HomeGujaratજળયાત્રા બાદ ભગવાન જગન્નાથના ગજવેશમાં દર્શન, વર્ષે એક જ વાર મળે છે...

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથના ગજવેશમાં દર્શન, વર્ષે એક જ વાર મળે છે આવો લ્હાવો

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Lord Jagannath after the voyage

  • સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની (Lord Jagannath) રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી. આ જળયાત્રા (Voyage) મીની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. જે બાદમાં ભગવાનને ગજવેશનો શણગાર કરાવવાઆવ્યો હતો.

ભક્તોએ અખાડાના કરતબ બતાવ્યા :

સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાબરમતીના મધ્યેથી કળશમાં જળ ભરીને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. અખાડાના કેટલાક કરતબો પણ બતાવ્યા હતા. ખાસ કરીને બે યુવતીઓએ પણ અખાડાના કરતબ મંદિરના પ્રાંગણમાં દર્શાવ્યા હતા.

બે વર્ષ બાદ રથયાત્રાનું રંગેચંગે આયોજન :

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાના પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યજાશે.

જળયાત્રામાં આ દિગ્ગજો રહ્યાં ઉપસ્થિત :

આ જળયાત્રામાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો , મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યાં

Subscribe

Latest stories

spot_img