Home Blog Page 1417

ગેસ સિલિન્ડર તો મોંઘું હતું જ પણ હવે નવું કનેક્શન લેવું પણ મોંઘું પડશે, ડાયરેક્ટ રૂ.750નો વધારો ઝીંકાયો

0

The gas cylinder was expensive

  • જો આપ નવું રસોઈ ગેસ કનેક્શન લેવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે ઝટકા રૂપ હશે. કેમ કે હવે આપને નવા કનેક્શન લેવા માટે પહેલા વધારે રૂપિયા આપવા પડશે.

જો આપ નવું રસોઈ ગેસ કનેક્શન (Needle gas connection) લેવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે ઝટકા રૂપ હશે, પેટ્રોલિયમ કંપનીઓએ (Petroleum Company) ઘરેલૂ ગેસના નવા કનેક્શનની કિંમતમાં વધારો કર્યો છે. પહેલા એક સિલેન્ડરના કનેક્શન લેવા માટે 1450 રૂપિયા આપવા પડતાં હતા. પણ હવે તેના માટે 750 રૂપિયાથી વધારે એટલે 2200 રૂપિયા આપવા પડશે.

બે સિલેન્ડર માટે 4400 રૂપિયા સિક્યોરિટી  :

હકીકતમાં જોઈએ તો, પેટ્રોલિયમ કંપનીઓ તરફથી 14.2 કિલો વજનવાળા ગેસ સિલેન્ડરના કનેક્શન પર પ્રતિ સિલેન્ડર 750 રૂપિયાનો વધારો કર્યો છે. જો આપ બે સિલેન્ડરવાળા કનેક્શન લેવા માગો છો તો આપને 1500 રૂપિયા વધારે આપવા પડશે. એટલે કે, તેના માટે આપે કુલ 4400 રૂપિયા સિક્યોરિટી તરીકે આપવા પડશે. આ અગાઉ તેના માટે 2900 રૂપિયા હતા, કંપનીઓ તરફથી આ વધારે 16 જૂનથી લાગૂ થશે.

રેગ્યુલેટર માટે હવે આપવા પડશે 250 રૂપિયા :

આવી રીતે રેગ્યુલેટર માટે પણ આપને 150 રૂપિયાની જગ્યાએ હવે 250 રૂપિયા ખર્ચ કરવો પડશે. ઈંડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવાયુ છે કે, 5 કિલોના સિલેન્ડરની સિક્યોરિટી હવે 800 રૂપિયાની જગ્યાએ 1150 રૂપિયા કરી દેવામાં આવી છે.

ઉજ્જવલા યોજના પર પણ મોંઘવારીનો માર :

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પણ નવા દર લાગૂ થવાથી ઝટકો લાગ્યો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રાહકો જો પોતાનું કનેક્શન પર સિલેન્ડરને ડબલ કરવા માગે છે તો, બીજા સિલેન્ડર માટે પણ સિક્યોરીટ વધારાના ચાર્જ સાથે જમા કરાવાની રહેશે. જો કે, કોઈ નવા કનેક્શન મળે તો, તેને સિલેન્ડરની સિક્યોરિટી પહેલાની માફક જ આપવાની રહેશે.

 દ. ગુજરાતના આ ઉદ્યોગપતિઓ ITની રડારમાં, 300 કરદાતાઓએ વિદેશમાં કરોડોનું રોકાણ કર્યાનું ખુલ્યું

0

The. These Gujarat businessmen

  • દક્ષિણ ગુજરાતના 300 ઉદ્યોગપતિઓ ITની રડારમાં. 300 રોકાણકારોએ વિદેશમાં ઘર, હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી.

દક્ષિણ ગુજરાતના 300 ઉદ્યોગપતિઓ હવે ITના રડારમાં આવ્યા છે. ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા આ તપાસ હાથ ધરાશે. કારણ કે 300 કરદાતાઓએ વિદેશમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાનું ખુલ્યું છે. 300 રોકાણકારોએ વિદેશમાં ઘર, હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી છે.

જેમાં સુરતના 2 ઉદ્યોગકારો વિદેશમાં પોતાનું ચાર્ટર્ડ પ્લેન પણ ધરાવે છે. ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટે કરદાતાઓના રિટર્ન ચકાસવાનું શરૂ કર્યું છે. જો કે, આ મામલે આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા રહેલી છે.

