રાહુલ ગાંધી 12 જૂને નહીં આવે ગુજરાત, આદિવાસીઓને રીઝવવાનો કોંગ્રેસનો પ્લાન થયો રદ્દ, જાણો કેમ

Share this story

Rahul Gandhi will not come to Gujarat on June 12

  • રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ, આગામી 12 જૂને વાંસદામાં દક્ષિણ ઝોનનો યોજાવાનો હતો કાર્યક્રમ પરંતુ ED ના સમન્સને પગલે ગુજરાત પ્રવાસ રદ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઇને ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો અને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક બાદ એક રાજકીય દિગ્ગજો ગુજરાતના પ્રવાસે (On a trip to Gujarat) આવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી (PM Modi) અવારનવાર ગુજરાતની મુલાકાતે આવે છે. આજે પણ તેઓ ગુજરાતમાં જ છે. તો આ તરફ કોંગ્રેસ પણ ગુજરાતમાં પ્રભુત્વ બનાવવા પ્રયાસો કરી રહી છે. અનેક કાર્યક્રમો અને અભિયાન ચલાવવામાં આવે છે. જેમાંના એક કાર્યક્રમમાં હાજરી આપવા રાહુલ ગાંધી (Rahul Gandhi) આવવાના હતા પરંતુ હાલ તેમનો પ્રયાસ રદ થયો છે.

12જૂને રાહુલ ગાંધી નહિ આવે ગુજરાત :

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ ગુજરાતનુ પ્રભુત્વ બનાવામાટે ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજી રહી છે. રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવાના હતા. આગામી 12 જૂને યોજવામાં આવેલ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હવે હાજરી આપી શકશે નહિં. રાહુલ ગાંધીએ ED ના સમન્સને પગલે ગુજરાત પ્રવાસ રદ કર્યો છે.

વાસંદામાં આયોજિત કાર્યક્રમમાં આપવાના હતા હાજરી  :

મહત્વનું છે કે આદિવાસી અધિકાર સત્યાગ્રહના રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાંસદાના ચારણવાડા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધી રેલીને સંબોધન પણ કરવાના હતા. પરંતુ તેઓ હાજરી આપી શકશે નહી. વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાવાનો હતો.