Megharaja arrived in North Gujarat on time
- ડીસાના ખેંટવા ગામે વરસાદની સાથે એક અદભૂત ઘટના જોવા મળી.
ડીસાના ખેંટવા (Deesa’s scratch) ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે. મહત્વનું છે કે, ગત રવિવાર મોડી સાંજ બાદ ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના (North Gujarat) વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડો પવન ફૂંકાવવા (Blowing the wind) લાગ્યો હતો. અને બાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોના ટોળા માછલીઓને જોવા માટે ઉમટ્યા હતા.
ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટા ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું. અહી આસપાસ નદી તળાવ નથી તેવામાં માછલીઓ જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા.આમ દુનિયામાં ભાગ્યે જ થતો માછલીઓનો વરસાદ ડીસા તાલુકાના ખેંટવા ગામે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં એક ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું.
ગઈકાલે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની રમઝટ :
નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેની વચ્ચે સાબરકાંઠાના તલોદ, મોઢુકા, લંઘાનામઠ, જશનપુર, કઠવાડા, રણાસણ, બનાસકાંઠાના દિયોદર કાંકરેજ, અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી, બારડોલીના ભામૈયા , મોરી, ખોજ, પારડી, દ્વારકાના કલ્યાણપુર, ભોપલકા, રાણ, લીંબડી, ખંભાળિયાના સલાયા, હરિપર, કુબેર વિશોત્રી, ભાડથર, ભાતેલ, દ્વારકાના મીઠાપુર, દેવપરા,પાડલી સહિત જૂનાગઢ , છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા – અમદાવાદ હાઇવે , રાજકોટ, યાત્રાધામ અંબાજી, કચ્છ-ભુજ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે
આજે કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચ સુધીના વરસાદની શક્યતા :
હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 2.5 મીમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. તેમજ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.