લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં પીએમ મોદીએ કર્યું મતદાન

Share this story

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કા માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. આજે રાજ્યની ૨૫ લોકસભા બેઠકો માટે પણ મતદાન શરૂ થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કુલમાં પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન મોદીના સ્વાગત માટે રાણીપમાં હાજર હતા અને તેમણે વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ.

Lok Sabha Election 2024 Phase 3: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે.પીએમ મોદી સાતમી તારીખે સવારે ૭.૩૦ કલાકની આસપાસ મતદાન કરી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ પણ સવારે ૧૦ વાગે નારણપુરા અંકુર ખાતે આવેલી મ્યુનિસિપલ કચેરી ખાતે મતદાન કરશે.

વોટ આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી મેનેજમેન્ટ પાસેથી વિશ્વની લોકશાહીઓને શીખવા જેવું છે. ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓ માટે કેસ સ્ટડી છે. લગભગ ૬૪ દેશોમાં ચૂંટણી છે અને તે બધામાં સરખામણી થવી જોઈએ. આ વર્ષ લોકશાહીની ઉજવણી જેવું છે. હું ફરીથી દેશવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરું છું.

આ પણ વાંચો :-