તાજેતરમાં જ વડોદરા અને સુરતની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પર ITએ દરોડા પાડ્યા હતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ IT વિભાગ દ્વારા વડોદરાની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. વડોદરાના ઓપી રોડ પર આવેલી બેંકર્સ હોસ્પિટલ તેમજ સુરત ખાતે આવેલી હોસ્પિટલના નાણાકીય વહીવટોની બેંક દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ઈન્કમ ટેક્સ વિભાગની ત્રણ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી :

બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ સહિતના માલિકોના ઘર પર પણ આઈટીની ટીમ ત્રાટકી હતી. જમીનો અને સોનામાં રોકાણ કર્યું હોવાની પણ તપાસ કરવામાં આવી રહી હતી. વહેલી સવારથી જ આઇટી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આઇટી વિભાગની 3 ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી.

સુરતમાં બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ રેડ પાડવામાં આવી હતી :

સુરતમાં પણ બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પીપલોદ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ટીમ તપાસમાં જોતરાઇ હતી. NGOના સહકારથી તેમના જ કેમ્પસમાં આ હોસ્પિટલ ચાલી રહી છે આ અંગે પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.

આ વર્ષે વિશ્વના ટોચના 500 અમીરોને મોટું નુકસાન, શેરબજાર તૂટવાથી 100 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા

Big loss to the world’s top 500 richest

  • ઊંચા વ્યાજ દર અને ફુગાવાના કારણે વિશ્વભરના શેરબજારમાં આવેલા ભારે ઘટાડાનું આ પરિણામ છે. મંગળવારે જાહેર કરાયેલા કેપજેમિની વર્લ્ડ વેલ્થ રિપોર્ટ અનુસાર, આ વલણ ગયા વર્ષની સરખામણીમાં વિપરીત છે. ગયા વર્ષે શેરબજારની તેજીએ વિશ્વના ધનિકોને વધુ અમીર બનાવ્યા હતા

આ વર્ષનો અત્યાર સુધીનો સમય વિશ્વભરના અમીરો માટે ભારે રહ્યો છે. શેરબજાર (Share Bazar) માં ઘટાડાને કારણે તેમની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર, આ વર્ષે વિશ્વના 500 અમીરોની સંપત્તિમાં રૂ. 109.27 લાખ કરોડ ($1.4 ટ્રિલિયન) નો ઘટાડો થયો છે. માત્ર સોમવારે જ આ નુકસાનમાં $206 બિલિયન ડૂબી ગયા છે.

ઊંચા વ્યાજ દર અને ફુગાવાના કારણે વિશ્વભરના શેરબજારમાં આવેલા ભારે ઘટાડાનું આ પરિણામ છે. મંગળવારે જાહેર કરાયેલા કેપજેમિની વર્લ્ડ વેલ્થ રિપોર્ટ અનુસાર, આ વલણ ગયા વર્ષની સરખામણીમાં વિપરીત છે. ગયા વર્ષે શેરબજારની તેજીએ વિશ્વના ધનિકોને વધુ અમીર બનાવ્યા હતા

ગયા વર્ષની તેજીએ વિશ્વના અમીરોની વસ્તીમાં 8 ટકાનો વધારો કર્યો છે. તો, ઉત્તર અમેરિકામાં 13 ટકા અમીરોમાં વધારો થયો છે. ડેટા અનુસાર, એશિયા-પેસિફિકમાં સંપત્તિમાં 4.2%નો વધારો થયો છે.

ટોચના 5 શ્રીમંતોએ $345 બિલિયન ગુમાવ્યા :

આ પાનખરમાં, વિશ્વના 5 ટોચના અમીરોએ $345 બિલિયનથી વધુની સંપત્તિ ગુમાવી છે. ચાઈનીઝ ટેક કંપની બાઈનન્સના સીઈઓ ચાંગપેંગને સૌથી વધુ નુકસાન થયું છે. ચાંગપેંગ ઝાઓએ $85.6 બિલિયનની સંપત્તિ ગુમાવી. બીજા નંબર પર એલોન મસ્કનું નામ છે જેણે $73.2 બિલિયનનું નુકસાન કર્યું છે. જેફબેઝોસ $65.3 બિલિયનની ખોટ સાથે ત્રીજા નંબર પર છે. ફેસબુકના ઝકરબર્ગ 64.4 બિલિયન ડોલર ગુમાવ્યા બાદ ચોથા સ્થાને છે. બર્નાર્ડ આર્નોલ્ટ $56.8 બિલિયનની ખોટ સાથે પાંચમા ક્રમે છે.

