ઈન્ડેક્સ સેન્સેક્સ 1356 અને નિફ્ટી 373 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો :

વૈશ્વિક શેરમાર્કેટમાં નબળી સ્થિતિની સીધી અસર ઈન્ડિયન સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. જેને કારણે ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, એવું પહેલી જ વાર બન્યુ છેકે, ડોલર સામે રૂપિયો 78 રૂપિયાની નીચે ગયો છે. રૂપિયો 34 પૈસા ઘટીને 78.18 રૂપિયા પર પહોંચી ગયો છે. વાસ્તવમાં, વિદેશી રોકાણકારોની વેચવાલી અને યુએસમાં ફુગાવાના આંકડામાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં આટલો મોટો ઘટાડો થયો હોવાનું તારણ નિષ્ણાતો આપી રહ્યાં છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકાની અસર :

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતોમાં વધારો અને શેરબજારોમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચી લીધું હોવાથી ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી રૂ. 78.26 પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું તે પહેલા ડોલરની સરખામણીમાં રૂપિયો 74.62 રૂપિયા પર હતો જે 10 જૂન 2022ના રોજ ઘટીને 77.82 રૂપિયા થઈ ગયો છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ ઘણા નવા પગલા લીધા છે.

ઉલ્લેખનીય છેકે, શુક્રવારે ડાઉન 880 પોઈન્ટ અથવા 2.7 ટકા ઘટ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 2.9 ટકા અને નાસ્ડેક 3.5 ટકા ડાઉન હતો. છેલ્લા સંપૂર્ણ સપ્તાહની વાત કરીએ તો, ડાઉ અને એસએન્ડપી 500 4.6 ટકા અને 5.1 ટકા ડાઉન હતા. જ્યારે નાસ્ડેકમાં 5.6 ટકાની નબળાઈ હતી. શુક્રવારે ફુગાવાના આંકડાએ યુએસમાં મૂડ બગાડ્યો હતો. રોકાણકારોએ આર્થિક મંદીના ડરથી વેચાણ કર્યું હતું. યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગયા મહિને વાર્ષિક ધોરણે 8.6 ટકા વધ્યો હતો. ડિસેમ્બર 1981 પછી ફુગાવામાં આ સૌથી મોટો વધારો છે.

બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 120 ડોલરની નજીક છે, જ્યારે અમેરિકન ક્રૂડ પણ પ્રતિ બેરલ 118 ડોલર પર છે. યુએસમાં 10-વર્ષના બોન્ડની ઉપજ 3.199 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી લગભગ 2 ટકા અને નિક્કી 225 2.64 ટકાની નબળાઈ દર્શાવે છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.95 ટકા અને હેંગ સેંગ 2.68 ટકા ડાઉન છે. તાઈવાન વેઈટેડ 2.36 ટકા, કોસ્પીમાં પણ 2.77 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ 1.05 ટકા નબળો પડ્યો છે.