Gaming earbuds launched
ઈયરબડ્સ માર્કેટમાં (Earbuds Market) અનેક કંપનીઓએ પોતાના ગેમિંગ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. જે લોંગ લાસ્ટિંગ બેટરી તેમજ લો લેટેન્સી જેવા ફીચર્સ પ્રદાન કરે છે. આ વચ્ચે જાણીતી કંપની Boatએ ગેમર્સને ધ્યાને રાખીને એક શાનદાર ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. કંપનીના Airdopes 191G ગેમિંગ TWS ઈયરબડ્સને ભારતમાં સેલમાં ઉપલબ્ધ કરાવાયા છે. નવા ઈયરબડ્સમાં માત્ર 65msની લો લેટેન્સી આપવામાં આવી છે. ઓડિયો અને વિઝ્યુલ વચ્ચે કોઈ ડિસ્ટોર્શન ન થાય તે માટે કંપનીએ ઈયરબડ્સમાં ખાસ ધ્યાન આપ્યું છે. આવો જાણીએ આ ઈયરબડ્સ વિશે વધુ માહિતી.
boAt Airdopes 191G ગેમિંગ TWS ભારતમાં કિંમત :
નવી boAt Airdopes 191G હાલમાં Amazon, Flipkart અને કંપનીની અધિકૃત વેબસાઇટ પર લિસ્ટેડ છે અને તેની કિંમત 1,499 રાખવામાં આવી છે. તે બ્લેક, બ્લુ, ગ્રે અને રેડ સહિત બહુવિધ કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેથી જેઓ નવું ઈયરબડ ખરીદવાનું વિચારી રહ્યા છે અને મોબાઈલ ગેમિંગમાં સાથે સંકળાયેલા છે, તેમના માટે આ ઈયરબડ્સ બેસ્ટ ઓપ્શન છે.
boAt Airdopes 191G ગેમિંગ TWS ડિઝાઈન :
આ ઈયરબડ્સમાં સ્ટેમ ડિઝાઈન આપવામાં આવી છે, જેમાં ઈયરબડ્સનું શરીર પણ થોડું પારદર્શક છે. Airdopes 191Gમાં 6mm ઓડિયો ડ્રાઈવર છે અને તેમાં હેક્સાગોનલ આકારનો ચાર્જિંગ કેસ પણ મળે છે.
boAt Airdopes 191G ગેમિંગ TWS બેટરી :
બેટરી લાઈફના મામલે કંપની દાવો કરે છે કે આ ઈયરબડ્સ ફુલ ચાર્જ પર 6 કલાક સુધી ચાલી શકે છે, જ્યારે કેસ વધારાના 4 ચાર્જિંગ સાઈકલ ઓફર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વપરાશકર્તાઓ કેસ પર 400mAh બેટરી પેકમાંથી લગભગ 30 કલાકની એકંદર બેટરી લાઈફ મેળવવાની અપેક્ષા રાખી શકે છે. અન્ય સુવિધાઓમાં નોઈઝ કેન્સલેશન કૉલ્સ માટે ENx ટેક્નોલોજી માટે ક્વોડ માઇક સેટઅપ, IWP સપોર્ટ, બ્લૂટૂથ 5.2, IPX5 વોટર રેઝિસ્ટન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.