ભારતીય ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો, વડોદરાની 2 મહિલા ક્રિકેટરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

Share this story

Dominance of Gujaratis

  • વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયા ક્રિકેટ જગતમાં ગુજરાતનું નામ ખૂબ રોશન કર્યું છે ત્યારે હવે ફરી એકવાર ભારત માટે ગૌરવ અપાવવા છે તૈયાર

ફરી એકવાર વડોદરાની (Vadodara) દિકરીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. વડોદરાની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ થયો છે. યાસ્તિકા ભાટિયાનો (Yastika Bhatia) વનડે અને ટી 20 ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. જ્યારે રાધા યાદવની (Radha Yadav) ટી 20 ફોર્મેટમાં પસંદગી થઇ છે. શ્રીલંકા (Sri Lanka) સામેની શ્રેણી માટે બંને ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ બંને મહિલા ક્રિકેટર બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી રમે છે.

યાસ્તિકાની વર્લ્ડ કપમાં પણ થઇ હતી પસંદગી :

મહત્વનું છે કે યાસ્તિકા ભાટિયાને ક્રિકેટ પ્રત્યેનાનપણથી જ લગાવ છે. તેણે 11 વર્ષની ઉંમરમાં જ વડોદારાની અંડર-19 મા જગ્યા મેળવી લીધી હતી. 21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઇન્ટરનેશનલ વન – ડે , ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસો.નું પ્રતિનિધિત્ત્વ છે. યાસ્તિકા BCA અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે. ICC વિમેન્સ વન – ડે ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2022 માટે પણ યાસ્તિકાની પસંદગી થઇ હતી. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ થયો હતો.

મિથાલી રાજે લીધો સંન્યાસ :

મહત્વનું છે કે ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી બેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. તેણી 23 વર્ષથી ક્રિકેટ રમે છે. ભારતને અનેક મહત્વની મેચ જિતાડીને તેણે ગૌરવ અપાવ્યું હતું.  જે બાદ નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટી 20માં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલા હરમનપ્રિતને વનડે ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે સ્મૃતિને વાઇસ કેપ્ટનશિપ સોંપાઇ છે.