Megharaja’s explosive
- અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી વરસાદથી રાહ જોઇ રહ્યા હતા આખરે આજે તેનો અંત આવ્યો છે અને મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે .
ગુજરાતમાં ગરમી અને બફારા વચ્ચે લોકો મેઘરાજાના આગમન (Gujarat Monsoon 2022)ની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં જ આજે ગુજરાતમાં મેઘરાજા (Gujarat Monsoon)એ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદમાં તો મોડી રાત્રે મેઘો બારેમાસ હોય તેમ મન મૂકીને વરસી (Ahmedabad Rain) રહ્યો છે. સાથે જ મેઘરાજાનના આગમનથી શહેરીજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી વરસાદથી રાહ જોઇ રહ્યા હતા આખરે આજે તેનો અંત આવ્યો છે અને મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે.
હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. અને આવતીકાલે (13 જૂન) અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી પરંતુ મેઘરાજા એક દિવસની પણ રાહ જોયા વિના અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદીઓને પાણીથી તરબોળ કરી દીધા છે. ત્યાં જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા કોર્પોરેશનની પ્રી મુનસુન કામગીરીની પણ પોલ ખુલી ગઇ છે.
શહેરમાં વરસાદનું આગમન થતા જ શહેરીજનો ભજીયાની લિજ્જત માણવા રસ્તા પર ઉતરી આવ્યા છે. જેના કારણે અમદાવાદના એસજી હાઇવે, ચાંદલોડિયા, નવાવાડજ, આશ્રમ રોડ, નેહરૂનગર, વટવા, વસ્ત્રાલ સહિતના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ત્યાં જ રોડ પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદના પગલે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં પણ વીજળીના કડાકા થઈ રહ્યાં છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યાં જ વીજળીના જોરદાર કડાકા પણ થઇ રહ્યા છે. સાઉથ બોપલમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અમદાવાદ પૂર્વના વસ્ત્રાલમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં જ પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનથી લોકોને ગરમીથી રાહત મળી છે.