ખાડિયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા, કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 લોકો સામે ગુનો દાખલ

Share this story

BJP activist killed in broad daylight in Khadiya

  • અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિઓએ સાથે મળીને ખાડીયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી નાખી.
અમદાવાદના (Ahmedabad) ખાડીયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની (BJP activists) હત્યા કરી દેવાઇ છે. અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિઓએ મૃતક બોબી પર બેઝબોલના દંડા અને લાકડીના ફટકા મારી હત્યા કરી છે. પોલીસ તપાસમાં આ હત્યા અંગત અદાવતમાં થઇ હોવાનું સામે આવ્યું છે.
કૌટુંબિક ઝઘડાની અદાવત રાખીને બોબીની હત્યા કરાઇ :

30 વર્ષ પહેલાં આરોપી મોન્ટુ નામદારે પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. જેમાં નમ્રતાના પરિવારે લગ્નનો સ્વીકાર કર્યો નહોતો. આ સમયથી મિલકલને લઇ કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાની અદાવત રાખીને બોબીની હત્યા કરવામાં આવી છે. આ અગાઉ પણ મોન્ટુએ કૌટુંબિક ઝઘડામાં એક હત્યા કરી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરી છે.

મિત્રની મદદ કરવામાં રાકેશ મહેતાને મોત મળ્યું :

જણાવી દઇએ કે, અમદાવાદના ખાડીયામાં ધોળા દિવસે BJPના કાર્યકર્તાની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કુખ્યાત મોન્ટુ નામદાર સહિત પાંચ શખ્સોએ રાકેશ ઉર્ફે બોબી પર બેઝબોલ દંડા-લાકડીઓના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. જો કે મિત્રની મદદ કરવામાં રાકેશ મહેતાને મોત મળ્યું છે. પરંતુ ખાડીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક રાકેશ ઉર્ફે બોબી ભાજપનો સક્રિય કાર્યકતા છે :

આંબાવાડીમાં રહેતા અને ગાંધીરોડ પર કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ધોળા દિવસે હત્યા કરી દેવાઇ છે. હત્યાના આ બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓ ધટનાસ્થળે દોડી આવ્યા હતાં. પરંતુ હત્યા કરનારા નામ બોલવા પોળના સ્થાનિક લોકો તૈયાર ન હતા. જો કે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે હત્યા કરનાર કુખ્યાત મોન્ટુ નામદાર હતો. ત્યારે ધટનાની જો વિગતે વાત કરીએ તો મૃતક રાકેશ ઉર્ફે બોબીને આરોપી મોન્ટુ નામદાર સહિત અજાણ્યા પાંચ જેટલા શખ્સો ખાડીયા હજીરાની પોળમાં આવેલ ચોક પર જાહેરમાં બેઝબોલ દંડા અને લાકડીઓ ફટકાઓથી માર મારતા હતા.

તેવામાં મૃતકનો મિત્ર પવન ગાંધી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને રાકેશને માર મારતા જોઈ ગયા તેવામાં હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા. જો કે રાકેશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં હાજર ડૉકટરે તેને મૃત જાહેર કર્યો. ત્યારે હવે આ મામલે ખાડીયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો.

કૌટુંબિક ઝઘડામાં રાકેશ ઉર્ફે બોબી મિત્રોને સાથ આપતો :

હત્યાની આ ઘટનામાં પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, આજથી 30 વર્ષ પહેલાં આરોપી મોન્ટુ નામદારે પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. જેમાં નમ્રતાના બે ભાઈઓ પવન અને જુગનુ સહિતના પરિવાજનોને લગ્ન સ્વીકાર ન હતા. ત્યારથી આ કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. એવામાં પવન અને જુગનુનો ખાસ મિત્ર રાકેશ ઉર્ફે બોબી હતો. જેમના કૌટુંબિક ઝઘડામાં રાકેશ ઉર્ફે બોબી મિત્રોને સાથ આપતો હતો. જો કે મિલકત ઝઘડામાં રાકેશ પવનને મદદ કરતો હતો. બસ આજ વાતની અદાવત રાખીને આરોપી મોન્ટુ નામદારે રાકેશ ઉર્ફે બોબીની હત્યા કરી દીધી. આટલું જ નહીં લગ્નના કૌટુંબિક ઝઘડામાં આરોપી મોન્ટુ નામદારે અગાઉ પણ એક હત્યા કરી છે.