ક્રિપ્ટોકરન્સી કરતાં મોટું નુકસાન :

ચીન દ્વારા ટેક કંપનીઓ પરની કાર્યવાહી અને રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી આ ઘટાડાનું મુખ્ય કારણ હતું. આ સાથે યુએસ માર્કેટમાં ઘણી તેજી જોવા મળી હતી અને ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો પણ એક મોટું કારણ હતું. જ્યાં અગાઉ ક્રિપ્ટોકરન્સી અને શેરબજારમાં સંપત્તિમાં વધારો થયો હતો, હવે વિપરીત વલણ ચાલી રહ્યું છે. ફુગાવો વધ્યો છે, ફેડરલ રિઝર્વ વ્યાજ દરો કેટલી ઝડપથી વધારશે તેની ચિંતા ઊભી કરે છે.

PM મોદીના પ્રવાસને જોતાં આટલા દિવસ બંધ રહેશે પાવાગઢ મંદિર, દર્શને જવાના હોવ તો જાણી લેજો

0

Seeing PM Modi’s tour,

  • હાલમાં પાવાગઢ મંદિર નવીનીકરણનું કાર્ય આખરી તબક્કામાં છે ત્યારે PM મોદીના પ્રવાસને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવવાના છે. આ તરફ વડાપ્રધાન આવવાના હોઇ પાવાગઢ મંદિર ટ્રસ્ટ (Pavagadh Temple Trust) અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જોકે PM મોદીના પ્રવાસને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. 16 જૂનના બપોરથી 18 જૂન 3 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

હાલમાં પાવાગઢ મંદિર નવીનીકરણનું કાર્ય આખરી તબક્કામાં છે. મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભ ગૃહને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવવાના છે. જેને લઈ હવે સુરક્ષાના કારણોસર 16 જૂનના બપોરથી યાત્રાળુઓ માટે મંદિરમાં દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ક્યાં સુધી મંદિર રહેશે બંધ ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. જેને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 16 જૂનના બપોરથી યાત્રાળુઓ માટે મંદિરમાં દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદમાં 18 જૂને PM મોદીની પાવાગઢ મંદિરની મુલાકાત બાદ 18 જૂને 3 વાગ્યા બાદ ભક્તો કરી દર્શન શકશે.

પાવાગઢ ખાતે ઐતિહાસિક ક્ષણ સર્જાશે :

પાવાગઢ ખાતે 18 મી જૂનના રોજ પીએમ મોદીના હસ્તે જે ધ્વજારોહણ થવા નું તેને ખૂબ જ ઐતિહાસિક માનવા માં આવી રહ્યું છે. કારણ કે, અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું તેનું શિખર ખંડિત હતું જેને લઈ તેની પર હજારો વર્ષો થી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. હજારો વર્ષો બાદ પાવાગઢ નિજ મંદિર પર ધ્વજારોહણ થવાનું હોય આ ક્ષણ ને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન પોતે શક્તિ ઉપાસક હોઈ દર્શન કરવાની ઈચ્છા હતી :

વડાપ્રધાન નરેન્દ્રમોદી પોતે શક્તિ ઉપાશક હોઈ માં મહાકાળી માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. હમણાં થોડા દિવસ પહેલા તેમણે જાતે જ જાહેરાત કરી કે, પાવાગઢ ખાતે દર્શન કરવા ની તેમની ઈચ્છા છે . જોકે તેમની તે ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાનના આગમનને લઈ મંદિર ટ્રસ્ટ, સ્થાનિક પ્રજાજનો સહિત સમગ્ર ગુજરાત ઉત્સાહિત છે.  પીએમના આગમન અને નિજ મંદિર દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

IRCTC ના ઓનલાઈન બુકિંગમાં થયો મોટો બદલાવ, રેલવેમાં પ્રવાસ કરવાના હોવ તો ખાસ જાણી લો

0

A big change in IRCTC’s online booking

  • તમે જો કોરોના પછી રેલવેમાં ટિકિટ બુક કરાવી હશે તો તમે જાણતા હશો કે બુકિંગ વખતે ડેસ્ટિનેશન એડ્રેસ પૂછવામાં આવતું પરંતુ હવે નિયમમાં બદલાવ આવ્યો છે.

જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો અને ઓનલાઇન ટીકિટ (Tickets online) બુક કરાવો છો, તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય રેલવેએ (Indian Railways) ઓનલાઈન ટીકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમમાં ફેરફાર થયા બાદ હવે ટીકિટ બુક કરવામાં ઓછો સમય લાગશે. રેલવેએ લીધેલા નિર્ણય બાદ હવે તમારે ટીકિટ બુક કરાવતી વખતે ડેસ્ટિનેશન એડ્રેસ (Destination address) આપવાની જરૂર નહીં રહે.

