ગુજરાતમાં ૧૧ વાગ્યા સુધીમાં ૨૬.૬૭ ટકા મતદાન, જાણો તમારા શહેરમાં કેટલાં ટકા મતદાન

Share this story

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ૧૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૯૩ બેઠકો પર મતદાન થયું છે. સવારે ૭ વાગ્યાથી દેશભરમાં મતદાન શરૂ થયું છે અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે, જે મતદારો સાંજે ૬ વાગ્યા સુધીમાં મતદાન મથક પર પહોંચી ગયા હશે તેમને ત્યાં સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

ગુજરાત લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવાના પ્રયાસ - Gujarat lok sabha election try to increase voting – News18 ગુજરાતીસુરત શહેર વિસ્તારમાં આવતા નવસારી લોકસભા મત વિસ્તારના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારે મતદાન મથક પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે કેટલીક જગ્યાએ મતદારો ઉદાસીન જોવા મળ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. સુરતનાં પિપલોદ વિસ્તારમાં હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. રાજ્યનાં તમામ મતદાન મથકો પર વહેલી સવારથી મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યનાં મોટાભાગનાં નેતાઓ વહેલી સવારે મતદાન માટે પહોંચ્યા હતા.

સુરતના ૮૪ વિધાનસભા વિસ્તારમાં આવતા એવા સંપૂર્ણ રહેણાંક વિસ્તાર એવા પાલનપુરમાં સવારે ૭:૦૦ વાગ્યે મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો પહોંચી ગયા હતા. પાલનપુરની સરકારી પ્રાથમિક શાળામાં વહેલી સવારે મતદારોની લાઇન જોવા મળી હતી. મતદારો મતદાન કરીને પોતાના નોકરી ધંધે પહોંચી ગયા હતા. આ મતદાર મથક પર સવારે જ કેટલાક રૂમમાં મતદાન પ્રક્રિયા ધીમી હોવાની ફરિયાદ થતા રાજકીય પક્ષોએ દોડધામ શરૂ કરી દીધી હતી.

 11 વાગ્યા સુધીનું મતદાન

  • આસામ- 27.34%
  • બિહાર- 24.41%
  • છત્તીસગઢ- 29.90%
  • દાદરા નગર હવેલી- 24.69%
  • ગોવા- 30.94%
  • ગુજરાત- 24.35%
  • કર્ણાટક-24.48%
  • મધ્ય પ્રદેશ- 30.21%
  • મહારાષ્ટ્ર- 18.18%
  • ઉત્તર પ્રદેશ-26.12%
  • પશ્ચિમ બંગાળ- 32.82%

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાઇ રહ્યું છે. આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં વાઘોડીયા વિધાનસભા બેઠક પર ૨૬.૬૭% ટકા મતદાન નોંધાયુ છે.

આ પણ વાંચો :-