4 હાથ-પગ ધરાવતી બાળકીની સુરતમાં સફળ સર્જરી, દેવદૂત બનેલા સોનુ સૂદનું કામ જાણીને કરશો સેલ્યુટ

Share this story

Successful surgery of 4 limbed girl in Surat

  • નવાદા જિલ્લાના વારસલીગંજ વિસ્તાર અને પંચાપત નિવાસી ચહુંમુખી કુમારીને જન્મથી જ 4 હાથ અને 4 પગ હતા.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Bollywood actor Sonu Sood) બિહારની બાળકી માટે દેવદૂત બનીને આવ્યો છે. તેના પ્રયાસોનું પરિણામ છે કે જન્મથી જ 4 પગ અને 4 હાથ ધરાવતી અઢી વર્ષની અસામાન્ય બાળકી હવે સામાન્ય જીવન જીવી શકશે. અભિનેતા સોનુ સૂદના પ્રયાસો બાદ બાળકીની સુરતની એક હોસ્પિટલમાં (Hospital) સફળ સર્જરી કરવામાં આવી છે.

હાલ માસૂમ બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. આ પછી તે હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકની જેમ જીવી શકશે. સોનુ સૂદે બાળકીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. સોનુના આ કામની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

સુરતની હોસ્પિટલમાં ઓપ્રેશન  :

અઢી વર્ષની બાળકી કુમારી નવાગા જિલ્લાના વારસલીગંજ વિસ્તારના સૌર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. બાળકીનું સુરતની એક હોસ્પિટલમાં સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રાઈવેટ કિરણ હોસ્પિટલમાં ઘણા કલાકો સુધી ચાલેલી આ સર્જરી બાદ ઓપરેશન સફળ થયું.

જન્મથી જ હતા 4 હાથ 4 પગ :

બાળકીના જન્મથી જ 4 પગ અને 4 હાથ હતા. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થવા પર સોનુ સૂદે તેને જોઈ અને પોતાની તરફથી બાળકીનું ઓપરેશન કરાવવાનું એલાન કર્યું. હવે બાળકી સામાન્ય જીવન જીવી શકશે.

7 કલાક સુધી ચાલી  :

સૌર પંચાયતના મુખીયા ગુડિયા દેવીના પતિ દિલીપ રાઉત બાળકી અને તેમના પરિવારને 30 મેએ મુંબઈ લઈ જવા નીકળ્યા હતા. મુંબઈ પહેંચવા પર સોનુ સૂદે બાળકી સાથે મુલાકાત કરી અને તેને સારવાર માટે સૂરત મોકલી. સૂરતમાં એક્સપર્ટ ડોક્ટરોની એક ટીમે બાળકીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યાર બાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં બાળકની સફળ સર્જરી કરી.

સર્જરી બાદ બાળકીને ન મળી શક્યા સોનુ સૂદ :

વ્યસ્તતાના કારણે સોનુ સૂદ સર્જરી બાદ બાળકેન જોવા માટે હોસ્પિટલ ન પહોંચી શક્યા. જણાવવામાં આવી રહ્યું છે કે સોનુ સૂદ જલ્દી જ બાળકી સાથે મુલાકાત કરશે. દિલીપ રાઉતે જણાવ્યું કે બાળકી આવતા અમુક દિવસો સુધી હોસ્પિટલમાં જ રહેશે અને ડોક્ટરોની એક ટીમ તેના પર દેખરેખ રાખશે. ઓપરેશન બાદ બાળકી સામાન્ય વ્યવહાર કરી રહી છે.