ઉદ્ઘાટન દરમિયાન જ બ્રિજ તૂટી પડ્યો ! પત્નીની સાથે નાળામાં પડ્યા ‘નેતાજી’- વિડીયો જોઇને તમે હસવાનું આવી જશે 

Share this story

The bridge collapsed during the

મોટાભાગના વિસ્તારોમાં બ્રિજ (Bridge) અને રસ્તાઓના ઉદ્ઘાટન માટે કોઈ મોટા નેતા કે સેલિબ્રિટીને જ બોલાવવામાં આવે છે, એ જ રીતે મેક્સિકો (Mexico)ના એક શહેરમાં બનેલા બ્રિજના ઉદ્ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બ્રિજના ઉદ્ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. જ્યારે તેઓ આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો હતો અને મેયર સહિત લગભગ 2 ડઝન લોકો નાળામાં પડી ગયા હતા.

મામલો મેક્સિકોના કુઅર્નિવાકા શહેરનો છે. અહીં એક નદી પર ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલો હતો અને તેને ફરીથી બનાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, જ્યારે લોકો ઉદ્ઘાટન માટે આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો. આ પછી મેયર સહિત લગભગ 2 ડઝન લોકો નીચે નાળામાં પડી ગયા હતા.

કાઉન્સિલના સભ્યો અને અધિકારીઓ 3 મીટર નીચે નાળામાં પડ્યા હતા :

પુલ તૂટી પડ્યા પછી, શહેર પરિષદના સભ્યો અને અન્ય સ્થાનિક અધિકારીઓ 3 મીટર નીચે નાળામાં પડ્યા હતા. ગટરની નીચે પથ્થરો હતા અને લોકો આ પથ્થરો પર પડ્યા હતા. મેયર, તેમના પત્ની, કેટલાક અધિકારીઓ અને પત્રકારો નાળામાં પડ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા જેમને બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર ચઢવાને કારણે આ ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો ગટરમાં પડતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે લોકોના પડી ગયા બાદ તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

The bridge collapsed during the