FIR filed against 9 people including Nupur Sharma
- ભડકાઉ નિવેદન મામલે હવે નૂપુર શર્મા, સબા નકવી, મુફ્તી નદીમ સહિત 9 લોકો સામે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની સાયબર યુનિટ દ્વારા કાર્યવાહી
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમ્યાન પૈગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જે પછી વિવાદ ખૂબ વિવાદ વધ્યો હતો. જેને કારણે અરબના દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી.
ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા :
આ તરફ ટીવી ડિબેટના આપેલ નિવેદનને લઈ ભારે વિવાદ થયો હતો. જેથી ભાજપ દ્વારા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધી હતી. તો આ સાથે ભાજપે એક પત્ર જાહેર કરીને કહ્યું લે, આવી ટિપ્પણીઓ ભાજપના મૂળ વિચારના વિરોધમાં છે.
વિવાદ વધતાં નૂપુર શર્માએ માફી માંગી :
પોતાના નિવેદનને લઈ વિવાદમાં આવેલી નૂપુર શર્માએ હવે માફી પણ માંગી છે. નૂપુરે કહ્યું કે, હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારી ઈચ્છા ક્યારેય કોઈને ઠેંસ પહોંચાડવાની ન હતી. જો મારા શબ્દોથી કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા ખેંચું છુ.
ધમકીઓ મળતા પોલીસે આપી સુરક્ષા :
આ તરફ નૂપુર શર્માના નિવેદનને તેને ધમકીઓ પણ મળી રહી છે. જેને લઈ દિલ્હી પોલીસ હરકતમાં આવી અને નૂપુર શર્માને પોલીસ સુરક્ષા પૂરી પાડી છે. નૂપુર શર્મા સામે ફરિયાદ નોંધાયા બાદ હવે પોલિસે નૂપુર અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
કોની કોની સામે નોંધાઈ ફરિયાદ ?
- ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા
- ભાજપના પૂર્વ પ્રવક્તા નવિન કુમાર જિંદલ
- શાદાબ ચૌહાણ
- સબા નકવી
- મૌલાના મુફ્તી નદીમ
- અબ્દુલ રહમાન
- ગુલઝાર અન્સારી
- અનિલ કુમાર મીણા
- પૂજા શકુન
- ફેસબુકમાં પોતાની જ પત્ની સાથે પડ્યો લફરામાં પોલીસ ઓફિસર – પત્નીએ આ રીતે કર્યો પતિની કાળી કરતૂતનો પર્દાફાશ
- આ એક કાળા પત્થરને કારણે સુરતનો આખો કાપડ ઉદ્યોગ પડી ભાંગશે , જાણો શું છે સમગ્ર મામલો