IRCTC ના ઓનલાઈન બુકિંગમાં થયો મોટો બદલાવ, રેલવેમાં પ્રવાસ કરવાના હોવ તો ખાસ જાણી લો

Share this story

A big change in IRCTC’s online booking

  • તમે જો કોરોના પછી રેલવેમાં ટિકિટ બુક કરાવી હશે તો તમે જાણતા હશો કે બુકિંગ વખતે ડેસ્ટિનેશન એડ્રેસ પૂછવામાં આવતું પરંતુ હવે નિયમમાં બદલાવ આવ્યો છે.

જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો અને ઓનલાઇન ટીકિટ (Tickets online) બુક કરાવો છો, તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય રેલવેએ (Indian Railways) ઓનલાઈન ટીકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમમાં ફેરફાર થયા બાદ હવે ટીકિટ બુક કરવામાં ઓછો સમય લાગશે. રેલવેએ લીધેલા નિર્ણય બાદ હવે તમારે ટીકિટ બુક કરાવતી વખતે ડેસ્ટિનેશન એડ્રેસ (Destination address) આપવાની જરૂર નહીં રહે.

ડેસ્ટિનેશન સરનામું હવે નહિ આપવું પડે :

માર્ચ 2020 માં કોરોના રોગચાળાના કેસો ઝડપથી ફેલાયા પછી ભારતીય રેલ્વેએ આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ્લિકેશન પર ટિકિટ બુક કરતી વખતે ડેસ્ટિનેશન સરનામું ભરવું ફરજિયાત બનાવ્યું હતું .પરંતુ હવે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં હવે આઇઆરસીટીસી મુસાફરોને ડેસ્ટિનેશનના સરનામાની જાણકારી આપવી નહીં પડે. આ આદેશ રેલવે મંત્રાલય દ્વારા પણ લાગુ કરવામાં આવ્યો છે.

ઘણા નિયમોમાં બદલાવ તો ઘણા જુના નિયમો લાગુ કર્યા :

જ્યારે કોરોના કેસોમાં વધારો થયો ત્યારે ડેસ્ટિનેશન સ્થાનની તપાસથી કોવિડ પોઝિટિવ વ્યક્તિઓને શોધવામાં મદદ મળી. કોરોના કાળમાં સંક્રમણને કાબુમાં લેવા માટે રેલવેએ અનેક પ્રકારના નિયમો લાગુ કર્યા હતા. જ્યારે કોરોનાના કેસ નીચે આવ્યા છે અને પરિસ્થિતિ સામાન્ય બની છે, ત્યારે એક પછી એક નિયમો પાછા ખેંચવામાં આવી રહ્યા છે.

સોફ્ટવેરમાં ફેરફારો કરવામાં આવ્યા :

રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ફેરફાર બાદ હવે ઓનલાઈન ટિકિટ બુક કરવામાં ઓછો સમય લાગશે. પહેલા ડેસ્ટિનેશનનું એડ્રેસ ભરવામાં એકથી બે મિનિટનો સમય લાગતો હતો. રેલવે વિભાગે ડેસ્ટિનેશન એડ્રેસ ન લેવા માટે રેલવે ઝોનને પણ આદેશ આપી દીધા છે. CRIS અને IRCTC પણ આદેશ મુજબ સોફ્ટવેરમાં ફેરફાર કર્યા છે. આ પહેલા રેલવેએ એસી કોચમાં કોરોના મહામારી દરમિયાન બંધ કરેલ ચાદર-તકિયાની સુવિધા ફરીથી શરૂ કરી દીધી છે. આ સુવિધા રેલવે દ્વારા વિવિધ તબક્કે આપવામાં આવી રહી છે. આ પછી, વિવિધ ટ્રેનોમાં મુસાફરોને રાત્રે સૂવા માટે ઓશીકા અને ધાબળા આપવામાં આવી રહ્યા છે.