ડેસ્ટિનેશન સરનામું હવે નહિ આપવું પડે :

માર્ચ 2020 માં કોરોના રોગચાળાના કેસો ઝડપથી ફેલાયા પછી ભારતીય રેલ્વેએ આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ્લિકેશન પર ટિકિટ બુક કરતી વખતે ડેસ્ટિનેશન સરનામું ભરવું ફરજિયાત બનાવ્યું હતું .પરંતુ હવે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં હવે આઇઆરસીટીસી મુસાફરોને ડેસ્ટિનેશનના સરનામાની જાણકારી આપવી નહીં પડે. આ આદેશ રેલવે મંત્રાલય દ્વારા પણ લાગુ કરવામાં આવ્યો છે.

ઘણા નિયમોમાં બદલાવ તો ઘણા જુના નિયમો લાગુ કર્યા :

જ્યારે કોરોના કેસોમાં વધારો થયો ત્યારે ડેસ્ટિનેશન સ્થાનની તપાસથી કોવિડ પોઝિટિવ વ્યક્તિઓને શોધવામાં મદદ મળી. કોરોના કાળમાં સંક્રમણને કાબુમાં લેવા માટે રેલવેએ અનેક પ્રકારના નિયમો લાગુ કર્યા હતા. જ્યારે કોરોનાના કેસ નીચે આવ્યા છે અને પરિસ્થિતિ સામાન્ય બની છે, ત્યારે એક પછી એક નિયમો પાછા ખેંચવામાં આવી રહ્યા છે.

સોફ્ટવેરમાં ફેરફારો કરવામાં આવ્યા :

રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ફેરફાર બાદ હવે ઓનલાઈન ટિકિટ બુક કરવામાં ઓછો સમય લાગશે. પહેલા ડેસ્ટિનેશનનું એડ્રેસ ભરવામાં એકથી બે મિનિટનો સમય લાગતો હતો. રેલવે વિભાગે ડેસ્ટિનેશન એડ્રેસ ન લેવા માટે રેલવે ઝોનને પણ આદેશ આપી દીધા છે. CRIS અને IRCTC પણ આદેશ મુજબ સોફ્ટવેરમાં ફેરફાર કર્યા છે. આ પહેલા રેલવેએ એસી કોચમાં કોરોના મહામારી દરમિયાન બંધ કરેલ ચાદર-તકિયાની સુવિધા ફરીથી શરૂ કરી દીધી છે. આ સુવિધા રેલવે દ્વારા વિવિધ તબક્કે આપવામાં આવી રહી છે. આ પછી, વિવિધ ટ્રેનોમાં મુસાફરોને રાત્રે સૂવા માટે ઓશીકા અને ધાબળા આપવામાં આવી રહ્યા છે.

 

15 જૂન 2022, રાશિફળ : વિઘ્નહર્તાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને દરેક કાર્યોમાં મળશે સફળતા

June 15, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણયશક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભ :
મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈબહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતો મિશ્ર ફળ મળતું જણાય.

મિથુન :
નાણાકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્યસુધમાં વૃદ્ધિ થતી જણાય.

કર્ક : 
દિવસ દરમિયાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહ :
નાણાની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યા :
નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલા :
નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિક :
આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર ‌જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધન :
માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકર :
આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટીની ભાવના પેદા થાય. નાણાનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય.

કુંભ :
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીન :
નોકરીમાં ટાર્ગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે.

બોલીવુડમાં કોણ-કોણ છે ડ્રગ્સના નશાનું બંધાણી ? જુઓ રૂપેરી પડદા અને સોનેરી ચમક પાછળનો કાળો ચહેરો

0

Who are the drug addicts in Bollywood

સિદ્ધાંત કપૂર જે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના (Actress Shraddha Kapoor) ભાઈ છે. હવે સિદ્ધાંત કપૂર પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે, સિદ્ધાંત કપૂરની બેંગ્લોર પોલીસે (Bangalore Police) અટકાયત કરી છે અને પૂછતાછ ચાલુ છે. સિદ્ધાંત કપૂર એકટર નથી. પરંતુ આ પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સના નામ સામે આવી ચુક્યા છે. આવા સ્ટાર્સના નામ જણાવીએ જેમની ડ્રગ કેસમાં એનસીબીએ પૂછપરછ કરી છે.

