Tuesday, Apr 29, 2025

છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર ! ગુજરાતના આ વિસ્તારોમાં સતત 5 દિવસ સુધી ખાબકશે વરસાદ- હવામાન વિભાગની આગાહી

2 Min Read

Keep an umbrella-raincoat ready

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આજથી આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી  છે. જેમાં આજ રોજ હવામાન વિભાગ દ્વારા વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસશે તેવી આગાહી (Rainfall forecast) કરવામાં આવી છે.

તો બીજી તરફ આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ ખાબકશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો રવિવારના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તો સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં મેઘરાજા વરસશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમરેલીના લાઠીમાં ધોધમાર વરસ્યો હતો વરસાદ :

અમે તમને જણાવી દઈએ કે, કેરલમાં ચોમાસુ બેસી ગયા પછી ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને અમરેલીના લાઠીમાં 2.76 ઈંચ જેટલો  ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઇ રહ્યાં છે.

રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ :

વરસાદના સમાચાર સાંભળીને ખેડૂતો રાજીના રેડ થઇ ગયા છે. હવામાન વિભાગની આગહીથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે સતત 5 દિવસ સુધી વરસાદ ધમરોળશે.

Share This Article