Unique service of cows
- ગાયો પણ કેરીનો રસ માણી શકે તે માટે અહીં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉનાળાની (Summer) ઋતુમાં રસદાર કેરીનો આનંદ લેવા દરેક વ્યક્તિ ઈચ્છે છે. કેરીની સિઝનમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ કેરીનો રસ માણવાનું ચૂકતા નથી. તો પછી અબોલ પ્રાણીઓ શા માટે તેનાથી દૂર રહે? આ જોતાં રાજસ્થાનના (Rajasthan) પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં (Mahavir Govardhan Gaushala) આયોજકોએ ગાયોને પુષ્કળ કેરીનો રસ આપ્યો હતો. ગાયો પણ કેરીનો રસ માણી શકે તે માટે અહીં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં 11 ક્વિન્ટલ કેરીમાં ડ્રાયફ્રૂટ્સ (Dried fruits મિક્સ કર્યા બાદ કેરીનો રસ તૈયાર કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ ભક્તિભાવથી ગાયોને ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગને જોવા માટે મોટી સંખ્યામાં લોકો શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળા ખાતે પહોંચ્યા હતા અને આ અનોખા નજારાને માણ્યો હતો.
માંગલિક કાર્યક્રમો અને તહેવારો દરમિયાન ગાયોને લાપસી, ગોળ અને લીલો ચારો ખવડાવવાના ઘણા કાર્યક્રમો હોય છે. પરંતુ ગાયોને કેરીનો રસ આપવાની આ ઘટના કદાચ પ્રથમવાર બની છે. પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળાના સંચાલકોએ ખૂબ જ આદરભાવ સાથે શનિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં પહેલા 11 ક્વિન્ટલ કેરીનો રસ તૈયાર કરીને પૂલમાં ભરવામાં આવ્યો હતો. તે પછી ભક્તોએ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાય પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જિલ્લાની સૌથી મોટી શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં 1205 ગાયો છે. આ એ ગાય છે જેને કતલખાને જવાથી બચાવી લેવામાં આવી છે. આ ગૌશાળા ગાય ભક્તો અને દયાળુ આત્માઓ તરફથી આર્થિક સહાય મેળવીને ચલાવવામાં આવે છે. માંગલિક કાર્યક્રમ નિમિત્તે લોકો વતી ગાયોને લીલો ચારો અને ગોળ લાપસી ખવડાવવાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
ગૌશાળાના ટ્રસ્ટી અરવિંદ વાયા કહે છે કે, આ ગૌશાળામાં જિલ્લાભરના પોલીસ સ્ટેશનોમાંથી ગાયો મોકલવામાં આવે છે. જિલ્લામાં વધુ પાંચ ગૌશાળાઓ છે. પરંતુ કેટલીકવાર જગ્યાના અભાવે તેમને ગાયો લેવાનો ઇનકાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે ગાયોને પણ અહીં છોડવામાં આવે છે. અહીંની ગાયો પણ સામાન્ય લોકોની જેમ કેરી ખાવાની મજા માણી શકે તે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૌશાળા સાથે સંકળાયેલા જૈન સંગીતકાર ત્રિલોક મોદી જણાવે છે કે, અહીં આવતા સમયે કતલખાને જવાથી બચાવેલી ગાયોની હાલત ખૂબ જ ખરાબ હોય છે, પરંતુ અહીં આવ્યા બાદ ગાયોના ખોરાકનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને ચારો તેમજ પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે છે. જેના કારણે કતલખાને જવાથી બચી ગયેલી ગાયો પણ અહીં પ્રજનન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિવિધ ગૌશાળાઓમાં જાળવણીના અભાવે ગાયોના મોતના સમાચાર ચર્ચાનો વિષય બનતા રહે છે. બીજી તરફ પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં આયોજિત આ પ્રકારનો કાર્યક્રમ રાજ્યની અન્ય ગૌશાળાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.