આર્યન ખાન :

આર્યન ખાન

આર્યન ખાન. જે શાહરૂખ ખાનના પુત્ર છે. આર્યન ખાન પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.પરંતુ તેને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ક્રુઝ પર યોજાયેલી પાર્ટીમાં આર્યન ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.જે બાદ આર્યન ખાનને એક મહિના જેલમાં રહેવું પડ્યું હતું.

ભારતીસિંહ :

ભારતીસિંહ 

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયનની પણ પૂછપરછ કરવામાં આવી છે.વાસ્તવમાં, પોલીસે કોમેડિયનના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આટલું જ નહીં, જ્યારે NCBએ તેમની પૂછપરછ કરી ત્યારે દંપતીએ કબૂલ્યું કે તેઓ ડ્રગ્સનું સેવન કરતા હતા અને NCBએ તેમના ઘરેથી 86.5 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો.

દીપિકા પાદુકોણ :

દીપિકા પાદુકોણ

સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મુદ્દે NCBએ દીપિકાની પૂછપરછ કરી હતી.

રકુલ પ્રીત સિંહ :

રકુલ પ્રીત સિંહ

અભિનેત્રી દીપિકા પાદુકોણની સાથે અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું નામ પણ આ યાદીમાં સામેલ છે.એનસીબીએ રકુલ પ્રીત સિંહને પણ ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવી હતી. સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન NCBએ રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવ્યું હતું.

રિયા ચક્રવર્તી :

રિયા ચક્રવર્તી

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનું નામ સૌથી પહેલા આવ્યું હતું.જે પછી NCBએ રિયાની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી રિયાની ગયા વર્ષે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી.

અમદાવાદની દીકરીની વ્હારે આવ્યો બોલીવુડનો આ સુપરસ્ટાર – એકટરના એક ટ્વીટથી દોડતી થઇ અમદાવાદ પોલીસ

This Bollywood superstar came

બોલીવૂડ (Bollywood)ના એક્ટર (Actor) સોનુ સૂદ (Sonu Sood) હંમેશા લોકોની મદદ માટે આગળ રહેતા હોય છે. અને તેઓ આ બાબતને લઈને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. તઓએ પોતાના આ સમાજસેવાના કાર્યથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે વધુ એક બોલીવૂડ એક્ટરની દરિયાદિલી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, એક્ટર વરુણ ધવન (Varun Dhawan) એક પીડિત દીકરીની મદદે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, એક દારૂ઼ડિયો તેની પત્ની અને દીકરીને ભૂ્ખ્યા-તરસ્યા રાખીને ખુબ જ માર મારતો હતો. આ ત્રાસથી કંટાળી દીકરીએ ટ્વીટર પર મદદ માંગી હતી. આ દરમિયાન વરુણ ધવનના નજરે આ ટ્વીટ ચડતા વરુણ ધવને અમદાવાદ પોલીસને ટ્વીટ કરીને મદદ માંગી હતી. સાથે જ વરુણ ધવનની ટીમે પીડિત પરિવારની મદદે પોતાની ટીમ પણ પહોંચાડી હતી.

વાસ્તવમાં, અમદાવાદના હાથીજણના વિવેકાનંદનગરમાં રહેતો એક પરિવાર હાલ ચર્ચામાં આવ્યો છે. અહી એક દારૂડિયો દારૂના નશામાં પોતાની પત્ની અને દીકરીને માર મારતો હતો. આ પરિવારની હાલત દારૂને કારણે ખરાબ બની હતી. તેથી પીડિત દીકરીએ ટ્વીટર પર મદદ માંગી હતી. આ દીકરીએ 22 મેના રોજ એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, ‘મારા પિતા મને અને મારી માતાને અનેક વખત માર મારે છે. તેઓ આવું રોજ કરે છે, અમને જમવા પણ દેતા નથી અને ગંદી ભાષામાં વાત કરે છે. એક વખત મારી માતાએ દારૂની બોટલ નાખી દેવાનો પ્રયાસ કર્યો તો તેને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. મને અને મારી માતાને મારા પિતા બાંધીને રાખતા હતા.’

