ગુજરાત કોંગ્રેસ પ્રભારી બદલાશે તેવી અટકળોને વિરામ, અશોક ગેહલોતની રાહ પર રઘુ શર્મા

Share this story
  • Gujarat Congress in-charge will change

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર. પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા રઘુ શર્માએ અમદાવાદને પોતાનું સરનામું બનાવી લીધું.

ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા એવી ચર્ચા વહેતી થઇ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માથી (Raghu Sharma in charge of Gujarat Congress) દિલ્હી હાઈકમાન્ડ નારાજ  છે. ત્યારે તેઓના સ્થાને મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી અટકળો વહેતી થઇ હતી. ત્યારે પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ પ્રકારની અટકળોને ડામવા અમદાવાદને પોતાનું સરનામું બનાવી લીધું .

ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે :

એટલે કે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે. લો ગાર્ડન નજીક ગુજરાત કોલેજ રોડ પર રઘુ શર્માએ રાખ્યો ફ્લેટ રાખ્યો છે. ચૂંટણી સુધી ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરી સામે અક્ષરદીપ એપાર્ટમેન્ટ રઘુ શર્માનું સરનામું રહેશે. ફ્લેટ સુરત કોંગ્રેસના એક આગેવાનનો હોવાની માહિતી મળી રહી છે. રઘુ શર્માની કામગીરીની હાઇકમાન્ડે (High Command) ગંભીર નોંધ લીધા બાદ આ નિર્ણય લેવાયો. ઉલ્લેખનીય છે કે, 2017માં અશોક ગેહલોત પણ ચૂંટણી સુધી ગુજરાતમાં રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલો વાગી ચૂક્યા છે તો બીજી તરફ નેતાઓની પક્ષ બદલીની સિઝન પણ જામી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ થયું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે.

રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે તેવી ચર્ચા વહેતી થઇ હતી :

રાજ્યસભાની ચૂંટણી નજીકના સમયમાં યોજાનારી છે ત્યારે આ ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. જણાવી દઈએ કે, રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ પરમાર, ઈન્દ્રનીલ રાજ્યગુરુ જેવા દિગ્ગજ નેતાઓ પક્ષને ટાટા-બાયબાય કહી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આલા કમાન એક્શનમાં આવ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે અને રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.

જો કે, આ અટકળોને ડામવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સૌથી મોટો નિર્ણય લીધો છે. એ માટે રઘુ શર્મા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં જ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે.

ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે : અર્જુન મોઢવાડિયા

ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાવાની ચર્ચાને લઇને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે, ‘ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે. કોંગ્રેસ 2022ની ચૂંટણી રઘુ શર્માના માર્ગદર્શનમાં જ લડશે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, પ્રભારીની કામગીરીથી પ્રદેશ નેતાઓ નારાજ હોવાના અહેવાલ ફરતા થયા હતાં.

Gujarat Congress in-charge will change