Friday, Apr 18, 2025

Viral Video : ચાર યુવતીઓએ ડોમિનોઝ ગર્લની ડંડાથી પીટાઇ કરી, જુઓ વાયરલ Video

2 Min Read

Four young women Domino’s Girl

  • video viral on social media – પીડિતા પર હુમલો થઇ રહ્યો હતો તે સમય ત્યાં હાજર રહેલી ભીડ તમાશો જોઇ રહી હતી. કોઇપણ પીડિતાની મદદ માટે આગળ આવ્યું ન હતું

મધ્ય પ્રદેશના (madhya pradesh) ઇન્દોરમાં ચાર યુવતીઓનો મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral on social media) થઇ રહ્યો છે. ચાર યુવતીઓએ ડોમિનોઝ માટે ડિલિવરી કરવા આવેલી એક યુવતીની પીટાઇ (four girls beat delivery girl) કરી હતી. વીડિયોમાં ચારેય યુવતીઓ ડોમિનોઝ ગર્લને (Domino’s Girl) પહેલા થપ્પડ મારે છે અને પછી ડંડો લઇને માર મારી રહી છે. યુવતી પોતાનો જીવ બચાવવા માટે ભાગતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ ચાર યુવતીની ધરપકડની માંગણી કરી રહ્યા છે.

આ ઘટના ઇન્દોરના દ્વારકાપુરીની બતાવવામાં આવી રહી છે. ઘટના ગત શનિવારની છે. વીડિયોમાં બે યુવતીઓએ પીડિતાના હાથ પકડેલા છે. જ્યારે એક યુવતી પાછળથી થપ્પડ મારે છે. આ પછી ચારેય યુવતીઓ પીડિતાને ઘેરી લઇને થપ્પડ મારે છે જે પછી પીડિતા નીચે પડી જાય છે. આમ છતા પીડિતાને યુવતીઓ માર મારે છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે ચારેય આરોપી યુવતીઓ સામે કેસ નોંધ્યો છે. પીડિતા પર હુમલો થઇ રહ્યો હતો તે સમય ત્યાં હાજર રહેલી ભીડ તમાશો જોઇ રહી હતી. કોઇપણ પીડિતાની મદદ માટે આગળ આવ્યું ન હતું. પીડિતા હુમલાથી બચવા માટે એક ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે.

આ મામલે પોલીસે જણાવ્યું કે ઋષિપેલેસ કોલોનીમાં રહેતી પીડિતાએ આ કોલોનીમાં રહેતી પિંકી અને તેની અન્ય ત્રણ મિત્ર સામે મારપીટનો કેસ નોંધાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે ચાર યુવતીઓમાંથી એકે તેને પોતાની પાસે બોલાવી હતી. આ પછી તેના પર હુમલો કર્યો હતો.

આરોપી યુવતીઓ હાલ ફરાર ચાલી રહી છે. જાણકારી પ્રમાણે મારપીટ ગેંગની મુખ્ય સરગનાનું નામ પિંકી બતાવવામાં આવી રહ્યું છે. તે વિસ્તારના લિસ્ટેડ અપરાધી સાથે હંમેશા ફરતી જોવા મળે છે.

Share This Article