Thursday, Apr 17, 2025

લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપથી લેફ્ટ થયાના ખોટા સમાચાર વાયરલ થયા, અફવા મામલે ખુદ કરી ચોખવટ

2 Min Read

False news of Lalit Vasoya

  • કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી હોવાની અટકળો મામલે ધારાસભ્ય લલિત વસોયા સ્પષ્ટતા કરી છે.

ધોરાજી- ઉપલેટાના (Dhoraji- Upleta) કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA Lalit Vasoya) કોંગ્રેસથી નારાજ હોવાની અફવાએ જોર પકડયું હતું. ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરી અફવાઓનું ખંડન કર્યું છે અને તેઓ કોંગ્રેસથી નારાજ ન હોવાનું એક નિવેદનમાં જણાવ્યુ હતું.

મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યે કોઈપણ નારાજગી નથી : લલિત વસોયા

એક બાજુ ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે. તેવા સંજોગો વચ્ચે રાજકોટના રાજકારણના મોટા સમાચાર સામન ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ હોય અને તેઓ કોંગ્રેસના તમામ વૉટસએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના વાવડ વહેતા થયા હતા. એટલું જ નહી નારાજ વસોયા કોંગ્રેસનો હાથ છોડીને ભગવો ધારણ કરે ત્યાં સુધીની અટકળો વહેતી થઈ હતી. રાજકારમાં ખળભળાટ સર્જતી આ અફવાને લઇને ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે, પોતે કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના ખોટા સમાચાર વાયરલ થયા હતા અને પોતે ગ્રુપમાં જોડાયેલા જ હોવાનું જણાવ્યુ હતું. કોંગ્રેસના મોટા ગજાના નેતા લલિત વસોયાએ વધુમાં આ મામલે ચોખવટ કરતાં જણાવ્યુ હતું કે, મારી કોંગ્રેસ પક્ષ કે કોંગ્રેસના કોઇ નેતા સાથે કોઇ પણ પ્રકારની નારાજગી ન હોવાની દાવા સાથે સ્પષ્ટતા કરી હતી.

ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પક્ષપલટાની આફત, 4 પાટીદાર સહિત 7 MLA કેસરિયા કરવાના મૂડમાં ?

ઉલ્લેખનિય છે કે, 4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી અટકળો છે. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે. તેવી શક્યતાઓ વચ્ચે  ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસની નારાજગીની પણ અફવા જાગી હતી જો કે, આ મામલે લલિત વસોયાએ સ્પષ્ટતા કરી છે.

Share This Article