BMW કારથી તોડ્યું સિગ્નલ, પોલીસ સાથે ઝઘડી યુવતી બોલી-મારા પપ્પા ધારાસભ્ય છે પછી…

Share this story

BMW car breaks signal

કર્ણાટકમાં (Karnataka) ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની (Arvind Nimbavali) દીકરીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોલીસકર્મીઓ સાથે બહેસ કરતી નજરે પડી રહી છે. ટ્રાફિક સિગ્નલ (Traffic signal) તોડવા પર પોલીસે તેને રોકી હતી, ત્યારબાદ યુવતીએ પોતાના તેવર દેખાડવાની શરૂઆત કરી દીધી અને માર્ગ પર ખૂબ હોબાળો મચાવ્યો. જોકે પોલીસકર્મીઓએ તેના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવીને બધી હેકડી કાઢી દીધી. આ ઘટના બેંગ્લોરમાં રાજભવન પાસે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, ભાજપના ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની દીકરી પોતાના મિત્રો સાથે BMW કારમાં સવાર થઈને ક્યાંક જઈ રહી હતી. આ દરમિયાન તેણે રેડ લાઇટને નજરઅંદાજ કરી અને ટ્રાફિક સિગ્નલ તોડતા આગળ વધી ગઈ. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત પોલીસકર્મીઓએ તેને રોકી લીધી અને તેના પર દંડ લગાવવાની વાત કહી. પોલીસકર્મીઓ દ્વારા રોક્યા બાદ યુવતીને ગુસ્સો આવી ગયો અને માર્ગ પર જ પોલીસકર્મીઓ સાથે ઝઘડો કરવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીએ સ્થાનિક પત્રકાર અને કેમેરામેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો.

દલિલ કરતા યુવતીએ પોતાના પિતા ધારાસભ્ય હોવાની વાત કહી અને કારને રોકવા પર ધમકી પણ આપી. આ દરમિયાન રાજભવન તરફથી જતા માર્ગ પર જામ પણ લાગી ગયો. જોકે પોલીસે યુવતીની કોઈ વાત ન સાંભળતા તેના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવી દીધો. ત્યારબાદ તે બેકફૂટ પર આવી. યુવતીએ કહ્યું કે, તેની પાસે પૈસા નથી એટલે તેને જવા દેવામાં આવે. એ વાતથી પોલીસ ન માની, ત્યારબાદ કારમાં બેઠા તેના મિત્રએ દંડ ભર્યો.

આ આખી ઘટના ગુરુવારે સાંજે 5.15 વાગ્યાની છે, જ્યારે ટ્રાફિક પોલીસે KSCA સ્ટેડિયમ પાસે ક્વીન્સ રોડ પરથી આવી રહેલી કારને રોકવાનો પ્રયત્ન કર્યો. કારમાં ત્યાં સુધી મિન્સ્ક સ્ક્વેરમાં રાજભવન રોડ પર પ્રવેશ કરી ચૂકી હતી. એ સમય સુધી કાર અનિલ કુંબલે સર્કલ પાસે એક પોલીસ અધિકારીના વાહનને પણ ઓવરટેક કરીને આગળ નીકળી ચૂકી હતી. કારમાં બે મહિલાઓ અને 2 પુરુષ હતા, જેમની ઉંમર 20-25 વર્ષની આસપાસ હતી. એક મહિલાએ ઉતરીને સ્પષ્ટીકરણ માંગ્યું. તેના પર પોલસકર્મીએ જણાવ્યું કે, સિગ્નલ તોડવાના કારણે વાહન રોકવામાં આવ્યું છે.

આ આખા ઘટનાક્રમને શરમજનક બતાવતા જનતા દળ (સેક્યૂલર)એ કહ્યું કે, ધારાસભ્યની દીકરીએ કાયદાનું પાલન કરવાની જરૂરિયાત છે, JDSના પ્રવક્તા તનવીર અહમદે પણ કાયદાવ્યવસ્થાનું પાલન ન કરવા પર ધારાસભ્યની દીકરીની નિંદા કરી. તેમણે કહ્યું કે આ અરવિંદ નિમ્બાવલીની દીકરીનો સવાલ નથી. આ આખા ભારતમાં થઈ રહ્યું છે. સંતાનોના મનમાં પિતા નેતા હોવાનું ઘમંડ રહે છે. સંતાનોને ખબર હોવી જોઈએ કે તેના માતા-પિતા જનતાના સેવક છે. આ શરમજનક છે.