ભડકાઉ પોસ્ટ કરનારા સુધરી જજો ! ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારા અમદાવાદના આરોપીની ધરપકડ

Share this story

Improved judges who post provocative

  • સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપી ઈરસાદ અન્સારીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

ભાજપ નેતા નુપુર શર્મા (BJP leader Nupur Sharma) દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઈરસાદ અન્સારી નામના યુવકે ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા. જેથી સાયબર ક્રાઈમે તેની વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ સોશિયલ મિડીયામાં વહેતા કર્યા હતા ભડકાઉ મેસેજ :

અમદાવાદમાં સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપી ઈરસાદ અન્સારીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, નુપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. આવી સ્થિતિ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મિડીયામાં કરવા બદલ સાયબર ક્રાઈમે કાર્યવાહી હાથ ધરી છે, નુપુર શર્માના નિવેદન બાદ સોશિયલ મિડીયામાં ખોટા અને ભડકાઉ મેસેજ વાયરલ કરનાર પર સાયબર ક્રાઈમ સતત નજર રાખી રહી છે, તેવી જ એક તપાસમાં અમદાવાદના ઈરસાદ અન્સારી નામના યુવકે પોતાના ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા.જે અંગે સાયબર ક્રાઈમે તેને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની શાંતિ ડોહળાય તેવી મુકી હતી પોસ્ટ :

છેલ્લા કેટલાક દિવસથી લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવા મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે. તેવામાં આરોપી ઈરસાદ અન્સારીએ યુવકોની ઉશ્કેરણી થાય અને અમદાવાદની શાંતિ ડોહળાય તે માટે પોસ્ટ મુકી હતી. મહત્વનુ છે કે, નુપુર શર્માના વિરોધમાં અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી લોકો રોડ પર ઉતરી આવ્યા છે. અને તેની ફાંસીની માંગ કરી રહ્યા છે. તેવા સંજોગો વચ્ચે અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી.