અમદાવાદની દીકરીની વ્હારે આવ્યો બોલીવુડનો આ સુપરસ્ટાર – એકટરના એક ટ્વીટથી દોડતી થઇ અમદાવાદ પોલીસ

Share this story

This Bollywood superstar came

બોલીવૂડ (Bollywood)ના એક્ટર (Actor) સોનુ સૂદ (Sonu Sood) હંમેશા લોકોની મદદ માટે આગળ રહેતા હોય છે. અને તેઓ આ બાબતને લઈને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. તઓએ પોતાના આ સમાજસેવાના કાર્યથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે વધુ એક બોલીવૂડ એક્ટરની દરિયાદિલી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, એક્ટર વરુણ ધવન (Varun Dhawan) એક પીડિત દીકરીની મદદે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, એક દારૂ઼ડિયો તેની પત્ની અને દીકરીને ભૂ્ખ્યા-તરસ્યા રાખીને ખુબ જ માર મારતો હતો. આ ત્રાસથી કંટાળી દીકરીએ ટ્વીટર પર મદદ માંગી હતી. આ દરમિયાન વરુણ ધવનના નજરે આ ટ્વીટ ચડતા વરુણ ધવને અમદાવાદ પોલીસને ટ્વીટ કરીને મદદ માંગી હતી. સાથે જ વરુણ ધવનની ટીમે પીડિત પરિવારની મદદે પોતાની ટીમ પણ પહોંચાડી હતી.

વાસ્તવમાં, અમદાવાદના હાથીજણના વિવેકાનંદનગરમાં રહેતો એક પરિવાર હાલ ચર્ચામાં આવ્યો છે. અહી એક દારૂડિયો દારૂના નશામાં પોતાની પત્ની અને દીકરીને માર મારતો હતો. આ પરિવારની હાલત દારૂને કારણે ખરાબ બની હતી. તેથી પીડિત દીકરીએ ટ્વીટર પર મદદ માંગી હતી. આ દીકરીએ 22 મેના રોજ એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, ‘મારા પિતા મને અને મારી માતાને અનેક વખત માર મારે છે. તેઓ આવું રોજ કરે છે, અમને જમવા પણ દેતા નથી અને ગંદી ભાષામાં વાત કરે છે. એક વખત મારી માતાએ દારૂની બોટલ નાખી દેવાનો પ્રયાસ કર્યો તો તેને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. મને અને મારી માતાને મારા પિતા બાંધીને રાખતા હતા.’

1 29 - Trishul News Gujarati Actor, ahmedabad, bollywood, Sonu Sood, Tweet, twitter, Varun Dhawan, અમદાવાદ

દીકરી મદદ માટે કરેલી આ ટ્વીટ એક્ટર વરુણ ધવનના નજરે ચડી હતી. જેથી તેણે આ પીડિત દીકરીની ટ્વીટને રાત્રે બે વાગ્યે રિપ્લાય કરીને અમદાવાદ પોલીસને મદદ માટે ટેગ કર્યા હતા. એટલુ જ નહિ, દીકરીની મદદ માટે વરુણ ધવને પોતાની ટીમને પણ મોકલી હતી. વરુણ ધવને આ મામલે ખૂદ પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યા સુધી તે મદદ કરશે. તેમજ અમદાવાદ પોલીસ પીડિત દીકરીની મદદે પહોંચી હતી. અમદાવાદ પોલીસે તેના પરિવારને બનતી મદદ કરી હતી.

આ સિવાય વરુણની ટીમે દીકરીની મદદ કરીને તેને ખાવાનુ પણ મોકલ્યુ હતું. ભલે સમસ્યા સોલ્વ થઈ ગઈ હોય, પરંતુ વરૂણ ધવનની ટીમ રોજ એકવાર ફોન કરીને દીકરી અને તેના પરિવારના હાલચાલ પૂછી લે છે. તેણે કહ્યુ કે, આ કિસ્સામા અમે બને તેટલી મદદ કરીશું. તેમજ અમદાવાદ પોલીસ દ્વારા દારૂડિયા પિતા સામે કાર્યવાહી કરવામા આવી હતી.