PM મોદી આજે એસ્ટોલ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ, 174 ગામડાઓને મળશે પીવાનું પાણી, 4.5 લાખ લોકોને થશે ફાયદો

Share this story

PM Modi will inaugurate the Estol project

ધરમપુર અને કપરાડા માટે પાણીની સુવિધા માટે 586 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા એસ્ટોલ પાણી પુરવઠા પ્રોજેક્ટનું આજે PM મોદી લોકાર્પણ કરશે.

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજ રોજ ગુજરાત પ્રવાસે છે. મોદી આજે નવસારીમાં 3 હજાર 52 કરોડના વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં (Ahmedabad) ઈસરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને IN-SPACEના હેડક્વૉટરનું ઉદ્ધાટન કરશે. ત્યારે વધુમાં જણાવી દઇએ કે, PM મોદી આજે ગુજરાતની જનતાને અનેક મોટા પ્રોજેક્ટ્સ ભેટ આપશે. જેમાંનો એક પ્રોજેક્ટ છે ‘એસ્ટોલ પ્રોજેક્ટ‘ (Estol project). આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.

4 વર્ષ અગાઉ એક સભામાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું :

ઉલ્લેખનીય છે કે,  PM મોદીએ 4 વર્ષ અગાઉ વલસાડના જૂજવામાં 2018માં યોજાયેલી એક સભામાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેના ખાતમુહૂર્ત બાદ 600 કરોડના ખર્ચે યુદ્ધના ધોરણે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટ સરકારના ઇજનેરોએ અનેક પડકારોનો સામનો કરી આ પૂર્ણ કર્યો છે જેની સરકારે પણ નોંધ લીધી છે.

જાણો શું છે આ ‘એસ્ટોલ પ્રોજેક્ટ’?

  • 174 ગામોના પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આવશે
  • કપરાડા અને ધરમપુરના નળ મારફતે પાણી આપવાની યોજના
  • મધુબન બંધના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને ઘરો સુધી પહોંચાડવાની યોજના
  • મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી ઉઠાવવામાં આવશે
  • પાણીને ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામોમાં પહોંચાડાશે
  • 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યાં
  • પંપિંગ સ્ટેશન્સની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર છે

  • પ્રોજેક્ટથી 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડાશે
  • નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા 340 કિમી લાંબી પાઈપલાઈન બિછાવાઈ
  • 81 કિમી પંપિગ લાઈન, 855 કિમી ડ્રિસ્ટ્રિબ્યુશન લાઈન બિછાવાઈ
  • શુદ્ધ પાણી માટે બે ફિલ્ટર પ્લાન્ટ સ્થપાયા
  • બે ફિલ્ટર પ્લાન્ટની દરરોજની ક્ષમતા 6.6 કરોડ લીટર
  • પાણીના સંગ્રહ માટે 0.47 કરોડ લીટરની ક્ષમતાવાળી 6 ઉંચી ટાંકીઓ બનાવાઈ
  • 7.7 કરોડ લીટરની ક્ષમતાવાળી 28 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવાઈ
  • ગામડાઓ તેમજ ફળિયામાં 4.4કરોડ લીટરની ક્ષમતાવાળી 1202 ટાંકીઓનું નિર્માણ કરાયું

એસ્ટોલ પ્રોજેક્ટ’ એટલે એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટો ચમત્કાર કહી શકાય :

ગુજરાત સરકારનો ‘એસ્ટોલ પ્રોજેક્ટ’ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કાર જ કહી શકાય. કારણકે આ પ્રોજેક્ટ હેઠળ મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી પાણીને ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામો (કુલ 174 ગામો) સુધી પહોંચાડવામાં આવશે. પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે, મધુબન બંધના પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આ પહેલાં આ બંધનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવતો હતો. જો કે, પીવાના પાણીની સાથે-સાથે આ બંધના પાણીનો પહેલાંની જેમ જ સિંચાઇ માટે પણ ઉપયોગ કરવાનું ચાલુ રહેશે.