અમેરિકામાં ફરીવાર ફાયરિંગ, મેરીલેન્ડના બિઝનેસ સેન્ટરમાં અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, 2 ઘાયલ

Share this story

Firing again in America

  • અમેરિકામાં એક બંદૂકધારીએ મેરીલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં 3 લોકોની હત્યા કરી. મહત્વનું છે કે, જવાબી ગોળીબારમાં હુમલાખોર પણ ઘાયલ થયો હતો.

અમેરિકામાં ફરી એકવાર સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે. બંદૂકધારીએ મેરીલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કરીને 3 લોકોની હત્યા કરી હતી. આ પછી તે કારમાં બેસીને સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને પકડી લીધો હતો. ઘટના પાછળનું કારણ જાણવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મેરીલેન્ડના સ્મિથ્સબર્ગ વિસ્તારમાં લગભગ 3 હજાર લોકો રહે છે. આ સ્થળ બાલ્ટીમોરથી લગભગ 120 કિલોમીટર દૂર છે. ગુરુવારે, એક બંદૂકધારી જેણે કોલંબિયા મશીન ઇન્ક, બિઝનેસ સેન્ટરમાં પ્રવેશ કર્યો, તેણે ગોળીબાર કર્યો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને તેની બંદૂકથી જવાબ આપ્યો. જેમાં હુમલાખોર ઘાયલ થયો હતો.

પોલીસ જવાનોએ કરેલા જવાબી ગોળીબારમાં હુમલાખોર પણ ઘાયલ :

જોકે, ઘાયલ થવાની સાથે તેણે પોતાની ગોળીઓથી પોલીસ જવાનને પણ ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ઘટના બાદ આરોપી પોતાની કારમાં બેસીને ત્યાંથી ભાગી ગયો હતો. શહેરની શેરિફ ઓફિસ (પોલીસ)એ જણાવ્યું હતું કે આરોપીની કારને ટ્રેક કરવામાં આવી હતી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં 3 લોકોના મોત અને એક ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. ઘાયલ પોલીસ જવાન અને હુમલાખોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ ઘટના પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે :

શેરિફ ઓફિસે કહ્યું કે સામૂહિક ગોળીબારનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના બાદ મોટી સંખ્યામાં ઈમરજન્સી વાહનો, પોલીસ અને કમાન્ડોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના બાદ શહેરના લોકોમાં ભયનો માહોલ છે. ગયા મહિને યુએસની એક પ્રાથમિક શાળામાં આવી જ ઘટનામાં એક બંદૂકધારીએ 16 બાળકો સહિત 19 લોકોની હત્યા કરી હતી. આ ઘટના બાદ ત્યાં ગન કલ્ચર પર પ્રતિબંધ મુકવાની માંગણી તેજ બની છે. પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.