Who are the drug addicts in Bollywood
સિદ્ધાંત કપૂર જે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના (Actress Shraddha Kapoor) ભાઈ છે. હવે સિદ્ધાંત કપૂર પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે, સિદ્ધાંત કપૂરની બેંગ્લોર પોલીસે (Bangalore Police) અટકાયત કરી છે અને પૂછતાછ ચાલુ છે. સિદ્ધાંત કપૂર એકટર નથી. પરંતુ આ પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સના નામ સામે આવી ચુક્યા છે. આવા સ્ટાર્સના નામ જણાવીએ જેમની ડ્રગ કેસમાં એનસીબીએ પૂછપરછ કરી છે.
આર્યન ખાન :
આર્યન ખાન. જે શાહરૂખ ખાનના પુત્ર છે. આર્યન ખાન પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.પરંતુ તેને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ક્રુઝ પર યોજાયેલી પાર્ટીમાં આર્યન ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.જે બાદ આર્યન ખાનને એક મહિના જેલમાં રહેવું પડ્યું હતું.
કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયનની પણ પૂછપરછ કરવામાં આવી છે.વાસ્તવમાં, પોલીસે કોમેડિયનના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આટલું જ નહીં, જ્યારે NCBએ તેમની પૂછપરછ કરી ત્યારે દંપતીએ કબૂલ્યું કે તેઓ ડ્રગ્સનું સેવન કરતા હતા અને NCBએ તેમના ઘરેથી 86.5 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો.
દીપિકા પાદુકોણ :
સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મુદ્દે NCBએ દીપિકાની પૂછપરછ કરી હતી.
રકુલ પ્રીત સિંહ :
અભિનેત્રી દીપિકા પાદુકોણની સાથે અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું નામ પણ આ યાદીમાં સામેલ છે.એનસીબીએ રકુલ પ્રીત સિંહને પણ ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવી હતી. સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન NCBએ રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવ્યું હતું.
રિયા ચક્રવર્તી :
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનું નામ સૌથી પહેલા આવ્યું હતું.જે પછી NCBએ રિયાની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી રિયાની ગયા વર્ષે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી.