IND vs SA : આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક ન મળવા પર ઉઠી રહ્યા છે સવાલ, ભારતને બીજી હારનો સામનો કરવો પડ્યો 

Share this story

This player is not getting a chance

  • IND vs SA બીજી T20 : દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં પણ ભારતને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતને સતત બીજી હાર મળી છે.

IND vs SA બીજી T20 : દક્ષિણ આફ્રિકાએ (South Africa) બીજી T20 મેચમાં પણ ભારતને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતને (India) સતત બીજી હાર મળી છે. દક્ષિણ આફ્રિકાએ હવે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારત પર 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ શરમજનક હાર માટે ટીમ ઈન્ડિયાની નબળી ટીમ સિલેક્શનને (Poor team selection) જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.

ઉમરાન મલિકને પ્લેઇંગ 11માં તક મળી ન હતી :

ભારતના સૌથી ઝડપી બોલર ઉમરાન મલિકને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ અને બીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી જે ખૂબ જ ખોટો અને આશ્ચર્યજનક નિર્ણય હતો. ઉમરાન મલિકને તક ન આપીને ભારતીય ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને હર્ષલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.

150 KMPHની ઝડપે સતત બોલિંગ કરવામાં સક્ષમ  :

સિરીઝની શરૂઆત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને હર્ષલ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમરાન મલિકની વાત કરીએ તો તે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત બોલિંગ કરવામાં માહેર છે.

IPL 2022માં 22 વિકેટ :

ઉમરાન મલિકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ચાર અને એકવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. IPLની 15મી સિઝનમાં તેની શાનદાર બોલિંગને જોઈને દરેક તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે ઉમરાનને તક ન મળી તો ફેન્સ નિરાશ થઈ ગયા.