1 29 - Trishul News Gujarati Actor, ahmedabad, bollywood, Sonu Sood, Tweet, twitter, Varun Dhawan, અમદાવાદ

દીકરી મદદ માટે કરેલી આ ટ્વીટ એક્ટર વરુણ ધવનના નજરે ચડી હતી. જેથી તેણે આ પીડિત દીકરીની ટ્વીટને રાત્રે બે વાગ્યે રિપ્લાય કરીને અમદાવાદ પોલીસને મદદ માટે ટેગ કર્યા હતા. એટલુ જ નહિ, દીકરીની મદદ માટે વરુણ ધવને પોતાની ટીમને પણ મોકલી હતી. વરુણ ધવને આ મામલે ખૂદ પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યા સુધી તે મદદ કરશે. તેમજ અમદાવાદ પોલીસ પીડિત દીકરીની મદદે પહોંચી હતી. અમદાવાદ પોલીસે તેના પરિવારને બનતી મદદ કરી હતી.

આ સિવાય વરુણની ટીમે દીકરીની મદદ કરીને તેને ખાવાનુ પણ મોકલ્યુ હતું. ભલે સમસ્યા સોલ્વ થઈ ગઈ હોય, પરંતુ વરૂણ ધવનની ટીમ રોજ એકવાર ફોન કરીને દીકરી અને તેના પરિવારના હાલચાલ પૂછી લે છે. તેણે કહ્યુ કે, આ કિસ્સામા અમે બને તેટલી મદદ કરીશું. તેમજ અમદાવાદ પોલીસ દ્વારા દારૂડિયા પિતા સામે કાર્યવાહી કરવામા આવી હતી.

વીડિયો વાઇરલ : અરવલ્લીમાં પંચાયત સદસ્ય યુવતી સાથે અશ્લીલ હરકતો કરતો હતો, ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઊતર્યા

0

Video viral

  • આધેડ સદસ્યની પ્રતિષ્ઠા બચાવવા રાજકીય આગેવાનોના ધમપછાડા. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા .

અરવલ્લી (Aravalli) જિલ્લાની એક ગ્રામ પંચાયતના સભ્યનો 3 મિનિટ અને 23 સેકન્ડનો વીડિયો કોલિંગ દ્વારા નિર્વસ્ત્ર અવસ્થામાં (Naked state) રહેલી સ્વરૂપવાન મહિલા સાથે અશ્લીલ હરકતો (Obscene gestures) કરતો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ વીડિયોમાં સ્વરૂપવાન મહિલા અશ્લીલ ચેનચાળા કરતાં અને વીડિયોમાં ગંદી હરકતો કરતી દેખાતા ચકચાર મચી જવા પામી છે.

વીડિયો વાયરલ થતા ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા :

આ વીડિયો વાયરલ થતાં અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. વાયરલ થયેલ વીડિયોમાં આગેવાન શિક્ષણ ખાતે ઊંચુ નામ ધરાવે છે અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કોપ સભ્ય છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પ્રતિષ્ઠા બચાવવા રાજકીય ધમપછાડા શરૂ કરવા લાગ્યા હતા.

કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો :

​​​​​​​આધેડ વયની ઉંમરે પહોંચેલા આ શખ્સનો 3.23 મિનિટનો મહિલા સાથે અર્ધનગ્ન હાલતમાં અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ થતાં જિલ્લામાં કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. વીડિયો કોલિંગ દ્વારા સામેની મહિલા બિલકુલ નિર્વસ્ત્ર અવસ્થામાં અશ્લીલ ચેનચાળા કરે છે.

 સુરતના સૌથી ઊંચા બ્રિજનું આ તારીખે થશે લોકાર્પણ, રિંગરોડ ફ્લાયઑવર પણ ફરી શરૂ થશે 

0

Surat’s tallest bridge

  • ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે .

સુરતમાં નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું (Newly built Sahara Gate Bridge) 19 જૂને લોકાર્પણ (Dedication) કરવામાં આવશે. વિગતો મુજબ ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ  મોરડિયાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.

ડાયમંડ સિટી સુરતમાં હવે એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું આગામી 19 જૂને લોકાર્પણ થવાનું છે. આ ફલાયઓવર માન દરવાજાથી સહારા દરવાજા જંક્શનને જોડશે. આ સાથે  રેલવે સ્ટેશનથી સહારા દરવાજાને જોડતો ફલાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.

સુરતનો સૌથી ઊંચો બ્રિજ :

નવનિર્મિત સહારા દરવાજા બ્રિજ સુરતનો સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતા આ બ્રિજને 19 જુનના સી.આર.પાટીલ, મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકશે. આ સાથે રિંગ રોડ ફ્લાયઓવર પણ ફરી શરૂ થશે.